SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ૧૦૮ કલમ પ્રમાણે કેસ કરવાનું આચાર્ય અત્રેઓ ઠરાવ્યું છે. આવતા સોમવારે આચાર્ય અત્રે તેમના સાલિસીટર સામંત અન્ય કંપની અને વકીલ વસંતરાવ મેગની સલાહ પ્રમાણે તેમ કરશે.” પ્રબુદ્ધ જીવન હું તો વાંચીને સડક થઈ થયા! જાહેરમાં કૉલેજની નાલેશી થઈ એ તા ઠીક, પણ કોર્ટને મામલો ઊભા થાય તે જે સ્થિતિ ઊભી થાય તેને વિચાર કરતાં મારું ચિત્ત અત્યંત ક્ષુબ્ધ બન્યું. શું કરવું તે મને સૂઝનું નહાવું. કાલેજને હું આચાર્ય હતા, એટલે કેઈસ મારા ઉપર થાય તે દેખી હતું. વિદ્યાર્થીઓમાં, સમાજમાં, યુનિવર્સિટીમાં, સરકારી કેળવણી ખાતામાં આના તીવ્ર પ્રત્યાઘાત પડે તે દીવા જેવી ચોખ્ખી વાત હતી. આ ઉપરાંત સંચાલક મંડળ પણ મારી સામે પગલાં ભરી શકે. હું ક્ષણભર વિચારમૂઢ બની ગયો. આંખે અંધારાં આવ્યાં. શું કરવું એ સૂઝતું નહાતું. ‘મરાઠા’માં આવ્યું એટલે અંગ્રેજી, ગુજરાતી આદિ વર્તમાનપત્રામાં પણ આ સમાચાર આવવાના. કોલેજની બદનામી જાહેરમાં પ્રસરી તે વિચાર મને અસહ્ય રીતે અકળાવતા હતા. કાલેજમાં સંસ્કાર અને ચારિત્ર્યમૂલક કેળવણી આપવાની વાત કરનાર હું હતો, અને મારી જ કૉલેજમાં આવુ સામિયક પ્રસિદ્ધ થયું! મે તેનું ઉદઘાટન કર્યું! મારી અંતર્વ્યથા કોને કહું? (વિશેષ આવતે અંકે) અમૃતલાલ યાજ્ઞિક રાજાજીની ભવિષ્યવાણી રાજાજી ૨૧ મી ડિસેમ્બર ૧૯૨૧ થી ૨૦ માર્ચ ૧૯૨૨ સુધી વેલેટર જેલમાં હતા ત્યારની એમની ડાયરીમાં ઘણી મહામુલી વાતો વાંચવા મળે છે. જે લોકો એમ માને છે કે શોખ ખાતર વાંચલ્ડ્ર એ સમયના દુર્વ્યય છે એમાં રાજાજને ગણી શકાય અને જો વાંચવા વિષે એમના આવા મત હોય તે લખવામાં તો એ કૈવા સાવધાન રહેતા હશે. આજે પચાસ વરસ પછી પણ એમની જેલ ડાયરી વાંચવામાં રસ પડે એવી છે. પહેલે પાને જ એમનાં રંગીન ભૂરાં ચશ્માં વિષે એમણે ચેાખવટ કરી છે. મારી દષ્ટિ એટલી બધી ટૂંકી હતી કે ૫-૬ ફૂટને અંતરે ઊભેલા મિત્રને પણ હું ઓળખી શકું નહીં- મારાં ચશ્માં વિના. અને મારી દષ્ટિ સુધારવાના ખાસ કાચનું એટલું બર પરાવર્તન થતું કે મારાં સંશ્માંને રંગીન ભૂરા રંગનાં કરવાં પડયાં. ૨૪ જાન્યુઆરી ૧૯૨૨ની નોંધમાંની રાજાજીની ભવિષ્યવાણી વાચકની નજરે ખાસ ચડે છે. એ લખે છે, “સૂંઢણીઓ, તે અંગેની રૂશ્વત, પૈસા વડે કરાતા અન્યાય અને બળબૂરી અને સરકારી તંત્રની ક્ષામતાની ખામી એ બધાંને પરિણામે સ્વાતંત્ર્ય મળશે કે તરત જ જાવન નરક જેવું થઈ પડશે. સમાજ કાંઈક અફસેસ સાથે ભૂતકાળનું રાજ્ય જેમાં પ્રમાણમાં ન્યાય હતો સરકારી તંત્ર કાર્યક્ષમ, શાંતિમય અને ઓછું વધતું પ્રમાણિક હતું તે યાદ કરશે. મળશે ફકત એટલું જ કે આપણે અપમાન અને તાબેદારીમાંથી ઉગરીશું. આશાનું કિરણ સામુદાયિક કેળવણીમાં છે – જેમાં સદાચાર, પાપ ભીતા અને પ્રેમ એ ગુણ્ણા નાગરિકોમાં બચપણથી જ ખીલવાય. આપણે આટલું કરી શકીએ તો જ સ્વરાજનો અર્થ સુખ થશે નહીં તો એનો અર્થ છેાર અન્યાય અને ૌઢારનું રાજ્ય એવા થઈ જશે. જો દરેક માણસ ન્યાયી, પાપમીર હોય અને સમાની બીજી વ્યકિતઓને પ્રેમ કરતાં શીખે તો હવે આ દુનિયા કેવી સુંદર થઈ જાય ! આ આદર્શની છેવટની સફળતાની વ્યવહારુ આશા બીજા કોઈ દેશ કરતાં ભારતમાં વધુ છે. તા. ૧૬-૧૦-૮૦ ભારત અને ભારતની પ્રજાના ભાવિ સંરક્ષણ માટે એ ફરી છે કે ભવિષ્યની પ્રજાના વર્તનના પાયામાં સદ્વ્યવહાર, પાપભીરૂના અને પ્રેમ પ્રગટે. આ માટે જઈ રાજાજીએ પેાતાનાં રામાયણ, મહાભારતના સંક્ષો અને બીજા પુસ્તકો લખ્યાં. વિદ્રાન અને બુદ્ધિમાન લોકોએ શરીર શ્રામ કરવા વિષે ઘણાજી વખતથી ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે જેલમાં એમને કાંતવાનું થતું ત્યારે રાજાએ પોતે આ પ્રશ્ન વિચાર્યા અને પોતાની આગવી વિચારધારાની સ્પષ્ટતાથી પોતે જ જ્વાબ આપ્યો. હું જ્યારે કાંગું છું ત્યારે મને વિચાર આવે છે કે ઘણાય ચિત્રા જો મને કાંતતા જુએ તો નવાઈ પામે કે હું આ કામ જે નાર્ના છોકરાઓ કે અભણ માણસા પણ કરી શકે તેમાં મારો વખત શા માટે બગાડું છું. આ કામ કાંઈ બુદ્ધિમાન અને વિદ્રાન પુરુષોનું નથી. ઘણાંય પુસ્તકો મેં વાંચ્યાં નથી. જો હું એ બધાં વાંચ્યું ત કોઈ એમ નહીં કહે કે હું મારા વખતનો દુ પયોગ કરું છું પણ આ વિષે ગંભીરતાપૂર્વક વિચાર કર્યા પછી હું એવા નિર્ણય પર આવ્યો છું કે મારી આ મરે – જ્યારે હું જાણું છું કે વધુ વાચનથી તમે મૃત્યુ વખતૅ વિદ્રાન હશેા પણ જનસમાજને ઉપયોગી થઈ શકો એવું કાંઈ કરવાની શકિત મળશે નહીં. તમારી વર્તણૂકમાં સમાને ઉપયોગી એવા સુધારો નહીં કરી શકો ત્યારે પુસ્તકો વાંચ્યા કરવા એ આત્મવંચના છે. આવે વખતે તમે જો તમારા સમય કાંઈક ઉત્પાદન કરવામાં અથવા સમાજને ઉપયોગી કાંઈ કામમાં ગાળા તો વધુ સારું. આ સંજોગોમાં એક વાર કાપડ ઉત્પન્ન કરવુંઅથવા એક મૂઠી અના ગાડવું વધારે યોગ્ય અને હિતકારી છે. ભરે એમાં અક્ષરજ્ઞાનનો ઉપયોગ ન હોય, એ જ્ઞાન તો વંધ્ય છે અને તમે જ્યારે જીવનને આરે પહોંચશે ત્યારે તમારા દેહ સાથે નાશ પામવાનું છે. જેઓ વાંચી કે વિચારીને કાંઈક નવું ઉત્પન્ન કરી શકે છે તેમની વાત જુદી છે પણ મારે હંમેશાં વાંચ્યા જ કરવું શા માટે? ભણેલા આવું કરવા ટેવાયેલા છે. એટલા જ ખાતર? હું તૅટલામાં થેtડુંક કાંત્યું અને મારા દેશના ઉત્પાદનમાં થોડોક ઉમેરો કરું તે શું ખાટું છે. (ભવન્સ જર્નલના ઓગસ્ટ અંકમાના લેખ પરથી ) શાન્તિલાલ હ. શાહુ સધના પેટ્રન સભ્યાને પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘના પેટ્રન સભ્ય થઈ જે ભાઈબહેનોએ અમને પ્રેમળ સહકાર આપ્યો, તે માટે આમો તેમના ઋણી છીએ. કોઈ કોઈ કિસ્સામાં એવું બન્યું છે કે કોઈની માફતે પૈસા મોકલ્યા હોય અને નામ સરનામું પૂરું ને ચખાયું હોય – તે કારણે અથવા તે અધુરું સરનામું લખાયું હોય તે કારણે જે પેટ્રન સભ્યોને “પ્રબુદ્ધ જીવન” ન મળતું હોય તેઓ ફોન નંબર ૩૫૦૨ ૯૬. દ્વારા કાર્યાલયને સંપર્ક સાધે અથવા તો પત્રદ્રારા તેમનું ના પ-સરનામું તરત જ જણાવે એવી વિનંતિ. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ૐ. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy