________________
તા. ૧-૫-૭
પ્રમુળ જીવન
સરતા સમયને કાણુ ઝાલે છે ?
સવારના પહેારમાં આંખ આપમેળે ખૂલી ગઈ. રજાઈને માથા સુધી ખેંચી રેશમી અંધકારની છાયા રચી. એકાંતની આવી કુંજગલીમાં ચરણ વિના પણ ચાલવાની આ લીલા માણવીએ આનંદ વાતમાં વેરી નાખવા જેવા નથી. ખાસ કોઈ જાગ્યું નથી. રસ્તા પરથી પસાર થતી કોઈક ટ્રક કે કયારેક બોલતો હોય એવા કૂકડો - આપણા સિવાય પણ કોઈ જાગે છે એનો ખ્યાલ આપીને વહી જાય છે.
સવારે જાગીએ છીએ. રાત વીતી ગઈ હોય છે. ગત અને અનાગતની વચ્ચે . સાયની આ અણી જેટલા વર્તમાન માણસ પાસે છે. વર્તમાનની ક્ષણ વાત કરીએ ત્યાં તો ભૂતકાળમાં ફેરવાઈ જાય છે. ભૂતકાળ પ્રત્યેક પળે સમૃદ્ધ થતા જાય છે. વર્તમાન પ્રત્યેક પળે પીંગળતો જાય છે. પળની ખરતી પાંદડીઆ સાથે કાળનું કુસુમ પોતાની નજાકત પ્રકટ કરતું રહ્યું છે. સમય કેટલા બધા છેતરામણા છે! જાગીએ છીએ ત્યારે થાય છે કે, આપણી પાસે નાહીને આવેલા બાળકના સમા નગ્ન ને નિર્દેષ એવા સમય છે, પણ એ જોતજોતામાં મોટો થઈને નીકળી પડે છે. સમય પાસે કાચબાનું શરીર છે. અને સસલાની ગતિ છે.
આ સરતા સમયને કોણ ઝાલે છે? કલાકારોનીમથામણ કદાચ આ સમય સાથે જ છે. કોઈક એકાદી ક્ષણને ચિરંતન કરી શકાય ? શ્રી ઉમાશંકર પ્રશ્નમાં જ ઉત્તરને પૂરીને કહે છે:
“કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ' જિન્દગી! તારી મધુરતમ આ ક્ષણા અને અનંત વિરામહીણી શાશ્વતીમાં કોઈ પણ રીતે જડી દેવાય તો ?”
ચુંબન આપવા માટે કલાકાર પળના મુખને ઝાલી લે છે. સરી જવું, વહી જવું, એ તે સમયના સ્વભાવ છે. પણ કલાકારની નજર સમયની ગતિને સ્થિર કરવા માટેની હોય છે અને એટલા માટે જ ચિત્રકારે દોરેલા ચિત્રમાં કન્યા ક્યારેય, વૃદ્ધ થતી નથી કે ગુલાબનું ફૂલ કરમાઈ જતું નથી. કવિ આ સૃષ્ટિ પર હોય કે ન હાય, પણ કવિના શબ્દ, મંદિરના અખંડ દીવાની જેમ હજી મેં એમ પ્રજવલી રહ્યો છે.
તો સુન્દરમ કહે છે:
આજનો માણસ પેાતાની ગઈ કાલનું પરિણામ છે. જેની પાસે કશું નથી હાવું એની કને પોતાના ભૂતકાળ અને ભવિષ્ય તો છે જ. રાજેન્દ્ર શાહે ભૂતકાળ માટે સાચા શબ્દ વાપર્યો છે. એમણે તેને ‘જ્ઞાનયોગી અતીત' કહ્યો છે. આપણી અત્યારની અવસ્થા આપણા ભૂતકાળની ચાડી ખાય છે. અનુભવ જ્ઞાનનું સાકાર સ્વરૂપ છે અને જ્ઞાન અનુભવનું નિરાકાર સ્વરૂપ છે.
