________________
ર
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-’૭૯
કર્યું છે છતાં, ગારભા રાજ્યના વિષય હોઈ, આ બે રાજ્ય દુરાગ્રહ વૈજ્ઞાનિક પ્રગતિની આધુનિક પરિસ્થિતિ
નિર્ણય લીધા કે બંધારણમાં સુધારા કરી, ગા રક્ષાને કેન્દ્રનો પણ વિષય બનાવીશું અને ત્યાર પછી, આખા દેશને લાગુ પડે તેવા ગાવધપ્રતિબંધનો કાયદો કેન્દ્ર કરશે. વિનોબાજીએે જાહેર કર્યું હતું, કે બંગાળ અને કેરળમાં ગાવધ પ્રતિબંધ થશે તે સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવે તો, તેવો કાયદો કરવા પૂરતે સમય આપી શકાય. આવા કાયદો કેન્દ્ર તરફથી થાય છે કે રાજ્ય તરફથી એ વાત ગૌણ છે. વડા પ્રધાન તરફથી આવી જાહેરાત થયા પછી અને કેન્દ્ર તરફથી આવી ખાત્રી મળતાં, ઉપવાસના ઉદ્દેશ સિદ્ધ થયો અને ઉપવાસ ચાલુ રાખવાનું કારણ ન રહ્યું. તાત્કાલિક ગે વધબંધી, બંગાળ અને કેરળમાં થવી જોઈએ એવા આગ્રહ રાખવાનું કારણ ન હતું. એવા આગ્રહ વ્યાજબી ન ગણાત. કેન્દ્ર સરકાર આવા કાયદા નહિ કરે અથવા નહિ કરી શકે તો શું? આવી શંકા રાખવાનું વિનોબાને કારણ ન હતું. હવે કેન્દ્ર સરકારની જવાબદારી છે, લોક સભામાં વડા પ્રધાને જાહેરાત કરી છે. સત્યાગ્રહની મર્યાદા હોય છે. તે દુરાગ્રહ થવા ન જોઈએ. હિન્દુ - મુસ્લિમ તોફાન થતા ત્યારે કામી શાન્તિ સ્થાથવા ગાંધીજી ઉપવાસ કરતા. બન્ને કોમના આગેવાનો આવી શાન્તિ સ્થાપવા પૂર્ણ પ્રયત્નશીલ થશે એવી ખાત્રી આપાતા ગાંધીજી ઉપવાસ છેાડતા. આ મન મનાવવાની વાત નથી. સત્યાગ્રહી યોગ્ય સમાધાન માટે સદા તૈયાર હાય છે.
હવે શું થશે ? કેટલુંક રાજકારણ ખેલાઈ રહ્યું છે, કેટલાકને વિરોધ કરવાનું શૂર ચડે છે. મોરારજીભાઈએ હિંમતપૂર્વક અને થોડું જોખમ ખેડીને મહાન નિર્ણય લીધા છે. તે સર્વ રીતે ઉચિત છે. જનતા પક્ષની કારોબારીની સંમતિથી, જનતા પક્ષના પ્રમુખે પોતે આ દરખાસ્ત વિનોબા સમક્ષ રજૂ કરી છે. ઈન્દિરા ગાંધીની મેલી રમત ઉઘાડી પડી ગઈ. વિનબાજીના ઉપવાસને સમર્થન જાહેર કર્યું, તે માટે પેાતાના અનુયાયીઓ પાસે ઉપવાસ કરાવ્યા, હવે ગલ્લાંતલ્લાં કરે છે. જનતા પક્ષ અને મારારજીભાઇ વિનોબાના ઉપવાસ છોડાવવાના અને દેશમાં સંપૂર્ણ ગાવધબંધી કરવાના યશ લઈ જાય તે ઈન્દિરાને પાસાતું નથી. યશવંતરાવ ચવ્હાણે કેન્દ્ર સરકારને ટેકો આપવાનું જાહેર કર્યુંછે. તેમની કૉંગ્રેસના કેટલાક સભ્યો —ખાસ કરી બંગાળ અને કેરળના વિરોધ કરે છે.
જનતા પક્ષમાં કેટલાક સભ્યો વિરોધમાં હોય તેમ લાગે છે. બંગાળ અને કેરળના મુખ્ય મંત્રીઓએ સ્વાભાવિક રીતે વિરોધ જાહેર કર્યો છે. રાજ્યની સ્વાયત્તતા ઉપર કાપ પડે છે એવી દલીલ થાય છે. મને શ્રદ્ધા છે. અંતે સૌ સારાવાનાં થશે, ઈશ્વર સૌને સદબુદ્ધિ સુજાડશે. કદાચ, કેન્દ્ર સરકાર તેના વચનના અમલ કરવામાં સફળ ન થાય તો તેનું પાપ વિરોધ કરનારને શીરે રહેશે. પ્રજા એવાઓને ઓળખી લેશે.
ગાવધબંધીનો કાયદો કરવાથી જ ગારક્ષા થઈ જતી નથી. પ્રજાએ ઘણુ કરવાનું રહે છે. અસ્પૃશ્યતા નિવારણ કે દારૂબંધીના કાયદો કરવાથી અસ્પૃશ્યતા નાબુદ થતી નથી કે સંપૂર્ણ દારૂબંધી થતી નથી. છતાં આવા કાયદાનો નિષ્ઠાપૂર્વક અમલ થાય તો ૮૦ ટકા સફળતા મળે છે, અમલ કરવામાં બેદરકારી હોય તે પણ ૫૦ ટકા સફળતા મળે છે. ચોરી છૂપીથી કાયદાનો ભંગ કરવા આસાન નથી. આવા કાયદાની પૂરી ઉપયોગિતા છે પણ તે માત્ર પ્રથમ પગલું છે તે સમજી લેવું જોઈએ.
હું દઢપણે માનું છું કે વિનોબાજી અને મેોરારજીભાઈએ ભારતીય કૃતિનું ગૌરવ કર્યું છે, નૈતિક અને માનવતાના મૂલ્યોની પ્રતિષ્ઠા કરી છે. દાધર્મને ઉજવાળ્યો છે. લાખો ગાયાના પ્રાણ બચશે તેમાં, ધર્મના નામની જે લોકોને સૂગ છે તેમનું પણ આ પૂણ્યકાર્યથી ક્લ્યાણ છે. વિનૅબાજીને કોટિ વંદન અને મેારારજીભાઈને લાખો ધન્યવાદ ઘટે છે. આ દેશ ગોપાલ શ્રી કૃષ્ણની, મહાવીર અને બુદ્ધનો દેશ છે એ ન ભૂલીએ. ગાંધીની અહિંસા અલ્પાંશે પણ ચરિતાર્થા થાય એવી ભાવના ભાવીઓ.
આત્મવત્ સર્વમૂલવુ, :પત્તિ, સ:પર્યંતિ. – કોઈ જીવને મરવું ગમતું નથી. સૌ જીવવા ઈચ્છે છે. ૨૯-૪૭૯. ચીમનલાલ ચકુભાઈ શાહ
એપ્રિલની ૨૦ મી તારીખે, મુંબઈ જૈન યુવક સંઘના અભ્યાસ વર્તુલના સભ્યા સાથે ‘વૈજ્ઞાનિક પ્રગતિની આધુનિક પરિસ્થિતિ એ વિષય પર વાતચીત કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયા હતા. વાતચીત તો મે' બે ચાર લીંટીની નોંધને આધારે જ કરી હતી. પશુ તે પછી, એ વાતચીતમાં ઉકત પ્રસંગે હાજર ન રહેલા ‘પ્રબુધ્ધ જીવન’ ના વાંચકોને પણ રસ આવશે એવું મને જણવવામાં આવ્યું અને તેથી યાદદાસ્તને આધારે એ વાતચીતનો સાર નીચે રજુ કર છું.
મેં કહ્યું હતું :
વિજ્ઞાનના બે મુખ્ય પ્રવાહા છે : એક ‘સાયન્સ ઓફ ધ મેક્રોકોઝમ' એટલે 'વિરાટનું વિજ્ઞાન અને બીજો સાયન્સ ઓફ ધ માઈક્રોઝમ' એટલે સૂક્ષ્માતિસૂક્ષ્મનું વિજ્ઞાન. વિરાટના વિશાનમાં બ્રહ્માણ્ડનું વિજ્ઞાન એટલે કે, કોસ્મોલોજી, કોસ્મોગની એસ્ટ્રે નામી, એસ્ટ્રેટફીઝિકસ, એસ્ટ્રેટિકસ અને અવકાશ વિજ્ઞાનનો સમાવેશ થાય છે. જયારે સૂક્ષ્માતિસૂક્ષ્મના વિશાનમાં અણુવિજ્ઞાન, જીવવિજ્ઞાન, જેનેટિક એન્જિનિયરીંગ વગેરેના સમાવેશ થાય છે. પહેલાં આપણે વિરાટના વિજ્ઞાનની વાત કરીએ, કારણ કે એ વિરાટના વિજ્ઞાનના અર્વાચીન પ્રણેતા આઈન્સ્ટાઈનની જન્મશતાબ્દિનું આ વર્ષ છે. એટલે એમની યાદ વડે વાતચીતના પ્રારંભ કરવા કેવળ યોગ્ય છે.
ટોલેમિના વખતથી બ્રહ્માણ્ડના સ્વરૂપ અંગે વિજ્ઞાનીઓ કલ્પના કરતા આવ્યા છે. હકીકતમાં તે બ્રહ્માણ્ડનું - વિશ્વનું” સ્વરૂપ કેવું હશે તે જોવાની અર્જુનને પણ ઈચ્છા થઈ હતી. અને ભગવાન કૃષ્ણે એને ( પિવ્વામિતે ચક્ષુઃ ) - હું તને દિવ્ય દષ્ટિ આપું છું, તેના વડે નું વિશ્વરૂપ દર્શન કર એમ કહીને અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું . એ પછી પછી અર્જુનની જેમ વિજ્ઞાનીઓ વિશ્વરૂપ દર્શન કરવા હુ ંમેશ મથી રહ્યા છે. અને એમને દિવ્ય દષ્ટિ આપનારા કોઈ હતું નહિ છતાં એમણે પ્રત્યયિ લિસ્કોપ,રેડિયે ટેલિસ્કોપ, સ્પેટે સ્કોપ, અવકાશમાં ફરતી પ્રયોગ શાળામાં ગાઠવાયેલાં મંત્રા વગેરે વડે વિશ્વના રૂપનું દર્શન કરવા માટે પ્રયત્ન સતત ચાલુ રાખ્યો છે. એ પ્રયત્ન દરમિયાન તેમને બ્રહ્માણ્ડની અનેક સ્વરૂપની અદાઓ જોવા મળી છે. કોઈ સ્થળે તેમને સૂર્ય કરતાં એક બજ ગણુ દ્રવ્ય ધરાવતા પિંડ જોવા મળ્યો છે. તા કોઈ સ્થળે તેમને સૂર્ય કરતાં ૧૦ લાખ ગણી ઉર્જા અવકાશમાં વહેવરાવતા વેસાર જોવા મળ્યો છે. કોઈ સ્થળે તેમને ચોક્કસ સમયાન્તરે રેડિયે । સંકેતે છેડતા પલ્સાર જોવા મળ્યા છે તો કોઈ સ્થળે, । - કિરણાના મહાધાધ વહાવતી આખીને આખી ગેલેક્સી જોવા મળી છે. તેમને એ પણ જણાયું છે, કે આપણા બ્રહ્માણ્ડનું સર્જન ૧૫ થી થયું હતું. (૧૫ અબજ વર્ષની ૩૦ અબજ વર્ષની મર્યાદા રશિયનાની છે.) બ્રહ્માણ્ડન્ડનું સર્જન થયું તે પહેલાં બ્રહ્માણ્ડનું બધું દ્રવ્ય એક વિરાટ અગનગાળામાં કેન્દ્રિય થયેલું હતું. એ અગનગાળાનું ઉષ્ણતામાન બજા અંશ સેન્ટિગ્રેડનું હતું અને ઉષ્ણતામાન વધતાં વધતાં આખરે એ ગાળા ફાટય અને એમાંનું દ્રવ્ય મહાવેગથી ચારે દિશાઓમાં ઊડયું. દ્રવ્યમાંથી આપણી ગેલેકસી, એ ગેલેક્સીમાંના તારાઓ; આપણી ગેલેક્સી જેવી બીજી ૨૦૦ ગેલેકસીઓનું સર્જન થયું. આ બ્રહ્માણ્ડ અંગેની થિયરી – મહાસફોટ ને સિદ્ધાન્ત છે. ઘણા બધા વિજ્ઞાનીઓએ એનેા સ્વીકાર કરેલે છે. • એક સ્ટેડીસ્ટેઈટ યુનિવર્સના એટલે કે બ્રહ્માણ્ડ છે તેવુંને તેવું જ રહ્યું છે એવું પ્રતિપાદન કરતા સિદ્ધાન્ત પણ છે અને આપણા અગ્રણી વિજ્ઞાની ડૉ. નારળીકર એ સિદ્ધાન્તના એક પુરસ્કર્તા હતા - જો કે હવે કદાચ એ સિદ્ધાન્ત અંગે તેઓ એટલા બધા ઉત્સાહી નહિ હોય. આઈન્સ્ટાઈનના સમીકરણામાં થોડા સુધારો કરીને ફ઼ાઈડમેન વગેરે વિજ્ઞાનીઓએ પણ બ્રહ્માણ્ડ વિકસી રહ્યું છે. ઓ ગિણત વડે પુરવાર કર્યું હતું. હબલે વિકાસશીલ બ્રહ્માણ્ડના સિદ્ધાન્ત માટે ‘રેડ શિફ્ટ' ના દÆત્યસી પુરાવે પૂરો
૩૦ અબજ વર્ષ પહેલાં મર્યાદા અમેરિકાની છે.
૧૦૦
એ બજ •બજ બીગ ગ
અને આજે 1 ઉપરાન્ત
પાડયા હતા.