________________
તા. ૧-૫-’૭૯
પણ પછી પ્રશ્ન એ ઊભા થયા હતા, કે શું બ્રહ્માણ્ડ અનન્ત કાળ સુધી વિસ્યા જ કરશે ? આઈનસ્ટાઈનના સમીકરણા અનુસાર તા બ્રહ્માણ્ડ સીમિત અને બંધ (finite and closed) છે તો તેનું શું? બ્રહ્માણ્ડની સીમાની પેલે પાર શું છે? બીજું કોઈ બ્રહ્માણ્ડ છે? એલન સાન્હેજે આ પ્રશ્નોના જવાબ મેળવવા કેટલાક પ્રયત્નો પછી ‘પલ્સેટિંગ યુનિવર્સ’- ધબકતાં વિશ્વન સિદ્ધાન્ત રજૂ કર્યો હતો. એમણે એવું પ્રતિપાદન કર્યું હતું કે, બ્રહ્માણ્ડ ૪૧ અબજ વર્ષ સુધી વિકસ્યા કરશે. પછી એ વિક્સનું અટકશે અને બીજ ૪૧ અબજ વર્ષ સુધી, બ્રહ્માણ્ડમાંના દ્રવ્યના ગુરુત્વાકર્ષણને કારણે સંકોચાતું જશે. સંકોચન પૂરુ
વિરાટ અસલના
અગન
થયા -- પછી એ પાછું ગળામાં ફેરવાઇ જશે અને કાળે કરીને એ અગનગોળા ફરી ફાટશે અને બ્રહ્માણ્ડની ઉત્પતિ, સ્થિતિ અને લયની ઘટમાળ એમ ચાલ્યા કરશે. પ્રારભમાં વિજ્ઞાનીઓએ આ સિદ્ધાન્ત સામે એ કારણે વાંધા લીધે હતા કે બ્રહ્માણ્ડના વિકાસને · અટકાવે એટલા પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ ઊભું કરવા માટેનું દ્રવ્ય બ્રહ્માણ્ડમાં નથી. બ્રહ્માણ્ડમાં માત્ર એના કરતાં એક દશાંશ જેટલું જ દ્રવ્ય છે. એટલે બ્રાહ્માણ્ડનો વિકાસ અટકશે નહિ. પરંતુ હમણાં જ, બેએક વર્ષ પર અમેરિકાએ અવકાશમાં છોડેલી હાઈ એનરજી એસ્ટ્રોમિક ઓબઝર્વે ટરી - પૃથ્વી ફરતે ભ્રમણ કરતી વેધશાળાના પ્રયોગો પરથી ડા. ફ઼ાઈડમેને પુરવાર કર્યું છે, કે વિવિધ ગેલેકસી વચ્ચે પુષ્કળ પ્રમાણમાં દ્રવ્ય છે- રજકણાના સ્વરૂપમાં અને તેથી બ્રહ્માણ્ડમાંના દ્રવ્યનો જથ્થો ઘણા વધી જાય છે. વળી આપણી પોતાની ગેલેક્સીમાં પણ, ધૂળનાં વાદળા પાછળ છુપાયેલા ઘણા તારાઓ જર્મન વિજ્ઞાનીઆએ શેધી કાઢયા છે. એટલે એથી પણ આપણા પોતાના તારા વિશ્વમાંના દ્રવ્યના જથ્થામાં સારા જેવા વધારો થયો છે. આને કારણે વિશાનીઓની વધુ ને વધુ મોટી સંખ્યા પલ્સેટિંગ યુનિવર્સના સિદ્ધાન્તમાં માનતી થઈ છે. અલબતા, આ અંગે આખરી અભિપ્રાય ઉચ્ચારતાં પહેલાં ૧૯૮૦ માં, અમેરિકા તરફથી જે બીજી HEAO હાઈ એનરજી એસ્ટ્રોનોમિક્સ ઓબઝ વેટરી છેાડવાની છે તેના દ્વારા થનારા પ્રયોગોની બ્રાહ્માણ્ડના વિજ્ઞાની રાહ જોઈ રહ્યા છે.
પ્રબુદ્ધ જીવન
આમ છતાં કેટલાક પ્રશ્નના તેા જવાબ તેમને મળવાના જ નથી. દા. ત. અગન ગાળાનું દ્રવ્ય સૌથી પહેલાં કયાંથી આવ્યું ? એને ફાટવા માટેની પ્રેરણા કોણે આપી? એ અગનગોળા નહોતી? ઊર્જા તા
કેવળ
કેટલાક વિજ્ઞાનીઓએ, કોઈ બીજા બ્રહ્માણ્ડના અસ્તિત્વની લ્પના પણ કરી છે અને આપણા બ્રહ્માણ્ડમાંથી વ્હાઈટ હાલ્સ' દ્વારા બીજા બ્રાહ્માણ્ડમાં ઊર્જા વહી જાય છે. એવી વાત પણ કરી છે. હકીકતમાં તે આજના વિજ્ઞાનીઓની સ્થિતિ પણ સર્જનની વિશ્વરૂપ દર્શન પછીની જે સ્થિતિ હતી તેના કરતાં કાંઈ ભિન્ન નથી. વિશ્વરૂપ દર્શન કર્યા પછી खाने नान्तं नमध्यं न पुनस्तवादि जानामि विश्वेश्वर विश्वरुप – તમારો આદિ મધ્ય અને ખંત કર્યાં છે તે હું વિશ્વેશ્વર મને ખબર જ નથી પડતી. વિજ્ઞાનીઓનું પણ આજે એવું જ છે.
વિજ્ઞાનીઓની આ પરિસ્થિતિ અંગે ડા. રામાનાનું વિશ્લેષણ એવું છે, કે નિરીક્ષણની એક સપાટી પરથી આપણૅ નિરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણને વિશ્વનું અત્યારનું રૂપ દેખાય છે. કોઈ બીજી સપાટી પરથી નિરીક્ષણ કરીએ તો બીજું રૂપ દેખાય પણ વિશ્વની નિરીક્ષણની આ બીજી સપાટી સુધી પહોંચે કે કેમ તે વિષે ડી. રામનાને શંકા છે. ફિલસૂફી અને વિજ્ઞાન બન્ને એક બીજાની અત્યંત નજીક આવી ગયાં છે એવું આના પરથી નથી લાગતું?
આ પછી, સૂર્યમાંથી ગણિતને આધારે નક્કી થયેલા ન્યુટ્રીના કરતાં ઓછા ન્યુટ્રીનો નીકળે છે તેથી સૂર્યમાં કોઈ જુદા જ પ્રકારની અણુપ્રક્રિયા થાય છે કે શું એવા વિજ્ઞાનીઓને થયેલા પ્રશ્નની મે ચર્ચા કરી હતી. આ અંગે એક સેાવિયેત વિજ્ઞાનીએ કરેલાં વિધાનની વાત પણ કરી હતી. આ અંગે ભાઈ રસિક શાહે, સૂર્ય એક અવકાશી રજકણાના વાદળમાંથી પસાર થયા હેાવાથી અને એને કારણે એનાં દ્રવ્યમાં વધારા થયા હેાવાથી ન્યુટ્રીનેાની સંખ્યા ઘટી હશે એવા શ્રી છેટુભાઈ સુથારના મંતવ્યનો ઉલ્લેખ કર્યો હતો. શકય છે. પણ વિજ્ઞાનીઓ આ વાત સદંતર રીતે સ્વીકારી લેવા તૈયાર નથી. આથી
જ અમેરિકા અને રશિયા બન્ને કરોડાના ખરચે ન્યુટ્રીના ઓબ્ઝર્વે ટરીઝ બાંધી રહ્યાં છે. બાકી મને પેાતાને આજે જયારે આ લખવા બેઠો છું ત્યારે એક પ્રશ્ન સ્ફ રે છે કે સૂર્ય જે વાદળમાંથી પસાર થયા તેની પૃથ્વી પર કાંઈ અસર ન થઈ? વાચકોને ખબર તો હશે જ, કે સૂર્ય આપણી ગેલેકસીના કેન્દ્રની આસપાસ દર સાડા બાવીસ કરોડ વર્ષે એક વાર પ્રદક્ષિણા કરે છે. હવે તે એવું પણ માલમ પડયું છે, કે સૂર્ય ગેલેકસીના કેન્દ્રથી દર સેકન્ડે ૪૦ ક્લિોમિટરની ઝડપે દૂર ભાગી રહ્યો છે. ગેલેકસીના કેન્દ્રમાં પણ કાંઈ મહાસંક્ષોભ ચાલતા હેાવાનું, કોઈ મોટા સ્ફોટ થયો હોવાનું આછું આછું માલમ પડી રહ્યું છે. બ્રહ્માણ્ડ કેવું રમણીય છે! પ્રતિક્ષણે એ કેવી રમણીયતાનું પ્રદર્શન કરે છે!
આ ઉપરાંત ગૃહ માળાના વિવિધ ગૃહા અંગે થયેલાં અદ્યતન સંશેાધનની તથા કૃત્રિમ ઉપગ્રહો વડે ચાલતાં વિવિધ પ્રકારનાં સંશાધનાની વાત પણ મે કરી હતી. ઉપગ્રહેા વડે અને ફોલ્સ ક્લર ફોટાગ્રાફી વડે પૃથ્વી પરનાં ખનિજ સાધનો, પાક પાણીની પરિસ્થિતિ, પૃથ્વીના નકશા, દુશ્મનાની હિલચાલ અને બીજું એવું ધણ જાણી શકાય છે એ પણ દાખલાઓ સાથે સમજાવ્યું હતું. જીઓ–સિક્રોંનસ ઓરબીટરમાં ફરતા ઉપગ્રહેાએ સંદેશવ્યવહારમાં કરેલી ક્રાંતિની વાત પણ કરી હતી. જીવ વિજ્ઞાનની બાબતમાં મુખ્ય વસ્તુ તો એ કહી હતી કે મંગળ પર જીવન છે કે નહિ તે જાણવા માટે મોક્લવામાં આવેલાં યાનાના પ્રારંભિક હેવાલે પરથી તે મંગળ પર જીવન નથી એવું વિજ્ઞાનીઓ માનવા લાગ્યા હતા પણ એ હેવાલાના બે વર્ષના ઝીણવટભર્યા નિરીક્ષણ પછી કેટલાક વિજ્ઞાનીએ એવું માનવા લાગ્યા છે કે મંગળ પર જીવન છે કે નહિ તે પારખવા માટે જે ત્રણ પ્રયોગા કરવામાં આવ્યા હતા તેમાં એકે તે મંગળ ઉપર જીવન હાવાના—સૂક્ષ્મ જીવન હોવાના અણસાર આપ્યા જ છે. અલબત્ત એ અણસારને પુષ્ટિ તે ત્યારે જ મળશે ' જયારે મંગળ ઉપર કોઈ બીજું વધારે સૂક્ષ્મતાપૂર્વક માપ કાઢી શકાય એવું યાન ઊતારવામાં આવશે.
આ ઉપર જેનેટિક એન્જિનિયરિંગ વડે પ્રયોગશાળામાં એક મિલિગ્રામ જેટલું ઈન્સ્યુલીન, એક જીવાણ દ્વારા ઉત્પન્ન કરાવવામાં વિજ્ઞાનીઓને મળેલી સફળતાની વાત પણ મે કરી હતી.
(જીએ-સિકોનસ ઓરબિટ એટલે અવકાશમાં ૩૬,૮૮૦ કિલેામીટરની ઊંચાઈએ પૃથ્વીની આજુબાજુ ફરતા ઉપગ્રહની કક્ષા પેાતાના ધરી પરના પરિભ્રમણની ગતિથી જ પૃથ્વીની આજુબાજુ ફરે છે એટલે, પૃથ્વીના કોઈપણ એક સ્થળ પર એ સ્થિર હાય એવા ભાસ થાય છે. આવા ઉપગ્રહ દ્વારા આપણે ૧૫ મિનિટમાં અમેરિકાના કોલ મેળવી શકીએ છીએ.)
–મનુભાઇ મહેતા
અહંકાર
અશાની સુષુત્પિમાં લાંબા સમય રહી શકતા નથી; કારણ કે તેનો સ્વભાવ તેને ફરજિયાત તેમાંથી બહાર ખેંચી લાવે છે. તેનો અહંકાર નષ્ટ થયેલા ન હોવાથી તે પુન: પુન: ઊથલૅા મારે છે; પરંતુ જ્ઞાની, અહંકારનો મૂળમાંથી જ નાશ કરે છે. કોઈ કોઈવાર શાનીના સબંધમાં પણ અહંકાર જાણે કે, પ્રારબ્ધવશાત્ જાગી ઊઠતા દેખાય છે. આ અર્થ એ કે જ્ઞાનીના સંબંધમાં પણ બહારની દષ્ટિએ પ્રારબ્ધ તેના અહંકારને, અજ્ઞાનીના અહંકારની જેમ પોષતું દેખાય છે; પરંતુ એ બેમાં મૌલિક ભેદ આ છે કે અજ્ઞાનીના અહંકાર (જે ઊંડી ઊંઘ સિવાય કદી પણ ખર જોતાં દબાયેલા હોતા નથી) જ્યારે જાગે છે, ત્યારે તેને તેના મૂળનું બિલકુલ ભાન હોતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો અજ્ઞાનીને સ્વપ્ન અને જાગ્રત દશાઓમાં પેાતાની સુષુપ્તિદશાનું ભાન હોતું નથી. આથી ઉલટું જ્ઞાનીની બાબતમાં અહંકારનો જન્મ કે હયાતી માત્ર દેખાવનાં હોય છે. અને અહીંકારના દેખીતા જન્મ અને હયાતી છતાં તે તેના જન્મસ્થાન પર પેાતાનું લક્ષ્ય રાખીને પોતાના અખંડ અને પરમ તુરીયાતીત અનુભવનું નિત્ય આસ્વાદન ક૨ે છે. આવા અહંભાવ ભયરૂપ નથી. તે માત્ર બળી ગયેલા દોરડાના ખોખા જેવા છે - જો કે તેને આકાર છે, પણ કોઈ ચીજ બાંધવા માટે તે નકામું છે. ઉદ્ભવસ્થાન પર સતત લક્ષ આપવાથી સાગરમાં પડેલી મીઠાની પૂતળીની જેમ અહંભાવ પણ એ ઉદ્ભવસ્થાનમાં સમાઈ જાય છે.
રમણ મહર્ષિ