________________
૧૭૬
不
આંખા છે,
નાનપણમાં અમે ગાતા કે “આંખ વિના અંધારું રે, સદાયે મારે આંખ વિનાનું અંધારું.” આજે વિજ્ઞાને આંધળાને દેખતા કરવા માંડયા છે, અને ખૂબ જ પ્રચાર થઈ રહ્યો છે કે શરીર રાખ થવાનું છે પણ એ રાખ થયા પહેલા આખા આપતા જાઓ, અન્યના જીવનમાં પ્રકાશ પાથરતા જાઓ.
એક કાળે કહેવાતું, કે પશુ પંખીના અનેક અંગાના ઉપયોગ બીજાના લાભાર્થે થઈ શકે છે. એક માનવી જ એવા છે કે જેનું કશુંયે કામ આવતું નથી, પરન્તુ વિજ્ઞાને એ મહેણું ટાળ્યું છે; માણસની આંખો, કીડની, હાર્ટ અનેક અંગા અન્યના કામે આવે છે અને માનવી આપી પણ જાય છે.
આજે ખૂબ જ જેના પ્રચાર થઈ રહ્યો છે, અને ઘણા લોકો આપી જાય છે તે આંખાની જ વાત કરવી છે. એક લેખ છે, સન્ડે સ્ટેન્ડર્ડમાં, લેખક છે, અંજના પાસરીયા લેખ વિચારવા જેવા છે માટે જ એના અનુવાદ આપી રહી છું.
થોડા સમય પહેલા હું જ એક પ્રચારકને કહેતી હતી, કે તમે આંખાના દાન લીયા છે. એ મજાનું કાર્ય છે, પરન્તુ કેટલા દેખતા થયા, દેખતા થયા પછી એમનામાં ક્યા ને કેવા ભાવ જાગ્યા, દેખતા થતાં શું કરે છે એટલે કે અંધ હતા મ્યુઝીક શીખ્યા, ભણી શકયા નથી, બીજું અન્ય કામ કરી જાણ્યું નથી એ દેખતા થયા પછી શું; કઈ રીતે જીવન ગુજારે છે? એ કંઈ ઉપયોગી કાર્ય કરી શકે, શીખી શકે એવી વ્યવસ્થા છે? દા. તીરકે અંધ છે, બ્રેઈલ લિપિ જ જાણી છે, દેખતા થયા પછી આખ બંધ કરીને જ વાંચશે કે આંખે જોઈને નવી રીતે શીખશે! શીખી શકશે? આ બધા વિચાર થયો છે ખરો? આના અર્થ એ તે નથી જ કે આખા ન આપે. જરૂર આપે, પરન્તુ પછી શું? એ પણ પ્રચારકે વીચારવું જ રહ્યું અને અંધને પ્રકાશ આપ્યા પછી એ બીજી રીતના અંધકારમાં ડુબી ન જાય તે પણ જોવું જ રહ્યું.
જ્યા૨ે ચીન સાથે યુદ્ધ થયું ત્યારે લાહીની માંગ ઘણી હતી, ઘણા લોહી આપતા. પરન્તુ ત્યારે પણ મને યાદ છે કે મિસિસ મુલ ગાંવકર કે જે એના મુખ્ય પ્રણેતા હતા તે કહેતાં કે ઘણુ લાહી નકામું જ જાય છે, કારણ કે લેનાર આડેધડ લીધે જાય છે, એવું જ કંઈક અંશે કોર્નીયાનું થઈ રહ્યું છે, મહામુલી આંખો અંધારે અટવાઈ રહી છે.
તા
એ લખે છે, કે “આમ થવાનું કારણ એકબીજી સંસ્થા વચ્ચે સંકલન નથી.” એક વર્ષમાં પોતાની ઈચ્છાથી આંખાનું દાન કરનાર લગભગ હજારેક કોર્નિયાનું દાન કરી જાય છે પરન્તુ એમાંના કેટલા કોર્નિયા બરાબર રીતે વપરાય છે તેનો અંદાજ નથી.
આ આંખની બેંકોમાં કામ કરનાર ડોકટરોના કહેવા પ્રમાણે ઘણા કોર્નિયાનો ઉપયોગ જ થતા નથી. કારણમાં ઢીલ. કોર્નિયા મળે ત્યારે દરદી ન હોય, અને દરદી હાય ત્યારે કોર્નિયા ન હોય એવું બને છે.
નાયરમાં આ માટે ચાર બિછાનાં છે, કોર્નિયા ગ્રાફ્ટીંગ માટે જ. છતાં વર્ષના ઘણા મહિનાઓ ઓપરેશન થિયેટર ખાલી જ રહે છે. ડોકટર કહે છે, કે એ માટે જયારે અંધ આવે છે ત્યારે આઈ બે ક પાસે કેોર્નિયા હોતા નથી, ને જયારે એમની પાસે એ આવે છે ત્યારે અંધ ચાલી ગયા હોય છે, ને તે માટે ભાગે ગરીબ હોય છે, રહેવાના ખાસ સરનામા આપી જતા નથી તેથી ફરી એમને બાલાવવા લગભગ અશક્ય બની જાય છે.
૧૭ વર્ષની છેકરી નામ જેનું બાલા, એ આવી. લગ્ન કરવાં જેવડી ઉમ્મર જે અંધ બની ગઈ હતી, એના ભાઈ અને હાસ્પિટલમાં લઈ આવ્યો. તાત્કાલિક એના માટે કોર્નીયાની જરૂર હતી. અઠવાડિયાથી વધુ વખત અને હસ્પિટલમાં રાખી, કોર્નિયા માટે દરેક આઈ બેકમાં તપાસ કરી, જેની સંખ્યા મુંબઈમાં ખાસ ત્રણ છે. પરન્તુ ક્યાંયથી કોર્નીયાની પ્રાપ્તિ થઈ નહિ.
આવું ઘણાની બાબતમાં બન્યું છે; દરદી આવે, આઈ બેંક કે જે કોર્નિયા ભેગા કરે છે, અને એના ઓપરેશન કરીને ગ્રાફ્ટ પણ ક૨ે છે ત્યાં તપાસ કરીએ ત્યારે કોર્નિયા મળતા નથી, આ આઈ બેકો કોર્નિયા મુંબઈ ઉપરાંત ક્ચ્છ, ઈંદેર, લકત્તા વગેરે જગ્યાએ પણ મોકલે છે.
ખુ જીવન
આનું સંકલન થવાની જરૂર છે; કોર્નિયા ગ્રાફટીંગમાં, ખાસ અગત્યની વાત છે સમયની, મરનારની આખા ચાર કે પાંચ ક્લાકની અંદર લેવાવી જોઈએ ને બીજામાં એનું ગ્રાફટીંગ ૪૮ થી ૭૨ ક્લાકની અંદર થવું જોઈએ. જેટલા કોર્નિયા ફ્રેશ તેટલું પરિણામ સારું.
તા. ૧૬-૧-૮૦
૨ે અંધારાં છે?
જાણીતી માટી હોસ્પિટલમાં આઈ બેંક છે, પરન્તુ ત્યાં નથી એના વોર્ડ કે નથી એ જાતના આપરેશનની સગવડતા. પરિણામે એતા ફકત કોર્નીયા ભેગા કરવાનું અને જ્યાં એ સગવડતા છે તેવી હોસ્પિટલમાં આપવાનું કાર્ય જ કરી શકે છે, અને એ જયાં આપરેશન થાય છે ત્યાં મેાકલે, પરન્તુ જો ૪૮ કલાકમાં અંધ ન મળે તે એ બીજી જગ્યાએ મેકલવામાં આવે છે. અને ત્યાં પણ જો એ સમયે અંધ ન મળે કે લિસ્ટ પર ન હોય, કે લીસ્ટ પર હાય પણ સરનામું ન મળે, પરિણામે ઢીલ થતી જાય છે.
આઈબેંક થોડી હોસ્પિટલામાં છે, પરન્તુ આપરેશનના સાધન ત્યાં નથી; નાયર હોસ્પિટલમાં એનાં ઓપરેશન એપ્રિલ ૧૯૭૮ થી માર્ચ ૧૯૭૯ સુધીમાં ૨૫ જેટલાં થયાં, ત્યાંના ડૉકટરો કહે છે, કે અમારી પાસે દરદીઓ તો ઘણા આવે છે ને એમાંના અમુકને ફાયદો થશે જ તેમ લાગે છે, તે જોઈને આઈબેંક પાસે કોર્નિયા માગીએ છીએ ત્યારે દુર્ભાગ્યે કોર્નિયા મળતા જ નથી, અને મળે છે ત્યારે એ દરદીનો પત્તો લાગતો નથી. ઉપરાંત આઈ બેંક વાળા તડાતડી કરે છે. પૂછે છે, જોઈએ છે કોર્નિયા છે? હા કે ના જલ્દી કહેા. અને એમ કહેવાની શક્યતા નથી, કારણ એ વખતે દરદી ત્યાં હાજર હોતા નથી, એને કોન્ટ્રે કટ કરતાં વાર લાગે છે અને એ આઈબેકોને પરવડતું નથી.
ઉપરાંત ઓપરેશન કરનાર ડોક્ટરો પણ કોર્નિયા ગ્રાફટીંગ કરતા સેા ગળણે પાણી ગળે છે. કોર્નિયા તાજા છે કે જુના તે તે જાણતા નથી, તેથી ફાયદા થવાને બદલે નુકસાન થાય તો? ખરી રીતે તે જયાં આઈબેંક છે ત્યાં જ ઓપરેશનની સગવડતા જોઈએ અને જયાં આપરેશનની સગવડતા છે ત્યાં જ આઈબેંક જોઈએ. તો જ એનું સારું પરિણામ આવી શકે.
આ ઉપરાંત આનાં ઓપરેશન માટે જોઈતાં સાધનો પણ પૂરતાં નથી. ઓપરેટીંગ માઈક્રોસ્કોપની જરૂર હોય છે, જેનાથી ડોકટર આંખનો નાનામાં નાના ભાગ જોઈ શકે. . કોઈ ભાગ તા વાળથી પણ પાતળા છે. જો આ સાધન ન હોય તો એ ભાગ દેખાય નહિ અને જો ન દેખાય તો ડેમેજ થવા સંભવ ઊભા થાય છે તે સમજી શકાય છે.
નાયર હોસ્પિટલમાં સાત વર્ષની સતત મહેનત પછી એ માટેનું આવશ્યક સાધન મળ્યું, જેનાથી દાતાનું કોર્નિયા બરાબર રીતે લઈ શકાય.
‘આંખો આપા’ તે પ્રચારની જેમ વધુ જરૂર છે, તે જ રીતે એને ઉપયોગ બરાબર થાય તે પણ જોવાની જરૂર છે. અને હા, ઓપરેશન કર્યા પછી ખાસ સંભાળ લેવાની પણ એટલી જ જરૂર છે. આવે છે, તે મોટાભાગે ગરીબ આવે છે. હોસ્પિટલ એમને એકાદ કે વધુમાં વધુ બે મહિના રાખી શકે, પરન્તુ આ ગ્રાફ્ટીંગ પછી લગભગ બે થી ત્રણ મહિના એની સાર—સંભાળ લેવી પડે છે, અને મોંઘી દવાની પણ જરૂર રહે છે. ડોકટર ચવ્હાણ કહે છે કે ઘણી વખત તો આ દરદીઓ આંખો વધુ ખરાબ લઈને આવે છે, કારણ કે વધુ વખત તેમની સારસંભાળ લેવાનું અશકય છે, અને એ પોતે અભણ હાય છે તેથી કરવાનું કરતા નથી, પરિણામે મળવું જોઈએ તે ફળ મળતું નથી જ.
આ બધું લખવાના એટલે કે આ લેખનો અનુવાદ કરવાના અર્થ એ નથી જ કે આંખો આપવાનું કાર્ય ઢીલમાં પડે, એના પ્રચાર જરૂરી છે જ, તે સાથે જે પ્રાપ્ત થાય છે તે કોર્નિયા દરેકે દરેક વપરાય, અંધાની દુનિયા ઉજજવળ બને તે પણ જોવાની જરૂર છે, અને તે દિશામાં પણ હવે પગલાં લેવાં જરૂરી છે.
ગરીબ અંધને આંખા આપીએ, તેનાથી જ કાર્ય પૂર્ણ થતું નથી, ભલે થોડા કોર્નિયા ભેગા થાય, પરન્તુ જે ભેગા કરીએ તે બધા જ વપરાય, અને વપરાયા પછી મેળવનારની પૂરી સારસંભાળ લેવાય, તો જ આ કાર્ય સંતોષકારક કર્યું કહેવાય. બાકી તો જેમ મે' આગળ લખ્યું કે લાહી અપાય, પણ બધું નકામું જાય, અને પેલા ઘાયલના જાન પણ જાય એનો કશેા અર્થ નથી. તેવું જ આમાં ન થાય તે જોવાની પણ હવે જરૂર ઉભી થઈ છે. આશા રાખીએ કે આપણા સેવાભાવી ભાઈઓ જેટલા પ્રચાર, આખા માટે કરે છે તેટલી જ ધગશથી આ દિશામાં પણ કંઈક કરશે જ.
[આ વિષય ઉપર કોઈ ડોક્ટરે અધિકારપૂર્વક લખવાની જરૂર છે. – તંત્રી ]
– રભામેન ગાંધી