SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ પ્રબુદ્ધ જીવન અને સલાહકારોની પસંદગીમાં ઈન્દિરા ગાંધીએ ઘણી કાળજી રાખવી પડશે. જૂના સાથીઓ પ્રત્યેની વફાદારી ઈન્દિરા ગાંધીને એટલી હદે ન લઈ જાય કે પ્રજાહિત ભૂલી જવાય; અને પ્રજાના વિશ્વાસ ડગી જાય. કટોકટી દરમિયાન ભય અને ત્રાસનું વાતાવરણ હતું. સંગ્રહખોરો, નફાખારો, કામચારો, દાણચારો, ભ્રષ્ટાચારીઓ, આવા બધાને ભય રહે તે યોગ્ય છે. તે ઈશ્વરના ડર છે. પણ જો પ્રામાણિક માણસાને, અમલદારોને, વર્તમાનપત્રને અને ન્યાયાલયોને ભયભીત રહેવું પડે તો ભારે અનિષ્ટ થશે. સરમુખત્યારોનું દુર્ભાગ્ય હોય છે કે તેમને સત્ય જાણવા મળતું નથી. ખુશામતખારો તેમની આસપાસ વીંટળાઈ વળે છે. વ્યકિત- સ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય જો ફરી જોખમાશે તા ઈંદિરા ગાંધીને પ્રજા માફ નહિ કરે. પ્રજાએ ગણતરીપૂર્વકનું જોખમ ખેડયું છે. ભૂતકાળને ઘૂંટવા કરતાં ભવિષ્યના વિચાર કર્યો છે. ઈન્દિરા ગાંધીએ તેમનાં ૧૧ વર્ષના શાસન દરમિયાન, ગરીબો, પછાત વર્ગો, હરિજનો, મુસલમાનોનું કાંઈ અસાધારણ ભલું કરી નાખ્યું નથી. તેમની પાસે કોઈ ક્રાન્તિકારી આર્થિક કાર્યક્રમ નથી. છતાં એક શકિતશાળી, પ્રમાણમાં યુવાન, હિંમતવાન આગેવાન તરીકે પ્રજાએ તેમની ફરી પસંદગી કરી છે. પ્રજાએ ઈરાદાપૂર્વક તેમને એટલી મોટી બહુમતી આપી છે કે સફળ પરિણામ ઝડપથી ન બતાવવા તેમને કોઈ બહાનું રહેશે નહિ, પરિણામ તદ્દન અણધાર્યું અને આશ્ચર્યજનક છે. છતાં તેની કેટલીક સારી બાજુ છે. અનિશ્ચિતતા અને અસ્થિરતાના અંત આવશે. મૂળભૂત નાગરિક અધિકારો જોખમાશે એવા ભય સેવી વધારેપડતી નિરાશા અનુભવવાની જરૂર નથી. મેં ઈન્દિરા ગાંધીને આજસુધી સખત વિરોધ કર્યો છે. પ્રજાએ હવે નિર્ણય કર્યો છે તે સ્વીકારવા રહ્યો. જાગ્રત જનમત આ નિર્ણયને સાર્થક બનાવે તે જોવાની આપણી સૌની ફરજ છે. તા. ૯–૧–’૮૦ ચીમનલાલ ચકુભાઈ પૂરક નોંધ આ લેખ લખ્યા પછી, ઈન્દિરા ગાંધીએ પેાતાના મંત્રી મંડળની રચના કરી છે. આ પહેલા તબક્કો છે પણ તેમના વલણને તેમાંથી અણસાર મળે છે. બંસીલાલ, વિદ્યાચરણ શુકલ અથવા સંજય ગાંધી તેમાં નથી. બહુગુણા પણ નથી. જુનામાંથી ધ્યાન ખેંચે તેવા પી. સી. શેઠી અને પ્રણવ મુકરજી છે. છતાં એકંદરે જૂના સાથીઓને દૂર રાખ્યા છે તે આવકારપાત્ર છે. તા. ૧૬-૧-૮૦ ઈન્દિરા ગાંધીના પક્ષમાં તેમને સાચી સલાહ આપી શકે કે તેમની ભૂલ થતી હોય તો બતાવી શકે એવી કોઈ વ્યક્તિ નથી. ખુશામતખોરી વધી પડી છે. તેવા સંજોગામાં, ભાવિના આધાર ઈન્દિરા ગાંધીની સદબુદ્ધિ ઉપર જ રહે છે. ચીમનલાલ ચકુભાઈ આ મોટા બનાવના દેશભરમાં જે પ્રત્યાઘાતા મળ્યા છે તેમાં એકંદરે પ્રજાનો નિર્ણય સ્વીકારી, ઈન્દિરા ગાંધીને એક તક આપવાની વૃત્તિ રહી છે. મોરારજીભાઈ અને જગજીવનરામે કહ્યું કે અમે અંધારામાં હતા. લોકમાનસ જાણી ન શક્યા. જગજીવનરામે કહ્યું, વર્તમાનપત્રએ અમને અંધારામાં રાખ્યા. વર્તમાનપત્ર જ અંધારામાં હતા ત્યાં પ્રકાશ શું પાડે, મોરારજીભાઈ અને જગજીવનરામે અપેક્ષા રાખી છે કે ઈન્દિરા ગાંધી ફરી કટોકટી નહિ લાદે અથવા સ્વતંત્રતા જોખમાય એવું કાંઈ નહિ કરે. એટલી મોટી બહુમતી મળી છેકે એવું કરવાની ઈન્દિરા ગાંધીને જરૂર નહિ પડે. તેમની સમક્ષ ઘણાં વિકટ પ્રશ્નો, આંતરિક અને આંતરરાષ્ટ્રીય, પડયા છે. તે હલ કરવા સૌના સદભાવની ઈચ્છા રાખેતે સ્વાભાવિક છે. તેમના પ્રત્યે ઈરાદાપૂર્વક આંધળો વિરોધ જ આચરવામાં ન આવે તો સદભાવનું વાતાવરણ ન રહેવાનું કારણ નથી. જગજીવન રામે કહ્યું છે કે વિરોધ પક્ષ તરીકે તેમનું વલણ રચનાત્મક રહેશે. વિરોધ પક્ષા હજી આઘાતની અસરમાંથી મુકત નથી. સંગઠિત વિરોધ પક્ષ રચવાના પ્રયત્નોમાં ઘણી મુશ્કેલીઓ દેખાય છે. ઈન્દિરા ગાંધીએ પક્ષ પલટાને ઉત્તેજન આપવું ન જોઈએ. તે દૃષ્ટિએ કર્ણાટકમાં બન્યું તે સારું નથી. પણ કોંગ્રેસ - અર્સ હવે ટકે તેમ છે જ નહિ. સવર્ણસિંહ, ઈન્દિરા કોંગ્રેસમાં ભળવાની વાત કરે છે. એક ગુલામ ખરી પડ્યુ ” કવિ વેણીભાઈ પુરોહિતના આકસ્મિક અવસાનના સમાચાર સાંભળી દિલ વલાવાઈ ગયું અને હૃદય વિષાદથી છવાઈ ગયું. મખમલી કવિતા અને રેશમ જેવી મુલાયમ વાણીના એ કવિ હતો. અફીણી કલ્પના અને મદીલી અભિવ્યકિત દ્વારા વેણીભાઈ શ્રેાતાજનોને વગર કસુંબે કેફ ચઢાવતા. ભાષાને શણગારનાર અને સંસ્કારનાર અનેખા શબ્દચિત્રા રચનાર, અંધકારને પણ નશે। ચઢાવીને નચાવનાર એ ગુર્જર કવિ આખરે પોઢી ગયા. સંગીત અને સાહિત્યમાં દકો મીજાજ અને અંદાજ રાખનાર તાઝગી અને ગઝલનો ઈશ્કી શાયર એટલે વેણીભાઈ પુરોહિત. તેઓ ખુશીની ખેરાત કરતા, હસતા ને હસાવતા. સદા છલકતા અને છલકાવતા, એવા મોજીલા કવિ હતા. ફિલ્મ અને ફિલ્મી જગતનું રંગીન ને સંગીન રસાવલેાકન કરે, તખ્તા પરના નાટકો અને પાત્રનું રોમાંચક ને નીડર મૂલ્યાંકન કરે એવા ફૂલગુલાલ કસબી હતા વેણીભાઈ પાનના શોખીન ને દિલના લાલંલાલ હતા. ભાષાને મલાજો પાળનાર ગુર્જરી ગીરાના એ ગવૈયા ભાષાને કેવા લાડ લડાવતા ? સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમે ધૂપ જલે છે. વ્હાલાં જેનાં જાય છેાડી, તે હુંગું ગુપચુપ જલે છે. કવિ કહેતા કે કવિતા લખવી એટલે બરફને ટુકડે કાચ તોડવા. જેણે કવિતા દ્વારા સાહિત્યમાં કંકુનાં સાથિયાં પૂર્યાં એ કવિની કેટલીક પંકિતલીલા તે જુઓ: આ ઝરણ રમ્ય, આસરિત સૌમ્ય આ અનિલ લહર, આગ શિખર આ સિન્ધુ ગર્જના ઘેરી. ઈન્દ્ર ધનુષનું ધરી ઉપરણું ઝલક કિશોરી સાંઝ રમે છે, ઘેરી ઘેરી હસે ઉદાસી લીલું લીલું રૂપ જલે છે. ામાસું આવે ને યાદ આવા તમે, દિલને ગુલાબી આ ગમગીની ગમે. વેણીભાઈ ઝરણાંના ગીત જેવી જિંદગી જીવી ગયા અને આખરે ‘માલિક ’ને મળવા નીકળી પડયા. ‘સાંજના શોખીન અને સમજુ કવિ ચાલ્યો ગયો અને ગુર્જરી દેવીની વેણીના સુવાસિત પુષ્પા કરમાઈ ગયા. એક ઝિંદાદિલ અને માતબર સાહિત્યકાર વિલીન થયા છે. એમનું આ ફિલ્મી ગીત જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી અમર રહેશે. તારી આંખનો અફીણી, તારા બાલને બંધાણી, તારા રૂપની પૂનમના પાગલ એકલા... સાહિત્યોપવનનું એક અણમોલ ગુલાબ અંતે ખરી પડયું, પણ મીઠી અને માદક સુવાસ સદા માટે મૂકતું ગયું. ગણપતલાલ એમ. ઝવેરી વર્તમાન રાજકીય પરિસ્થિતિ ☆ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૪-૧-૮૦ ગુરુવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે, સંઘના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું જાહેર પ્રવચન ‘વર્તમાન રાજકીય પરિસ્થિતિ’ એ વિષય ઉપર રાખવામાં આવેલ છે. રસ ધરાવતા સૌને પધારવા નિમંત્રણ છે. ચીમનલાલ જે. શાહ * કે. પી. શાહ મંત્રીઓ 2
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy