SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૦ પ્રબુદ્ધ જીવન મહાન સજજન સ્વ. બચુભાઈ રાવત હમારીના વંત્રીશ્રી પૂજ્યશ્રી બચુભાઈ રાવતનું તા. ૧૨ મી જુલાઈએ ૮૨ વર્ષની વયે અવસાન થયું. બચુભાઈ વિદેહ થતાં આપણે આપણા એક સંનિષ્ઠ, દીર્થોપાસક સંસ્કારપુર ૫ ગુમાવ્યા છે. અંગત રીતે તે હું એક શિરછત્ર ગુમાવ્યાની લાગણી અનુભવું છું.' બચુભાઈ આજીવન કુમાર ને વરેલા હતા. ‘કુમાર’ ના પર્યાય રૂપ બની ગયા હતા. એમણે પોતાની સમગ્ર શકિત ‘કુમાર” ને આપી. 'કુમાર” ને ભેગે એમણે બીજી કોઈ પ્રસિદ્ધિ કે અર્થપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ આદરી નહોતી. માત્ર પ્રલે ભને જતાં કર્યા હતાં. પરિણામે “કુમાર” માત્ર માસિક ન રહ્યું, આપણી એક સંસ્કાર સંસ્થા જેવું બની ગયું. આપણાં સામયિકોમાં ‘કુમાર’ નું સ્થાન અદ્વિતીય છે અને એને અદ્વિતીય બનાવવામાં બચુભાઈનું સ્વાર્પણ રહેલું છે. બરાભાઈના અત્યંત નિકટના સંપર્કમાં આવવાની મને તક મળી એને હું માર પરમ સદ્ભાગ્ય સમજું છું. એમનો પાર્થિવ દેહ વિલીન થયો, પણ નજર સામે હજ એમનું ચિત્ર તરવરે છે.સવારે સમય થતાં કુમાર કાર્યાલયમાં હળવે પગલે તેઓ દાખલ થાય છે. પિતાની બેઠક પાસે પહોંચી લાઈટ અને પછે ચાલુ કરે છે ખાદીને લાંબે કોટ અને ટોપી ઉતારી ખીંટીએ ભેરવે છે. રિલ્લિંગ ખુરશીમાં બેસી ડેસ્ક ખેલે છે. આવેલી ટપાલ જુએ છે. પેન્સિલ અને ચપ્પ લે છે. પોતાના પહેરણના છેડે પહોળા કરી ખોળામાં છોતરાં પડે એ રીતે પેનસિલ છોલે છે. સરસ ધાર કાઢે છે. ચીવટપૂર્વક બધા છોતરા એક કરી લઈ, કચરાની ટોપલીમાં નાખે છે. ‘કુમાર’ માટે આવેલી સામગ્રી વાંચવાનું, પૂફ તપાસવાનું, ટપાલના જવાબ લખવાનું કામ ચાલુ થાય છે. બચુભાઈને કાર્યાલયમાં દિવસ ચાલુ થાય છે. કાર્યાલયમાં આવતાં પહેલાં કેટલુંક કાર્ય ઘરેથી સવારે તૈયાર કરીને તેઓ લાવ્યા હોય છે. પથારીવશ થયા ત્યાં સુધી બચુભાઈનેએ કાર્યાલયમાં જવાનું ચાલુ રાખ્યું. છેલ્લાં પાંચ સાત વર્ષમાં વૃદ્ધાવસ્થાને કારણે, તબિયતને કારણે પ્રથમ તેમણે રાતના બેસવાનું બંધ કર્યું. પછી અડધા દિવસ બેસવાનું રાખ્યું. પછી અઠવાડિયામાં ત્રણ દિવસ, બે કે એક દિવસ જવાનું રાખ્યું. જીવનના અંત સુધી તેમણે કાર્યાલયમાં જવાનું ચાલુ રાખ્યું. અને ઘરે રહીને પણ આ વખત “કુમાર” નું કાર્ય કર્યા કર્યું. બચુભાઈની કુમાર-નિષ્ઠા અજોડ હતી. એમણે “કુમાર” ૧૦૦ મે, ૨૦૦ મે, ૩૦૦ મે ૪૦૦ મો ૫૦૦ મે, ૬૦૦ મે, એક વિશિષ્ટ દષ્ટિથી તૈયાર કર્યો હતે. ‘કુમાર’ ને ૬૭૯ મે અંક છપાવે શરૂ થયો હતે. એમ હતું કે, પથારીવશ થવા છતાં બચુભાઈ ૭૦૦ મો અંક જોઈને જશે, પરંતુ તે પહેલાં એમણે દેહ છોડયો. કુદરતની લીલા અકળ છે. બચુભાઈ ૭૦ મે એક જેવા રહ્યા નહિ, પણ એ પ્રગટ થશે એવી શ્રદ્ધા સાથે તેઓ ગયા છે. કારણ કે એમણે ભાઈ બિહારીલાલ ટાંકને વર્ષોથી સરસ તાલીમ ; આપી સજજ કર્યા છે. બિહારીલાલ પણ બચુભાઈની જેમ નેપથ્યમાં રહેવાની પ્રકૃતિના છે. “કુમાર” પિતાને ઓળખાવે છે. આવતી કાલના નાગરિકોના માસિક” તરીકે, પણ આજના નાગરિકોમાં પણ એ એટલું જ વંચાય છે. શાળા અને કૉલેજમાંથી પસાર થયેલે ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી યુવાન હશે જેણે એક વાર “કુમાર” વાંચ્યું ન હોય. કુમારે ભિનચિવાળા વાચકોની રસવૃતિને પોષી અને સંસ્કારી છે. કવિતા, વાર્તા, નિબંધ નાટિકા, જીવનચરિત્ર, ઈતિહાસ, પુરાણ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા, ફોટોગ્રાફી, શરીર વિજ્ઞાન, ટિકિટ અને સિક્કા, પ્રાણીઓ અને વનસ્પતિ યોગ અને આયુર્વેદ, રમત- ગમત અને આકાશદર્શન - કેટકેટલા વિભાગે ‘કમાર’ના પ્રત્યેક અંકમાં જોવા મળે. “કુમાર” ના ટાઈપ ઝીણા અને સ્થળની કરકસર. હાથમાં સીધે ઝાલીને આખા ‘કમાર’ને અંક વંચાય નહિ; પૂરા વાંચવા માટે આડો, ઊંધો કરવો પડે. ઝીણા ટાઈપથી આંખે બગડે નહિ પણ સુધરે એ વૈજ્ઞાનિક સત્યની પ્રતીતિ પછી જ કુમારે ઝીણા ટાઈપ વધુમાં વધુ સામગ્રી આપવા માટે ચાલુ કરેલા, ‘કુમાર ના પ્રફ બચુભાઈ પોતે બધાં વાંચી જાય અને એક પણ મુદ્રણદોષ, ભાષાપ, ને રહે તેની જાતે કાળજી રાખે. “કુમાર” માટે આવેલ લખાણ પતે વાંચી જાય, પસંદ કરે, સુધારે અને કુમાર ના ધરણને જાળવી રાખે. સત્તાવન વર્ષ સુધી “કુમાર” માં કયારેય એવું કંઈ છપાયું નથી જે બચુભાઈએ પોતે પહેલાં એ વાંચવું ન હોય. એટલે તે “કુમાર” ને અંક પસ્તીમાં વેચાણ જોવા ને મળે. જૂના અંકો માટે ખરીદનારાઓની હાર લાગે. ‘કુમાર’ નું ધોરણ જાળવી રાખવા માટે બચુભાઈ હમેશાં બહુ ચીવટ રાખતા. ગમે તેવા મોટા લેખકનું નબળું લખાણ આવ્યું હોય તે તે તરત પરત કરતા. પોતે યુવાન હતા ત્યારે તે સમયના વડીલ ગણાતા લેખકોની નબળી કૃતિઓ પાછી મોકલતા તેઓ અચકાતા નહિ. એક વખત બળવંતરાય ઠાકોરની કવિતા એમણે પાછી મોકલી એટલે બળવંતરાય અમદાવાદ આવ્યા ત્યારે ધુંપૂંઆ થતા કુમાર કાર્યાલયમાં ગયા. બચુભાઈએ એને શાંત પાડ્યા અને નબળી કવિતી ને છાપવી એ “કુમાર” ના તથા બળવિતરાયના હિતની વાત છે. એમ પ્રેમથી સમજાવ્યું. આવું તો બીજા કેટલાયે લેખકોની બાબતમાં બન્યું છે. ચુનીલાલ મડિયાની એક વાર્તા બચુભાઈએ પાછી મેકલાવી તે મડિયાએ ‘કુમાર’ માં વાર્તા લખવાનું બંધ કર્યું. એક વખત બીજા એક પ્રતિષ્ઠિત વાર્તાકારની વાર્તા પાછી આવી. એટલે એમણે પોતાના મિત્ર દ્વારા ધમકી આપી કે, “અમે લેખકે કમારને બહિષ્કાર કરીશું’ બરભાઈ પાસે આ વાત આવી ત્યારે એમણે કહ્યું, “તમારા મિત્રને કહેજો કે હું કોઈ દ્રષ ઈષ્યાં, કે જુથબંધીને કારણે કૃતિ પાછી મોકલાવતો નથી. કુમારના ધોરણને અનુરૂપ ન હોય એવી કૃતિ ગમે તેવા મોટા કવિ-લેખકની હોય તે પણ તે પછી મેકલાવું છું. તેમ છતાં બહિષ્કાર કર હોય તો કરે; એક હાથે આખી જિંદગી ‘કમાર નિયમિત ચલાવી શકું એટલે મારામાં મને વિશ્વાસ છે.” બચુભાઈ પોતે પણ “કુમાર” માં લખતા. શરૂઆતમાં તેઓ પિતાના નામથી લખતા. પછી ઉપનામ ‘ઈ. ત.’ થી લખતા - બરભાઈને છેલ્લે અક્ષર ‘ઈ’ અને રાવતને છેલ્લે અક્ષર ત. પછીથી ‘ઈ. ત’ ઉપનામ પણ મૂકવાનું છોડી લીધું, “કુમાર” માં , નામ વગરનું જે લખણ હોય તે તે બચુભાઈનું રહેતું. બરભાઈએ નવા નવા લેખક, કવિઓ, ચિત્રકારો વગેરે તૈયાર કરવામાં કેટલો બધો ફાળો આપ્યો છે! કાચાં લખાણો સુધારી મઠારીને તૈયાર કરવામાં તંત્રી તરીકે બચુભાઈએ જેટલું કાર્ય કર્યું છે. એટલું ભાગ્યે જ કોઈએ કર્યું હશે! પરિણામે કેટલા બધા કવિ લેખકોએ પોતાનું પુસ્તક બચુભાઈને અર્પણ કર્યું છે! સાધન સામગ્રીની પસંદગીમાં આટલા બધા કડક છતાં સામયિકના કોઈ એક તંત્રીને વધુમાં વધુ પુસ્તક અર્પણ થયાં હોય તે તે બચુ ભાઈને ! ગુજરાતના કવિ-લેખકોની ત્રણ પેઢીને તૈયાર કરવામાં બભાઈને હિસ્સો ઘણો મોટો છે. તંત્રીને બદલે માત્ર લેખક બન્યા હોત તે બચુભાઈ પાસેથી વિવિધ વિષયોનાં સંખ્યાબંધ પુસ્તક મટયાં હોત. કેટલા બધા વિષયોની બરભાઈ પ્રમાણભૂત જાણકારી ધરાવે! અભ્યાસ તે મેટ્રિક સુધીને હતે. પણ વાંચનને ભારે શેખ. પુસ્તકો વસાવે અને વાંચે. પછી તે ‘કુમાર’ ને નિમિત્તે પણ ઘણા ગ્રંથો અને સામાયિકે દેશ વિદેશનાં -વાંચે. એમની અસાધારણ જાણકારીને લીધે તે એમને કેટલાક વૉકિંગ એન્સાઈક્લે પીડિયા’ તરીકે ઓળખતા. બચુભાઈ એટલે જાણે પોતે જ એક શૈક્ષણિક સંસ્થા વન - મેન ઈન્સ્ટિટટશન જેવા! મેટિક થયા પછી બરાભાઈ 'સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય માં જોડાયા. ત્યાં વિવિધ પ્રકારની કામગીરી બજાવી. નામ સરનામાં કરી, પુસ્તકોનાં પારસલો તૈયાર કરી, ખભે ઉંચકીને પહોંચાડવાનું કાર્ય પણ તેમણે કરેલું. ‘કુમાર'માં પાછળથી એમણે વહીવટી જવાબદારી પણ સંભળી ઘણા ઓછા વેતનથી એમણે કામ કર્યું. બીજે ગયા હોત તો ‘કુમારે આપ્યું એથી ઘણું બધું વેતન મેળવી શક્યા હોત, પણ ‘કમાર સાથેની એમની પ્રેમની ગાંઠ એવી હતી કે, બીજે જવાને કયારે વિચાર સુદ્ધાં નથી કર્યો. પોતે કરકસરથી કુટુંબજીવન નિભાવતા અને એટલા જ નિસ્પૃહ રહેતા. અર્થપ્રાપ્તિ માટે બરાભાઈએ કયાંય નબળાઈ દર્શાવી નથી. પચીસ વર્ષ પહેલાંનો એક પ્રસંગ મને યાદ છે. ન્યૂ યોર્કમાં યુનાઈટેડ નેશન્સમાં કામ કરતાં કુમાર અને બચુભાઈના ચાહક એક ગુજરાતી યુવાન એમને ઘરે મળવા આવેલા. હું તે વખતે બચુભાઈ પાસે બેઠેલ. એ યુવાને બચુભાઈને દેહસે ડોલરની કુપન આપી. જેથી પોતાની ઈચ્છા પ્રમાણે બચુભાઈ અમેરિકાથી પુસ્તકો મંગાવી શકે. બચુભાઈએ એને પ્રેમથી સ્વીકાર કર્યો. - કુમાર કાર્યાલયમાં બચુભાઈને ઘણો ખરો સમય વહીવટી કાર્ય અને મુલાકાતોમાં પૂરે થઈ જતો, એમનું. ખરું કામ સાંજના સાત
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy