________________
૧૭૨
મુદ્ર જીવન
ગુપ્તનો મોટો પુત્ર અને ચન્દ્રગુપ્તનો મેોટો ભાઈ હતો. થોડા વખત માટે એ ગાદીએ આવ્યા હતા. રામગુપ્ત કેવા હતા, કેવાં નીચ કૃત્યો એણે કર્યાં હતાં અને છેવટે તે કેવી રીતે ભૂંડે હાલે મર્યો એ નુાંતનું નિરૂપણ “દેવીચન્દ્ર ગુપ્ત' નાટકમાં કરવામાં આવ્યું હતું. પરદેશી શક રાજાના આક્રમણમાંથી પોતાને અને પોતાના રાજ્યને બચાવવા માટે તેણે પોતાની પટ્ટરાણી ધ્રુવદેવીને શક રાજાને ત્યાં મોકલવાનું કબૂલ્યું હતું. પરન્તુ આ હીણપત સહન નહીં થવાની ચન્દ્રગુપ્ત પાતે વેશમાં શકરાજાની છાવણીમાં ગયા હતા અને ત્યાં એણે શકરાજાના સંહાર કર્યો હતા. રામચન્દ્ર આપેલાં વતરણા દ્વારા ૨ેલા એ નાટકના ટુકડાઓના આધાર લઈ મુનશીએ “વસ્વામિની દેવી—એક ખોવાયલા નાટકનું નવદર્શન” એ નામે ઐતિહાસિક નાટક લખ્યું છે. (વધુ વીગત માટે જુઓ ડો. સાંડેસરા કૃત ‘સંશોધનની કેડી ” તથા તેમનું જ બીજું પુસ્તક‘ઈતિહાસની કેડી”) ‘નાટયદર્પણ' માં આ અવતરણો ના હોત તો મુનશી પાસેથી ધ્રુવ સ્વામિની દેવી’નાટક ના મળ્યું હાત. ગુજરાતમાં લખાયેલાં અઢી ડઝન સંસ્કૃત નાટકોમાંથી અગિયાર નાટકો તે એકલા રામચન્દ્ર જ રચેલાં છે. ગુણાઢયકૃત ‘બૃહત્કથા’
પૃષ્ઠ
ડા. સાંડેસરાએ તે પછી ગુણાઢય કવિ કૃત ‘બૃહત્કથા’ વિષે ખાસ કરીને એના ઉદ્ભાવક બળ એટલે કે કયા સંજોગામાં એ હસ્તીમાં આવી તે વિષેની વાતની વાર્તા કરી, જે પણ અત્યંત રસપ્રદ છે. બૃહત્ કથા એ કાશ્મીરની પ્રાચીન લોક ભાષા પૈશાચી પ્રાકૃતમાં રચાયેલા ભારતીય કથા સાહિત્યના એક વિશાળ આકર ગ્રન્થ હતા (જુના ડો. . સાંડેસરા કૃત‘અનુસ્મૃતિ’ ૧૩૧ થી ૧૩૬) ગુણાઢય તે સંસ્કૃત કવિ હતા. પૈઠણના રાજા સાત વાહનના સમકાલીન હતા એના જ દરબારમાંના એ પ્રતિષ્ઠિત કવિ હતા એણે ‘બૃહત્કથા’ જેવા વિશ્વભરના કથા સાહિત્યમાં વિરલ એવા ગ્રન્થ સંસ્કૃતને બદલે પૈશાચી પ્રાકૃતમાં કેમ રચ્યા તે જાણવા જેવી વાત ડો. સાંડેસરાઓ ખરી રસજમાવટ કરી ને કહી હતી. તેમના જણાવવા પ્રમાણે (આ વસ્તુ ‘અનુસ્મૃતિ’માં ઘણા વિસ્તારથી અપાઈ છે.) રાજા સાતવાહન સંસ્કૃતથી અનભિજ્ઞ હતા; જ્યારે તેની રાણીઓ સંસ્કૃતજ્ઞ હતી. એકવાર એક રાણીએ સંસ્કૃતશબ્દચ્છલ કરી એના અર્થ નહિ સમજતા રાજાની બધા પરિવાર વચ્ચે હાંસી ઉડાવી એનો દર્પભંગ કર્યો. રાજાને આથી માઠું લાગ્યું. એને સંસ્કૃત શીખવાની લગની લાગી. ગુણાઢયે રાજાને એક્યું સાંસ્કૃત વ્યાકરણ શીખતાં બાર વર્ષ લાગે એમ કહેતાં એની ઈર્ષ્યા કરતા શર્નવમાં નામના એક દરબારીએ રાજાને છ માસમાં સંસ્કૃત શીખવવાનું બીડું ઝડપ્યું. એટલે ક્રુઘ્ન થયેલા ગુણાયે પડકાર ફેકી કહ્યું: “છ મારમાં તું રાજાને સંસ્કૃત વ્યાકરણ શીખવી શકે તો સંસ્કૃત પ્રાકૃત અને દેશી એ ત્રણે ભાષાને હું ત્યાગ કરું .”
