________________
૪૮
પ્રશુળ જીવન
નાનકડી નૃત્યકાર જેનીની ઘૂંટણીએ પડીને આંખમાંથી ખરતા અશ્રુબિંદુ સાથે, બોલી, તમે માનવી નથી, દેવી છે, દેવી, હીમ્મતની દેવી, અને જેનીએ હસીને કહ્યું ને શું છેા નાની દેવી, હીને એના માથાને ચુંબન કરીને કહ્યું, આજે તો હું છું સીન્ડ્રેલા, જેને ડોકટરોએ હુકમ કર્યો છે કે, બહુ સમય રોકાવાનું નથી. કહીને ફરી હસી ત્યાં હાજર રહેલા સૌના માં મરક્યા, સૌના મોં પર મરકાટ હતા ને આંખમાં પાણી, ભવ્ય દ્રશ્ય, સર્જાયું હતું. ધીરે ધીરે જેની સારી થતી ગઈ. ઘેર ગઈ, અને અકસ્માત પછી પહેલી જ વાર આખા આયનામાં પોતાનું બળેલું, કુરુપ થઈ ગયેલું શરીર જોઈને પહેલી જ વાર એનામાં ઘેર નિરાશા વ્યાપી ગઈ. થયું કે, આવા શરીર કેમ નાચી શકાશે, કેવી લાગશે?
એ સમયે એની બહેને અને નર્સે એનામાં ઉત્સાહ રેડયા. કહ્યું, હજી તો ઘા પૂરા ભરાયા નથી તેથી આમ લાગે છે. દુ:ખી ન થા, ને તું નાચીશ જ, અને નર્સે ફરી કહ્યું, તારા પહેલા શામાં જ હું આવીશ તે નક્કી જ છે.
પછી તે નિયમિત કસરત શરૂ કરી દીધી તે માટે હોસ્પિટલમાં જતી ને ઘરમાં પણ કસરતના સાધનો વસાવી લીધા. ઘા રુઝાવા લાગ્યા, ઘા રુઝાતી વખતે શરીરમાં ખૂબ જ ચળઆવતી,આ પણ લગભગ એક વરસ ચાલ્યું. પરન્તુ જેની જેવું નામ. હારી જાય તો જેની શાની?
એણે પગને કસરત આપવા માંડી, કોણીએથી હાથ વળતા નહાતા તે વાળવા લાગી, ધાર્યો કાબૂ આવતા ગયા. શરુ કર્યું પહાડ ચડવાનું, કોણી જરા વળતી નહોતી જ, ફ્રી એની પર ઓપરેશન થયું. કોણી વળી શકી, અને જેની અકસ્માત પછી એટલે કે ૧૯૬૨ માં જ્યારે જીનીવાના ઓપેરા હાઉસમાં સ્ટેજ પર આવી ત્યારે એને હિમ્મત માટે ફ્રેન્ચ એકેડેમીના એવોર્ડ મળ્યો, અને અંતે જેની પેલા નક્કી કરેલા પ્રોગ્રામ માટે, એ બેલેની ટુકડી સાથે પ્લેઈનમાં ઊપડી જ
થિયેટર ચીક્કાર, સૌની નજર સ્ટેજ પર! કર્ટન ઉપડયા ત્યાં ઊભેલી એમની વહાલી નૃત્યાંગનાને જોઈ એણે ઉપરના લાંબા પહેરેલા ડગલા દૂર કર્યા, અને... અને જેની નાચી, લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા! લેાકો વીસરી જ ગયા કે જેની કદી હોસ્પિટલમાં હતી તે વાત જ. જેની નાચી, અને નૃત્ય પૂરું થતાં લોકોએ હર્ષના ઉદ્દગારોથી તાળીઓના ગગડાટથી જેનીને વધાવી લીધી.
જેનીએ નિર્ધાર કર્યા હતા તે પ્રમાણે જ થયું, જેની જીવી, જેની નાચી, એના મક્કમ નિર્ધાર જોઈને જ ઈશ્વરે એને સહાય કરી, આજે પણ જેની નાચે છે. ઉપરાંત એનામાં દયાનો સ્રોત પણ જાગ્યો છે. કોઈના પણ દાઝી ગયાના ખબર જાણે છે કે તુરત હોસ્પિટલમાં દોડી જાય છે, એને શબ્દોથી સાંત્વન આપે છે, હાજરીથી પેલામાં જીવવાની જિજીવિષા જગાડે છે અને જરૂર હોય ત્યાં પૂરતી આર્થિક સહાય પણ આપે છે.
જેની પહેલાની જેમ જ નાચે છે, પહેલાની જ જેની બની ગઈ
છે, છતાં આજની જેની અને જુની જેનીમાં ખૂબ મોટો તફાવત પડી ગયા છે. ગઈ કાલની જેનીને દુ:ખ શું, વેદના શું! એની ખબર નહાતી, પરન્તુ પોતે અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને નીકળી છે. ત્યારથી અન્યના દુખદર્દ એને સમજાયા છે. અને તેથી જ જેની કહે છે. કે ઈશ્વરની ડોકટરોની મદદથી જનતાના અશીર્વાદથી હું નવજીવન પામી છું. હું નાચી શકી છું તે હવે હું ફકત પાતા માટે જ સ્વાર્થ માટે જ નહિ નાચું, પરાર્થે પણ નાચીશ, અને એ જનતાના લાભાર્થે નાચે છે, ધન ભેગું કરવામાં મદદ રૂપ થાય છે, અને જેની કહે છે કે, એમાં તે મને અનેરો આનંદ
મળે છે.
જેનીની વાત અહીં પૂરી થાય છે, આને અનુવાદ કરવાની ઈચ્છા એક જેની નામની વ્યકિત નાચી શકી એ માટે નથી પરન્તુ આટઆટલી અશકયતાઓ, મુસીબતો અને જીવવાની પણ જ્યાં શક્યતા નહાતી તેવે સમયે પણ જેનીને નિર્ધાર કે હું નાચી જ એ જ વાતે મને મુગ્ધ કરી છે, આપણે જરા જેટલી વારમાં નીરુત્સાહી થઈ જઈએ છીએ, હતાશાથી ઘેરાઈ જઈએ છીએ. હવે કશું જ બની શકવાનું નથી તેમ પોકારી ઉઠીએ છીએ, એવા માટે આ પ્રેરણારૂપપ નથી ?
મૂળ લેખક : રિચાર્ડ હાઉ અનુ: રંભાબેન ગાંધી
તા. ૧-૭’૭૯
રાધાકૃષ્ણ
પ્રખર યોગસાધના :– પ્રખર યોગસાધના માટે રાધાકૃષ્ણ શું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. આપણે ભાગવત, રાસલીલા, કૃષ્ણચરિત્ર તેમજ અન્ય ધાર્મિક સાહિત્ય જાણીએ છીએ, વાંચીએ છીએ તે ફકત વાર્તારૂપે જ. ઘણે ભાગે સમજીએ છીએ. રાધા કોણ ? કૃષ્ણ કોણ? એની સાથે આપણા શું સંબંધ? શું એ પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર છે, તે માટે? એણે કરેલી અદ્દભુત બાળલીલા, પરાક્રમે વિગેરેને લીધે ? રાધાએ આપણાં કરતાં વિશેષ રીતે, સહજ રીતે શ્રીકૃષ્ણમાં શું જોણું, શું માણું કે, એક પણ ક્ષણ એ કૃષ્ણ વિના રહી જ શકતાં નથી? પરિણામે રાસલીલા રચાઈ, નહીંતર રચાતે જ નહીં! શ્રી કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કહેવાયાં, શ્રીરામ મર્યાદાપુરુરામ ! શ્રીકૃષ્ણ જયારે રાસલીલા કરે છે, આકાશમાં પૂર્ણચંદ્ર ખીલ્યા છે, રાસલીલાની સંપૂર્ણ જમાવટ થઈ ત્યારે કામદેવ તીર ફેંક્યું. શ્રીકૃષ્ણ ફક્ત મધુર રીતે હસ્યાં, એ હાસ્ય એટલું તે મધુર હતું, દિવ્ય હતું, કૃષ્ણ માટે નૈસગિક હતું કે કામદેવ ભાઠાં પડી ગયાં, નિષ્ફળ ગયાં. શ્રીકૃષ્ણ પાછળ આટઆટલી સ્ત્રીઓ ખુશ હોવા છતાં એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા તેનું કારણ શું? શંકર ભગવાન જ્યારે તપ કરતાં ત્યારે તપભંગ કરવા કામદેવ આવ્યા. શંકર ભગવાનથી કામના તાપ સહન ન થયો, ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને ભસ્મ કર્યાં, બાળી નાંખ્યા જ્યારે શ્રીકૃષ્ણે ફકત મધુર હાસ્યનું જ પ્રદાન કર્યુ. એ વિજયી મધુર સ્મિત, કે જે મધુરાષ્ટકના સુંદર પદમાં વણાયેલું છે. કૃષ્ણનું બીજું નામ જ મધુરતા, માધુર્ય સાર્થક રીતે ગવાયેલું છે. તેને તેમણે સાકાર કર્યું, ચરિતાર્થ કર્યું. આમ શ્રીકૃષ્ણ, બાળજીવનની વિવિધતાથી લઈ રાજરાજેશ્વર બન્યા છતાંયે, જીવનવ્યવહારમાં, સંસારવ્યવહારમાં જે રીતે રહ્યાં, અલિપ્તતાથી તથા કુશળતાથી વર્યા, તેથી જ યોગેશ્ર્વર, પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા.
રાધા કોણ ?:− રાધા એ ફકત સાદુ સીધું, એક પ્રાચીન યુગની નારીનું ગોપીકા કે ગોવાલણીનું સામાન્ય વ્યવહારની જ ઓળખનું નામ નથી. રાધા એ સ્વયમ ચૈતન્ય તત્ત્વની પરમશકિત છે. ‘રાધા શબ્દના ગૂઢાર્થ, ધ્વનિ, ગુપ્ત અર્થ તે “રા અને ધા”થી દિવ્ય સમૃદ્ધિ જેવી કે દિવ્ય પ્રેમ, દિવ્ય જ્ઞાન, દિવ્ય આનંદ અને એવી શકિતનું બનેલું દિવ્ય તત્ત્વ કે જેની પોતાની ધારા (રાધા શબ્દને ઉલટાવવાથી પોતાના હ્રદયમાંથી સતત વહેતી. કૃષ્ણ માટેના પ્રેમની ધારા છે. બ્રહ્મ તત્ત્વ, ચૈતન્ય તત્ત્વમાં રહેલ જે દિવ્ય જયોત, દિવ્ય પ્રેમ કે જે દ્વારા પ્રભુને સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છા જાગી અને રચના કરી તે આગવી વિશિષ્ટ પ્રેમશકિત, દૈવીશકિત તે રાધા.
દિવ્યપ્રેમ કેવો હોઈ શકે ? જેમાં દર ક્ષણે પ્રભુ મિલન માટે અભિપ્સા, ઝંખના, તીવ્ર ઈચ્છા હોય. વિરહ અને તે દૂર કરવાની સતત જાગૃતિની તમન્ના હોય. જ્યાં આત્મા પરમાત્માનું મિલન દિવ્ય કોટિએ રચાતું હોય; અને તે માટે સર્વસ્વનું ન્યોછાવર કરવાની હરક્ષણ પ્રબળ ખેવના હાય- ઉદાહરણ તરીકે રાધા-કૃષ્ણ, શ્રી અરવિંદ અને શ્રી માતાજી, શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શારદામણી દેવી વિગેરે આપણે જાણીએ છીએ. પ્રભુ પ્રેમ માટે ઝંખતી સાધક હૃદયની હરક્ષણ જે તીવ્ર આકાંક્ષા તે જ દિવ્ય પ્રેમની ધારા....... રાધા.
તત ્ તત્ત્વ તે અલિપ્ત બ્રહ્મ :– તેની શકિત તે અદિતિ, તેમાંથી તચેતના કે જે દિવ્યશકિત જગતની રચના કરી શકે છે. તે સ્વયમ્ માં રહેલ સત્ ચિત્ આનંદની ચેતનાં અને તેના દ્વારા સૃષ્ટિનું નિર્માણ કરવાની સ્વયમ ્ પ્રભુની જ આગવી ઈચ્છા. પેાતાનાં જ જેવા શુભ અને સુંદર અનેક સર્જના કરવાનું મન થતાં,— “એકો હમ બહુ સ્યામ” રમત કરવાનું મન થતાં હીયાં ત્ બેવમ્ ” એવા અનેક સ્પંદનાથી, તા, ચેતનાશકિત સભાન શકિત, બ્રહ્મની આગવી શકિતએ પ્રભુનાં જેવી જ સૃષ્ટિનું સર્જન કરવા દિવ્ય પ્રેમ, દિવ્ય આનંદ, દિવ્ય પ્રકાશ દ્વારાઅમૃતમયી એ દિવ્ય શકિત જે તત્ – તત્ત્વરૂપે હતી તેને ઘણાં ઘણાં અનંત, અખૂટ સ્વરૂપે મુકત કરી દીધી, છૂટી કરી દીધી. એટલે પ્રથમ નજરે, કુદરતી રીતે એ પરમ તત્ત્વ કે તેની દિવ્યશકિત, મુત કરાયેલી શકિત આમુલક એક જ છે, એ સરળતાથી સમજાય એવું છે. પરંતુ આપણે સમજી શકતાં નથી તેનું કારણ શું? પ્રભુની સર્જનતામાં સ્વતંત્રતા છે. જગતનું સર્જન કરનાર દિવ્ય શકિતઓ જગતનાં નિર્માણ કાજે પોતાનામાંથી બીજી સર્જન શકિતઓનું નિર્માણ કર્યું અને કાળક્રમે તેઓ સ્વતંત્રતાને કારણે મૂળ દિવ્ય શકિતથી અલગ થતી ગઈ. એ બે શકિતઓ-દિવ્ય શકિત અને