________________
તા. ૧-૮-’૭૯
જબ જીવન
મારારજીભાઇની નિવૃત્તિ
મારારજીભાઈના ૫૦ વર્ષના દીર્ઘ જાહેર જીવનના હવે અંત આવે છે. મેરારજીભાઈએ ઘણી લીલીસૂકી જોઈ, મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી થયા. સંયુકત મહારાષ્ટ્રના અને મહાગુજરાતના તાફાનોના સામનો કરવા પડયા. કેન્દ્રમાં મંત્રીમંડળમાં આવ્યા અને પછી કામરાજ યોજનાના ભાગ બન્યા. ઈન્દિરા ગાંધી સામે બે વખત વડા પ્રધાનપદની હરીફાઈમાં ઊતર્યા અને નિષ્ફળ ગયા. વડા પ્રધાનપદ સ્વીકાર્યું અને ઈન્દિરા ગાંધીએ બરતરફ કર્યા. ૯ વર્ષ વનવાસ ભાગવ્યો. અંતે એક ઐતિહાસિક પળે દેશના વડા પ્રધાન બન્યા અને ત્યાંથી રાજીનામું આપવું પડ્યું. હવે ૮૩ વર્ષની ઉંમરે રાજકીય જીવનમાંથી નિવૃતિ લેવાનું જાહેર કર્યું.
નાયબ
મેરારજીભાઈના ગુણદોષ સુવિદિત છે. તેમનું . જીવન કેટલેક દરજજે ખુલ્લી કિતાબ જેવું છે. મનમાં એક અને કહેવું બીજું, એવા દોષ તેમને કોઈ આપે તેમ નથી. તેમના આપખુદ સ્વભાવ અને તીખી વાણીએ દુશ્મનો ઊભા કર્યા છે.
લગભગ ૪૦ વર્ષથી મને તેમને થોડો પરિચય છે. મારી છાપ રહી છે કે, કટોકટી દરમ્યાન ૧૮ મહિનાના એકાંતવાસ ભોગવ્યા પછી તેઓ બહાર આવ્યા ત્યારે તેમની પ્રકૃતિમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું. એકાંતવાસમાં માણસ ભાંગી પડે છે. મોરારજીભાઈએ આંતરનિરીક્ષણ કર્યું, અને આંતરિક બળ વધાર્યું .
માર્ચ ૧૯૭૭ માં વડા પ્રધાન થયા ત્યારે વિકટ પરિસ્થિતિ હતી. જનતા પક્ષની નિષ્ફળતા અને અંતે તેમાં પડેલ ભંગાણ માટે મેારારજીભાઈ કરતાં તેમના સાથીઓ વધારે જવાબદાર છે તેમ હું માનું છું. મારારજીભાઈ પરિસ્થિતિ ઓળખી ન શકયા અને ભ્રમમાં રહ્યા, પરિણામે અચાનક રેતી તેમના પગ નીચેથી સરી ગઈ. સત્તા માટે તેમની મહેચ્છા ઓછી ન હતી. રાજદ્રારી પુરુષને કરવી જોઈતી ખટપટ તેમણે નથી કરી તેમ ન કહેવાય. છતાં બધામાં મર્યાદા જાળવી છે અને હીન કોટિ સુધી નીચા ઊતર્યા નથી. વડાપ્રધાનપદનું રાજીનામું આપ્યું. તે સાથે પક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું હાત તે કદાચ જનતા પક્ષ સત્તા ઉપર ચાલુ રહ્યો હોત. પોતાના ટેકેદારોની નામાવલિ આપવામાં કરેલી ભૂલના પ્રાયશ્ચિત રૂપે રાજકીય જીવનમાંથી નિવૃતિ લે છે તેમ કહેવામાં થોડી નબળાઈ છે. આ પ્રકારની ગ્લાનિ અને આત્મવશા કરતાં સાથીદારોને વિશ્વાસ રહ્યો નથી અને માનભેર ચાલુ રહી શકાય તેવા કોઈ સંજોગો નથી એટલે મુકત થા છું.. એમ સાફ કહેવું વધારે ગૌરવભર્યું ગણાત. નામાવિલમાં કોંગ્રેસના નામે મૂકયા તેમાં મારારજીભાઈની ભૂલ હતી, કે દેવરાજ અર્સ, શરદ પવાર, કરણસિંહ તથા પૈ જેવા કોન્ગ્રેસના આગેવાના બેવડી રમત રમ્યા તે અત્યારે કહેવું મુશ્કેલ છે. મારા મનની એક છાપ રહી છે, કે રાષ્ટ્રપતિએ મારારજીભાઈને પૂરો ન્યાય કર્યો નથી. જે હોય તે મારારજીભાઈ માનપૂર્વક વિદાય લે છે. વિદાય લેવાનો સમય પાકી ગયો છે. તેમના જીવનમાં તેમના પુત્રના વર્તનનો ડાઘ રહ્યો છે. પિતૃપ્રેમે તેમને આ બાબતમાં અસાવધાન બનાવ્યા. માણસના જીવનમાં કાંઈક નિર્બળતા રહે છે, હાય છે.
મોરારજીભાઈ, સ્વપ્નદ્રષ્ટા અથવા મહાન નેતા ન ગણાય. પણ કુશળ અને પ્રમાણિક વહીવટકર્તા તરીકે યાદ રહેશે. નૈતિક મૂલ્યોની કોઈક ખેવનાવાળા. વર્તમાન રાજકારણ જે અધાગિતએ પહોંચ્યું છે તેમાં તેમનું સ્થાન રહ્યું ન હતું. તેથી નિવૃત્ત થયા તે જ યોગ્ય છે. જનતા પક્ષના સાંસદ સભ્યોની વિદાય લેતા પત્રમાં તેમણે લખ્યું છે.:
One had come to overlook much that was improper and unprincipled but I can not help the feeling that what happened during the past few days brought us down to the lowest possible level of conduct and behaviour. Utter cynicism held full sway.
;
“ઘણું બધું ગેરવ્યાજબી અને સિદ્ધાન્નવિહોણું કહું! [શકાય એવું જોયું ન જોયું ર્ક્યુ છે, પણ છેલ્લા થાડા દિવસમાં જે કંઈ બન્યું છે એથી આપણે આચાર અને વર્તણૂંકમાં ખૂબ જ નીચે ઉતરી ગયા હોઈએ એવી મને લાગણી થાય છે.'
દરેક રાજારી વ્યકિત ઉપર દંભનો આરોપ મૂકી શકાય, પણ હું માનું છું, મારારજીભાઈના આ હ્રદયનાં ઉદગાર છે. તેમના પ્રત્યે આપણને સૌને આદર રહેશે.
૨૯-૭-૭૯
ચીમનલાલ ચકુભાઈ
* અભ્યાસ વર્તુળ સ
અભ્યાસ-વર્તુળના ઉપક્રમે તા. ૧૨-૭-૭૯ના રાજ શ્રી કુમુદબહેન પટવાનું “આપણા યુવાન વર્ગને થયું છે શું?” એ વિષય ઉપર અને તા. ૧૩-૭-૭૯ના રોજ ધી એસ. એન. શેવડેનું “યોગ દ્વારા આરોગ્ય” એ વિષય ઉપર–એમ બે વ્યાખ્યાના રાખવામાં આવ્યા હતા. બન્ને વ્યાખ્યાને સારાં ગયા અને શોતાની હાજરી પણ સારી હતી.
-
૩
આપણા યુવાનને થયું છે શું?
ઉપરોકત વિષય પર ‘અભ્યાસ વર્તુ’“ના ઉપક્રમે શ્રીમતી કુમુદબેન પટવાને એક વાર્તાલાપ તા. ૧૨-૭-૦૯ને ગુરુવારે સાંજે સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો. શરૂમાં બહેન સ્મિતાએ એક ભજન ગાયા બાદ શ્રી સુબોધભાઈ એમ. શાહે કુમુદબેનના ટૂંક પરિશ્ય કરાવવા સાથે હાર્દિક આવકાર આપ્યા હતા.
