________________
--
-
- - - - - - - માનવું કહેવું અને ચિતરવું, તેમ જ તેવો પ્રચાર કરે તેમાં પ્રભુ અને તેની દિવ્યતાની અવગણના જણાય છે. તે માધ્યમ દ્વારા જ આખા યે વિશ્વની ગતિપ્રવૃત્તિઓ ચાલી રહી છે, તે દ્વારા જ મહાન સંત કો જગત પર અવતરીને સમાજ અને દેશને તારવાને પુરુષાર્થ કરી શકે છે. ભગવાન મહાવીર, બુદ્ધના અસ્તિત્વ માટે પણ આ જ માધ્યમ જવાબદાર છે. તે માધ્યમને અદિવ્ય કેમ કહી શકાય? ખરેખર જે અદિવ્ય છે તે તે તેને અતિચાર છે, અને બીજું છે માનવીનું મન. જે દિવ્યને અદિવ્ય બનાવી શકે છે અને અદિવ્યને દિવ્ય પણ બનાવી શકે છે. તે બેઉ સંભાવનાઓથી ભરેલું મન જે છે તે જો સાર, કેળવાયેલું અને સાધના દ્વારા સધાયેલું હોય તે તે કોઈ પણ માધ્યમને યથાર્થ રીતે ઉપયોગ કરી જાણે છે.
- વિશ્વમાં કોઈ ચીજ ખરાબ નથી. પ્રભુએ ઉત્પન્ન કરેલી સર્વ ચીજો સારી જ છે, પરંતુ તેને ઉપયોગ કેવી રીતે થાય છે, તેના પર તેના સારા નરસાપણાનો આધાર રહે છે. અને તે ઉપયોગ કરનાર તો પાછું પેલું મન જ છે. એટલે જ જ્ઞાની લોકો મનને સંસ્કાર મુકત કરવા કહે છે.
"विसं खारगतम् चित्तम्
તનિમ રવા મir ” પાલી ભાષાના આ શ્લોકમાં કહે છે કે નિષ્ઠાપૂર્વકની સાધનાને અંતે સાધકને એ પ્રતીતિ થાય છે કે “આ ચિત્તા સંસ્કારમુકત બની ગયું છે, અને તૃષ્ણામાત્રને સ્વયં-ક્ષય થઈ ગયો છે, હવે હું તદ્દન મુકત છું.”
ઉપર જણાવ્યું તેમ સેકસને અતિચાર ખરાબ વાત છે. બાકી વિવેકપૂર્ણ—સંયમિત ઉપયોગ તે દિવ્ય અને જ્ઞાની બાળકોને જન્મ આપી શકે. મહાન સંતાન જન્મ આ માધ્યમદારા જ થયા હતા, અને થશે. તેને અપવિત્ર કે ખરાબ કેમ માની શકાય? - કોઈ એક સુવર્ણકાળમાં ભારતવર્ષમાં કેટલીક જાગૃત માતાઓએ આત્મજ્ઞાની બાળકોનાં નિર્માણ માટે આધ્યાત્મિક પ્રયોગો કરેલા, અને તેનાં સફળ પરિણામ મેળવેલાં. તે પ્રયોગ દ્વારા નિર્માણ થયેલાં બાળકો ખરેખર તેમના પરિવાર, સમાજ અને દેશને માટે આશીર્વાદરૂપ નીવડેલાં.
તેમાં માતા મદાલસાનું જવલંત ઉદાહરણ યાદ આવે છે. તેમણે તો માત્ર પોતાની સંતતિ જ જ્ઞાની અને તેના કરતાં પોતાની આખી વંશવેલ એટલે કે પેઢી-દર-પેઢીએ શાની બાળકો જ પાકે તે અદકે પ્રયોગ સફળ રીતે કરેલે, તેવા પ્રગને અદિવ્ય કે અપવિત્ર શી રીતે કહી શકાય?
તેઓનાં હાલરડાં પણ તેવા જ સૂચનાત્મક, મધુર અને જ્ઞાનયુકત હોય છે. માતા મદાલસાનું પ્રસિદ્ધ હાલરડું સ્મરણે ચઢે છે:
सिध्धोऽसि बुध्धोऽसि निरंजनोऽसि संसारमायापरित्यज्यतोऽसि । संसारस्वप्नस्त्यज मोहनिद्राम्
मदालसा वाक्यमुवाच पुत्रम् ।। આ હાલરડામાં સંસાર તજવાનું નહીં, પરંતુ “સંસારની માયા” એટલે કે આસકિત તજવાનું કહેવું છે. મૂળમાં સંસાર પોતે ખરાબ નથી, પરંતુ જ્ઞાનીની દષ્ટિએ તેની આસકિત-માયા ખર:બ છે. જ્ઞાનીની દષ્ટિ તે હકારાત્મક (પોઝિટિવ) હોવાથી તેને મન સર્વ ચીજોમાં પ્રભુનાં સૌંદર્યનાં જ દર્શન થવાનાં. કોઈ ચીજ અશુભ, ખરાબ કે ભદ્દી તરીકે તે જોતા કે ચીતરતા નથી. આ સંદર્ભમાં, સંત તુલસીદાસની પંકિતઓ યાદ કરવા જેવી છે:
रागद्वेष ग णदोसमय, तुलसी यह संसार
हंसवंस पय गहहि परिहरि वारिविकार ।। આ સંસારમાં રહેલી ઘણી ઘણી ખરાબીઓમાંથી પણ હંસદષ્ટિ રાખીને કશું સારું શોધવાનું સંત કહે છે. જ્યારે સામાન્ય રીતે આપણે અધિકાંશ સારામાંથી ખરાબ શોધવાની પ્રવૃત્તિ કરતા રહીએ છીએ.
આપણે એક દાગીન બનાવવા હોય છે ત્યારે અત્યંત કાળજીપૂર્વક તેની ડિઝાઈન નક્કી કરીએ છીએ, તેનું ચિત્ર બનાવડાવીએ છીએ, તેમાં ઉચિત ફેરફાર થાય છે અને ત્યારબાદ
તેને ઘડાવવાને એર્ડર આપીએ છીએ. અને તે સર્વ રીતે સુંદર બનેલો દાગીને તૈયાર થાય છે ત્યારે તે પહેરીને ખુશાલી અનુભવીએ છીએ, એક સાડી ખરીદવી હોય છે ત્યારે તેનું વણાટ, તાણાવાણા, મજબૂતી, રંગ, ડિઝાઈન આદિ બરાબર પસંદ પડયા પછી જ ખરીદી થાય છે. તેને માટે કેટલીયે દુકાને ચૂંટી કાઢીએ છીએ.
બાહ્ય શુંગારની વસ્તુઓ-પદાર્યો માટે આપણે જેટલી કાળજી કરીએ છીએ તેટલી કાળજી આપણા ઘરની અને રાષ્ટ્રની શેભારૂપ બાળકોનાં નિર્માણ અને સંસ્કાર માટે પણ જો લઈ શકાય તે કેવાં સુંદર પરિણામ લાવી શકાય? એક જમાનામાં જેવા સફળ પ્રયોગો થઈ શકયા, તેવા પ્રયોગે જાગૃત માતાઓ આજે પણ શકય બનાવી શકે, અને શાંત અહિંસક, બહાદુર, મન અને તનથી તંદુરસ્ત, પ્રભુપ્રેમી, રાષ્ટ્રપ્રેમી પ્રજાનું નિર્માણ કરી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
મુકત લોકો જ ખરા અર્થમાં યથાર્થ રીતે સંસાર ચલાવી જાણે, સારી સંતતિ નિર્માણ કરી શકે. અજ્ઞાની લોકો તે અશાનનો જ વિસ્તાર કરી શકે, તેમજ અજ્ઞાનીઓની જ ફોજ વધારી શકે એક વૈજ્ઞાનિક અડસટ્ટો કાઢયે છે કે એક દંપતી દ્વારા ૧૦૦ વર્ષમાં પાંચ લાખ લોકો પેદા થાય છે. હવે આ દંપતી જો અજ્ઞાની હોય તે બહુસંખ્ય અજ્ઞાનીઓ જ નિર્માણ થાય, અને જે તે દંપતી જ્ઞાની હોય તો શાનીઓને વિસ્તાર વધે. એટલે ખરી રીતે જોઈએ તે સંસાર ચલાવવાનો તેમ જ બાળકો નિર્માણ કરવાનો અધિકાર આવા જ્ઞાની મુકત લોકોને જ હોવો ઘટે.
હા, આમાંના કેટલાક શાનીઓ સંસારમાં પડવા નથી માગતા, તે ત્યાં તેમના શિષ્યરૂપી સંતતિ તેઓને લાભ લઈ શકે છે. સંસાર કર ન કરે તે મહત્ત્વનું નથી, પરંતુ તે વ્યકિતમાં પ્રગટેલી પ્રભુચેતનાને વિસ્તાર તે કેવી રીતે કરે છે તે મહત્ત્વનું છે. - સંમિલન (સકસોની ઈછાની પાછળ મૂળભૂત ભાવ-પ્રેરણા વંશવેલને વધારવાની જ હોઈ શકે. પરંતુ જેમ કોઈ પણ વસ્તુને બે પાસાં હોય છે, તેમ આ માધ્યમ પણ તેના મૂળ ભાવે-અસલ સ્વરૂપે દિવ્ય હોવા છતાં તેના વિકૃત સ્વરૂપે હોય છે, નિકૃષ્ટ છે. સંસાર કરવા અને સંમિલન દ્વારા સંતતિ નિર્માણ કરવી તે માધ્યમને ખરાબ તરીકે જાણવું કે ચીતરવું તેમાં સંકુચિતતાની પરિસીમાં જણાય છે.
જ્ઞાનીઓ સંસાર ન કરી શકે તે માન્યતા પણ બરાબર લાગતી નથી. ઉલટું એવો નિયમ હોવો ઘટે કે શાની થયા પછી જ લગ્ન થઈ શકે. તેઓ જ સંસાર કરવાના અધિકારીઓ ગણાવા જોઈએ. તેઓ એવી વૈજ્ઞાનિક રીતે સંસાર ચલાવે કે જેથી શાંત, અહિંસક અને જ્ઞાની પ્રજાનું જ નિર્માણ થતું રહે.
સ્થૂળ અને સૂક્ષ્મનો પૂ. ચીમનભાઈ જે રીતે અર્થ સમજાવે છે તે બધું ખરા અર્થમાં સ્થળ જ છે. કારણ કે બહારનું જે કંઈ જોઈએ છીએ તે જ બધું મનમાં સંઘરાય છે. અને તે જ વિચારરૂપે ક્રોધ, મેહ, લોભ, “કામવાસના સર્વ પ્રકારના ઈન્દ્રિયસુખપભેગની તીવ્ર અભિલાષા” રૂપે બહાર પડે છે. મનમાં સંઘરાયું તેથી તે સુક્ષ્મ થઈ શકતું નથી. તેને સુક્ષ્મ કહી શકાય નહીં. સુક્ષ્મ અને દિવ્ય જે છે તે તે દેહ અને મનની ભૂમિકાથી પરની વાત છે. “જિ” જેમ છે તેને તે જ રીતે જાણવાથી સંકુચિતતાનાં વાદળાં લટી જવાનો સંભવ છે. જ્ઞાન જ્યારે આવી જડતાનાં અને અજ્ઞાનનાં આવરણોને ભેદે છે ત્યારે જ “દિવ્ય-મિલન” સધાય છે, જીવ-બ્રમ, આત્મા-પરમાત્માનું મિલન. પછી ત્યાં કોઈ બે નથી. માત્ર એકાકારપણું જ રહે છે. અણુઅણુમાં પ્રભુચેતના પ્રવિષ્ટ થાય છે અને જીવ ચેતનાને પ્રભુચેતનામાં ફેરવી નાખે છે. આપણી રોજિંદા ઉપયોગની સામાન્ય બુદ્ધિને પ્રશામાં પરિવર્તિત કરી આપે છે. આનું નામ જ “નંભરા પ્રશા” જાગૃતિ. સત્ય, કેવળ અને નકરે સત્ય જ, જે “સ્વ” છે તેમાં આ પ્રશાજાગૃતિ દ્વારા પ્રતિષ્ઠિત થવાનું બને છે. જે માનવમાત્રના જીવનનું અંતિમ લક્ષ્ય છે.
આ આખીએ મૂળભૂત પ્રક્રિયાને યથાર્થરૂપે ન રમજવાનો આગ્રહ સેવીને તો માત્ર “પોતાની જાતને છેતરવાનું” જ ફલિત થાય.
મને જે લાગ્યું તે અતિ નમ્રપણે વ્યકત કર્યું છે. તેમાં કશે અવિનય થયો હોય તે પૂ. ચીમનભાઈ ઉદાર હૃદયથી, ક્ષમા કરી
છે, જે