આપણા સહુનો ભૂતકાળ એટલે શું? આપણે કઈ રીતે પળ, દિવસ, મહિના, વરસ અને આખુંયે આયુષ્ય વિતાવીએ છીએ? આપણે વિકલ્પાની તૂટીફટી ઝૂંપડીમાં રહીએ છીએ. આ અને તે, અહીં અને તહીં, આમ અને તેમઆપણી પાસે નર્યા વિકલ્પે છે. સંકલ્પના રાજભવનમાં વસવાની જાણે કે આપણને ફાવટ નથી. કોઈ પણ સંકલ્પ કરવા કદાચ સહેલા છે પણ એને વળગી રહેવું એ કેટલું મુશ્કેલ છે એ સહુ એટલા માટે જાણે છે કે સંકલ્પને છોડી દેનારા માણસેાન તોટો નથી.
“પૂં ઢંઢો તો પાસ મિલતે હૈ', એક હૂં ઢા તા હજાર મિલતે હૈ,”
–એના જેવી વાત છે. કોઈ પણ શુભ સંકલ્પ માણસને શિસ્ત આપે છે, તાલીમ આપે છે, કેળવે છે. માણસ સંકલ્પને લીધે · Self - Schooled ' થઈ શકે છે પણ કોઈ પણ સંકલ્પ ન કરવા એવેશ કદાચ માણસની સોંકલ્પ છે.
માણસ કઈ ઘડીએ ચલિત થઈ જાય છે, સ્ખલિત થઈ જાય છે એની માણસને પેાતાને પણ કદાચ ઘણીયે વાર ખબર નથી હોતી. અને ખબર પડે છે ત્યારે ઘણુ મેાડું થઈ ગયું હેાય છે. માણસ * Point of no return ' પર ઊભા હેાય છે. કયાંક વાંચેલા,કે
Ki
સાંભળેલા એક પ્રસંગ યાદ આવે છે. એક મુસલમાન વેપારી ખૂબ કમાઈને પેાતાને ગામ પાછા વળતા હતા, પેાતાના ઘેાડા પર સવારી કરતાં કરતાં એ વિચાર કરતા હતા કે ઘરેથી નીકળ્યા ત્યારે કલ્પ્ય 'તું એના કરતાં કેટલું બધું ધન કમાયે! પાતે કેટલા બધા સુખી છે! સરસ, વફાદાર પત્ની છે, આંખને ગમે ને અંતર હરખાઈ ઊઠે એવાં સંતાનો છે, આ સહુને સુખચેનથી રાખી શકે એવું સગવડભર્યું ઘર છે; મિત્ર માટે જીવ આપવાનું મન થાય, પણ જીવ આપી શકાય એવા મિત્ર ક્યાં છે?—એની ફરિયાદ નથી. ખુદાની કૃપા જ કૃપા છે. આમ વિચારને વાગેાળતા વાગેાળતા એ આગળ ને આગળ જઈ રહ્યો હતો. થોડીક વારમાં તે પેાતાનું ગામ અને ઘર આવશે. રસ્તામાં મસ્જિદ જોઈ. એને થયું કે ખુદાએ મારા પર એટલી કૃપા કરી છે કે નમાજ પઢ, નમાજ, ધ્યાન, પ્રાર્થના-આ બધી વસ્તુઓ અંત:કરણને શુદ્ધ કરે છે. કોઈકે કહ્યું હતું, કે પ્રાર્થનાથી પરિસ્થિતિ બદલાય છે. ના, પ્રાર્થનાથી માણસ બદલાય છે અને એ પરિસ્થિતિને બદલે છે. અહેશાનમંદ થઈને એ મુસલમાન વેપારી નમાજ પઢવા મસ્જિદમાં ગયા, જતાં પહેલાં બહાર ઊભેલા એક માસને પેાતાના ઘોડો સંભાળવાનું કહ્યું. નમાજ પઢતી વખતે વેપારીને વિચાર આવ્યો કે ઘણું કમાયો છું. ગામ અને ઘર