SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. By South 54 Licence No. : 37 . : * + + 1 ) ' ITI - * t ; પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૨: અંક: ૭ પ્રવધુ જીવન . - મુંબઈ, ૧ ઓગસ્ટ ૧૯૭૯, બુધવાર મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિબિગ : ૫ છૂટક નકલ રૂા. ૦-૭૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૪ પ્રજાને દ્રોહ શ્રી ચરણસિંહને સરકાર રચવા રાષ્ટ્રપતિનું આમંત્રણ મળ્યું ત્યારે તેમણે કહ્યું, મારા જીવનની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થઈ. બચાવમાં ઉમેર્યું કે, દરેક રાજદ્વારી વ્યકિત, મુખ્ય મંત્રી, અથવા વડા પ્રધાનનું પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે; કોઈ એમ કહે કે, તેને આવી મહેચ્છા નથી તો તે જ બોલે છે. આ સ તાલાલસા ન કહેવાય તેમ બતાવવા કહ્યું કે, આવી મહેચ્છા પૂરી કરવા ગેરવાજબી માર્ગ Unfair means, લેવા ન જોઇએ, ચરણસિહ વડા પ્રધાન બન્યા તે વ્યાજબી માર્ગે fair meansથી બન્યા છે? ' . * જનતા પક્ષમાં ભંગાણ પાડવામાં પિતાને સ-તાલાલસા ને હતી એવું બતાવવા તે જ દિવસે તેમણે એક નિવેદન બહાર પાડયું. પિતાને પક્ષ ભાદ, સદા એક સંયુકત પક્ષ રચવા તત્પર હતો એમ જણાવી, જનતા પક્ષની નિષ્ફળતા અને તેમાં પડેલ ભંગાણને સઘળે દોષ મેરારજી દેસાઇ ઉપર ઢોળ્યો છે. તે નિવેદનમાં કહ્યું છે. - All these' failures and shortcomings could be traced to one single cause viz while he did not entertain any vision about the future of the country or Nursed any ambition about its prosperity or role in the Comity of Nations, Shri Morarji Desai had developed an inordinate desire to stick to power, at least; till 1982 and wanted to be left in peace till then. . . , , “આ સઘળી નિષ્ફળતાઓ અને ઉણપનું એક જ કારણ હતું. , મોરારજી દેસાઈ દેશના ભાવિ માટે કોઈ દષ્ટિ-સ્વપ્ન ધરાવતા નહોતા કે દેશની સમૃદ્ધિ અને રાષ્ટ્રસમૂહમાંના એનાં ફાળા વિશે કઈ મહત્ત્વાકાંક્ષા રાખતા નહોતા, પણ એમનામાં કમસે કમ '૧૯૮૨ સુધી તે સત્તા પર ચીટકી રહેવા માટેની અદમ્ય ઈચ્છા જાગી હતી. એ ત્યાં સુધી તેમને શાંતિથી રહેવા દેવામાં આવે એવું ઈચ્છતા હતા.' BALLU Glast BLHUSizil BL HERR SOUSA Greteil ભરપૂર છે. સર્વોતમ વિજ્ય પ્રસંગે હારેલ પ્રતિસ્પર્ધી ઉપર પ્રહારો કરવાની અને પિતાની મહતા બતાવવાની તક ચરણસિંહ જતી કરી શકયા નહિ. આ થયું ચરણસિહનું પોતાનું પરિસ્થિતિનું વિશ્લેષણ, તટસ્થ નિરીક્ષકો શું માને છે? લંડનના ઈનેમીસ્ટના ૨૧ મી જુલાઈના અંકમાં, આપણી વર્તમાન રાજકીય . પરિસ્થિતિ સંબંધે બે લેખે છે. મારારજીભાઈએ ૧૫ મી જુલાઈએ રાજીનામું આપ્યું , પછી તુરત “ લખાયેલાં આ બે લેખ છે. કેટલું વેધક વિશ્લેષણ કર્યું છે! એ જોઈ આપણને આશ્ચર્ય થાય. એક લેખનું, મથાળું છે. Every man for himself. કહેવાની મતલબ દરેક સ્વાર્થી છે. બીજાનું મથાળું છે Hitting Bottom - સૌ છેલ્લે પાટલે બેઠા. * પહેલા લેખમાં મેરારજીની નિર્બળતા જેને પરિણામે, ચરણસિંહને એકવાર કાઢી, ફરી પાછા લાવ્યા તેને ઉલ્લેખ કરી જણાવ્યું છે કે ચરણસિહ પાછા આવ્યા- Vowing vengeance on his former allies - પિતાના પહેલાના સાથીઓ ઉપર વેર વાળવાને નિર્ણય કરીને. Veneance came this week આ અઠવાડિયે એટલે કે, ૯ મી જ લાઈથી ૧૬ જુલાઈમાં, વેરવાળવાની તક મળી ગઈ. ચરણસિંહે જનસંઘનું બહાનું જ કાઢયું છે, એ બતાવવા, શરૂઆતમાં ચરણસિંહે . જનસંઘ સાથે ભાગીદારી કરી, ત્રણ રાજ્યો - હરિયાણા, ઉતર પ્રદેશ અને બિહાર - પોતે લીધા અને ત્રણ રાજ્યો - રાજસ્થાન મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશ - જનસંઘને સેપ્યા, તેને ઉલ્લેખ કર્યો છે. પછી, પિતાના ત્રણ રાજ્યોમાંથી તેના મુખ્ય મંત્રીઓનેકાઢયા ત્યારે ચરણસિંહને જનસંઘના.. અનિષ્ટનું અને હિન્દુ કોમી મોનસનું અચાનક ભાન થયું.. : આ. ભાન થયું ત્યારે ઈન્દિરા. ગાંધી મહાન અનિષ્ટ છે તે ભૂલી ગયા, અને તેમની સાથે મેળ કરવાનું શરૂ કર્યું , : ; . . He and the former Prime Minister have been dancing a miniet since last winter in the expectation that they would need eachother once the realignment began. ઈન્દિરા ગાંધી અને ચરણસિહ વચ્ચે કેટલાય મહિનાથી આવી ખાનગી મસલત ચાલે છે. તેની વિદેશી પત્રકારોને માહિતી છે.. બીજા લેખની શરૂઆત. આ પ્રમાણે થાય છે. .. . Indian Politics has sunk to a new depth from which it will not easily recover. The dramatic collapse of Janata Government on July 14th stemmed mainly from the lust for power of the Finance Minister Mr. Charansingh. He is determined to become Prime Minister and for this purpose, is cynically willing to join with Mrs. Indira Gandhi who imprisoned him for 18 months during her femergency'. Fears that the rump of Janata will now disintegrate only highlight the willingness of Indian Politicians to embrace in order to stab each other in the back, “ભારતનું રાજકારણ એટલી હલકી કક્ષાએ નીર ઉતરી ગયું છે કે એમાંથી એને સરળતાથી બહાર લાવી શકાશે નહિ. તા. ૧૪મી જુલાઈએ શ્રી દેસાઈની સરકારનું નાટયાત્મક પતન થયું એ મુખ્યત્વે નાણાપ્રધાન શ્રી ચરણસીંહની સત્તાલાલસાને લીધે થયું હતું. તેઓ. વડાપ્રધાન બનવા કટિબદ્ધ છે અને આ માટે તેઓ એમને કટોકટી દરમિયાન અઢાર મહિના સુધી જેલમાં રાખનાર શ્રીમતી ગાંધી સાથે હાથ મિલાવવા પણ તૈયાર થયા છે. જનતા પાનું એક જૂથ ભંગાણ પાડવા તૈયાર થયું છે એ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ભારતીય રાજકારણીઓ પીઠ પાછળ ખંજર ભેંકવા માટે એકબીજાને ભેટવા તૈયાર છે. વિદેશી પત્રકારોને ખબર છે, કે જનતા સરકારનું પતન? ચરણસિહની સત્તાલાલસાને જ આભારી છે. તેમને એ પણ ખબર . છે કે, આ દેશની રાજદ્વારી વ્યકિતઓ પીઠ પાછળ, ખંજર ભોંકવા માટે એકબીજાને ભેટે છે. તેઓ એ પણ જાણે છે કે, સTE: મેળવવા, ચરણસિહ નિર્લજપણે ઈન્દિરાને ભેટવા તૈયાર થયા છે. :
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy