________________
૧૦
પ્રબુદ્ધ જીવન
સગપણનાં ફૂલ
સાચા
માણસના જીવાતા જીવનના સાચા-ખોટા ‘સગાંઓ’ની વ્યાખ્યા
માણસે પોતે જ બાંધી લીધી હોય છે - શૈશવકાળથી માંડી જીવનના અંત સુધીમાં માણસ હંમેશા સંબંધના એક નક્કી કરેલા ટૂંકા વર્તુળમાં જ જીવતા હોય છે. બાકીનું જે જીવન જે, એ પડોશી, ધંધાનું કે નોકરીનાં વિશાળ ક્ષેત્ર છે: ત્યાં જ વધુ જીવન જીવતા હાય છે છતાંય કોણ જાણે કેમ, ત્યાં માત્ર ઓળખાણ હોય છે, પડોશીઓ હોય છે, મિત્રતા હોય છે, સવ્યવસાયી હોય છે, અને જીવનનાં સાચા સમયની મૂડી જેવા સમય એમની સાથે જ વિતાવવાના હોવા છતાં, એમનામાં માણસ કદી, ‘સગપણ’ બાંધી શકતો નથી! માનવીય સંકુચિતતા નહીં તો બીજું શું છે? સગાં કે સગપણ એટલે શું? જેની સાથે લોહીનો સંબંધ એ સાચું સગપણ એવું જ અર્થઘટન ‘માણસ’ કરતા આવે છે ! પણ લોહીનું સગપણ જીવનના કેટલા કાળ દરમિયાન સાચું સગપણ જાળવે છે?
એક ભાઈને હું ઓળખું છું. એમના સર્વ સગાં છે તે દેશમાં છે, પોતે મુંબઈમાં રહે છે. સ્વભાવે સરળ ને એનામાંની આભિજાત્યતાના વખાણ કરીએ એટલા ઓછા, પણ દેશમાંના સગાં-જેને હજુય એ સાચા સગાં કહે છે-સાથે જમીન અને મિલકત માટે ઘરકંકાસ થયેલા. પોતે આજે છેલ્લા પંદર વર્ષથી દેશમાં ગયા નથી, એના પોતાના અંગત કહી શકાય તેવાં કઈ સગાંઓના ઉબરો ચડતું નથી. અરે, એટલે સુધી કે એમના બે બાળકોના અવસાન થઈ ગયાં તે ય, દેશમાંના સગાંઓએ પત્ર સુદ્ધાં લખવા જેટલું સગપણ જાળવ્યું નથી. જાણે જિંદગીભરના સગપણના ફૂલ કરમાઈ ગયાં છે, ને એને આ જીવન દરમિયાન એની સુગંધ પ્રાપ્ત થવાની નથીછતાંય, મે' એને અનેક વખત એવું કહેતાં સાંભળ્યા છે, કે : “અહીં તે મારું કોઈ નથી- મારા સગાં તે દેશમાં જ છે !”
હવે પ્રશ્ન એ થાય છે કે, જેને અે સગાં સમજે છે, એ એના સગાં છે? આ ભાઈને અનેક મિત્ર છે, સારી કહી શકાય એવી ઘણી વ્યકિત સાથે સારા સંબંધ છે, છતાં એમાંના એના કોઈ ‘સગાં’ તે નહીં ને?
“સગાં તે સૌ સ્વાર્થના” એવી કહેવત છે, પરંતુ એ સૌને માટે સ્વીકાર્ય નથી ! છતાં કોઈ કોઈ વ્યકિત માટે એ સર્વાશે. અનુકુળ હાય છે.
હું એક બીજી વ્યકિતને ઓળખું છું. એમના સારા દિવસેામાં સગાંઓથી રોજ ઘર ભર્યું ભર્યું રહેતું. પણ એ સારા દિવસે આથમ્યા પછી એ ‘સગાં’આ પંખીઓ થઈને ઉડી ગયા. જૂના માળાને ભૂલી ગયા! પરંતુ એના વ્યવસાયી મિત્રા, સંબંધીઓ કે મિત્રા તા એને એ જ દૃષ્ટિએ જોતાં હતાં. જે પહેલાં હતા!
હવે અહીં આ બંને ઉદાહરણ ઉપરથી એટલું તે કોઈ પણ વ્યકિત સમજી શકે કે, સાચા સગાં કોણ? મને મે' લખેલું લોકગીત યાદ આવી જાય છે. એમાં કહ્યું છે : “સગપણ સેનાના, સગપણ ચાંદીના, સગપણ કથીરના. સૌ સગપણથી સવાયા તે સ્નેહના સગપણ.”
સ્નેહ હોય તો માણસના જીવનમાં રોજ સગપણનું ફૂલ ખીલે ! ને એ સગપણના ફૂલથી જીવન મઘમઘતું રહે!'
પરંતુ બીજી પણ એક વાત છે. સાચા સંબંધના ફૂલ તે હૃદયની લાગણી અને સંવેદનાઓમાંથી ખીલતાં હોય છે. પરંતુ અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે, કે ‘સગાં’ કોને કહેવા? હું તો કહું, સહૃદયપૂર્વક નિ:સ્વાર્થ ભાવે આપણી જિંદગીની સ્નેહની પળોને, જીવનના સંજોગો પ્રમાણે મૂલવી ણે તે સાચાં સાં.
જીવનની આજ તે જૂના સંબંધનું પ્રતીક છે, આવતી કાલ એ નવા સંબંધનો ઉગતા સૂરજ છે, પરમ દિવસ તે સંબંધની સંધ્યા છે, જે આથમવાની છે અને આપણા જીવનમાં નવા સંબંધના સૂરજ થઈને ઊગવાનો છે!
એટલે જ, માણસના જીવનમાં આજ, કાલ અને પરમ દિવસનું મહત્ત્વ છે: જિંદગીની જીવાતી પળાને લાગણીઓના સમદરમાંથી બાળી બાળીને માણવાનો સમય એટલે સ્નેહનો સમય ?
"
તા. ૧-૫-૭૯
માણસના જીવનમાં સાચા જીવનનો સમય છે કે, એના જીવનમાંને ઘણા સમય તે સગાં સાથેના સગપણમાંના વ્યવહાર કાર્યોમાં વીતી જાય છે. પરંતુ ત્યાંથી, સાચા સ્નેહ મળે છે, બહુ ઓછાને, જો કે સગાં સાથેના સગપણના સંબંધામાં માણસના ‘સ્વભાવ’ પણ આગવા કહી શકાય તેવા ભાગ ભજવે છે? સગાં સાથે વૈમનસ્ય વહેલું થાય છે, એની પાછળનાં કારણે। વ્યવહાર કાર્યો દ્વારા આવતા ઘર્ષણા પણ છે. આ ઘર્ષણોથી સ્નેહ સાવ કરમાઈ જાય છે, ને રહી જાય છે, માત્ર કરમાઈ ગયેલા ફ્ લ જેવું સગપણ: જયાં માત્ર વ્યવહાર છે. આ વ્યવહારના સગપણેામાં કદી પણ સ્નેહના ફલ ખીલતાં નથી હોતા !
સગાઓ હાય છે, પણ સ્નેહ ન હોય તેએ સગપણ શું કામનાં માણસે સગપણના તે વૃક્ષો ઉગાડતા રહેવું જોઈએ. સગપણના પેાતે ઉગાડેલા વનમાં ભૂલા પડવાનો પણ આનંદ છે. આ આનંદમાંથી સાચા સ્નેહનો ને જીવનના સાચા ધર્મમાર્ગ પણ પ્રાપ્ત થાય છે!
ઘણાં કહે છે: ‘પહેલા સગા પાડોશી' પણ આ એક આશ્વાસન લેવા પૂરતું ને જોડે રહેનારા પ્રત્યે સારા સંબંધ રાખવા પૂરતું ? વાત છે: કારણ કે પ્રસંગેાપાત પહેલા સગા પ્રત્યે આપણને કેટલે સ્નેહ હેય છે એ દેખાઈ આવે છે. ાણસને ઘણી વખત નછૂટકે જે દંભ આચરવાના હોય છે, તે આ છે.
ઘણી વખત માણસ સાચી લાગણીથી દેરાઈને, અન્યના સ્વાર્થના રાજપથ પર ચાલ્યા જતો હોય છે! ઘણું ચાલ્યા પછી જ ખબર પડે છે, હું જેને લાગણી સમજીને જે માર્ગ પર જતા હતા એ માર્ગ તે સ્વાર્થના નો માર્ગ છે!- આ માર્ગે જઈને મે જ મારી સાચી લાગણીની આત્મવંચના કરીને, જીવનને વેડફી નાખ્યું..
ઘણા માણસામાં મેં જોયું છે, કે એને આવું ‘આત્મભાન' બહુ મેડે મોડે થતું હોય છે! અને જયારે એ ભાનના સાચા અર્થ સમજાત હાય છે, ત્યારે જીવનમાં ધૂસી ગયેલાં એનામાંના અનેક અનર્થ એને જીવવા દેતાં નથી! માણસના આ કાળ એનામાં મેટી છિન્નભિન્નતા લાવી દે છે!
કહેવાનું તા-પર્યા એ છે, કે માણસ પેાતાના ‘સગાઓ’ને જ કેમ સગા માનતા હોય છે? એના જીવનની આજુબાજુ ધબકતા રહેતા, એને ઉપયોગી થતાં, એના જીવનને સાચા અર્થમાં સમજનારા વર્ગને એ કદી કોઈ ‘સગપણથી કેમ બાંધતો નહીં હોય ?
આપણે આ યુગમાં ‘નાત-જાત’ ના અનિષ્ટને ડામવા માગીએ છીએ. કારણ કે એનાથી સમાજમાં ઘણાં અનિષ્ટ ઊભાં કરે છે? કહે છે, કે વિદેશેામાં નાત-જાતના ઝઘડાં નથી, તો ત્યાં વળી રંગભેદ છે!આ ઉપરથી માણસ ‘પારકા ને પોતાના’ના ભેદ વગર કયાંય
જીવતા નથી!
ઘણી વાર તા, ઘણાંને મેં એવું કહેતાં સાંભળ્યા છે, કે “ભાઈ, પારકાં તે પારકાં ને પોતાના એ પાતાના?’
આપણે આ યુગમાં 'નાત-જાત'ના અનિષ્ટને ડામવા માગીએ છીએ. આ માણસના લેહીમાં ‘જાત-જાત’ના અનિષ્ટ પાપે છે!
ઘણી વખત તા, પાતાના કરતાં પારકાં જ જીવનને મધમધતું રાખે છે, છતાંય પારકાં એ પારકાં એવું બોલતાં પણ એ અચકાશે નહીં !
સગપણના બંધનમાં લાંહીના બળ મેટાં છે-પણ લેાહી તે સૌનું રાતું હોય છે! કોઈ માણસનું લાહી ધાબું કે પીળું થોડું હાય છે? તાય માણસ જયારે સગપણની વાત આવે છે, ત્યારે લોહીની સગાઈના આગ્રહ નથી છોડતા એ માત્ર સાંકુચિતતા ત્યજી શક્યા
નથી એવા જ અર્થ ઘટાવવા રહ્યો ને?
—ગુણવંત ભટ્ટ
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ મુંબઈ-૪૦૦ ૦૦૪ ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન ધી સ્ટેટસ પીપલ્સ પ્રેગ્ન, ક્રોટ, મુંબઈ ૪૦૦ ૦૦૧,