________________
૧૭૪
મુજ જીવન
સ્વર – સ્વભાવ – ચહેર: અદ્ભુત ને અગમ્ય
આ જગતના કરોડો માણસાના ચહેરાઓ જુઓ, સર્વમાં કાંઈકને કાંઈક ભિન્નતા હોવાની. બે હાથની હથેળીઓમાં સમાય જાય એવા અબજો માણસાના ચહેરાઓમાં કોઈક ન સમજાય એવી ભિન્નતાનું અગમ્યપણું માણસ પોતે ન સમજી શકે તેવું છે.
બે આંખો, નાક, બે કાન, માંફાડ, હોઠ, ગાલ, કપાળ અને દાઢી,આટલા યવા છે. માણસના ચહેરાના-પણ એ પાંચ-પચાસ લાખ નહિ, અબજો ચહેરાઓ છે અને સર્વમાંની ભિન્નતા જોવા બેસીએ તો, આરો ન આવેઅનંત અને અગમ્ય છે. ઈશ્વરની આ ભિન્નતાનું સર્જન
જેમ ચહેરાઓમાં ભિન્નતા છે, તેવી રીતે સ્વરમાં પણ એવી જ અગમ્ય ભિન્નતા છે!
જેમ કરોડો માણસામાં કોઈના ચહેરાઓ મળતા નથી આવતા એવી જ રીતે કોઈના સ્વર પણ સરખા સાંભળવા નહીં મળે! કોઈના ઘેરા સ્વર કોઈનો તીણા, કોઈના મધુર તો કોઈના કર્કશ, તો વળી કોઈનો મધુર પણ તીણે, તે વળી કોઈને ઘેરો મધુર. આ સ્વરો માણસે-માણસે જુદા અને ચહેરાઓ પણ માણસેમાણસે જુદા !
સ્વર અને ચહેરાની આ ભિન્નતા માણસે માણસે જોવા મળે છે ! આ ઈશ્વરની કોઈક એવી અગમ્ય લીલા છે, કે બે માણસ વચ્ચે શું ચહેરામાં કે સ્વરમાં કે શું સ્વભાવમાં- કશું જ સમાનતા જોવા જ નહીં મળે !
કોઈને ચહેંગે ભરાવદાર, ઉપસેલી તો કોઈની ઉંડી તો પાતળા, કોઈનું કપાળ માટું તો પણ ભિન્નતા કરોડો પ્રકારની !
કોઈના પાતળા, કોઈની આંખો વળી કોઈના હોઠ જાડા તે કોઈના કોઈનું નાનું. આ રીતે અવયવ એક
-જો માણસ-માણસ વચ્ચે સહેજ જો મળતું આવતું હોય અણસાર અણસારની સામ્યતા માટે ભાગે બાપ-દીકરા કે મા-દીકરી કે દીકરામા વચ્ચે જ જોવા મળે ! પરંતુ જો સંબંધ વગરનો અણસાર જોવા મળે તો ૨) અણસારની સામ્યતાનું જાજે ભાગે આપણે મન મૂલ્ય જ નથી હોતું !
આપણે ત્યાં એક કહેવત પણ છે! “બાપ એવા બેટા અને વડ તેવા ટેટા”. “પરંતુ આ કહેવતને ક્યા અર્થમાં ઘટાવવી એ આ કહેવતના સર્જકે સ્પષ્ટીકરણ નથી કર્યું- બાપ એવા બેટા એ તો ઠીક, પણ ટેટા વડ જેવા નથી હોતા! ટેટા ગાળ હોય છે, વડના આકાર જાજે ભાગે ગાળ આકારના લાગે ખરા, પણ ટેટા જેવા સાવ ગાળ તે નહીં જ!
ઘણાં દીકરા બાપની અણસાર લઈને જન્મે છે તો ઘણા બાપના જેવા જરા ય અણસાર ન હોય પણ બાપ જેવા સ્વભાવ કયારેક હોય પણ ખરો !
ચહેરા અને સ્વર–ભિન્નતાની વાત કરી. એવી રીતે સ્વભાવની પણ વાત કરીએ; સ્વભાવમાં પણ માનવીએ માનવીએ ભિન્નતા જ પ્રાપ્ત થાય! કોઈના સ્વભાવ સારુ બાલવાના તો કોઈનો સ્વભાવ ખરાબ બાલવા, કોઈના શુભ જ કરવાનો તો કોઈ અશુભ કરવામાં પણ અભિમાન લ્યે! સ્વભાવગત લક્ષણો પણ પરંપરાગત ઉતરી આવતા હોય છે. ઘણામાં પરંપરાગતથી પણ વધુ ભિન્નતા જોવા મળે!
માનવીએ મનવીએ આચાર-વિચાર અને લક્ષણોમાં પણ કેટલી ભિન્નતા હાય છે?
-પરંતુ ઈશ્વરે જે કાંઈ બહ્યું છે, શુભ કરવા જ માટે, પરંતુ માનવને મળેલી અમૂલ્યતાને સદુપયોગ જ નથી કરતો, દુરૂપયોગ પણ કરતા હોય છે!
ચહેરા પર ઘણી વખત માનવ એવા ભાવ પાથરે છે, કે બીજા એ ભાવ જોઈને પ્રસન્ન-પ્રસન્ન થઈ જાય છે! તો વળી કોઈના ચહેરા પરના ભાવ જોઈને જ તિરસ્કાર ઉપજે...
ઘણીવખત કોઈક માણસ એટલું મધુર બોલતા હોય છે, કે એ સાંભળીને હરખાઈ જવાનું દિલ થઈ આવે, જયારે કોઈક એવું ય બોલતા હોય છે જેના પર ફિટકાર વરસાવવાનું દિલ થઈ જાય!
તા. ૧૬-૧-૮૦
ભિન્નતા
ઘણા માણસાના સ્વભાવ ભલા, મીઠા અને આવકારવાળા હાય છે. તો ઘણાના સ્વભાવ જ એવા હોય છે, કે એને બોલાવવાનું ય મન ન થાય !
માણસે-માણસે લાગણીના આદાનપ્રદાનમાં પણ ભિન્નતા જોવા મળે.
ઘણાં માણસો શુભ લાગણીથી તરબાળ થઈ જઈને માનવને અને જીવમાત્રને ચાહતા હોય છે, તો ઘણાં સ્વાર્થપૂરતા, દંભ આચરીને લાગણી વ્યકત કરતા હોય છે: ખાસ હેતુપૂર્વક લાગણીનું પ્રદાન એ શુદ્ધ માનવીય લાગણીનું લક્ષણ નથી, એ માત્ર તુચ્છ પ્રકારની લાગણી છે!
ઈશ્વરે માનવને કેટલું બધું આપ્યું છે! અન્ય રોડે જીવા કરતાં સૌથી વધુ સારા, સુંદર અને ઘાટમય અંગ ઉપાંગા આપ્યા છે પરંતુ ઈશ્વરની આ અમૂલ્યતાના વારસા ઈશ્વરે પરંપરાગત જાળવી જાણ્યો, પરંતુ માનવીએ એની પરંપરાગત નિષ્ઠાને નથી જાળવી જાણી !
આ લેખનો હેતુ, કરોડો અને અબજો માનવીઓનાં ચહેરા, સ્વર અને સ્વભાવની ભિન્નતા કેવી અગમ્યમય છે એ ચર્ચવાને, છે!
જગતના કોઈ પણ પ્રદેશમાં જાવ, પેાતાના જેવા નખશીખ આકાર એટલે કે એના ચહેરા જેવા જ ચહેરો જોવા નહીં મળે, એના જેવા જ સ્વર સાંભળવા નહીં મળે, એના જેવા જ સ્વભાવ પણ જોવા નહીં મળે. ક્યાંક ને ક્યાંક ભિન્નતા હોવાની જ!
એક લાઈનમાં એક લાખ માણસને ઊભા રાખો-પછી એકેનું નિરીક્ષણ કરો : જાતજાતની અને ભાતભાતની ભિન્નતા જોવા મળશે ! અહીં આપણને, કુદરતના ભિન્ન ભિન્ન આકારની કરામતનો ખ્યાલ
આવશે!
–એક સાથે નહીં, પળે પળે જુદા જુદા માનવીઓને સાંભળા, સ્વર—ભિન્નતાના શ્રાવણ પ્રકાર સાંભળવા મળશે !
આ બધું જોયા-જાણ્યા ને સાંભળ્યા પછી, એટલું તો સ્કૂલવાનું મન થાય કે, ઈશ્વર ખરેખર અદ્દભુત અને અગમ્ય ક્લાકાર છે– જેની કલાને હજુ સુધી કોઈ પામી શક્યો નથી એવા ક્લાકાર —ગુણવંત ભટ્ટ
આંધળો સસરા ને સરગટ વહુ
[આ લખાણ ૬ઠ્ઠી જાન્યુઆરીએ લખાયેલ છે અને ૮મી તારીખે મને મળ્યું. લેક આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં શિફાક છે સાત્ત્વિક વૃત્તિના છે. તેમના લખાણ અવારનવાર પ્રબુદ્ધ જીવનમાં આવે છે. તેમના વિધાનો સાથે સંમત ન હોઈએ તો પણ લેકમાનસ કેવી રીતે વિચારતું હતું તેના નમુના રૂપે આ લખાણ પ્રકટ કરું છું – તંત્રી
શબ્દો છે અખાના, આખાબોલા અખાના. આજે પણ સમાજના વાસ્તવિક ચિતાર રજૂ કરે એટલા માર્મિક અને હ્રદયસ્પર્શી સસરો જો આંધળા હોય તો વહુએ લાજ કાઢવાની શી જરૂર ? મૂળમાં તો સસરાની કુદિષ્ટ પુત્ર- વધૂ ઉપર ન પડે માટે તેણે લાજ કાઢવાની હાય! પણ રીવાજ ! ગાંધીજીએ તા એટલે સુધી કહ્યું ‘હતું કે રીવાજના કૂવામાં તરવું સારું છે, પણ ડુબવું એ તો આત્મહત્યા જ છે. આજે જ્યારે સાતમી મધ્યસત્ર ચૂંટણીના બુલેટીના રેડિયા પર સાંભળી રહ્યો છું ત્યારે વિચાર આવે છે કે સમગ્ર ગુજરાત જાણે જનતાશાહી - વલશાહી પગની એડી નીચે ન કચડાઈ રહ્યું હોય! કોંગ્રેસ - આઈના ઉમેદવારોની જીતમાં મને મારી જીત - મારા મતની જીત, મારા વિશ્વાસ અને શ્રદ્ધાની જીત – સંભળાઈ રહી છે. જો કે મેં તો ૧૯૭૭ની ચૂંટણીમાં પણ ઈન્દિરા કેંગ્રેસને જ મત આપ્યો હતો. તે મારે નિખાલસપણે કબૂલવું જોઈએ.
ઈન્દિરાજીના હ્રદયમાં ભારોભાર દેશપ્રેમ ભર્યા છે, એવું હંમેશાં મને લાગ્યું છે. તેમના એ પ્રેમ પાછળ, તેમની પાછલી ત્રણ ચાર પેઢીનું બળ છે એ પણ ન ભૂલાવું જોઈએ. અલબત્રા, તેમનાથી ભૂલા થઈ છે, તેની ના નહીં, પણ ભૂલા કોનાથી નથી
02