ગુણાઢયના પડકારને ઝીલી લઈ શર્વવર્માએ ભગવાન કાર્તિકેયને પ્રસન્ન કરીને સાતવાહનને છ મહિનામાં સંસ્કૃત વ્યાકરણ શીખવ્યું એટલે શરત મુજબ ગુણાઢય એક બે શિષ્ય સાથે વનમાં ગયા જ્યાં એણે કાણભૂતિ નામના પિશાચ પાસેથી પુષ્પદંત કથિત કથાઓ સાંભળી અને તેણે પોતાના લાહીથી પૈશાચી ભાષામાં સાત લાખ શ્લોક માં લખી અને એ ગ્રન્થ એણે પોતાના શિષ્યો દ્વારા સાતવાહનને મોક્લાવ્યો પણ રાજાએ એનો અનાદર કર્યો એટલે ગુણાઢયે ખિન્ન થઈને વન્ય પશુપંખીઓ ને એક પછી એક વાર્તા કહેવા માંડી ને વાર્તાવાળા શ્લોક અગ્નિમાં હામવા માંડયો. આની જાણ થતાં જ સાંતવાહન જંગલમાં ગયા અને ગુણાયને પોતાના શ્લોકા અગ્નિમાં હેામત જોઈ તેને તેમ કરતાં અટકાવ્યો. અને તેને મનાવી લઈ પેાતાની સાથે લઈ જઈ દરબારમાં તેની ફરી પ્રતિષ્ઠા કરી. પણ ત્યા૨ે ગુણાઢયના સાત લાખમાંથી છ લાખ શ્લોકો અગ્નિમાં હોમાઈ ચૂક્યા હતા. બચેલા ફકત એક લાખ શ્લોકો તે ‘બૃહત્કથા’” એ ગ્રન્થ પણ કાલગ્રસ્ત થઈ ગયા છે. હવે મળે છે. ફકત એના સંસ્કૃત સંક્ષેપા અને એક પ્રાકૃત રૂપાંતર જેમાં સામદેવ ભટ્ટ કૃત ‘કથા સરિત્સાગર’અને ક્ષેમેન્દ્રકૃત ‘બૃહત્કથા મંજરી’ ઘણાં સુપ્રસિદ્ધ છે.' વસુદેવઉિંડી એ, એ બૃહૃદકથાનું ધાર્મિક સ્વરૂપ છે.
બે આડ
બૃહત્કથાની” વાત કર્યા પછી ડો. સાંડેસરાએ ભાજદેવકૃત અલંકાર ગ્રન્થ ‘સરસ્વતી ક’ઠા ભરણ’ ઉપર વણિક વિદ્રાન જડે રચેલી ટીકાની વાત કરી. આચાર્ય હેમચન્દ્ર પોતાના “પ્રાકૃત
તા. ૧૬-૧-’૮૦
વ્યાકરણમાં” ચૂલિકા પૈશાચીના ઉદાહરણ રૂપે બે ગાથાઓ ટાંકી છે, જેમાંની એક ‘સરસ્વતી કુંઠાભરણ’માં પણ છે. આજડે તે ગાથા ‘બૃહત્કથા’ ના માંગલા ચરણમાંથી હાવાનું કહ્યું છે. ડો. સાંડેસરાઓ એ ગાથાના હુ પ્રસન્નતાપૂર્વક ઉલ્લેખ કર્યા હતા. એ ગાથાના અર્થ આ પ્રમાણે છે. પ્રણયકુપિત ગૌરીના ચરણાગ્રમાં દશ નખરૂપી દર્પણામાં જેમનું પ્રતિબિંબ પડેલું છે. એવા અગિયાર શરીર ધારણ કરનારા રુદ્રને પ્રણામ કરો” પડે. સાંડેસરાએ આ ગાથા અંગે પેાતાને એક વિદ્યાર્થી તરીકે આનંદ આવ્યો હોવાનું જણાવી ને ‘સરસ્વતી કંઠાભરણના ટીકાકાર આજ્ડ (એ જૈન હતા) ની સાથેાસાથ સાતવાહન હાલકૃત પ્રાકૃત મુક્તક સંગ્રહ “ગાથાકોશ” અથવા ‘ગાથા સપ્તશતી’ ના આજડ જે સંભવત: ણિક કે પછી ક્ષત્રિય છે તેની પણ વાત કરી. આ બીજો આજડ પોતાને ‘ત્રવિદ્ય’ એટલે કે તર્ક, લક્ષણ અને સાહિત્ય એ ત્રણે વિદ્યાઓના શાતા તરીકે ઓળખાવે છે. આ ગાથા સપ્તશતી'ને ચીલે જ રચાયેલી આર્યાપ્તશતી, બિહારી સત્સઈ, દલપત સઈ, દયારામ કૃતીયા વગેરેને નિર્દેશ કરી ને ડો. સાંડેસરાને જૈન ભંડારોમાં કેવા કેવા મુલ્યવાન ગ્રંથો છે તેની ઝાંખી કરાવી હતી. કાવ્યન તેમણે ઉલ્લેખેલા ગ્રંથોમાં રાજેશખર કૃત મીમાંસા' (ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝનું એ પ્રથમ પુષ્પ, એની બે હસ્તપ્રતો પાટણના ગ્રંથ ભંડારમાં છે.)
ના
કૌટિલ્ય અર્થશાસ્ત્રનું સર્વ પ્રથમ સંપાદન (જેની નલ પાટણના વાડી પાર્શ્વનાથ ભંડારમાંથી મળી છે; તથા હેમચન્દ્ર કાવ્યાનુશાસન” માં પણ જેના એટલે કે, અર્થ શાસ્ત્રના ઉલ્લેખ છે,) બૌદ્ધસાહિત્યના મહાન ગ્રંથ તત્ત્વ સંગ્રહ (વાડી પાર્શ્વનાથની એક માત્ર હસ્તપ્રત), ભટ્ટ યરાશિ કૃત ‘તત્વાપપ્લવ (ધાળકામાં લખાયેલી હસ્તપ્રત અને ચાર્વાક દર્શનના અજ્ઞેયવાદી ગ્રંથ), મહાન બૌદ્ધિક તાર્કિક કૃત પ્રમાણ વાર્તિક (જે આ પહેલાં માત્ર તિબેટન અનુવાદમાંથી જ જાણવામાં હતું ), શ્રી હર્ષના વંશ જ હરિહર કૃત ‘શ’ખ પરાભવ ‘વ્યાયોગ (નાટક પ્રકારમાં રચાયેલું એકાંકી નાટક જેના શબ્દાર્થ છે શંખ રાજાના પરાજ્ય.” વસ્તુપાલની આશાથી એ નાટક ખંભાતમાં ભજવાયું હતું. એની હસ્તપ્રત દેવશાના પાડાના ભંડારમાંથી મળેલી. વિશેષ માહિતી માટે જુરા ડો. સાંડેસરા કૃત “સંશોધનની કેડી – પૃષ્ઠ ૧૯૫ થી ૨૦૫) કૌટિલ્યના અર્થશાસ્ત્રની ઉત્તર ભારતીય પરપરાના કેટલાક અંશો સાચવતો અપૂર્ણ ગ્રંથ ‘રાજસિદ્ધાન્ત’, ભાજદેવે રચેલા ગણિકા જીવન વિશેના દષ્ટાન્ત સમુચ્ચય “શુંગાર મંજરી ક્યા”, પ્રાચીન મરાઠી ભાષાને વર્ણપ્રધાન ગદ્ય ગ્રન્થ “વૈજનાથ ક્લાનિધિ,” બાણની કાદંબરીની સૌથી પ્રસિદ્ધ ટીકા (જે ભાનુચન્દ્ર અને સિદ્ધિચન્દ્ર એ ગુરુ શિષ્ય રચી છે); સર્વ દર્શન અને સાહિત્યના સર્વ પ્રકારો ઉપર જૈન લેખકોની ટીકાઓ, “સંગીતાપનિષદ”, તથા જયોતિષ અને વૈદકના ગ્રન્થા એમ અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે.
ડૉ. સાંડેસરાઓ આ ગ્રંથોનો નિર્દેશ તે પ્રત્યેક વિષેની કંઈક ને કંઈક મહત્ત્વની વાતના સંદર્ભમાં કરીને, સાહિત્ય, ઈતિહાસ, વ્યાક કરણ, સંગીત, વૈદક, હિસ્ટરી ઓફ મેડિસિન, જયોતિષ, અર્થશાસ્ત્ર, દર્શના એમ કેટલી બધી માનવ વિદ્યાઓનું ખેડાણ થયું હતું તે તથા કોઈપણ એક વિષયનું . તલાવગાહી શાન મેળવવા એ બધી જ વિદ્યાઓનું થોડું થોડું પણ જ્ઞાન મેળવવું અનિવાર્ય છે અને એમ સલ માનવ વિદ્યા કેવી એક બૃહદ્ જ્ઞાન વૃક્ષ સ્વરૂપે તેની શાખા પ્રશાખાઓમાં વિસ્તરેલી છે તે તારવી આપ્યું હતું.
ડૉ. સાંડેસરાએ “તત્ત્વ સંગ્રહ”ના ઉપલક્ષમાં સ્વ. ચીમનલાલ દલાલની અગાધ ગ્ર^થપ્રીતિ અને એમનીવિદ્વત્તાને અંજલી આપી હતી. · મમ્મટના કાવ્ય પ્રકાશ”મા “કાવ્યું યશસે અર્થકૃતે” એમ વાડ્મય કે વિદ્યાનું જે પ્રયોજન સૂચવાયું છે, જે મમ્મટને મતે યશ ઉપરાંત અર્થ પ્રાપ્તિનું પણ છે, પરન્તુ હેમચન્દ્રાચાર્યને મતે કાવ્યનું પ્રયોજન કેવળ અર્થપ્રાપ્તિ નહિ પરન્તુ વૃત્તિઓના આવેગનું શમન એટલે કે વિશ્રાન્તિ છે તે પણ વકતા એ તારવી આપ્યું હતું.
શાન ભંડારોની સમૃદ્ધિ
ત્રીજે દિવસે આગલા દિવસના વાર્તાલાપના અનુસંધાનમાં પોતાનું વકતવ્ય આગળ ચલાવતાં ડૉ. સાંડેસરાએ જે જમાનામાં વાહનોની આજના જેટલી સુવિધા નહોતી ત્યારે પણ વિદ્વાને, વિદ્યા અને વિદ્યાના ગ્રંથોનું ‘માઈગ્રેશન” કેટલું ઝડપથી થતું હતું તે વાત કરી હતી. જ્ઞાનભંડારાની સમૃદ્ધિની વાત કરતાં ડૉ. સાંડે
ધ