SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૦ પ્રબુદ્ધ જીવન માણસનું પહેલું શત્રુ : ખાવળની કાંટાળી ડાળ ! રોજ આપણે વર્તમાન પત્રામાં નવી નવી જાતનાં શસ્ત્રોની વાર્તા વાંચીને હેરત પામીએ છીએ. દા. ત. બે મહાસત્તાઓ, અમેરિકા અને રશિયા એવા દૂરગામી સ્વર્યં સંચાલિત આંતરખંડિય રોકેટો ધરાવે છે કે જેમાં લગભગ અડધો ડઝન અણુ શસ્રો હોય. આ રાકેટોને ખેતાનું ‘મગજ’ હોય છે. તેમના કોમ્પ્યુટરમાં માહિતી ભરેલી હોય છે અને તે આપમેળે દિશા શૈધ તથા નિશાનશેધ કરી લે છે. તેમને ભૂગર્ભમાં તેમનાં ભોંયરામાંથી છેડવામાં આવે ત્યારે તેઓ આકાશમાં અને અવકાશમાં ચઢી જાય છે અને દુશ્મનના દેશ ભણી વળી જાય છે. હવે આ બન્ને દેશા પાસે રોકેટ વિનાશક રોકેટો પણ છે. શસ્ત્રોનું આ ગાંડપણ આપણને ખેદ પમાડે છે પણ વૈશાનિક અને ટેકનિકલ સિદ્ધિઓ આપણને હેરત પમાડે છે. હવે જ્યારે માણસ આવાં શસ્રો બનાવી શકે છે અને એક અવકાશી ઉપગ્રહના બીજા અવકાશી ઉપગ્રહ વડે નાશ કરી શકે છે. ત્યારે વિચાર આવે છે કે આદિમાનવ જંગલી દશામાં હતા ત્યારે તેનું પહેલું શરૂ કેવું હતું? ઉત્ક્રાંતિના ઉદબાધક ચાર્લ્સ ડાવિન ‘મનુષ્યનું અવતરણ નામનું પુસ્તક લખી રહ્યો હતો ત્યારે તેને વિચાર આવ્યો કે ૩૫ લાખ વર્ષ પહેલા વામણે આદિમાનવ તે સમયના ભયંકર પશુઓ સામે પેતાનું રક્ષણ કેવી રીતે કરતો હતો? તેના અશ્મીભૂત અવશેષો બતાવે છેકે તેની ઊંચાઈ માત્ર ૧૨૦ થી ૧૪૦ સે. મી. ૮-૪૮ થી ૫૬ ઈંચ) હતી. આવા ટચુકડો માણસ શસ્ત્ર તરીકે ભારે લાકડું વીંઝી શકે નહીં. હજી તેનું મગજ એવું નહોતું ખીલ્યું કે જે બુદ્ધિપૂર્વક વિચારીને પથ્થરનાં શસ્રો પણ બનાવી શકે. આટલી સમજણ પણ આવવા માટે તેને બીજા દસ લાખ વર્ષ લાગ્યા હતાં. આદિમાનવ પૂર્વ આફૂિંકામાં પ્રગટ્યો હતા, જ્યાં અસંખ્ય હિંસક પ્રાણીઓ હતા. આદિમાનવાની સંખ્યા તે ગણીગાઁઠી હતી તો હિંસક પ્રાણીએ તેને ખાઈ કેમ ન ગયા? આ વિચાર નેધરલેન્ડની આસ્ટામ યુનિવર્સિટીના પ્રાણી વિજ્ઞાની આડીઓન કોર્ટલાન્ડને આવ્યા. તેણે સંશાધન કરીને લખ્યું છે કે આ પ્રાચીન જંગલી માણસે બાવળની કાંટાળી ડાળા પોતાના રક્ષણ માટે વાપરતા હતા અને પેાતાનાં રહેઠાણની આડે કાંટાળી કિલ્લેબંધી કરતા હતા. કોર્ટલાન્ડ ઈથિયોપિયામાં ઇતિહાસ પૂર્વેના એક સ્થળે ખાદકામ કરી રહ્યો હતો ત્યારે એક બાવળની નીચે આરામ કરતાં કરતાં તેના મનમાં આ પ્રશ્ન જાગ્યો, અને તેના ઉત્તર પણ તેણે વિચારી લીધું. આ ઉત્તરની કસોટી માટે તે કેન્યા ગયો અને સિંહોના રક્ષિત વનમાં જઈને માંસના મોટા ટુકડાઓનાં ઢગલા કરીને તેમને કાંટાળી ડાળીઓ વડે ઢાંકી દીધા. સિંહના બચ્ચાને ઉછેરીને છેવટે તેને મુક્ત કરી તેની ઉપર “બાર્ન ફ઼ી” નામનું પ્રખ્યાત પુસ્તક લખનાર જ્યોર્જ એમસનો બાર મુકત સિહોનું એક ટોળું પાળ્યું હતું. તેમને કોર્ટેલાન્ડે આ માંસ વડે આકર્ષ્યા. સિહો માંસની ગંધથી આકર્ષાઈને આવ્યા અને કાંટાથી રક્ષાયેલું . માંસ કેમ કાઢવું તેના ફાંફાં મારવા લાગ્યા પણ પગ વડે કે મેાં વડે કાંટા ખસેડવાની કોઈએ હિંમત ન કરી. તે પછી કૉર્ટલાન્ડે એક બીજો પ્રયોગ કર્યા. તેણે એક જાળીવાળા ખંજરામાં એક જીવતું ઘેટું મૂક્યું અને પાંજરાને કાંટાળી ડાળા વડે લપેટી લીધું. આ વખતે જીવતા શિકારથી લલચાઈને કેટલીક સિંહણે આવી અને પગ વડે કાંટા ખસેડવા લાગી પરંતુ પગમાં કાંટા લાગ્યા પછી તેઓ પોતાનાં જખમ ચાટવા લાગી, અને વધુ કાંટા' ખસેડીને ઘેટાંના શિકાર કરવાનું માંડી વાળ્યું. આથી કોર્ટલાન્ડ એવા નિર્ણય ઉપર આવ્યો કે હિંસક પશુઓ સામે પ્રાચીન માણસે પેાતાનું રક્ષણ કાંટાળી ડાળા વડે જ કર્યુ હશે. પરંતુ માણસ કાંટાળા કિલ્લા રચીને તેની અંદર બેસી જાય અને હિંસક પ્રાણીએ તેને ઘેરો ઘાલે તા તે કર્યાં સુધી ટકી શકે? તેના જવાબ એ છે કે કાંટાળી ડાળેા તરફ રાતરફ વીંઝાવા લાગે તો જંગલી જનાવરો ભાગી જાય. આ માન્યતા સિદ્ધ કરવા તેણે એક ઠેકાણે માંસના ટુકડા ગોઠવ્યા તે પછી એક ઈલેકટ્રીક મેટર વડે ચાલતું યંત્ર કાંટાળી ડાળાને વીંઝી શકે એવી યુકિત કરી. જ્યારે સિંહા માંસ ખાવા આવ્યા ત્યારે દૂરથી ચાંપ દાબીને કોટૅલાન્ડે મંત્ર ચાલુ કર્યું અને કાંટાળી ડાળીઓ વીંઝાવા લાગી આથી માંસ ખાવા માટે આવેલા સિંહા ભાગી ગયા. હજી એક વધુ પ્રશ્ન ઊભા થયા કે ગાળીથી ઘવાયેલા સિંહ પણ સામે થાય છે તે અે કાંટાથી કેમ ડરે છે? તેના જવાબ શેઢાઇ અથવા શાહુડી આપે છે. ઉદર અનેખિસકોલીના કર્તરી (રોડન્ટ) વર્ગનું આ પ્રાણી વાળને ઠેકાણે લાંબા ટૂંકા પણ તીક્ષ્ણ અણીવાળાં પીછેાડિયાં ધરાવે છે. હજી જંગલ જીવનની પાઠ નહીં શીખેલા કે વધુ પડતી હિંમતવાળા સિંહ, વાઘ કે દીપડો શાહુડીને શિકાર કરવા જાય તે તેનાં પીંછાડિયાં શિકારને વીંધી નાખે, એટલું જ નહીં તેની જિંદગી બગાડી નાખે, જે શિકારી પ્રાણીના શરીરમાં શાહુડીનાં પીછાં ઘૂસી ગયા હોય તેણે સતત વૈદના અનુભવવી પડે, તેની દરેક હલચલ ખૂબ પીડા કરે અને તેની સ્થિતિ ખૂબ દયાજનક થઈ જાય. કદાચ આ પદાર્થપાઠથી પ્રેરાઈને કે કુ દરતી પ્રેરણાથી હિંસક પ્રાણીઓ। કાંટાથી ડરતા હશે. આ ખતરા રસપ્રદ છે પણ તેની સામે શિકારીઓના એવા અનુભવ પણ છે કે જેમાં મરણિયાં હિંસક પ્રાણી કાંટાળી વાડ ઠેકીને કે તેમાંથી માર્ગ કરીને પણ ઘૂસી આવ્યા હોય. જ્યારે આ સદીના આરંભમાં મેમ્બાસાથી નૈરોબી સુધીની રેલવે બંધાતી હતી ત્યારે અંગ્રેજી ઈજનેર, હિંદી ઓવર સિયર અને આફ઼િકી તથા હિંદી મજૂરો આ રેલવે બાંધતા હતા તે સમયે સાવેા નામની નદીના પ્રદેશમાં માણસખાઉ, સિંહાની વસંત હતી. તેઓ રાતે મજૂરોની છાવણીપા પર છાપા મારતા હતા અને મજૂરોને ઉઠાવી હતા. મજૂરો પેાતાની રક્ષા માટે કાંટાળી કિલ્લેબંધી પણ કરતાં હતા છતાં સિંહાને રોકી શકાતા ન હતા. આખરે આ સિહાને શોધી શોધીને ઠાર મારવામાં આવ્યા ત્યારે જ રેલવે બાંધ કામ પૂરું થયું. જતા. - – વિજયગુપ્ત મૌ મુંબઇ શહેરના પ્રાણપ્રશ્ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત ‘અભ્યાવર્તુળ’ના આશરે મુંબઈ મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી કમિશશ્નર શ્રી પ્રવિણભાઈ કામદારનું પ્રવચન - મુંબઈ શહેરનાં પ્રાણપ્રશ્નો' એ વિષય ઉપર તા. ૧૨-૮-૮૦ ના રોજ સાંજના ભાગમાં શ્રી પરમાનંદ કાપડિયા સભાગ્રહમાં યોજવામાં આવ્યું હતું. પ્રથમ અભ્યાસ વર્તુળના કન્વીનર શ્રી સુબોધભાઈ શાહે, શ્રી પ્રવિણભાઈને આવકાર આપ્યો હતો, તેમજ તેમનો પરિચય આપ્યો હતા. ત્યાર બાદ શ્રી પ્રવિણભાઈએ તેમના વકતવ્યમાં મુંબઈ શહેરના નાના - મોટા સામાન્ય તેમ જ જટિલ પ્રશ્નોની વિશદ સમીક્ષા કરી હતી. એ રીતે તેમના વકતવ્ય દ્રારા શ્રોતાઓને ઘણી બધી જાણકારી પ્રાપ્ત થઈ હતી. આટલી નાની ઉંમરમાં તેઓએ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને - શહેરના નાના - મોટા પ્રશ્નો પ્રત્યે જેમણે જે જાગૃતિ બતાવીને તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે. એવી તેમની રજુઆત દ્વારા અને તેમની સરળતા ભરી તેમ જ સૌમ્યવાણી દ્વારા શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. તેમના પ્રવચન બાદ સારી એવી પ્રગ્નેશ્વરી થઈ હતી અને તેના તેમણે ચોક્કસ પ્રકારના જવાબા આપ્યા હતા. શહેરના પ્રશ્નો વિશેની તેમની જાગૃતિ અને કાર્યપ્રણાલિની જાણકારી બાદ ાતાઆના મનમાં એવી છાપ ઉપસી કે જો આવી જાગૃતિ તેમજ કામની ધગશવાળા પાંચ - પચીશ અધિકારીઓ જો કોર્પોરેશનને મળે ત ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. તેમના વકતવ્યમાં શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ હાજર રહ્યા તેને માટે શ્રી પ્રવીણભાઈએ તેમના અંત:કરણપૂર્વક તેમના આભાર માન્યો હતો. પ્રવચનના અંતે શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહે સંધે પ્રકાશિત કરેલા પુસ્તકોનો સેટ તેમને ભેટ આપ્યો હતો. અને ચંદનની માળા દ્વારા તેમનું અભિવાદન કર્યું હતું. અને છેલ્લે સંઘના મંત્રીશ્રી કે. પી. શાહે શ્રી પ્રવિણભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સંકલન: શ્રી શાંતિલાલ ટી. શેઠ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy