________________
,
૧૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૦
‘ા શકa' એ વાકય મારા મનમાં રમી રહેલું હતું. મારી નજરે તે તેમાં ખોટી નીતિ સમાયેલી છે. લોકમાન્ય પિતે જ ચા સૂત્રનું ખંડન કરવાને પોતાની તીવ્ર બુદ્ધિ વાપરીને એકાદ તત્તસ્રાનનું ભાષ્ય લખી હિંદને એક દિવસે તાજાબ કરે એવી આશા હું છે.ડી. શક નથી. ગમે તેમ છે, પણ “શs wત શrદયમાં સમાયેલા વવકારસૂત્ર ની સામે હું મારો એક જમાનાને અનુભવ ખડો કરું છું. ખરી નીતિ તે “શષ્ઠ કારિ સઘનું’ એ જ છે.”
(૧-૨-૨૦) જીલનદષ્ટિના અને ધર્મ અને વ્યવહાર પ્રત્યેના અભિગમના આ પાક.ના ભેદ છે. આ વિશે વિશે વિચાર હવે પછી કરીશ. ૨૦-૧૦-૮૦
ચીમનલાલ ચકુભાઈ શાહ અમેરિકાના નવા પ્રમુખ: રેગન
અમેરિકાનું પ્રમુખપદ એટલી વિશાળ સત્તા ધરાવે છે કે કોણ વયકિત પ્રમુખ થાય છે તેમાં માત્ર અમેરિકન પ્રજાને જ નહિ પણ દુનિયાના દેશોને હિત અને રસ છે. પ્રમુખપદ માટેની આ વખતની ચૂંટણી ઘણી રસાકસીભરી હતી. સામાન્ય રીતે ચાલુ પ્રમુખને એક બીજી તક આપવામાં આવે છે. આ વખતે કાર્ટર સામે તીવ્ર હરીફાઈ હતી. સામાન્ય છાપ એવી હતી કે બેમાંથી એકેય ઉમેદવાર નિશ્ચિતપણે ચડિયાત છે એમ કહી શકાય તેમ ન હતું. અમેરિકન પ્રજાને મનગમતી પસંદગી કરવાની તક ન હતી. ઉમેદવારોનું ભાવિ ઝાલા ખાતું હતું, ચડઉતર થયા કરતી. છેવટના દિવસેમાં એમ લાગતું કે કાનમેરી દેડ છે.
પરિણામ અણધાર્યું આવ્યું. રેગનને વિજય થયો. તે અણધાર્યું નથી પણ તેને આટલી મોટી બહમતિ મળી તેથી તેને પિતાને પણ
આશ્ચર્ય થયું છે. હજી મતદાન પૂરું નહોતું થયું અને શરૂઆતનાં - પરિણામો આવવા માંડયા, ત્યાં જે દેખાઈ આવ્યું કે કાર્ટરને ઘેર પરાજય થશે. કાર્ટર પણ ખેલદિલીથી તુરત હાર સ્વીકારી, રેગનને અભિનંદન આપ્યા અને પૂરા સહકારની ખાત્રી આપી, હાર સ્વીકારતું કાર્ટરનું નિવેદન તેની સજજનતાનો પુરાવે છે.
આ પરિણામનું કારણ માત્ર કાર્ટરની ચાર વર્ષની કામગીરીની નિષ્ફળતાં જ નથી, તેમ રેગનના કોઈ અસાધારણ ગુણો અને શકિત પણ કારણભૂત નથી. આ પરિણામનું મુખ્ય કારણ અમેરિકન પ્રજાના માનસમાં આવેલ પરિવર્તન છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાને દુનિયાની આગેવાની મળી. યુરોપ ભાંગીને લઘુક્કો થયું હતું. એશિયા-આફ્રિકાના અને બીજા દેશો પરાધીન હતા, જયારે અમેરિકા સમૃદ્ધ અને શકિતશાળી હતું. તેની પાસે જ અણુબોમ્બ હતે. કોઈ હરિફ ન હતું. રશિયા પણ ભાંગી પડયું હતું. અમેરિકાને દુનિયાના નેતૃત્વનું ગૌરવ અનુભવતા. ત્યારપછીના ૧૫ વર્ષ અમેરિકન દુનિયાના તારણહાર રહ્યા. યુરોપના દેશો અને જાપાનને વ્યાપક આર્થિક સહાય આપી ઉભા કર્યા. ધીમે ધીમે રશિયાની તાકાત વધતી ગઈ. ફ્રાન્સમાં ડગલે માથું ઊંચક્યું અને અમેરિકાની તાબેદારી સ્વીકારવા ઈન્કાર કર્યો. ૧૯૬૩માં કેનેડીનું ખૂન થયું. જોનસન વિયેટનામના યુદ્ધમાં સંડોવાયા. નિકસને વોટરગેટ કર્યું. આ બધા બનાવોની નામેશીમાં અમેરિકન પ્રજાએ આત્મવિશ્વાસ ગુમાળે, રશિયાની તાકાત એટલી બધી વધી કે અમેરિકાના હરીફ રહેવાને બદલે તેનાથી આગળ ગયું. યુરોપના દેશો, ખાસ કરી ફ્રાન્સ અને જર્મની તથા જાપાન સમુદ્ધ થયા અને સ્વતંત્ર રીતે વર્તતા થયા. કાર્ટ રને એવી આશાએ ચૂંટયા હતા કે આ બધી પરિસ્થિતિમાંથી દેશને ફરી આગળ લાવશે. કાર્ટ૨ અજાણી ૫કિત તરીકે પ્રમુખ તરીકે આવ્યા. ફોર્ડ સામે કાર્ટરને સહેલાઈથી વિજય મળે. પણ કાર્ટરના ચાર વર્ષ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નિષ્ફળતાના ગયા. દેશની આર્થિક સ્થિતિ સારી પેઠે કથળી. ફ ગાવે, મેઘવારી, બેકારી હદબહારના વધ્યા. ડોલરનું અવમૂલ્યન થયું. રશિયાનું જોર વધતું ચાલ્યું અને યુરોપના દેશો, અમેરિકાથી જુદા પડી, રશિયા સાથે સમાધાનકારી વલણ સ્વીકારવા તૈયાર થયા. રશિયાએ અફઘાનીસ્તાન ઉપર આક્રમણ કર્યું તેમાં કાર્ટરે ધમકીઓ આપી છતાં, નિરૂપાય થયા. ઓલિમ્પિક રમતના બહિષ્કાર કરાવવામાં મોટેભાગે નિષ્ફળ ગયા. ઈરાનના શાહનું પતન થયું અને મધ્યપૂર્વમાં અમેરિકાને એક સ્તંભ તૂટયો. ઈરાને બાવન અમેરિકાને બાન પકડયા. છોડાવવાને નિષ્ફળ અને હાસ્યાસ્પદ પ્રયતન થશે. બાર મહિના થયાં છતાં બાન કેદી રહ્યા છે.
આ બધું બન્યું તે માટે કાર્ટર જ દેધિત છે તેમ નથી. વિશ્વની સમસ્યાઓ અતિ જટિલ અને વિકટ બની છે. કોઈ એક વ્યકિત તેના ઉપર કાબુ મેળવી શકે તેમ નથી. કાર્ટર બીનઅનુભવી હતી. વોશિગ્ટનની રાજખટપટથી અજાણ હતા. ડેમોક્રેટિક પક્ષની બહુમતિ છતાં સેનેટને પૂરે ટેકો ન હતો. He was taken as an outsider. સેનેટના આંતરપ્રવાહોથી અપરિચિત હતા. કાર્ટર ધર્મભીરૂ અને સજજન વ્યકિત છે. આવી વ્યકિતમાં, યુધિષ્ઠિર પેઠે, અમુક નિર્બળતા અથવા નિર્ણયાત્મક શકિતનો અભાવ હોય છે. કાર્ટરના નિર્ણયોમાં વખતોવખત ફેરફાર થતો તેથી દુનિયાના દેશે ના આગેવાને તેમનાથી નારાજ હતા. આર્થિક પરિસ્થિતિ તેમના કાબૂબહાર ગઈ હતી. .
છતાં, શકિતશાળી વ્યકિત હોય તેને જરૂર ફેર પડે. કાર્ટરમાં એવી શકિત નથી. માન્ચેસ્ટર ગાડયને કહ્યું. He is a dangerously second rate man
રેગનના ચૂંટણીપ્રચારમાં એક મુખ્ય સૂર. હતો. અમેરિકાને ફરી શકિતશાળી બનાવવું છે. આ સૂત્ર પ્રજાને સ્પર્શી ગયું. ઈન્દિરા ગાંધીએ જેમ કહ્યું કે રાજય કરી શકે એવી સરકાર ચૂંટે. રેગને કહ્યું દેશને ફરી પ્રતિષ્ઠા આપે, ગરવ આપે એવી વ્યકિત ચૂંટ,કાર્ટરે દેશની પ્રતિષ્ઠા ગુમાવી છે, દેશને ખાડે નાખ્યો છે, તેને ફરી મહાન બનાવવે છે. અમેરિકન પ્રજા મહાન છે, તેની શકિત અપાર છે. રેગને એવી કોઈ નવી નીતિ નથી આપી કે જેથી ચમત્કાર થાય. પણ ૮-૧૦ વર્ષો ઘોર નિરાશાના ગયા પછી, પ્રજાને આત્મવિશ્વાસ જાગ્રત થાય એ નાદ પ્રજાહદયને સ્પર્શી ગયે એમ લાગે છે.
રેગન પણ એક રીતે અજાણી વ્યકિત છે. ફિલ્મસ્ટારમાંથી, રમતગમત અને ટેલિવિઝન એમની પ્રવૃત્તિઓ રહી છે. તેમને રાજકીય અનુભવ અલ્પ-ગર્વનરપદને છે. ઉંમરની દષ્ટિએ પ્રમુખપદે આવનાર સૌથી વૃદ્ધ વ્યકિત છે. પણ ultra conservative બેરીગેટ્સવેટર સાથે તેમની સરખામણી થાય છે. કાર્ટરના પ્રચારને મુખ્ય ધ્વનિ એ રહ્યો કે રેગન શાતિચાહક નથી અને પ્રજાને યુદ્ધમાં ઘસડી જશે. પ્રચારમાં, કાર્ટર કરતાં રેગન વધારે કુશળ પુરવાર થયા. ગભરાયા વિના, મર્યાદા જાળવી તેની અસર થઈ. કાર્ટરના દિલના ભાવ તેના મુખ ઉપર દેખાઈ આવે. રેગન એકટર છે, વકતૃત્વશકિત છે.
પણ રેગન પ્રમુખ થતાં, અમુક પરિણામ આવશે, જે શુભ છે એમ ન જ કહેવાય. રશિયા સામે કડક વલણ અખત્યાર કરશે. લશ્કરી ખર્ચ ઘણું વધારશે અને arms race જોરમાં ચાલશે તેમ લાગે છે.
મેરિકાના ઉદ્યોગપતિઓને આ વસ્તુ આવકારદાયક છે. રેગનનું વલણ ઈઝરાઈલ તરફ વધારે છે. કાર્ટરે રશિયા સાથે લશ્કરી સારજામની મર્યાદા બાંધતે કરાર–સેલ્ટ-૨–કર્યો છે. અમેરિકાની સેનેટે તેને મંજરી ચાપી નથી. રેગન એ કરાર સ્વીકારશે નહિ, નવી વાટાઘાટ કરવા કહેશે. રશિયા શું વલણ લે છે તે જોવાનું રહે છે. રેગનની વિદેશનીતિ આપણા દેશને સારી પેઠે અસર કરશે તેમ લાગે છે. આપણુ વલણ રશિયા તરફી છે તે રેગન સહન નહિ કરે. પાકિસ્તાનને સારી પેઠે મદદ કરશે, કદાચ ચીનને પણ.આપણા સીમાડાઓ સળગતા રહેશે તેમ લાગે છે. આપણે કેમ્પચીયાને સ્વીકૃતિ આપી છે અને વિયેટનામ સાથે સારા સંબંધો છે તે રેગનને સ્વીકાર્ય નહિ થાય.
રેગન આવતા એકંદરે પ્રત્યાઘાતી ચાને રૂઢીચુસ્ત બને ટેકે મળશે. લોકશાહી અને માનવીય અધિકાર માટે કાર્ટર આગ્રહી હતા. રેગન એવા આગ્રહી નથી. રેગને પોતાના સાથીદારો જાહેર કર્યા છે-કિસીજર, જેકસન, હેગ. તે ઉપરથી લાગે છે, મેલું રાજકારણ ફરી આવશે. અમેરિકાને મહાન બનાવવાના સ્વપ્નો તેમને કયાં લઈ જશે તે કહેવું મુશ્કેલ છે. સમય બહુ પલટાઈ ગયો છે અને ભૂતકાળ સજીવન થાય નહિ તેનું રેગનને બહુ ભાન હોય તેમ જણાતું નથી. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની આગેવાનીભરી સ્થિતિ હતી તે ફરી કદી ન આવી શકે.
ઘરઆંગણે રેગન કન્ઝર્વેટીવ મૂલ્યો પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરશે. આર્થિક ક્ષેત્રે ખાનગી ઉદ્યોગને ટેકો ૨ાને પૂરો ચાવકાશ આપશે. લશ્કરી ખર્ચ વધારશે. સાથે કરવેરા ઓછા કરશે. પરિણામે સામાજીક સેવાઓ પ્રજાને મળે છે તે ઘટશે. કામ કરો અને રોજી મેળવે, રાજય ઉપર ચાધાર ન રાખે. આ કઝર્વે ટીવ મૂલ્ય છે. તેને
Work ethics કહે છે. ઇગ્લાંડમાં મીસીસ થેચરની પણ આ નીતિ છે. લશ્કરી ખર્ચ વધારવું હોય ચાને કરવેરા ઓછા ક્રવા હોય