તેમને
ત્યાર બાદ મહેમાન વકતાએ પેાતાની જુસ્સાભરી શૈલીમાં અસ્ખલિત વાણીને પ્રવાહ વહેવરાવતાં કહ્યું હતું કે આજના આપણા યુવાન વર્ગને કશું થયું નથી. તેનામાં ખૂબ જૅમ અને જુસે છે, તેનામાં પ્રચંડ શકિત છે, કોઈપણ ચેલેન્જ તમે યુવાનેને આપા ને જુઓ કે તે ચેલેન્જ યુવાને ઉપાડી લે છે ને કામ પાર પાડે છે કે નહીં ? નવનિર્માણ કોણે કર્યું? તેના નૈતિક મૂલ્યો ણ આપણાથી કાંઈ જુદા નથી. આજના યુવાન ચાક્કસપણે માને છે, કે ચારી ના કરવી, જરું ના બેલવું, ઈત્યાદિ. ઊલટું આપણા લોકોના જીવનમાં મૂલ્યોથી વિપરીત એવું કાંઈ પણ જુએ છે તે તે Confuse થઈ ય છે.
વિદ્યાર્થીઓ અને બીજા ક્ષેત્રમાં પડેલા યુવક-યુવતીઓ સાથેનાં પોતાના પરિચય પર આધારિત એવા અનેક દષ્ટાંતો દ્વારા તેમણે ઉપરની વાત પ્રમાણિત કરી હતી.
ચાગદ્વારા આરાગ્ય
ઉપરોકત વિષય પર અભ્યાસ વર્તુળનાં ઉપક્રમે જણીતા યોગ-થેરાપીસ્ટ શ્રી એસ. એન. શેવર્ડના એક વાર્તાલાપ તા. ૧૪-૭-૭૯ના રોજ યોજાયો હતો. શ્રી કે. પી. શાહ પ્રમુખસ્થાને હતાં. પ્ર:ર્ધના અને પરિચય તેમ જ આવકાર વિધિ બાદ ટાંી શેવડેએ સૌ પ્રથમ આપણા સમાજમાં યોગ વિષે સામાન્ય રીતે પ્રવર્તતી ગેરસમજ દૂર કરતાં જણાવ્યું હતું કે યોગ એ માત્ર આધ્યાત્મિક વિકાસનું સાધન છે એમ નથી, યોગ એક સંપૂર્ણ વિશાન છે અને યોગ દ્વારા તન ઉપરાંત મનનું પણ આરોગ્ય સધાય છે, એ સિદ્ધ થયેલી હકીકત છે. મનુષ્યોના સર્વાંગીણ વિકાસ યોગદ્રારા થઈ શકે છે.
શ્રી શેવડેજીએ પાતંજલીના અષ્ટાંગ યોગ, યમનિયમથી સમાધિ સુધીની વાતને અછડતા ઉલ્લેખ કર્યો હતો, પરંતુ પોતાના વિષય શારીરિક બીમારીઓના યોગદ્નારા ઉપચારને લગતા હાઈ બ્લડપ્રેસર, હાયપરટેન્શન, સ્પોન્ડીલાઈટીસ, સ્થૂલપણું, વગેરે અનેક રોગામાં કેવા આસના કરવા જોઈએ તેની વિગતે ચર્ચા કરી હતી.
પ્રવચનને અંતે પ્રશ્નારી બાદ પ્રમુખસ્થાનેથી શ્રી કે. પી. શાહે વકતાનો ખૂબ આભાર માન્યો હતો અને ભવિષ્યમાં તેમનું પ્રવચન આસનાનાં ડેમેટ્રૅશન સાથે યોજાય એવી ઈચ્છા વ્યકત કરી હતી,
શાન્તિલાલ ટી. શેઢ