નજીકમાં જ છે. મારો ઘોડો બહાર ઊભેલા ગરીબ માણસને આપી દઉં. આ ઘેાડો આપી જ દેવા છે એવા સંકલ્પ સાથે વેપારી બહાર આવ્યા. જુએ છે તે પેલા માણસ નથી. એ તો ઘેાડા લઈને પલાયન થઈ ગયો છે. માર્મિક રીતે એ હસ્યા. એને એકલા એકલા આમ હસતા જોઈને કોઈકે પૂછ્યું કે તમે આમ કેમ હસેા છે? વેપારીએ આખી વાત કહી. એણે કહ્યું કે ઘાડો એ મનુષ્યના ભાગ્યમાં જ હતા. એટલે તા એને આપીદેવાના મને નમાજ પઢતાં વિચાર આવ્યો. પાતાની વસ્તુને કોઈ લઈ જઈ શકતું નથી. અને પોતાની ન હાય એવી પણ વસ્તુને કોઈ કયારેય આપી શકતું નથી. ખુદા જે આપવાના છે તે તે આપે જ છે. પણ ખુદાનું આપેલું સચ્ચાઈથી લેવું કે લુચ્ચાઈથી એના નિર્ણય મનુષ્ય પર છેાડી દે છે. કોઈ પણ રીતે, યેનકેનપ્રકારેણ તાણીતૂસીને લઈ લેવું, ઝૂંટવી લેવું, આ મને નહીં મળે તે શું થશે એ ભય, વિકલ્પા, એને લીધે મનુષ્ય હેરાનપરેશાન થતા હોય છે. તાત્કાલિક જે મળે છે કે મેળવી લે છે એનાથી ઘેાડીક વાર પૂરનું સમાધાન થાય છે, પણ શાંતિ—સાચી સલામતી એને નથી મળતી.
પ્રત્યેક પળ આપણી પાસે આવે છે. એ આપણી જ છે. અને આપણા માટે આવે છે પણ આપણે એનું શું કરીએ છીએ? એને પેલા ઘેાડો લઈને ભાગી જનારાની જેમ ખીણમાં ધકેલીએ છીએ કે જે કાંઈ મળે એ સચ્ચાઈથી જ મળવું જોઈએ એવા સંકલ્પ હૃદયમાં ધરી, વિચારનું ચારમાં રૂપાંતર કરી, એને શિર પર મૂકીએ છીએ ? આ પ્રશ્નના ઉત્તર મારે મારી પાસેથી અને તમારે તમારી પાસેથી મેળવવાના હોય છે. ગાંધીજીએ અને કેટલાંયે સંતેએ આપણને સત્યનો માર્ગ બતાવ્યો. પણ આપણને એ માર્ગમાં રસ નથી. ગંધીજીનું નામ દેવામાં રસ છે. એમના આદર્શને આપણે આરસના પૂતળામાં પલટી નાખ્યો છે. આપણને બુદ્ધ, મહંમદ, ઈસુ, રસ્તા ચીંધે છે; પણ આપણે આકાશને નહીં પણ આકાશના ચીંધનારી આંળીને જ જોયા કરીએ છીએ.
આપણે વૃક્ષોની ગણતરી નહીં કરીએ પણ વનના સૌન્દર્યને જોઈશું. મનમાં અને જીવનમાં સૌન્દર્યનો સાક્ષાત્કાર કરીશું એવા શુભ સંકલ્પને વળગી રહેવાના કાંકલ્પ કરીએ અને વળી રહીએ તે કેવી ધન્યતા! આ લાગણી કાયમ માટે હૃદયમાં રહે તો? ‘મરીઝે’ કહ્યું છે એમ :
“કાયમ રહી જો જાય તેા પેગંબરી મળે, દિલમાં જે એક દર્દ કોઈ વાર હાય છે.”
આપણી આજ એ ગઈ કાલનું પરિણામ છે અને આપણી આજ પર આવતી કાલના પરિમાણનો આધાર છે.
સુરેશ દલાલ
(6)