________________
તા. ૧-૭-’૭૯
પ્રબુદ્ધ જીવન
નિરધાર
*
કે
નામ એનું જેના લોહીમાં જ જાણે કે નૃત્ય, નાનપણથી જ નાચે છે.. સમય જતાં તે જ નવા નવા બૅલે સર્જે છે, બેલે પર બેલે સજા યે જાય છે, જનતાને મુગ્ધ કરતી જાય છે, અને એક પછી એક સિદ્ધિના સાંપાન સર કરતી જાય છે એક ડાન્સ બૅલે પુરજાસમાં ચાલી રહ્યો છે ત્યાં જ બીજાની તૈયારી ચાલી રહી છે, એ ડાન્સ બૅલે ખળભળાટ મચાવી દેશે તેની જેનીને ખાત્રી છે, સંપૂર્ણ તૈયાર થતાં જ એ આખી ટૂકડી પરદેશ લઈ જવાની છે, જ્યાં એના અનેક શા નક્કી થઈ ગયા છે, જૈનીના ઉત્સાહ અને ઉમંગને પાર નથી, એ તનથી અને મનથી નાચી રહી છે, થનગની રહી છે.
સાત વર્ષની ઉમ્મરેજ એ સ્ટેજ પર નૃત્ય કરતી થઈ ગઈ છે. એ નાચતી, એનું અંગે અંગ નાચવું, જોનાર એ જુલ્ફા વાળી બાળકીને નાચતા જોઈને મંત્રમુગ્ધ બની જતાં, એણે થોડો સમય ફિલ્મમાં પણ કામ કંર્યું, પરન્તુ નૃત્ય એ જ એનું જીવન, એણે એમાં જ ઝંપલાવ્યું અને ૧૭ વર્ષની ઉમ્મરે તો આખા યુરોપમાં એનું નામ ગાજતું થયું.
નવા બેલે લગભગ પૂર્ણ થવા આવ્યો હતો, એ લઈને અમેરિકા જવાનું હતું, પૂરજોસમાં તૈયારી ચાલી રહી હતી. ડ્રેસ રીહર્સલ હતી, જૈનીએ જરા આગળ પગ મૂક્યો, નૃત્યના પોઝ લીધા ત્યાં જ સળગતી મીણબત્તી હતી, એના ટાઈટ કપડાને લાગી ગઈ, જેની દાઝવા લાગે ત્યાં જ બૂમ પડી, જેની તારાં કપડાં સળગે છે. એ દોડી, બચાવા બચાવાની બૂમ પાડી, પરન્તુ નાયલાના કપડાં, ખૂબ ટાઈટ, શરીર સાથે ચાટી ગયા, આગ તા થૈાડી જ વારમાં બુઝાવી દીધી પરન્તુ એટલી વારમાં પણ જેનીન ચહેરો અને ગરદન સિવાયના બધા જ ભાગ સખત રીતે દાઝી ગયા હતા.
''
જેનીની ઉમ્મર આ સમયે લગભગ ૩૭ વર્ષની, પરન્તુ જોતા ૨૫ની પણ લાગે નહિ, એવી એ જેનીનું આટલું બળેલું શરીર જોઈને ડોકટરોને લાગ્યું કે, જેની જીવશે જ નહિ. જેની ડોકટરોના મોંના ભાવ જાતી, સમજતી અને ભાનમાં હતી ત્યાં સુધી એ બોલતી જ રહી હતી. ડોકટર મારે જીવવું છે. મારે હજી ઘણ નાચવું છે. હું મરવા માગતી નથી. ઈશ્વર મને જીવાડશે જ.
એ પછી તા બેભાન જ થઈ ગઈ હતી. બેભાન અવસ્થામાં પણ વેદાનાની ચીસા મારતી. પેલા નાયલાનના કપડાં એના શરીર પરથી દૂર કરતાં સાથે આખા શરીરની ચામડી પણ ઉતરડાઈ ગઈ. કેટલા દિવસે ભાનમાં આવતા, પેાતાને શું થયું છે તેનું દુ:ખ નહિ, દુ:ખ, ચિંતા, એક જ વાતની, નવા બેલેનું હવે શું? ટૂરનું શું? નક્કી કરેલા કાર્યક્રમનું શું?
ઘેનની દવા આપીને સુવાડી રાખે ત્યાં સુધી જ શાન્ત રહી શકતી, બાકી તો વેદનાની કારમી ચીસે જ મારતી. નર્સ પાટા બદલતી ત્યારે તે અનહદ વેદના થતી, નર્સ કે જેણે આ જેનીના બૅલે જોયા હતા, તે પણ એની કારમી વેદના જોઈને કંપી ઊઠતી. પત્રાના ઢગલા થતો, લોકો એ જેની માટે ગમે તે કરવા તૈયાર હતા. ધન આપવા, લેહી આપવા, કહા તે કરવા. એક બાઈએ તો પત્ર લખ્યો, સાથે જેની પર ફૂલ ખીલે, તે ડાળીઓ મોકલીને લખ્યું કે, બેટી જેની, ફાલ તો હજુ થયા નથી, તેથી આજ પાઠવું છું, ઘરડી મા જૈવીના આશીર્વાદ સાથે, આ લાગણી પ્યાર જૈનીના ઘા પર મલમનું કામ કરતાં અને સાચે જ એના નિરધાર મક્કમ થતો કે જીવવું છે જ, અને ફરી નાચવું પણ છે.
“ “ જેની જ્યારે જીવવાના અને નાચવાની નિરધાર કરી રહી હતી ત્યારે ડોક્ટરો મનમાં કહેતા કે ચાવીસ કલાક પણ ભાગ્યે જ કાઢશે ! પરન્તુ ડૉક્ટર એ માનવ છે, ઔની ઉપરવાળા ઈશ્વર છે, અને ધાર્યું તો એનું જ થવાનું છે ને?
ધીરે ધીરે સ્થિતિ સુધરતી ચાલી, ચામડી ગ્રાફ્ટ કરવાના સમય આવ્યો. ત્યારે પ્રશ્ન થયે। કે, ચામડી કોની લેવી? જેનીનું આખું શરીર બળી ગયું હતું તેથી એની ચામડીના કોઈ ભાગ તે લેવાય એમ હતું જ નહિ, તો કોની લેવી? અને અન્યની ત્વચા જૈનીનું શરીર સ્વીકારશે કે ફેંકી દેશે તે પણ પ્રશ્ન હતો જ, ઉપરાંત ઈનફેકશનનો ભય હતા, છતાં ત્વચા તેા લેવી જ રહી, જોખમ ખેડીને
પણ અને અંતે બે વ્યકિતની ત્વચા જેની માટે બરાબર લાગી, તેમની ત્વચા લેવાનું નક્કી કર્યું અને એ બે પણ જેનીના મિત્રા જ
હતા .
અકસ્માતના એક મહિના પછી એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, સ્ક્રીન ગ્રાફ્ટ કરી, એમાં ચાર ક્લાક લાગ્યા, સાધારણ રીતે આવા ઓપરેશન પછી દરદી ધેનમાં ઊંઘી જાય છે, પરતુ જેની જાગૃત હતી, એણે તો ચા માંગી. બેન્ડેજ દૂર કર્યા ત્યારે જેવું કે, સ્કીન બરાબર લાગી ગઈ હતી. એ જોઈને અકસ્માત પછી ૪૦ દિવસે ડોકટરોને લાગ્યું કે એ જીવી તે જશે જ પર અને એ પરન્તુ પાછળની જે વાત હતી, તે જેની માટે આઘાત જનક હતી. જીવી જશે પણ જેની નાચી શકશે નહિ. અને જેનીએ કહ્યું તે પછી જીવવાનો અર્થ જ શે! છે? બળેલા ભાગ સખત થઈ ગયા હતા, ચામડી ખેંચાઈને તંગ થઈ ગઈ હતી. હવે એનામાં સપલનેસ આવી શકે એમ નહતું. અંગ ઉપાંગ ધાર્યા વાળી શકે એમ પણ નહોતી અને સરખી રીતે ચાલવું જ જ્યાં અસંભવ હતું ત્યાં નાચવાની વાત કેવી? પરન્તુ
..
અને આ પરન્તુ પાછળ જેનીના નિર્ધાર હતો. એણે બિછાનામાં સુતા જ સુતા જ કહ્યું, ડોકટર હું નાચી શ જ, અને હજુ તો બિછાનામાં જ હતી, ત્યાં જ કસરત શરૂ કરી દીધી, હાથ પગ હલાવવા લાગી અને જે રીતે, જે ઉત્સાહથી એણે કસરત શરૂ કરી, તે જોઈને એની ખાસ નર્સ બોલી ઊઠી, જેની તું જરૂર નાચીશ, જરૂર નાચીશ, અને જ્યારે તારું પહેલું નૃત્ય તખ્તા પર થશે ત્યારે હું ખાસ જેવા આવીશ. પરન્તુ
***
પરન્તુ એ તે! ઉત્સાહની વાત હતી, નિર્ધાર હથા, જ્યારે હકીકત જુદી જ હતી, કોઈ અંગ ઢીલા પડતા નહોતા, ચામડી ખેચાતી હતી. હજુ તો ઘણા ગ્રાફ્ટ કરવાના બાકી હતા, ત્યાં નૃત્યનો પોઝ તો લઈ જ કઈ રીતે શકે?
આવી મુસીબતમાં પણ એણે તે પેલા નવા બેલેના વિચાર કરવા માંડયા. તેની કોરીઓગ્રફી કરવા લાગી, અર્થાત એના જ વિચારમાં ડૂબી રહેવા લાગી, પરિણામે વેદનાને જરા વિસારવા પણ લાગી.
ડોકટરો એનું કામ કરવા લાગ્યા. શરીર એનું અને જેની એનું કામ કરવા લાગી. પાછળના ભાગમાં ચામડી ગ્રાફ્ટીંગ કરી ત્યારે - તે પાંચ છ દાડા પેટ પર જ સૂઈ રહેવું પડયું. એ ખૂબ જ અકળાવનારી પોઝીશન હતી. છતાં જેનીએ એ પણ હસતા મોંએ સહી લીધું. અકસ્માત પછી પૂરા બે મહિને જેની પહેલી વાર ખુરશીમાં બેઠી તે પણ પાંચ સાત મિનિટ જ, બહુ બેસી ન શકી, એ જેની નાચવાના સ્વપ્ના સેવે એ કોઈ પણને અસંભવ જ લાગે ને ? ધીરે ધીરે જરા ડગલા ભરવા લાગી, જરાક ઊભા રહેવાની શકિત આવી ત્યાં જ એની બહેન કે જે જેની સાથે જ નાચ કરતી હતી, એણે જેનીને કહ્યા વગર, જેનીના જીવનમાં નવ ઉત્સા જાગે, ચેતના જાગે, એ ખાતર જેની બહાર તખ્તા પર આવે અર્થાત એને પબ્લિક એપિયરન્સ નક્કી કરી નાંખ્યો. અને જેના જ્યાં અનેકવાર નાચી હતી તે જ થિયેટર પર જેની આવશે તે જાણતાં જ થિયેટર પર જનતા ઊમટી પડી, જેનીને આ વાતથી આનંદ થયો તો સાથે ગભરાટ પણ થયો કે ઊભું નહિ રહી શકાય તે!?
ડોકટરો અને નર્સની મદદથી હાસ્પિટલમાંથી થિયેટર પર
જવા નીકળી, અકસ્માત પછી પૂરા ત્રણ મહિને ખૂબ લાંબુ ડ્રો પહેરવું પડતું કારણ કે દાઝેલા ભાગ દેખાય તે સારું ન લાગે માટે.
એ થિયેટરમાં જવા નીકળી ત્યારે એની કાર એક્લી ન હતી. એની સાથે બીજી લગભગ ૧૫ થી ૨૦ ગાડીએ હતી, જેની તે જનતાના પ્યારમાં ડૂબી ગઈ હતી. થિયેટર આવ્યું જયાં જેની અનેક વાર નાચી હતી, થિયેટરને મેનેજર દોડતા આવ્યા અને જેનીને પોતે જ હાથ પકડીને અંદર લઈ ગયો. હાલ ઠસાઠસ ભર્યો હતો. જેની સ્ટેજ પર આવી, ઘેાડા ડગલા ચાલી, આગળ આવી જરા હસી ને તે ક્ષણે સમસ્ત પ્રેક્ષક વર્ગ ઊભા થઈ ગયા, જેનીને તાળીઓથી વધાવી લીધી, જેનીની આંખમાંથી મેાતી સરી પડયા, ને પ્રેક્ષક વર્ગની પણ એ જ દશા હતી. બેંક સ્ટેજ પર એના ચાહકો તરફથી, જનતા તરફથી ભેટ સેાગાદોના ઢગલા થયા, અને એક