________________
પ્રભુઃ જીવન
ત્યારે તેંડ કહે “ના, હવે પપ્પા અને મમ્મી ક્યારે એક નહીં થાય !”
અને એક દિવસ દીકરો પૂછે, “તમારા વખતમાં ટી. વી. હતું?” થપ્પા કહે, “ના, ત્યારે ટી.વી.ની શેાધ નહોતી થઈ.”.
“સફરજનના રસ ત્યારે હતો.”
“હા, હતા.’’
“તમારે વખતે બીજું શું શું નહતું?”
પપ્પા કહે, “અમારા વખતમાં અવકશયાત્રીનહોતા. આઈસક્રીમ કોન નહાતા.” અને એક વેદનાથી સભર વાકય કહે, “અમારા વખતમાં પોતાના પતિ અને દીકરાને મૂકીને ભાગી જાય એવી મમ્મીઓ નહેાતી.’’
બાપ છે પણ કેટકેટલી ચિંતા થાય છે? એક વખત બીલી પડી ગયો. સખત વાગ્યું. મેă ઉપર બીલીને દસ ટાંકા આવે છે. એ ધા એના ચહેરાને કદરૂપા તો નહીં બનાવેને? મિત્ર તો કહે, “તું નાહક આ ઘાને મહત્ત્વ આપે છે . ધ તૂટેલા દાંતની જેમ આવા નાના રા પ્રત્યે કોઈની નજર નંથી જતી. મને જ ખબર ન પડી હાંત, તે કહ્યું ન હોત તે!” પણ ચિંતાતુર બાપને આશ્વાસન નથી મળતું એ તો કહે, “ઘા મને દેખાય છે. હું આંખ બંધ કરું તો પણ મને દેખાય છે!”
પણ આ અંકસ્માતમાં એક પાઠ છે. પોતાના દીકરો પૂર્ણ અને સુંદર છે, એવા જ રહેશે, એને કર્યાંય ઘા નહીં પડે, ડાઘ નહીં લાગે એ ભ્રમણા પર મોટો ઘા, મોટો ફટકો પડયો છે. પેાતાના વ્હાલા દીકરો પણ નાશવંત છે, અપૂર્ણ છે એ એક સત્ય છતું થયું છે અને એ સત્ય' પર એને કોઈ કાબુ નથી.
આટલા ઓતપ્રોત થઈ ગયા, બાપ દીકરો, એક્મેકમાં વણાયા ત્યરે જોઆના ન્યુયોર્ક પાછી ફરે છે. દીકરો જોઈએ છે. હવે તે દીકરાને છેડી શકે એમ નથી. ખૂબ માયા-બંધાઈ ગઈ છે. ના પાડે છે. જોઆના કોર્ટનો આશરો લે છે. કોર્ટ માને બાળક સોંપવાનો હુકમ કરે છે. તે આકોશ કરે છે. “I lost him. મારો બાળક છીનવાઈ ગયા છે.''
લાચાર થઈને તેડ હુકમનો સ્વીકારતા કરે છે. બાળકના ડબ્બા, પુસ્તકો, રમકડા બેગ તૈયાર કરે છે. વિચારે છે એક બાળકનું જીવન આટલી ખોખામાં સમાઈ ગયું?.
બાળક તો પોતાની રીતે જ વિચારે છે: બીજા ઘરે એની સગવડો સચવાશે? એની રૂમ હશે ? રમકડાં હશે?
પરંતુ જો આનામાં દેવ પ્રવેશે છે. પિતા બાળક સાથે ખૂબ મમતાથી બંધાયા છે, બાળકને પણ એની જ જરૂર છે. એ એની માની આખ સમજી જાય છે. હયાનો હિમાળા પીગળે છે. કોર્ટના હુકમ છતાં, જીત્યાં છતાં અંતિમ ક્ષણે એક સરસ ગૌરવયુકત Sacrifice આપે છે. કહે, “તું જ બાળકને રાખ, ઉછેર. હું તે જીવનમાં એક નાકામયાબ નીવડેલી વ્યકિત છું.”
અને એક કરુણ પ્રશ્ન પણ પૂછે છે. “તું મને કયારેક એને મળવા તો દેશેને?
એક માને બાળકને મળવા માટે આજીજી કરવી પડે એ કેટલું કર્ણ લાગે?
દીકરો મા ચાલી ગઈ હતી તેનું ગાંભીર્ય નહોતા સમજ્યો, કોર્ટના ઓર્ડર પછી પિતાને બદલે મા સાથે રહેવાનું છે તેનું પણ નહીં, અને હવે અંતે ફરીથી પિતા પાસે જ રહેવાનું છે, તેનું પણ નહિ! પહેલાની જેમ જ અત્યારે પણ આનંદથી ખુશ ખુશ નથી થઈ જતા. એના તા બાળસહજ ચિંતા ને બાળસહજ પ્રશ્નો છે. મમ્મી કે પપ્પાની સાથે તેને રહેવાનું છે. તેની એને બહુ ચિંતા નથી. નાના છે એટલે જ અંતે આ જ પ્રશ્ને ફરીથી પૂછે છે:
“હું મારા રૂમમાં જ સૂઈશ?”
મારા મકંડાં . અહીં જ રહેશે? મારા પુસ્તકો ?
અને પપ્પા, તમે આજે કામ પર નહીં જા? ના?તે પછી આપણે મેદાનમાં રમવા જઈએ?
.. ધરતીકંપ થયો છે. જે અસ્થિર હતું તે તૂટી પડયું છે. પ્રેમ અને હૂંફ ગુમાવ્યા છે. તેનું બાળકને જ્ઞાન નથી, સમજ સંથી, બાળકની લીલા ક્રૂર છે. મમ્મી હતી ત્યારે, વૃધ્ધા છે ત્યારે પણ
તા. ૧૬-૮-૮૦
એની દુનિયા એટલે એના રમકડાં, એની વાર્તા, એના નાના નાના
મિત્રા,
હિરોશીમા પર એટમ બામ્બ પડે અને તોય લીલું ઘાસ ફૂટે જીવન ચાલુ રહે છે. બાળક મોટું થાય છે. કયારેક પપ્પા વિના, કયારેક મમ્મી વિના. લીલાના લય એનો ક્રમ સાચવે છે. જીવનના રથ આગળ ચાલે છે.
–વિપિન પરીખ
(‘ક્રમર (વસિસ) સામે ક્રેમર' નવલકા અને ફિલ્મના આધારે) સઘ સમાચાર સેવિયેટ રશિયાની સફર
શ્રી. ડો. રમણલાલ ચી. શાહ, તાજેતરમાં સોવિયેટ રશિયાની સફરેથી પાછા ફર્યા છે. ત્યાંની એલિમ્પક રમતો જોવાની એમને તક મળી છે. તેઓશ્રીનો આ પ્રવાસના વાર્તાલાપ શ્રી પરમાનંદ કાપડિયા સભા ગૃહમાં,
ગુરુવાર, તા. ૨૧-૮-’૮૦ સાંજના ૬-૧૫ વાગે
રાખવામાં આવેલ છે. સૌને પ્રેમભર્યું નિમંત્રણ સધના પેટ્રન મેમ્બરો
ગતાંકમાં અનુક્રમ ૩૭ સુધીના નામે પ્રગટ થઈ ગયા છે. ત્યાર બાદ ત્રણ નાંમ મળેલા છે. અમો તેમના ખૂબ જ આભારી છીએ.
નવા પેટ્ર
૩૮ શ્રી હરામુખભાઈ સી. શાહ ૩૯ શ્રી ખેતસી નરસી શાહ
૪૦ શ્રી ચન્દ્રકાન્ત સી. આનંદપરા
સંઘ પ્રત્યેની લોકોની મમતા અને શુભેચ્છાનો ઝરો વહેતો રહ્યો છે. સંપર્ક સાધ્યા વિના રૂા. ૨૫૦૦ જેવી રકમ મોકલનાર વ્યકિતઓના સંઘ પ્રત્યે કેટલા બધા સદભાવ હશે ? તેના વિચારથી આનંદની લાગણી અનુભવાય છે.
આ વખતે પણ એક સદગૃહસ્થે સરકયુલર વાંચીને જ પેટ્રન મેમ્બરના લવાજમના ચેક મોકલી આપ્યો. તેમના અમો ખુબ જ આભારી છીએ.
અન્ય શુભેચ્છક ગૃહસ્થને પણ આનાથી પ્રેરણા મળે અને અમારો ૧૦૦ સભ્યોના લક્ષ્યાંક સત્વર સિદ્ધ કરવામાં અમોને મદદરૂપ બની તેમનો પ્રેમાળ સહકાર આપે એવી નમ્ર વિનંતિ.
પર્યુષણ વ્યાખ્યાનમાળા
વ્યાખ્યાનમાળા અંગેનો સમગ્ર કાર્યક્રમ ગતાંકમાં પ્રગટ કરવામાં આવ્યો હતો, એટલે આ અંકમાં તે પ્રગટ કર્યા નથી. તેમાં નજીવા ફેરફારો થયા હશે તે સાથેના સમગ્ર કાર્ય મ ૧ લી સપ્ટે. મ્બરના અંકમાં પ્રગટ કરવામાં આવશે, તેની નોંધ લેવા વિનંતિ.
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચના અનુસંધાનમાં શ. ૧૧૦૦૦/ ની રકમ મે, હિન્દુસ્તાન મિનરલ પ્રોડક્ટસ પ્રા. લી. વતી તેના ડાયરેકટરો, શ્રી ચંપકભાઈ ચોકસી, શ્રી ગીરીશુભાઈ ચોકસી, અને શ્રી અતુલભાઈ ચોકસી દ્વારા પેાતાનાથી બને તેટલી સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા, સંધને મળેલ છે.
આ જ્ઞાનપરબને આવું પ્રોત્સાહન આપી, આ ભાઈઓએ સંઘ પ્રત્યે જે પ્રેમાળભાવ દાખવ્યો છે તે અન્ય સૌ માટે માર્ગદર્શકબની રહે.
સધના સભ્યાને નમ્ર વિજ્ઞપ્તિ
૧૯૮૦ના વર્ષના ઘણા સભ્યોના લવાજમ હજુ બાકી છે લવાજમના રૂા. ૨૦/- સંઘના કાર્યાલયમાં સત્વરે મોકલી આપવા અને છેવટે આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તો અવશ્ય લવાજમો ભરાય જાય તેવી કાળજી રાખવા નમ્ર વિનંતિ.
ચીમનલાલ જે. શાહ પી. શાહ મંત્રી, મુ`બઈ. જૈન યુવક સધ