________________
તા. ૧૬-૧-૮૦
સરાએ શરૂઆત સઁસ્કૃત- પંચકાવ્યો પૈકી એક “નૈષધીય ચરિત”ના નિર્દે શથી કર્યા હતા. આ ગ્રન્થના કર્તા શ્રી હર્ષના વંશમાં થયેલાં હરિહર છે. ગૌડ દેશમાંથી હરિહર ધાળકામાં રાજા વીરધવલના દરબારમાં આવ્યા હતા અને વીરધવલના મંત્રી વસ્તુપાલને ત્યાં રહેતા
હતા.
પ્રબુદ્ધ જીવન
મંત્રી વસ્તુપાલે એની નક્લ કરાવી હતી. ગુજરાતના વિદ્રાનામાં એ કાવ્યનો વ્યાપક પ્રચાર થયો હતો અને પરિણામ ‘નૈષધ’ની સૌથી જૂની ટીકાઓ જેવી કે વિદ્યાધર કૃત “સાહિત્ય વિદ્યાધરી” અને ધોળકાના ચંડુ પંડિત કૃત ટીકા ગુજરાતમાં રચાયેલ છે. રાંડુ પંડિત ધાળકાના વેદશ નાગર બ્રાહ્મણ હતો. હરિહરની કવિતા શૈયાનો ગુણ ધરાવતી અનવદ્ય રચના તરીકે જાણીતી છે. એની કવિતા એટલી બધી ઉચ્ચ કોટિની છે કે એની આગળ મધુ કહેતાં શરાબ અને અમૃતને સ્વાદ પણ ઊતરતો લાગે, હરિહર સુભાષિતા જ રચ્યાં લાગે છે.
ડૉ. સાંડેસરાએ આવી ઘણી રસિક વાત કહી હતી. તેમણે કહેલી રસિક વાતમાં ‘ડિસ્કવરી’ની દષ્ટિએ મહત્ત્વની લેખાય એવી અન્ય વાતો ટૂંકામાં આ પ્રમાણે છે:
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર રચાયું મગધમાં, તેની હસ્તપ્રત મળે છે દક્ષિણમાં. “રાજ સિદ્ધાન્ત'ની તાડપત્રીય પ્રતો પાટણમાંથી મળે છે. “રાજ સિદ્ધાન્ત”માં રાજયશાસ્ત્રના સિદ્ધાન્તોની આમૂલ વિચારણા છે. તેની પ્રત પાટણના સંઘવીના પાડાના ભંડારમાંથી મળી છે. પ્રાચીન ભારતમાં વિદ્યાના જે જે વિષયો છેડાયા છે, તે તમામના ગ્રંથાની પ્રાચીનમાં પ્રાચીન નકલે પાટણનાં ગ્રંથાલયોમાં છે. ચાર્વાક એ બુદ્ધિવાદી અને તત્ત્વનિષ્ઠ મુનિ હતો. વહેમની સામે એણે બુદ્ધિવાદ - રેશનાલિઝમ-ના પ્રચાર ો હતો. એ બેહેમિયન પ્રકૃતિના નહાતા. જૈન આચાર્યએ કેવળ જૈનદર્શન કે જૈન ધર્મ ઉપર જ ગ્રન્થા નથી લખ્યા. પટદર્શન, તર્ક તથા મૂળભૂત વિદ્યાઓ જેમકે જયોતિષ, વૈદક, ખગોળવિઘા, ગણિત શાસ્ત્ર વિજ્ઞાન તથા અન્ય અનેક વિદ્યાઓને લગતા ગ્રન્થા રચ્યા છે. યતી સંસ્થાને અભ્યાસ એ એક મેટો સામાજિક અભ્યાસનો વિષય છે. રાજશેખરે અર્ધ ઐતિહાસિક બધાં જ દર્શનાને પરિચય આપતો એક “સર્વ દર્શન સંગ્રહ” નામના ગ્રંથ આપ્યા છે. એની પ્રસ્તાવનામાં એણે એક વાકય લખ્યું છે જે અત્યંત સરસ અને ધ્યાનાર્હ છે. ધ્યાનાર્હ એટલા માટે કે એમાં એના ધર્મ પ્રત્યેના ઉદાત્ત અભિગમનો પરિચય મળે છે. એ લખે છે “આ ગ્રંથમાંના એક પણ શબ્દ કોઈપણ ધર્મ પ્રત્યે અનાદર ભાવથી લખાયો નથી” રાજશેખરમાં રમૂજવૃત્તિ પણ હાવી જોઈએ, નહિ તે એની પાસેથી વિનેદકથા સંગ્રહ મળે નહિ. રાજશેખરે ન્યાયદર્શન ઉપર એક ભાષ્ય ગ્રંથ રચ્યો છે જે જેટલે વિદ્વદ્ભાગ્ય છે તેટલા જ લાકભાગ્ય પણ છે. રાજશેખરની પરંપરામાં થયેલા વિદ્વાનની “ઔષધીય ચરિત” ઉપરની ટીકા છે. યીએએ જયાતિષ, વૈદક, વૈદકમાં અશ્વવૈદક તથા પશુવૈદક તેમ જ સંગીતશાસ્ત્રનો પણ અભ્યાસ કરી શાસ્ત્રગ્રંથો રચ્યા છે. તે જમાનામાં પશુરોગ નિદાન અને ચિકિત્સાક્ષેત્રને જેવા તેવા વિકાસ નહોતા થયા. આ ઉપરાંત ગણિકા જીવનને સ્પર્શતો ગ્રંથ “કુટ્ટ નિમત ” “પંચતંત્ર”નું સંપાદન, “અભિલક્ષિત અર્થ ચિંતામણિ” એમ અનેક ગ્રંથા જ્ઞાનભંડારોમાં સંચિત થયેલા છે. આ ઉપરાંત પરદેશ ગયેલા પતિને વિરહિણી પત્નીના સંદેશ “રાંદેશ રાસક” (એના લેખક એક મુસલમાન છે: અબ્દ રહેમાન) કપૂર મંજરી ચોપાઈ” (કપૂર મંજરી એ રુદ્રમહાલની શાલ ભંજિકા નામની પૂતળી છે અને એ શિલ્પ વિધાન અત્યંત અસાધારણ સુંદર અને સંમેહક છે) આ સર્વના ઉલ્લેખ પણ ડૉ. સાંડેસરાએ કર્યો હતો. પાટણના ગ્રંથ ભંડારાની મબલખ સમૃદ્ધિના ખ્યાલ આપ્યું જ જતા ડૉ. સાંડેસરાએ “કાન્હડદે પ્રબંધ,” “વસંત વિલાસ” વીરરસ હું કૃત “ઉષા હરણ” “ભ્રમરગીતા”, “ગણિતસાર” વિશિષ્ટ ઔકિતકો (જેમ કે મુગ્ધાવબાધ ઔકિતક) પૃથ્વીચંદચરિત બાલાવબાધા, તથા અમશતક, ત્રિવિક્રમકૃતવૃત્તરત્નાકર ટીકા, કાંદબરી અને કાવ્ય પ્રકાશ તથા તેની ટીકાઓ, કિરાતાર્જુનીયમ—કાવ્યાદર્શ, હર્ષકૃત નાગાનંદ (નાટક) બૃહત્ સંહિતા, શિશુ પાલવધ અને તેની ટીકા એમ કઇંક ગ્રંથોની નામાવિલ રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું : ગુજરાતી ભાષાના ઈતિહાસ માટે આ ભંડારો અમૂલ્ય છે, કેટલીયે પદ્ય અને ગદ્ય કૃતિઓ એવી છે જેની હસ્તપ્રતો દર પચીસીએ કે દર દસકે લખાઈ હોય. કર્તાના, પ્રસિદ્ધ વિદ્રાનો કે વિશિષ્ટ વ્યકિતઓના હસ્તાક્ષરોમાં લખાયેલી પણ પુષ્કળ હસ્તપ્રતો છે. આ હકીકત
૧૭૩
માત્ર કુતૂહલ દષ્ટિએ જ જોવાની નથી. પરન્તુ અધ્યયન, અધ્યાપન અને જ્ઞાનાર્જનની વ્યાપક પ્રવૃત્તિની એ દ્યોતક છે. ભારતીય સંસ્કૃતિના વ્યાપક સ્વાધ્યાયનો જ આ એક ભાગ છે.
વિજ્ઞાન અને ટેકનોલોજીના આ જમાનામાં આવી માનવવિદ્યાઓના અધ્યયનનું મહત્ત્વ છે ને તે એ કે કોઈને કોઈ, રીતે એ જીવનને સ્પર્શ કરે છે. એ વિષેની સમજમાં ઉમેરો કરે છે. એના કોઈને કોઈ ખૂણાને પણ એ અજવાળે છે તથા ચિત્તને પ્રભાવિત તેમજ તેજસ્વી કરે છે.
ડૉ. રમણભાઈના યોગ્ય ઉપસંહાર તથા શ્રી ચીમનલાલ જે. શાહના આભારદર્શનથી વિદ્યાસત્રની સમાપ્તિ થઈ હતી.
ક્રૂષ્ણુવીર દીક્ષિત
પ્રેમળ જ્યેાતિદ્વારા રકતદાન
શિખિરનું
આયેાજન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને ખંભાતનિવાસી સ્વ. મહાસુખભાઈ શાહ પ્રેરિત, પ્રેમળ જ્યોતિ દ્રારા તા. ૬-૧-૮૦ રવિવારના રોજ સવારના ભાગમાં જૈન ક્લિનિકવાળા ડૉ. સાંગારામની દારવણી નીચે કેમ્પસ કોર્નર પર આવેલ મહાવીર બિલ્ડીંગ ગ્રાન્ડ પરાડીમાં ડૉ. તુષાર શેઠના દવાખાનામાં રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાંના રહીશો તેમ જ સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો શ્રી સુબાધભાઈ એમ. શાહ તથા શ્રી ટોરસી કે. શાહે રક્તદાન કર્યું હતું. તેની ૨૭ બાટલા થઈ હતી. જે જૈન ક્લિનિકને આપવામાં આવી. આ પ્રસંગે જૈન ક્લિનીકવાળા ડા. સાંધાણીએ પણ હાજરી આપી હતી.
જૈન ક્લિનીકને અવારનવાર આ રીતે બ્લડની જરૂર પડે છે. તા સંઘના સભ્યો અને ચાહકોને વિનંતિ કરવાની કે જે સભ્યો રકતદાન કરવા ઈચ્છા ધરાવતા હોય તેમણે પેાતાનું નામ - સરનામું સંઘના કાર્યાલયમાં ૩૫૦૨૯૬ ફોન પર જણાવવું.
પ્રેમળ જ્યોતિની પ્રવૃત્તિદ્વારા થોડા સમય પહેલા સાડલાની માગણી કરવામાં આવી હતી. તેના ઘણા સારો જવાબ મળ્યો હતા.
અન્ય સંસ્થાઓને આપવા માટે પાછી સાડલાની જરૂર ઉભી થઈ છે, તે! આથી વિતિ કરવામાં આવે છે કે ઈચ્છા ધરાવતા સૌ સંઘના કાર્યાલય પર સડલા મેક્લે અથવા તેના માટે પૈસા મેક્લે.
શાન્તિલાલ ટી. શેઠ કાર્યાલયમંત્રી
પ્રેરક
પત્ર
ભાઈશ્રી ચીમનભાઈ મંત્રી, મુંબઈ જૈન યુવક સંઘ,
ઉપક્રમે
જૈન યુવક સંઘ પ્રતિમાસ વિવિધ વિદ્રાનાના વ્યાખ્યાનો ગોઠવે છે, એ એની એક વિશિષ્ઠ પ્રવૃત્તિ છે, અને એને માટે સંઘને અભિનંદન ઘટે છે. પરન્તુ આ વર્ષે વિદ્યાસત્રને સંઘે થી ભાગીલાલ સાંડેસરાના જૈન ગ્રન્થ સંગ્રહાલય વિશેના ત્રણ વ્યાખ્યાના યોજીને એક બહુ જ પ્રશંસનીય અને અભિનંદનીય કાર્ય સંસ્થાએ કર્યું છે. આજે ગુજરાત કે ગુજરાતી અભ્યાસીઓમાં નહિ, ભારતભરના સાહિત્યકારો અને સંશોધન અભ્યાસીએમાં શ્રી સાંડેસરાની કક્ષા અને ગણના જરા પણ અતિશયોકિત વિના કરી શકાય. એમના જૈન ધર્મ અને સંસ્કૃતિ પરના તેમ જ જૈન, પ્રાચિન સાહિત્ય પરત્વેના અભ્યાસ અનન્ય લેખી શકાય. ત્રણેય દિવસના એમના પ્રવચનો માત્ર અભ્યાસીઓને નહિ, સામાન્ય અભિરૂચિયુકત જનને પણ એટલા જ રસપ્રદ અને માહિતી અભ્યાસ - સભર રહ્યા છે. એમના આ ત્રણેય પ્રવચને આ ક્ષેત્રે અને આ વિષય પરત્વે રસ ધરાવતા સૌને પ્રચૂર સાહિત્ય – સંસ્કાર માહિતીનું દાન કરી ગયા. જૈન યુવ સંઘે આ પ્રકારના વધુ ને વધુ પ્રવચનો – કાર્યક્રમો યોજીને આ ક્ષેત્રે ‘સંઘ તરીકેનું પોતાનું વિશિષ્ઠ પ્રદાન પ્રતિત કરવું ઘટે. તમને, સંચાલકોને અને ‘સંધ’ ને પૂર્ણ આદર સાથે મારા નમ્ર અભિનંદન ઘટે છે. વધુ અને વધુ અભ્યાસીઓ આમાં રસ લે એ આજના ‘શૂન્યાવકાશમાં ઉત્સાહપ્રેરક અને માર્ગદર્શક બની રહેશે. !
શાન્તિલાલ ઢાણી
~~