SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૮૦. પ્રબદ્ધ કવન ૧૭ ------------- - છે એ તો હું સાવ ભૂલી ગયો! ફિટ આપણને મનુષ્ય જન્મ મળે છે. સારા સંસ્કારી સમાજમાં આપણે વસીએ છીએ. પૂરતો અભ્યાસ કરવાની પણ આપણને તક મળી છે. એ કારણે સાચું – બેટું, સત્ય - અસત્ય, લાભ - નુ સાન, વગેરે સમજવાની આપણે કામતા ધરાવીએ છીએ. આપ- મને શિક્ષણનો જે લાભ મળે છે એના કારણે સુઘડ કેમ રહેવું તે વિશે પણ સતત જાગૃત રહીએ છીએ.” આપણે દરરોજ નિયમિત રીતે બ્રશ કરીને મોઢે સ્વચ્છ કરીએ છીએ. સ્નાન કરીને શરીરને ચોકખું રાખીએ છીએ. નિયમિત શેવિંગ કરીને મેટું ચચકિત રાખીએ છીએ. તેલ નાંખીને માથુંવાળ વ્યવસ્થિત રાખીએ છીએ. આપણા બૂટને પોલીશ કરાવીએ છીએ. અરે કાંડા ઘડિયાળ, ચશ્માં, પેન, વિગેરેને પણ જાગૃતિ રાખીને, દરરોજ સાફ કરીને સ્વચ્છ રાખીએ છીએ. કપડાં પણ દરરોજ ધોઈને ઈસ્ત્રી કરેલાં પહેરવાનો આગ્રહ રાખીએ છીએ. આ બધું કરીએ છીએ તે ખોટું નથી જ, સારું જ કરીએ છીએ. આ બધા આપણા તનને – શરીરને–સ્વચ્છ અને સુઘડ રાખવાને લગના પ્રયત્નો છે, પરંતુ આપણા શરીરમાં જે પાયાની વસ્તુ છે. ‘મન’–તેને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે આપણે બિલકુલ બેદરકાર રહીએ છીએ. તેને દરરોજ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન તે કરતા નથી, પરંતુ તેના પર મેલના થર બાઝવા દઈએ છીએ. આપણા મનુષ્ય જન્મનો મૂળ હેતુ મુકિત મેળવવાને લગતો છે. તે મુળ વાતને આપણે સાવ વીસરી જઈએ છીએ અને ફકત એશ-આરામમાં ડૂબી જઈએ છીએ. જેમ તનને સુધડ રાખવા માટે અમુક સમય દરરોજ આપી છીએ તેમ મનની તંદુરસ્તી માટે દરરોજ થોડો સમય તો ફાળવવો જ જોઈએ-એના વિશે આપણે બીલકુલ બેધ્યાન રહીને આપણે પોતે આપણને અન્યાય કરી રહ્યા છીએ. આ શરીર ક્ષણભંગુર છે. મૃત્યુ. કયારે આવે તેને કોઈ મુકરર સમય કોઈના માટે નથી હોતે. આપણી હાજરીની સામે નાનાબાળ પણ ઘડીના છઠ્ઠા ભાગમાં મૃત્યુને શરણ થતા આપણે જોઈએ છીએ. આગલી સાંજે જેને આપણે મળ્યા હોઈએ તેના વિષે પણ બીજા દિવસે અચાનક મૃત્યુના સમાચાર આપણને મળતા હોય છે અને એવા સમાચારથી આપણે આંચકો અને ખાઘાત અનુભવીએ છીએ, પરંતુ તેમ છતાં આપણે જાગૃત થતા નથી. આપણા જીવનનું જે લક્ષ્ય છે–મુકિત–તેના વિશે આપણે કોઈ જ પ્રયત્ન કરતા નથી. આમ ને આમ જીવન પૂરું થશે અને અચાનક મૃત્યુ આવીને ઊભું રહેશે ત્યારે આપણને ઈશ્વર પૂછશે કે જે કામ માટે તને મોકલ્યો હતો તે ક્રમમાં હું કેટલે સફળ થયો! કેટલી પ્રગતિ કરી? ત્યારે આપણે ફરજિયાત એમ જે જવાબ આપવા પડશે ને છે કે “એ તે હું સાવ ભૂલી જ ગયો.” આના માટે પ્રસ્તુત એવો નીચેને દાખલ વાંચો : મારું મૂળ વતન બોટાદ પાસે હામાપર. વીસ વર્ષ પહેલાં ત્યાં ટપાલની કોઈ સગવડ નહતી. એટલે બે ચાર દિવસે કોઈ નજીકના શહેરમાં જવું હોય તેની સાથે ટપાલ, ટપાલપેટીમાં નાખવા મેલવી પડે. અરજન્ટ જરૂરી ટપાલ લખી હોય ત્યારે ખાસ માણસને મોકલવા પડે. એક દિવસ જરૂરી ટપાલ લખવી પડી. ગામમાં કોઈ નહોતું, બધા મજુરી કરવા ખેતરે ગયેલા. એક મોટી ઉમ્મરના પટેલ બેઠા હતા, તેમને વિનંતી કરી કે આ ટપાલ અરજન્ટ નાંખવાની છે. તેમણે કહ્યું કે એમાં શું, લાવે હું નાંખી આવું”. “ નીંગાળા ” ગામ અમારા ગામથી ૧૦ કિલોમિટર દૂર. સવા પટેલે ઘડી તૈયાર કરી. સામાન નાંખીને ઘોડી પર બેસીને તૈયાર થયા. ટપાલ ખીસામાં નાખી અને ટપાલ નાંખવા માટે તે “નિંગાળા” ગયા. ત્યાં પહોંચતા ગામના ઝાંપામાં જ કોઈ સ્નેહીજન મળ્યું અને ખબર–અંતર પૂછયા. ચા - પાણી માટે ઘેર આવવાનો આગ્રહ થશે – તે તેના ઘેર ગયા. ડાયરો જામ્યો – વાતો ચાલી. ચા - પાણી પત્યા એટલે સવા પટેલે, ‘‘લ્યો ત્યારે રામ - રામ” કરીને રજા માગી. અને તેઓ પાછા હામાપર આવ્યા, . . ગામને પાદર જ તેઓ મળ્યા. તેમને પૂછયું કે, “પટેલ, ટપાલ ડબામાં નાખી આવ્યા ને ?” તેમણે માથું ખંજવાળતા અને જરા ઝંખવાણા પડતા કહ્યું કે: “અરે શેઠ, એ તો હું સાવ ભૂલ ગયો.” " અરે ભલા માણસ, ખૂબ જ જરૂરી કામ હતું, એ ટપાલ મોડી પહોંચે તો મોટું નુકશાન જાય એમ હતું એટલે તમને ખાસ ટપાલ નાખવા મલેલા અને તમે એ જ ભૂલી ગયા. પટેલની ભૂલ તો થઈ – તેને વીસ કીલોમીટરને પ્રવાસ ફેગટ ગો – અને અમને નુકસાન થયું. તે, આપણે શું આમ જ કરવા માગીએ છીએ ? જે કામ આપણને સંપવામાં આવ્યું છે તે શું જિદગીના અંત પહેલા પણ પૂરું કરવાની ઇચ્છા નથી થતી? કામ પૂરું ત્યારે થાય, જ્યારે આપણે તેની શરૂઆત કરીએ. શરૂઆત કર્યા પછી સતત તેની ચિન્તા સેવીએ. તેની પાછળ પડીએ - ખૂબ જ જાગૃતિ રાખીએ અને તેમાં તલ્લીન થઈ જઈએ. * પરંતુ, અહીં તે હજુ શરૂઆત જ નથી કરી ત્યાં કામ પૂરું કરવાની વાત જ કયાંથી આવે ! માટે, જાગ્યા ત્યારથી સવાર ગણીને, હવે આપણે બેદરકારી છેડીને, ઈશ્વરે આપણને સોપેલા કામ તરફ દ્રષ્ટિ કરીએ, તે કરવાની શરૂઆત કરીએ. ભલે ધીમી ગતિએ કરીએ પરંતુ કરીએ તેટલું ખુબ જ ચોક્કસ રીતે કરીએ. ભલે ધીમે ધીમે આગળ વધાય, પરંતુ નિયમને ન તેડીએ. નિયમ હશે તો ભલે મોડું, પણ લક્ષ્મસ્થાને પહોંચાશે. પરંતુ વર્ષોને, અને સૂક્ષ્મ રીતે વિચારીએ તે યુગને, આપણો મહાવરો જુદો છે. આપણે બહારની દુનિયામાં જ ઘુમરી મારી રહ્યા છીએ. ભૌતિકતાને જે સુખ સમજીને બેઠા છીએ. ગળથુથીમાં પણ એ જ સંસ્કાર આપવામાં આવે છે. માટે એ દિશા બદલવી એ ઘણી આકરી વાત છે – અધરી વાત છે. એમ છતાં જો થોડીક જાગૃતિ આપણામાં હશે તો આવી સાચી વસ્તુ સમજવા માટે આપણે ઝબકીને જાગીશું અને એ આજ સુધીની આળસને જો આપણા મનમાં સંકોચ હશે તે ઝાંઝવાના જળની પાછળ આપણે જે દોટ મૂકી છે ત્યાં બ્રેક લાગશે અને આપણે આપણા માહ્યલા સાથે અનુસંધાન સાધવા પ્રયત્ન કરીશું. અને આ વાત સમજાણી, અનુસંધાન સંધાણું પછી અંતરને આનંદ વધશે. બાહ્ય જગત મિથ્યા લાગશે, અને જેને આજ સુધી સ્વાદ ચાખવા નહોતા મળે તે અમૃતફળ, જેવા નિજાનંદને અલૌકિક સ્વાદ ચાખીશું– પછી તે તેમાં દિવસનુદિવસ પ્રગતિ જ થવાની છે. માટે, આપણા પિતાના ઉત્થાન માટે આપણે આપણને પિતાને ઓળખીએ – આપણે આપણી પોતાની સાથે થોડે છેડે સમય ગાળીએ - અાંતરદર્શન કરવાનો પ્રયત્ન કરીએ – તેમાં સફળતા મળે એવું ધ્યેય રાખીને એ દિશાએ સતત આગળ વધતા રહીએ -- પછી ભલેને અચાનક મૃત્યુ આવે. ઈશ્વરે આપણને પેલા કામ વિશે જવાબ આપણે આપી શકીશું. ઓછામાં છું, એ તે હું રાવ ભૂલી ગયો” એમ કહીને તેના ગુનેગાર તે નહિ જ બનવું પડે. - શાન્તિલાલ ટી. શેઠ લોકશાહીનો પાયો કુટુંબમાં નાનું બાળક પરાધીન હોય છે. એને માટેરાંઓ પાસેથી અનેક પ્રકારની મદદ લેવી પડે છે. અને મોટેરાંઓ એને મદદ તથા સારા સંસ્કાર આપે છે, તો એ બાળક મોટું થઈને કુટુંબને ઢાંકવાની શકિત મેળવે છે, અને કુટુંબની આબરૂ પણ વધારે છે. એ જ નિયમ આખા સમાજજીવનને લાગુ પડે છે. કુટુંબ, પ્રસંગ પડયે ગામ માટે ઘસાય, ગામ તાલુકા માટે ઘસાય, તાલુકો જિલ્લા માટે ઘસાય, જિલ્લે, રાજ્ય માટે ઘસાય, રાજ્ય રાષ્ટ્ર માટે અને રાષ્ટ્ર સમગ્ર દુનિયા માટે ઘસાય, છે. જે આ બધા એકમે અને સમગ્ર સમાજ સમનુલ વિકાસ સાધી શકે. ગીતામાં બતાવેલ યાચક્ર ચાલે તે જ સમાજને વિકાસ થાય. આ યજ્ઞચક્રમાં સ્વેચ્છાએ વિશાળ હિત માટે ત્યાગભાવના સમાયેલી છે. આજે આપણા સમાજમાં ત્યાગભાવનાની જગ્યાએ ભેગભાવના પ્રબળ થયેલી દેખાય છે. એથી લોકશાહીનાં મૂલ્યો અદશ્ય થયેલાં દેખાય છે. જો ખરેખર આપણે લોકશાહી સ્થાપવા માગતા હોઈએ તે ભેગભાવનાની જગ્યાએ પોતાની ઈચ્છાએ ત્યાગભાવનાને અપનાવવી. મોટા માણસે એવું કરશે તે નાનાં એમને અનુસરશે. બબલભાઈ મહેતા
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy