SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ક પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-’૭૯ કોઈને મધ્યસત્ર ચૂંટણી જોઈતી નથી. સૌ જાણે છે કે પ્રજા સમક્ષ જાય તે જાકારો મળે તેમ છે. ૩૦૦ સભ્યો નવા છે. બિચારા પાંચ વર્ષ પુરા કરે તેા જિંદગીભર માસિક રૂપિયા ૨૫૦નું પેન્શન મળે. નજરે આ છે આપણા નવા વડા પ્રધાન વિદેશીઓની તેમના કહેવા પ્રમાણે મારારજી દેસાઈને દેશના ભાવિ માટે કોઈ દષ્ટિ કે સ્વપ્ન ન હતું. દેશની આબાદીની કાંઈ પડી ન હતી. વિદેશમાં આપણા દેશનુ શું સ્થાન હશે તેની પરવા ન હતી, માત્ર ચિન્તા હતી પોતાની ખુરશીની. પણ શ્રી. ચરણસિંહને દેશના ભાવિનું ભવ્ય સ્વપ્ન છે, ગાંધીચિંધ્યા માર્ગે દેશની આબાદી કરવી છે, વિદેશમાં ભારતનું ગૌરવભર્યું સ્થાન સ્થાન પ્રાપ્ત કરવું છે. શ્રી ચરણસિંહે શુદ્ધ સાધનાથી અને વ્યાજબી માર્ગ આવા ઉચ્ચ ધ્યેયાની પ્રાપ્તિ માટે વડા પ્રધાનપ્રાપ્ત કર્યું છે? પદ ૯ મી જુલાઈથી દિલ્હીમાં જે શરમજનક ઘટનાઓ બની છે તે અભૂતપૂર્વ છે. આપણા નેતાઓને સાચા સ્વરૂપે જાવાની આપણને તક મળી. પણ તેને માટે ભારે કીંમત ચૂકવી છે અને હજી ચૂકવવી પડશે. જે કાંઈ બન્યું છે. તેના વિચાર કરીએ ત્યારે ઊંડી વિમાસણ અને વેદના થાય છે કે, આવું બન્યું જ કેવી રીતે, અને આટલી ઝડપથી આટલું બધું અધ:પતન ! કોઈ એક વ્યકિતને જ દોષ દઈએ તેવું નથી. સૌ પોતાની રમત રમવામાં અને સ્વાર્થમાં ડૂબેલા જોવા મળયા. જનતા પક્ષની રચના થઇ ત્યારથી જ આ રમત ચાલુ હતી એમ લાગે. કોઇનું દિલ સાફ ન હતું. માત્રાના ફેર હશે, અસલ સ્વરૂપમાં ફેર નથી. રાજનારાયણ જેવા વિદૂષકે શરૂઆત કરી. ચરણસિંહે કહ્યું, રાજનારાયણ સાથે તેમને કાંઈ સંબંધ નથી, છેડો ફાડયો છે. કેટલું જુઠાણું ! વ્યવસ્થિત યોજનાપૂર્વક કામ થયું હાય તેમ લાગે છે. ચવ્હાણે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી ત્યારે તેને પણ કલ્પના નહિ હોય કે, આવું પરિણામ આવશે. બનાવા ઝડપથી બન્યા, Events overtook the actors in the drama કાવાદાવા અને સાટા – સોદાની પના ન આવે. રમણિયતાની વ્યાખ્યા કરી છે કે, ક્ષણે ક્ષણે નવીનતા પ્રાપ્ત કરે. તે દષ્ટિએ આ રમણીય દૃશ્ય હતું! કેટલાય વેર વિરાધા ભૂલાઇ ગયા અને નવી મૈત્રીઓ થઈ. કેવું સુંદર દૃશ્ય ! ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી મિત્ર થયા. ઇન્દિરા ગાંધીએ ‘બીન શરતી’ટેકો જાહેર કર્યો. કેટલી મેાટી ઉદારતા! બાપે માર્યા વેર હતાં તે ચરણસિંહ અને બહુગુણા મિત્ર થયા. જુના મિત્રા છૂટા પડયા. બહુગુણા અને જગજીવન છૂટા પડયા, જ્યોર્જ ફરનાન્ડીઝ અને મધું દડવતે છૂટા પડયા. જનતા પક્ષ તૂટયા. સમાજવાદી પક્ષ તૂટયા. જગજીવનરામના સી. એફ. ઢી પક્ષ તૂટયો ન તૂટયા એક જનસંઘ, જેને કારણે બધા તૂટયા એમ કહેવાય છે. ચરણસિંહે જાહેર કર્યું કે, ઇન્દિરા ગાંધી તેમને ટેકો આપે તો પણ આપખૂદી બળા સામે તેમના વિરોધ એટલા જ ઉગ્ર રહેશે. કેટલી સિદ્ધાંતનિષ્ઠા! સ્વર્ણસિંઘ કોંગ્રેસે જાહેર કર્યું હતું કે, ઇન્દિરા ગાંધીના જેને ટેકો હશે એવા કોઈ પક્ષને આ કૉંગ્રેસ ટેકો નહિ આપે. હવે ચરણસિંહ સાથે ભાગીદારી કરી. અે ડો. કરણસિંહ અને મી. ગૈ, જે ઈન્દિરા . ગાંધી સામેના વિરોધમાં માખરે હતા તેઓ ચરણસિંહના પ્રધાનમંડળમાં જોડાયા અને હવે ઈન્દિરા ગાંધીના ટેકાથી આ પ્રધાનમંડળ ટકશે કે પડશે ? પક્ષાંતર કરી વડાપ્રધાનપદ મેળવી શકાય છે, એટલે પક્ષાંતરને ગૌરવ મળ્યું. આ તો બહારથી જેટલું જાણીએ છીએ તેટલું લખ્યું. અંદરથી શું શું નહિ બન્યું હાય? ઈકોનોમિસ્ટે કહ્યું છે તેમ, સૌ છેલ્લે પાટલે બેઠા. તળીયું આવી ગયું. આ બધી હૈયાવરાળ કાઢી, પણ બનવાનું હતું તે તે બની ગયું. હવે બે ત્રણ મુખ્ય મુદ્દાઓ સંક્ષેપમાં નોંધું. ઘણું લખાય તેવું છે, શું લખવું અને શું ન લખવું. રાષ્ટ્રપતિ સમક્ષ બે વિકલ્પ હતા. સ્થિર સરકાર રચી શકાતી હાય તો તેના પ્રયત્ન કરવા અથવા લોકસભાનું વિસર્જન કરવું. રાષ્ટ્રપતિએ પ્રથમ માર્ગ ગ્રહણ કર્યો. ચરણસિંહ સ્થિર સરકાર રચી શકશે એવું તેમને લાગ્યું. હકીકતમાં માથા ગણાનું કામ થયું અને ચરણસિંહને, મેરારજી કરતાં વધારે સભ્યોના ટેકો છે એવું તારણ કાઢયું. કેવી રીતે તેઓ આ નિર્ણય ઉપર આવ્યા તે આપણે જાણતા નથી.રાષ્ટ્રપતિએ એટલું કહ્યું છે કે બધા સંજોગાના વિચાર કરી તે આ નિર્ણય ઉપર આવ્યા છે. તેમાં વ્યકિતગત ગમા-અણગમાએ કેટલા ભાગ ભજવ્યો તે ભગવાન જાણે. આપણે હાલ તુરત તો આ નિર્ણય સ્વીકારવા રહ્યો. આ શંભુમેળાના સંઘ દ્વારકા જશે કે નહિ તે જેવું રહ્યું. સભ્યોના પોતાના સ્વાર્થ કદાચ આ પરિસ્થિતિને થોડો વખત ટકાવી રાખે, પણ લેાકશાહીની દ્રષ્ટિએ વિચારીએ તે! આ પરિસ્થિતિ અસહ્ય લેખાવી જોઈએ. પ્રજાના વિશ્વાસ ગુમાવી બેઠા હાય તેવા લોકો પ્રતિનિધિ થઈ પાંચ વરસ ચીટકી બેસે તે સહન ન થાય. જયપ્રકાશે નવનિર્માણ આંદોલન આવા ધેારણે શરૂ કરેલું અને ગુજરાત વિધાન સભાનું વિસર્જન કરાવ્યું અને ધારાસભ્યોને રાજીનામું આપવાની ફરજ પાડી. બ્હિાર ધારા સભાના વિસર્જન માટે પણ એવું જ દાલન કર્યું. લાક્સભાના વિસર્જન માટે પણ એવું જ આંદોલન કર્યું હતું અને કટોકટી આવી ન હોત તે વિસર્જન કરાવીને જંપત. ત્યારે મે એ દાલનની ટીકા કરી હતી, કારણ કે તે વખતે શાસક પક્ષો કોંગ્રેસની બહુમતી હતી. વર્તમાન લેાકસભામાં કોઈ પક્ષની બહુમતી નથી. મેોટા ભાગના સભ્યો પ્રજાના વિશ્વાસ ગુમાવી બેઠા છે તે વિષે શંકાને કોઈ સ્થાન નથી. રાષ્ટ્રપતિએ લેાકસભાનું વિસર્જન કર્યું હોત તે યોગ્ય કર્યું છે તેમ કોઈ કહેત નહિ, બલ્કે જવાબદાર વ્યકિતઓ તરફથી એવી માગણી થઈ હતી. નવી ચૂંટણી થાય તે કોઈ પક્ષને બહુમતી ન મળે એ અસંભવ નથી. પણ પ્રજા ઉપર વિશ્વાસ મૂકવે, બંધારણીય અને નૈતિક