________________
'', શુદ્ધ જીન
છે.
દેશે તે પૂર્ણ વિશ્વાસ છે.
આદિ શંકરાચાર્યને સુંદર શ્લેક જે ફેબ્રુ.ના અંકના મારા ' લેખને અંતે આપેલ છે, તે એક જ શ્લોક અને તેને અર્થ શાંતિ અને ધીરજથી વાંચવામાં આવે તો તેમાં સ્પષ્ટ જણાવેલું છે કે “વિષયસુખ તે નિત્યાનંદને અતિ અલ્પ અંશમાત્ર છે.” આવા મહાપુરુષે લખેલી વાતમાંથી એ સમજાય છે કે “ગવિજ્ઞાનના પાયામાં સ્થળ સેકસ કારણભૂત બની હોય.” શ્રી ચીમનભાઈના લેખના બીજા પેરા આખાને ગુલાસે, અરે તેમના આખા લેખને ખુલાસે, આ લેક અને તેના અર્થમાં સમાઈ જાય છે.
અનેક સંશયાત્માઓનાં હૃદયમાંથી સંશને વાળીઝૂડીને સાફ કરી નાખે, નિર્મૂળ કરી નાખે તેવી આશા અને વિશ્વાસ સાથે પુનરાવર્તનને દોષ વહોરીને પણ ફરી એકવાર તે શ્લેક અને તેના અર્થને રજૂ કરીને વીરમીશું.
यद्वत्सौख्यं रतान्ते निमिषमिह मनस्यकताने रसे स्यात् । स्थर्य यावत्सुषुप्तौ सुखमनतिशयं तावदेवाथ मुक्तौ ॥ नित्यानंदः प्रशान्ते हृदि तदिह सुखस्थैर्ययो : साहचर्य । नित्यानंदस्य मात्रा विषयसुखमिदं युज्यते तेन वक्तुम् ॥
(શતરોજ –૭૪) અર્થ:-“જેમ સ્ત્રી-પુરુષના મૈથુનના અંત સમયે આંખના એક પલકારા સુધી સુખ અનુ માર્યું છે, કારણ કે આ મન તે વેળા રસમાં એકતાન થયું હોય છે; વળી સુષુપ્તિમાં પણ મનની
જ્યાં સુધી સ્થિરતા હોય છે, ત્યાં સુધી જ નિરતિશય સુખ અનુભવાય છે. પરંતુ જીવન્મુકિતમાં તો મન સદાને માટે અત્યંત શાંત અને સ્થિર થયું હોય છે, તેથી નિત્યને પરમઆનંદ રહે છે. આ ઉપરથી જણાય છે, કે સુખ અને સ્થિરતા (મનની) એ બંનેનું સાહચર્ય છે. (જેટલી મનની સ્થિરતા તેટલું જ તેની સાથે સુખ હોય છે.) અને તેથી જ આમ કહેવું ગ્ય છે કે આ વિષયસુખ (મનની અલ્પકાળની સ્થિરતાની સાથે રહેનારૂં અને તુરછ હોઈ) નિત્યને બ્રહ્માનંદને અતિ અલ૫માત્ર અંશ જ છે. એટલે શાકવત અને અનંત સુખ અને આનંદ તો સ્વયંમાં પૂર્ણ પ્રતિષ્ઠિત થવામાં જ રહેલો છે તે વાત નક્કી છે.”
પૂર્ણિમા પકવાસા ભેજાના એ કસરતબાજના
: (૧) કોઈ નિયત સ્ટાન્ડર્ડ પ્રમાણેની વ્યકિત ઘડવાથી સમાજનું કંઈ વળે નહિં. યુવક કે યુવતીની મૌલિક શકિતઓ અને તેમના વ્યકિતગત ધ્યેયને. મહત્ત્વ આપવું જોઈએ. એમ ન થાય અને બીબાંઢાળ વિદ્યાર્થીઓ. તૈયાર થાય છે તે એક કંગાળ સમાજ પેદા કરે છે. તેને વિકાસ શકય નથી.
(૨) સ્વતંત્ર રીતે વિચારી શકે અને સ્વતંત્ર રીતે કામ કરી શકે તેવી વ્યકિતઓ તૈયાર કરવા માટેની તાલીમ હોવી જોઈએ, જ આવી વ્યકિતઓએ તેમના જીવનના ઉચ્ચ ધ્યેય અને સમસ્યાઓને સમાજની સેવા સાથે વણી લેવા જોઈએ.
(૩) શાળાનું ધ્યેય એવું હોવું જોઈએ કે વિદ્યાર્થી એક તાલબદ્ધ અને વિવિધ શકિતવાળી વ્યકિત બનીને બહાર નીકળે, નહિ કે એક સ્પેશ્યાલિસ્ટ બની જાય.
યુવક તરીકે આઈન્સ્ટાઈન હાઈસ્કૂલમાં નાપાસ રહ્યા હતા.. મ્યુનિકની ક્સરતશાળામાં તે ઠેર પુરવાર થયા હતા. પરંતુ તેમના મેથેમેટિક્સના શિક્ષકે તેમને એક ભલામણ ચિઠ્ઠી આપેલી તેમાં લખેલું
“એ ક્ષેત્રમાં મેથેમેટિકસમાં) તે કૉલેજ લેવલની કેળવણી લેવા માટે લાયક છે.” આ ભલામણ ચિઠ્ઠીથી તે કૉલેજમાં દાખલ થઈ કયાં હતી.
પછીથી તેઓ એક વર્ષ સુધી તેમનાં માતાપિતા સાથે ઈટાલીમાં રહ્યા હતા. તે ગાળામાં તેઓ ગામડામાં કલા અને સંગીતને અછા પરિચય કરી શક્યા. બીજા એક વર્ષ સુધી તેમણે પોતાની મેળે જ્ઞાન મેળવ્યું. છેલ્લે તેઓ પરીક્ષા માટે બેસવા ગયા જેથી કરીને તેમને જર્મનીમાં (ઝુરિકમાં) ફેડરલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મળે.
“આ સંસ્થામાં મારી કસોટી કરાઈ ત્યારે મને જણાયું કે માર સ્કૂલનું પ્રાથમિક શિક્ષણ કેટલું રેઢિયાળ હતું. હું હાઈસ્કૂલમાં અગાઉ નાપાસ થયો તે વાજબી હતું. આ પ્રમાણે આઈન્સ્ટાઈ ને તેમની આત્મકથામાં લખેલું છે.
ફેસરોએ આઈન્સ્ટાઈનને પક્ષ ખેર. એક પ્રેફેસરે તેમને છૂટ આપી કે સંસ્થામાં તેઓ પ્રોફેસરના સેક્ટરમાં હાજર રહી શકશે. બીજા પ્રેફેસર-આલ્બન હારજોગે સ્વીટઝરલેન્ડની એક કૉલેજ પ્રપેરેટરી સ્કૂલ ઉપર ચિઠ્ઠી લખી આપી અને પદાર્થવિજ્ઞાન અને ભૂવિજ્ઞાનના વિષયમાં તેમને પાકા થવા માટે કહ્યું. ઉપરાંત જીવનવિજ્ઞાન અને ભાષામાં પણ થોડું પ્રાવીણ્ય મેળવવા કહ્યું. આટલા વિષયમાં આઈન્સ્ટાઈન કાચા હતા. એ પ્રકારે સ્વીટઝરલેન્ડમાં ભણ્યા પછી આઈન્સ્ટાઈનને ઝુરિકની સંસ્થામાં પ્રવેશ મળ્યો હતે.
સ્વીટઝરલેન્ડના અરાઉ ગામની “કેન્ટોનલ કૉલેજ પ્રપેરેટરી સ્કૂલ”નાં વખાણ પછીથી મૃત્યુ પહેલાં તેમણે લખ્યાં હતાં.
આઈન્સ્ટાઈને લખ્યું છે કે “સારા અને ચપળ વિદ્યાર્થી થવા માટે તમારામાં સંકલનની શકિત હોવી જોઈએ. સારા વિદ્યાર્થીએ તેની સામે મુકાયેલી તમામ ચીજો કે વિષય ઉપર તેની શકિતઓ કેન્દ્રિત કરવી જોઈએ”
આઈન્સ્ટાઈને લખ્યું છે કે “એક મિત્ર મને મળી ગયું. તેનામાં આ બધા ગુણો હતા. એ મિત્ર ન મળ્યો હોત તો હું ખાસ કંઈ કરી શક્ય ન હોત. એ મિત્રનું નામ હતું માર્સેલ ગ્રાસમન, આ મિત્રના પિતા દ્વારા આઈન્સ્ટાઈને સ્વીસ પેટન્ટ ઓફિસમાં નોકરી મેળવી હતી અને તે નોકરી દ્વારા જ એક વિશાની તરીકે આઈન્સ્ટાઈનને પિપણ મળ્યું અને વિકાસની તક મળી.
પરંતુ કેન્ટોનલ સ્કૂલમાં તેઓ બીજાની સાથેના સંબંધમાં પિતાના મનની શકિત વિશે ઘણું શીખ્યા. ત્યાં તેઓ મુકત વિચાર કરનાર એક વ્યકિત તરીકે રહેતાં શીખ્યા અને એમ કરવા માટે તેમને શાળામાંથી પ્રોત્સાહન મળ્યું. છ વર્ષની જર્મન સ્ટાઈલની તાનાશાહી કેળવણી પદ્ધતિની સરખામણીમાં સ્વીટઝરલેન્ડની સ્કૂલના મુકત વાતાવરણમાં અને સ્વતંત્ર વ્યકિતત્વ વિકસાવવાને અનુકૂળ સંયોગામાં તેઓ બહુ ખીલ્યા. રાજકારણમાં લોકશાહી હોય તેમ શિક્ષણમાં લેકશાહી હોવી જોઈએ તેમ આઈન્સ્ટાઈન કહે છે.
એટલે આઈન્સ્ટાઈન એ તારણ ઉપર આવ્યા કે શિક્ષણમાં કેન્દ્રીકરણ ન હોવું જોઈએ, શિક્ષકોને સ્વતંત્રતા હોવી જોઈએ. વાચન માટેના વિષય અને શિક્ષણ માટેની પદ્ધતિમાં શિક્ષકને તમામ છટ હોવી જોઈએ.
કાન્તિ ભટ્ટ
શિક્ષણના ખ્યાલ
ભારતમાં શિક્ષણના કથળેલા ધોરણ અંગે અને જરીપુરાણી બ્રિટિશ
Uપદ્ધતિથી હજ પણ ચાલતી કોલેજે અંગે લોકો બળાપે કાઢે છે, પણ કોઈએ હજી સુધી કેળવણી અંગે પોતાના નક્કર વિચારો ૨જૂ કર્યા નથી. ગાંધીજીએ નઈ તાલીમની વાતે મૂકેલી તે તેમના મૃત્યુ પછી સૌએ આ કરાઈ ઉપર ચઢાવી દીધી.
આઈન્સ્ટાઈનના ન સમજાય એવા સિદ્ધાંત હશે પણ તેની સમજાય એવી કેટલીક વાતો છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશેની એ વાત તે પ્રચલિત છે કે “સ્કૂલાય” તરીકે, એટલે કે સંસ્થાકીય શિક્ષણની દષ્ટિએ તે તદ્દન નિષ્ફળ ગયેલાં વિદ્યાર્થી હતા. પોતે જ
સ્કૂલના વર્ગોને ધિક્કારતા હતા, એના વર્ગના પાઠમાં કંઈ કરતા નહિ, હાઈસ્કૂલમાંથી કાઢી મૂકાયેલા અને કૉલેજની પ્રવેશ પરીક્ષામાં તે નાપાસ થયા હતા. છતાંય આઈન્સ્ટાઈને એક સ્કૂલમાં હાજરી’ આપેલી અને તે સ્કૂલ જ તેમના વિદ્યાર્થીજીવનના ધબડકા પછી ગૌરવરૂપ બની હતી. - આઈન્સ્ટાઈને તેના ઉત્સાહમાં જાહેર કરેલું કે વિદ્યાર્થીને મુકત 'રાખે પણ તેના વિચારોને શિસ્તમય બનાવીને તે મુકિત અને વિચારોની શિસ્તનું સંયોજન થવું જોઈએ. આ સંયોજનને તેઓ “શિક્ષણની લોકશાહી” તરીકે ગણાવતા હતા. બિસ્માર્કના સમયના જર્મનીમાં જે જથ્થાબંધ પદ્ધતિનું શિક્ષણ હતું તેના ત્રાસમાંથી એટલે જ આઈન્સ્ટાઈન મુકત રહ્યા હતા. ૧૮૯૫થી ૧૮૯૬ના ગાળામાં તેમના જીવનને અને યૌવનને સુવર્ણ કાળ હતું. તે સમયે તેમણે મુકત સમાજની શિક્ષણની ફિલસૂફી વિશેના પિતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા.