________________
તા. ૧૬-૧૦-૮૦
શુદ્ધ સ્વ
ભાગાને દૂષિત કરતી રહી એ જ કારણે હજારો વર્ષોથી સમસ્યા માત્ર સમસ્યા જ રહી ગઈ. કોઈપણ બાંધછાડ ઊઠતા પ્રશ્નોને સમાવી ન શકી. જો આપણે અહીં તહીંના વિકલ્પામાં અટવાયા વગર અહિંસાની મૂળ ભાવનાને સમજવા પ્રયત્ન કરીએ, તે આજે પણ અહિંસાના મૂળ કેન્દ્રસ્વરૂપ આંતરિક ાિ પર અહિંસક સમાજની રચના થઈ શકે છે. હું સ્પષ્ટરૂપે કહી દેવા માગું છું કે અહિંસાના આધાર પર પરસ્પર સહયોગી સમાજની રચના માટે નિવૃત્તિ અને પ્રવૃત્તિના પ્રચલિત વ્યામેાહના એકાન્તિક આગ્રહને આપણે છેડા પઢશે, ત્યારે જ આપણે માનવની આંતરિક વૃત્તિને સંબંધિત અહિંસાના વાસ્તવિક રૂપને સમજી શકી].
ભય અને પ્રલોભન પર આધારિત અહિંસા કાયમી નથી
અહિંસાના મર્મ સમજાવતાં ઘણા લોકોને મેં સાંભળ્યા છે. ‘કોઈને કષ્ટ ન આપો, કોઈના જીવન ઘાત ન કરો, કોઈને સંતાપો નહિં, જો તમે બીજાને કષ્ટ આપશેા, તો તમને પણ કષ્ટ ભાગવવાં પડશે; જો કોઈને મારશે! તે! તમને કોઈ મારશે, જે બીજાને સંતાપશો તે તમારું પણ સંતાપ સહેવા પડશે.' પેાતાને થનાર દુ:ખાના વિચાર એમને બેચેન બનાવે છે અને એ વિચારે બીજાને દુ:ખ પહોંચાડવામાં પોતાને બચાવવા કોશિશ કરે છે. આ ઉપદેશે મનુષ્યના મનમાં એક ભયની હવા ઊભી કરી છે, જે પેાતે જ એક હિંઞા છે. આવી પરિસ્થિતિમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિના સ્થૂળ સ્તર પર અહિંસા દેખા દે છે અને આપણે એટલેથી અટકી સંતોષ માની લઈએ છીએ. પણ બીજા કોઈ ખાસ પ્રસંગે એમ સજાવવામાં આવે છે , ‘તમારા શત્રુઓને નાશ કરો; તમને સ્વર્ગ મળશે.' યજ્ઞમાં પશુઓના બિલ આપો; દેવતાઓ પ્રસન્ન થઈ તમને સુખ સરવૃતિ આપશે. લડતા હરીફોને હરાવી દો; તમને સન્માન મળશે, સંપત્તિ મળશે, પદ મળશે.' ઈતિહાસના દરેક વિદ્યાર્થી જાણે છે કે, આ પ્રોભનાએ માણસને કેટલા ક્રૂર અને ભયાનક કાર્યો કરાવ્યાં છે. પ્રશ્ન થાય છે કે, આ બધું કયા કારણે થયું! કારણ સ્પષ્ટ જ છે કે ભયના માધ્યમ દ્વારા હિંસાને ત્યાગ કરાવવામાં આવ્યા હતા. ભયની જગ્યાએ પ્રભન આવ્યું કે માણસ લથડી ગયો. પ્રલેાભને હિંસાને ફરીથી ઉત્તેજિત કરી દીધી. પ્રલાભન હિંગાને એ કારણે ઉત્તેજિત કરી શકર્યું કે, આપણે અંત:કરણમાં વૃત્તિની હિંસાને છેડવામાં પૂરતુ ધ્યાન નહોતું દીધું. અગર વૃત્તિની અહિંસા જાય, તો દુનિયાના કોઈપણ ભય કે પ્રલેભન હિંસાને જન્મ ન આપી શકે. જે અહિંસા માત્ર સ્થૂળ પ્રવૃત્તિ-નિવૃત્તિમાં છે, વિધિનિષેધમાં છે, એને તે નાનું અમથું વિરોધી વાતાવરણ પણ નષ્ટ કરી દે છે. જન-જીવનમાં એનાં મૂળ સ્થાયી નથી થતાં.
વૃત્તિમાં અહિંસાનો અર્થ :
વૃત્તિની અહિંસાનો અર્છા થાય છે- જીવનના ઊંડાણમાં હિસાની ભાવ-ધારાનું સંતત પ્રવાહિત હોવું. જે અંદરની વૃત્તિથી અહિંસા છે, તે કોઈને મારી નથી શકતા, કોઈને કષ્ટ આપી શકતા નથી, ઈ જીવની ઘાત કરી શકતા નથી, અર્થાત્ વૃત્તિના અહિંસક હાવામાં હિંસાની યોગ્યતા જ નિર્મૂળ થઈ જાય છે. આ અહિંસા મરણેાત્તર (મરણ પછીના) સ્વર્ગને માટે, સામાજિક અને કૌટુંબિક સુખ-સંગવડને માટે અથવા માન-પ્રિતિષ્ઠાને માટે નથી હોતી. વૃત્તિના અહિંસકની પાતાની મેળે જ આ સહજ અવસ્થા થઈ જાય છે કે તે હિંસા કરી જ નથી શકતા, ભલે એણે મેળવેલ પ્રતિષ્ઠા કાં ન ગુમાવવી પડે, જીવનને હોડમાં કાં ન મૂકી દેવું પડે. એને માટે અહિંસા સ્વાભાવિક થઈ જાય છે. મારે શત્રુને પણ ચાહવે! જોઈએ, એ એના સિદ્ધાંત નથી હોતો, એનાથી ઊલટું દુનિયામાં એના કોઈ શત્રુ જ નથી હોતે. તે એમ નથી કહેતા કે અહિંસાના શિક્ષણથી આપણે બધા તરફ દ્વેષ નહીં, પ્રેમ કરવા જોઈએ, ખરી રીતે તે પ્રેમને બદલે એની પાસે બીજુ કંઈ કરવા જેવું છે જ નહીં. આ છે વૃત્તિમાં અહિંસા, જે અહિંસાનું શાશ્વત અને સર્વવ્યાપી ૩૫ છે.
અહિંસાની નિષ્ઠા અને ભાવનામાં તફાવત :
વૃત્તિમાં અહિંસા હશે, તે અહિંસાની નિષ્ઠા હશે. એ ટ એનું સર્વગ્રાહી રૂપ છે. અહિંસા, કરુણા અને સત્યની ધારાઓ તે આપણા જીવનમાં વહેતી રહે છે. ભાવનાઓ ઊભરાતી ચાલી જાય છે, પણ જ્યાં સુધી અહિંસા અને કરણાની નિષ્ઠા જાગૃત નથી હોતી, ત્યાં સુધી દર્શન નથી બનતું.
એક માતાના હ્રદયમાં પુત્રને માટે જે કર્ણા અને પ્રેમના પ્રવાહ વહ્યા કરે છે, એમાં અહિંસાની સરવાણી છુપાયેલી ભલે હોય, પરંતુ એને આપણે અહિંસાની નિષ્ઠા નહીં કહી શકીએ. એની કરણા સાથે મહિનો અંશ જોડાયેલા છે, વ્યકિતવાદ (પુત્ર માટે જ) જોડાયેલ છે, એ માટે અનંત કાળથી કરુણાનો, પ્રેમન પ્રવાહ એના હૃદયમાં વહ્યા કરે છે છતાં એના આત્માને વિકા સ થઈ શકયા, ઉત્થાન ન થઈ શક્યું.
૧૦૧
બિલાડી જ્યારે પેાતાના બરચાંને દાંત વચ્ચે દબાવી લઈ જાય છે, ત્યારે એક પણ દાંત શરીરમાં ખૂંચા નથી, શું વાત છે કે જ્યારે એ જ દાંત ઉંદર પર દબાય છે, ત્યારે લેહીની ધાર છૂટે છે, તે ચીં ચીં કરી ઉઠે છે. આમાં શું તફાવત પડયે ? ભાવનાનું તે અંતર છે! ભાવનામાં એક સ્થળે છે પ્રેમ અને મમતા, બીજે સ્થળે છે ક્રૂરતા. ખૂંખાર સિંહણ પણ પોતાના બચ્ચાને પ્યારથી રમાડે છે, બુચકારે છે, તેમને ધાવણ ધવડાવે છે. પરંતુ આ પ્રેમની ભાવના દયા અને અહિંસાના રૂપમાં ત્યાં નથી વિકસી. એટલે બિલાડી અને સિંહણની મમતાને અહિંસાનો વિકાસ ન કહી શકાય, કારણ કે ત્યાં અહિંસાની દષ્ટિ નથી. જ્યાં અહિંસા, નિષ્ઠા અને શ્રાદ્ધાના રૂપમાં નથી, ત્યાં તે બંધનમાંથી મુકિત દેનાર નથી બન શકતી. અહિંસાના આદર્શ ત્યાં જાડૂત નથી થઈ શકતો. અહિંસાની ભાવના અને સાંસ્કાર હોવા એક વાત છે. અને એમાં નિષ્ઠા હાવી જુદી જ વાત છે.
તેથી અહિંસાના બાહ્ય પક્ષમાં ન અટવાઓ. એના હ્રદય-પક્ષ તરફ જઓ! મગજમાં ઉત્પન્ન થયેલા તર્કને હ્રદયની હજ-સરળ આંતરિક ભાવનાઓના વારિથી સીંચે. પછી જે અહિંસાનું રૂપ પાંગરશે, તે જ યથાર્કા અને ચિરસ્થાયી પણ હશે
અનુવાદઃ ગુલામ દેઢિયા
મૂળ લેખક :
ઉપાધ્યાય અમરમુનિ
ધશ્રદ્ધા : ધ નિર્માણ
પ્રશ્ન : તમે ઘણી વાર કહી છે કે દુનિયામાં ધર્મ-ટ્રાદ્ધા નિર્માણ થઈ છે, ધર્મ - નિર્માણ નથી થયો. તો એ સમજાવશો ?
વિનોબા : સામાન્યપણે સત્ય,અહિંસા વગેરેના વિચાર સમાજમાં માન્ય થઈ ગયો છે. પરંતુ કોઈ પણ હાલતમાં, ગમે તે થાય,કોઈ પણ કારણસર જૂઠું ન જ બોલવું, યુદ્ધ ન જ કરવું, આવી નિષ્ઠા હજુ નિર્માણ નથી થઈ. દાખલા તરીકે, બસવ કહે છે, — - કાય - વે કૈલાસ ’– શરીરામ જ કૈલાસ છે. આને એક સારા વિચાર તરીકે સૌએ સ્વીકાર્યા. પરંતુ પેાતાની દીકરીને માટે વર શોધતી વખતે બરાબર ધ્યાન રાખવામાં આવે છે કે દીકરીને બહુ કામ ન કરવું પડે. આનો અર્થ એ કે શરીરશ્રામ હજી ધર્મ નથી મનાયો. નિષ્ઠાના રૂપમાં હજી એનેં પ્રતિષ્ઠા નથી મળી. અહિંસા શ્રાદ્ધાસ્વરૂપે માન્ય, પણ યુદ્ધને વર્જ્ય નથી માન્યું, સંગ્રહ ન કરવા જોઈએ એવી અપરિગ્રહ માટે શ્રાદ્ધા પેદા થઈ પણ ચોરીની જેમ સંગ્રહ દંડનીય ગુના નથી મનાય. ચારી સહન નથી કરાતી, સંગ્રહ સહન કરાય છે. આ બધાનો અર્થ એ છે કે શ્રદ્ધા પેદા થઈ છે, પણ નિષ્ઠા હજી બંધાઈ નથી.
આજે દુનિયાભરમાં ધર્મ- ગ્રંથા ફેલાયા છે. બાઈબલ દુનિયા, આખીમાં પથરાઈ ગયું છે, પરંતુ એની સાથોસાથ શસ્રાઓ પણ એટલાં જ વધ્યાં છે. સત્ય ન બાલવું જોઈએ, તેવું તે કોઈ કહેશે કે શીખવશે નહીં, પરંતુ ઘર બાંધતી વખતે, ભીંત કે છાપરું ચણતી વખતે નિયમાનુસાર જ બધું કરીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે નહીંતર ઘર પડી જશે. તેમાંએ નિયમેાની ફરતા પર જેવી શ્રાદ્ધા આપણી બેઠી છે તેવી શ્રાદ્ધા સત્ય જેવા નીતિ - ધર્મે પર આપણી શ્રાદ્ધ બેઠી નથી.
વિનાઞા ભાવે