માર્ગ છે. let the People judge. આવા લોકોને શાસન કરવા દેવું તેમાં પ્રજાનો દ્રોહ છે. બીજી રીતે જોઈએ તો ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસને પ્રજાએ અસંદિગ્ધ રીતે જાકારો આપ્યા હતા. હવે એ જ કૉંગ્રેસના સભ્યો ચરણસિંહ સાથે મળી શાસન કરે તેમાં સ્પષ્ટપણે પ્રજાના દ્રોહ છે. અવિશ્વાસની દરખાસ્ત માત્ર મારારજી દેસાઈ સામે જ ન હતી. ચરણસિંહ સહિત સમસ્ત મંત્રીમંડળ સામે હતી. તે જ મંત્રીમંડળના કેટલાક સભ્યા, એ જ હુગુણા, ચરણસિંહ, બીજું પટનાયક, વગેરે શાસનમાં ચાલુ રહે તે બંધારણીય રીતે પણ યોગ્ય છે. વિશેધમાં, તેમની સાથે જોડાય છે ચવ્હાણ, બ્રહ્માનંદ રેડ્ડી, સુબ્રમણ્યમ વગેરે, જે કટોકટી દરમ્યાન ઈન્દિરા ગાંધીના સાથી હતા. જનતા પક્ષ સત્તા પર આવ્યો ત્યારે ઉત્તરના નવ રાજયોની ધારાસભાઓમાં કૉંગ્રેસની બહૂમતી હતી. એ ધારાસભાઓનું ફરિજાત વિસર્જન કર્યું, એમ કહીને કે કોંગ્રેસે પ્રજાના વિશ્વાસ ગુમાવ્યા છે. શું આ લાકસભા પ્રજાને વિશ્વાસ ધરાવે છે? બીજી રીતે જોઈએ તે પાપલટો થયોકે શાસનકર્તાઓ બદલાયા તેમાં પ્રજાને કોઈ ફેર પડતો નથી, કાંઈ રસ નથી. એ જ ચહેરામહેારા છે. એ જ ચરણસિંહ, એજ ચવ્હાણુ એમની પાસેથી શું આશા રાખવી? મેરારજી અને જગજીવનરામ હાય કે ચરણસિંહ અને ચવ્હાણ હાય, પ્રજાને માટે પરિણામ તે જ છે. આર્થિક, સામાજિક અને કાયદા તથા વ્યવસ્થાની સમસ્યા ઉત્તરોત્તર વિકટ અને ગંભીર બનતી જાય છે. આ મંત્રીમંડળ તેના ઉકેલ કરી શકે અથવા તેને હળવી પણ કરી શકે ચોવી અંશા રાખવા કારણ નથી. ત્યારે તે એવું જણાય છે કે અસ્થિરતા વધશે. મિશ્રા સરકાર, કોએલીશન ગવર્નમેન્ટ, હંમેશા નિર્બળ હોય છે. તેમના આંતરિક મતભેદોને કારણે અસરકારક પગલાં લઈ શકે નહિ, પેાતાના પક્ષને આગળ કરવા અથવા પેાતાના પક્ષ માટેલાભ ઊઠાવવા પ્રયત્ન કરે. જનતા પક્ષમાં તે જ થયું. હવે પાટલી બદલુઓની સંખ્યા ન વધે તે સારું. આ બધામાં કોઈને લાભ થયા હોય તા ઈન્દિા ગાંધીને છે. આ મંત્રીમંડળની ચોટલી તેના હાથમાં છે. ધારશે ત્યારે મધ્યસત્ર ચૂંટણી કરાવી શકશે. દરમ્યાન પાતાની સ્થિતિ મજબૂત કરશે. આ કરુણ સ્થિતિ છે. તેમાંથી છૂટવાના અત્યારે કોઈ માર્ગ દેખાતો નથી. રાજ્યામાં આ સ્થિતિના પડઘા પડશે. બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં શરૂ થયું છે. ચરણસિંહ ફરી હરિયાણા, ઉત્તર પ્રદેશ અને 'અન્ય રાજ્યોમાં સત્તા જમાવવા કરશે. જનતા પક્ષના બે વિભાગામાં જ અંદર અંદરથી ખેંચાતાણ થશે. આ બધા રાજ્યોમાં અસ્થિરતા અને પક્ષાંતરને વેગ મળશે. ઇકાનેમીસ્ટ લખે છે. Continued instability is bound to bring out the worst in politicians and this can be exceedingly bad. આપણે આશા રાખીએ કે સૌને સદ્દબુદ્ધિ સુઝે. ૨૮-૭-૭૯ચીમનલાલ ચકુભાઇ
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy