SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦ ૮૦ સમસ્ત આર્યાવર્તના પિતામહ દેવવ્રત–ભિષ્મ પિતામહનું પાત્ર થોડુંક આશાસ્પદ છે, થોડુંક આજના યુગનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં જે આશાસ્પદ ચિત્ર છે એ આજે વાસ્તવિક જગતમાં કર્યાંય ગાનું હાથ આવે એવું નથી. જ્યારે જે ધૂંધળું ચિત્ર છે, તે આજના સમાજમાં ખૂબ જ ઉપસ્યું છે, વધુ સ્પષ્ટ બન્યું છે. પેાતાના પિતા મહારાજા શાન્તનું મત્સ્યગંધા સતી સાવિત્રી સાથે લગ્ન કરી શકે એ માટે રાજયના અધિકાર જતા કરવા તૈયાર થયા અને માછીમારે એના વારસા કદાચ રાજગાદીના હક્કની માંગણી કરે એવા સંશય દાખવતાં જ ગંગામૈયાના પુત્રે આજીવન બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા લીધી, એવું ચિત્ર આજે કયાં જોવા મળે ?એપ્રતિજ્ઞા ભિષ્મ પ્રતિજ્ઞા તરીકે ઓળખાણી. એવી ભિષ્મ પ્રતિજ્ઞા લે અને પાલન કરે એવા આર્ય સંસ્કાર ધરાવતી વ્યકિત દીવા લઇ શોધવા જવું એ આજના જગતની વાસ્તવિકતા છે. મહારાજા શાન્તનુની ઈચ્છાની માફક, વૃદ્ધ પિતા યયાતિની યુવાન બનવાની ઈચ્છાને માન આપનાર મિઠાના પુત્રની યાદ આવા પ્રસંગે સ્વાભાવિક જ આવે. પ્રભુ જીવન એ જ ભિષ્મ પિતામહનું તેજ દુર્યોધનને મહાત કરી શકવું નથી! એ જ અનુપમ શકિત ધરાવનાર ભગવાન શ્રીકૃષ્ણ, ગુરુ દ્રોણાચાર્ય અને દેવી ગાંધારી તેમ જ વિકર્ણની ‘ડાહી ડાહી વાતો ને દુર્યોધન ઠાકરે મારે છે. ભગવાન શ્રીકૃષ્ણ, પાંડવો વતી વિષ્ટિ માટે આવ્યા અને માત્ર પાંચ ગામ પાંડવોને આપી, સમાધાન માટે દુર્યોધનને સમજાવે છે, એ વેળા ભિષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય ‘દુર્યોધન સમજતો નથી' એમ કહી પાતાના પુણ્યપ્રકોપ ૨જ કરે છે ખરા ; દેવી ગાંધારી પેાતાના પુત્રને યુદ્ધ માટે આશિષ આપ્યા વિના જ યુદ્ધ માટે રવાના કરે છે, પણ દુર્યોધનને સમજાવી કે વશ કરી મહાભારત યુદ્ધ કોઈ અટકાવી શકતું નથી. કારણ, એમાં થોડીક પરિસ્થિતિની પરવશતા છે. ગુરુ દ્રોણાચાર્ય અને ભિષ્મ પિતામહ દુર્યોધનના ત્યાગ કરી શકયા હોત, પણ આજ સુધી એના સહારે ટકેલાં એ પરિસ્થિતિની પરવશતાને લઈને તેમ કરી શકતા નથી અને પાંડવાના પક્ષી—ન્યાયના પક્ષે રહી શકતા નથી. દુર્યોધન સમાધાન સ્વીકારતા નથી. એની પાછળ દુશ્મનને પાંચ ગામડાં પણ આપી, ટકવા દેવા, મજબૂત થવા દેવા અને સમર્થ થયા બાદ પેાતાના માટેકાયમી દુશ્મન ઊભા રહેવા દેવા એના કરતાં મહાભારત યુદ્ધ આવકારી લેવુંઅને કાયમને માટે જે ફેસલા આવે તે લાવવે એવી દષ્ટિ કામ કરી રહી છે. એથી અલબત્ત, એની જીત થઈ નથી, પરંતુ પાંડવો પણ મહાભારતનું યુદ્ધ જીત્યા પછી શાંતિ મેળવી શકયા નથી. આ વાત યુધિષ્ઠિરને સવેળા સમજાઈ હતી, પરંતુ દ્રૌપદી આદિને યુદ્ધ સર્જેલા વિશ્વાશના હ્રદયદ્રાવક દશ્યો નિહાળ્યા બાદ આ વાતની પ્રતીતિ થઈ હતી. વિનાશક બામ્બ ના સર્જક વિજ્ઞાનીને હીરોશીમા અને નાગાસાકીમાં બેટમ્બથી થયેલાં સહાર બાદ એના સર્જનની ભૂલ સમજાઈ હતી એ આ બાબતના સદર્ભમાં સૂચક લેખાય. અનિષ્ટ તત્ત્વને મૂળમાંથી જ ડામવું જેઈએ એ બાબત દેવી ગાંધારી સ્પષ્ટપણે જોઈ શક્યાં હતાં. જો આમ ન થાય તે એ ફળફૂલે-ફાલે ત્યાર બાદ એને અટકાવી શકાતું નથી. આથી જ દુર્યોધનનાં જન્મ ચમેં જ્યોતિષીઓએ ભાખેલાં ભવિષ્યના આધારે પેાતાના પુત્રાનો અને છેવટે પાટવીક વર દુર્યોધનનો પણ ત્યાગ કરવા તત્પર હતા, પરંતુ પેાતાની એ વાત એના પતિ ધૃતરાષ્ટ્ર સ્વીકારી શકયા નહિ- સમજી શકયા નહિ. અહીં ધૃતરાષ્ટ્ર ચક્ષુવિહીન છે, એ માત્ર શારીરિક સંદર્ભને બદલે, આવા પ્રકારની પરિસ્થિતિમાં પણ, વૈચારિક ભૂમિકાએ, દષ્ટિવિહીન છે એમ કહી શકાય. ધૃતરાષ્ટ્ર દુૌંધનાદિનો ત્યાગ તો કરી ન શકયા,પરંતુ દુર્ગંધનના વલણને બહેકાવવામાં ઈંધણરૂપ બન્યા. બીજી બાજુ, ગુરુ દ્રોણાચાર્ય અને ભિષ્મ પિતામહ પણ અનિષ્ટને મૂળથી જ ઉચ્છેદવા તનતોડ પ્રયત્નશીલ તેા નથી જ રહ્યા, અને દુર્યોધન-વૃત્તિ અમર્યાદ વિકસી અને મહાભારત યુદ્ધમાં પરિણમી. “હશે! “એ ! એમ કરતાં જ સુધરશે” એવી નીતિ સાંતાનના ઉછેર અને સંસ્કારસંવર્ધનમાં કેવી ખતરનાક નીવડે છે એ અહીં જોઈ શકાય છે. ભિષ્મ પિતામહની એક વાત—એમણે બાણશય્યા પર કહેલી વાત-આજના વડીલો અને અનુભવીઓએ સમજવા જેવી છે. એ વાત આજના રૂઢિચુસ્ત પરિબળા સમજે તો પ્રગતિશીલ અને રૂઢિચુસ્ત વચ્ચેના અંતરને ઘટાડી શકાય અને સમન્વય સાધી શકાય. અર્જુન જયારે મિષ્મ પિતામહની સામે લડવું પડશે એથી લાચાર થાય છે, ત્યારે ભિષ્મ પિતામહ જે કાંઈ કહે છે એ સમજવા જેવું ૧૦૩ છે. વડી-મુરબ્બીઓ પોતાના અનુભવના જોરે ટકી રહેવા માગતાં હાય અને નવી પ્રજાને દાર સોંપવા જઈચ્છતા ન હોય તો વહેલા મેાડાં એમની જ પ્રજા એમને પરાણે નિવૃત્ત થવાની ફરજ પાડે છે. મિષ્મ પિતામહને પણ બાણશય્યા કરવી પડી. એને બદલે નવી આશાના, નવા ધબકારને સંચાર થાય અને નવા યુગના પ્રાંગણમાં થનગનતા યુવાને સવાર થવા તત્પર બને ત્યારે પાતાનું યુગકાર્ય સંપૂર્ણ થયું છે એમ સમજી, દાર નવી પ્રજાને સાંપે તો એમની મહા એટલી રહે, બલકે જીવનમાં આવતી મુશ્કેલીઓ અને આંટીઘૂંટીના સામના વખતે એ જ યુવાનો એમની સલાહ માટે તુરત જ દેાડી જાય એવું સંવાદી વાતાવરણ રહે. આમ ન થાય તા નાછૂટકે લીધેલી નિવૃત્તિ બાણથ્યા જેવી નીવડે. એક વ્યકિતની શકિત એક કાળ પૂરતી મર્યાદિત છે. એમના અનુભવાના આધારે થયેલી સત્યની શેાધ એ કાળના સંદર્ભમાં, એમના સમયની સમાજવ્યવસ્થા અને રાજકીય પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં, યાયાગ્ય જ હાય, પરંતુ પરિવર્તન પામેલ સમાજના સંદર્ભમાં એ જ બાબત Outdated યાગ્ય હોય એ બનવાજોગ છે. આર્ય સંસ્કૃતિમાં ચાર આશ્રમની કલ્પના છે અને એમાં ય સન્યાસામના આદર્શ આ રીતે કેવા વ્યાજબી છે એ સ્પષ્ટ થાય છે. એટલે જ મિષ્મ પિતામહ અર્જુનના હાથે શરશય્યા પર પોતાની પથારી થાય એને પસંદ કરે છે, આવકારે છે. ગુરુ દ્રોણાચાર્ય ધૃષ્ટા મ્ને કરેલા અપમાનથી અને ઓછી ઉર્દૂભવેલા વેરથી હસ્તિનાપુર આવીને વસે છે. અહીં આવીને પણ તેખા એક ચક્રમાંથી બીજા ચક્રમાં ફસાય છે. જીવનનિર્વાહ અને રોજિંદી જરૂરિયાત માટે તેઓ શાનના દ્રાર સદાને માટે–રાજપુત્રા સિવાય—બંધ કરે છે. થયેલાં અપમાન સામે સ્વતંત્રપણે જીવનું હાયટકનું હોય તે રાજાશ્રાય વિના, ઋષિ-મહર્ષિઓની માફક, નિર્ભયપણે જીવવાનું અને સમાજને ઉપકારક થાય એ રીતે વિદ્યાદાન કરવાનું એમણે સ્વીકારવું જોઈએ, અને વેરની ભાવના ભૂલી નૈરથી સૌને જીતવાની દષ્ટિ અપનાવવી જોઈએ. એને બદલે હસ્તિનાપુર આવી, રાજયાશ્રાય સ્વીકાર્યાં એની પાછળ ઊંડેઊંડે ધૃષ્ટદ્યુમ્ન પર વેર લેવાની, આથી કયારેક તક મળશે એવી સ્પષ્ટ-સ્પષ્ટ ગણતરી પણ હતી. ભીલકુમાર એકલવ્યને વિદ્યાદાનના ઈન્કાર કરીનેઅને એણે (એકલવ્યે) એક ચિત્તે ગુરુની મૂર્તિ સમક્ષ બેસીને, પ્રાપ્ત કરેલી વિદ્યાને નિરર્થક બનાવવા ગુરુ દક્ષિણામાં અંગૂઠો માંગી લે છે! જીવનનિર્વાહ અર્થે જ આજની ઉચ્ચ કેળવણી પ્રતિ વળેલી સમાજ-વ્યવસ્થામાં એ સિવાયના જ્ઞાન અને સંસ્કારનું મૂલ્ય થોડાંક અપવાદો બાદ કરતાં– કેટલું? શાન તે! સાર્વજનીક અને સમાજોપયોગી હાવું ઘટે, આ પાયાની બાબતના જ અહીં હ્રાસ થયો છે. આજિવિકા માટે ખાનગી શિક્ષણ ( Tution ) ને ઉત્તેજન આપતાં આજના શિક્ષકો પણ ગુરુ દ્રોણાચાર્યના માનસનું પ્રતિબિંબ પાડતા નથી શું? હવે અર્જુન, દ્રૌપદી ૨ાને ભીમની મનોદશા જોઈએ. મહારાજા યુધિષ્ઠર તા દરેક પ્રસંગે ઉદારતા દર્શાવી કૌરવાની ભૂલને માફ કરે છે. એ પરત્વે દ્રૌપદી અને ભીમને કેવા રોષ છે? મહારાજા યુધિષ્ઠરની ક્ષમાની વાતા એમને, અર્જુનને સુદ્ધાં, દરેક વખતે નિર્બળતાની નિશાની જેવી, કાયરોની અહિંસા જેવી જણાય છે. આવા પ્રસંગે એ દ્રૌપદીના ગુસ્સા પણ ગજબના હાય છે. યુદ્ધને અટકાવવા થતી સમાધાનની વાત પર પણ તેઓ કેવાં હસે છે! માત્ર યુદ્ધને અનિવાર્ય ગણીને એ દ્વારા સામ્રાજય મેળવવું, દ્રૌપદી પણ એ રીતે જ સામ્રાશીપદ પ્રાપ્ત કરી શકે એવી ગણતરીમાં તેઓ રાચે છે. આમ છતાં એમને ગુસ્સા ગમે તેટલા હોય તે પણ મહારાજા યુધિષ્ઠિરને પૂછયા વિના પાણી પીએ એવા અર્જુનના સ્વભાવ તે નથી જ નથી ! આ એક એની વિશિષ્ટતા છે. મહાભારતના અર્જુન, દ્રૌપદી અને ભીમનાં પાત્રાની હકીકત ઉપર આજની આપણી સમાજવ્યવસ્થા નિહાળીએ તે હજુ ગઈ પેઢી સુધી કુટુંબના વડીલેશની આમન્યા હતી, સાથેસાથે એ વડીલામાં નવા યુગ અને સાધનાન પરિણામને જોઈ શકવાની–મુગના પ્રવાહને વીંધીને આરપાર જોઈ શક્વાની ક્ષમતા હતી. મહારાજા યુધિષ્ઠિર યુદ્ધની અનિવાર્યતા સમજતા હતા છતાં એના ભયાનક પરિણામે પણ આરપાર જોઈ શક્યા હતા. યુદ્ધદ્રારા મેળવેલાં રાજયમાં આંતરિક શાંતિ નહિ હાય એ એમણે સમજી લીધું હતું અને એટલે જ એમણે ક્ષમા અને શાંતિની સબળ વાત કરી હતી. એમની એ દષ્ટિમાં વિશ્વાસ રાખીને અર્જુન અને ભીમ એમનું કહ્યું સ્વીકારે છે. આજના જમાનાની તાસીર જ અલગ છે. નવા જમાનાની 编
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy