SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. By South 54 Licence No.: 37 ‘પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૪૨ : અંક : ૧ |Đ| મુંબઈ, ૧ મે, ૧૯૭૯, મંગળવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫, પરદેશ માટે શલિંગ : ૪૫ બુ જીવન મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ રૂ. ૦-૭૫ તંત્રી: ચીમનલાલ વિનેાખાજીને વંદન અને વિનેબાજીના ઉપવાસના પારણાં થયા તેથી મેટા ભાગના લોકોને આનંદ થયો છે, સૌએ રાહતની લાગણી અનુભવી છે. પશ્ચિમ બંગાળ અને કેરળમાં સંપૂર્ણ ગાવધબંધી માટે આમરણ ઉપવાસની વિનેબાજીએ જાહેરાત કરી હતી ત્યારથી બહુવિધ અને બેધપ્રદ અનુભવ થયા છે. કેટલાકે સખત વિરોધ કર્યો, કેટલાકે મજાક ઉડાવી, મોટા ભાગના લોકોએ ઉપેક્ષા સેવી, કેટલાકે સાંપ્રદાયિક – ધાર્મિક દષ્ટિથી સહાનુભૂતિ બતાવી, કેટલાકે ઉપવાસ ર્યો, સત્યાગ્રહ કર્યો, કેટલાક કોઈ પણ રીતે વિનોબાના પ્રાણ બચાવવા કહ્યું, કેટલાકે રાજકીય હેતુથી લાભ ઉઠાવવા કર્યું, કેટલાક અર્થશાસ્ત્રીઓ કૂદી પડયા અને આંકડાની ઈન્દ્રજાળ ઊભી કરી. લોકશાહીની વાત થઈ, લઘુમતિ કોમા –મુસ્લિમા, ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણીને માન આપવા કહ્યું, આદિવાસીઓ અને ગરીબોને સસ્તેથી પૌષ્ટિક ખારાક મળે – ગામાંસના – તેને તેથી વંચિત ન રાખવા કહ્યું : “ બુદ્ધિશાળી ” લોકોએ વિવાદ કર્યાં. કેટલાકે કહ્યું વિનાબા પ્રત્યાઘાતી છે, આક્રમક હિન્દુ છે,obscurantist and Hindu chauvinist કેટલાકે કહ્યું માણસ ભૂખે મરે છે. ત્યા૨ે ગાય બચાવવાની વાત કરવી મૂર્ખાઈ છે. બીજાઓએ કહ્યું, કે દેશ સમક્ષ ઘણી મોટી સમશ્યાઓ પડી છે ત્યારે આવા ગૌણ પ્રને આમરણ ઉપવાસ કરી વિશેષ સમશ્યા ઊભી કરવી ન જોઈએ. કેટલાકે યાદ કર્યું કે કટોકટી દરમિયાન, વિનોબાએ ઈન્દિરા ગાંધીને ટૂંકો આપ્યા હતા અને તેના અત્યાચારો સામે કોઈ વિરોધ ઉઠાવ્યો ન હતો તેથી આ સરકારી સંતના ઉપવાસની ધમકીને વશ થવું ન " જોઈએ. કેટલાક વર્તમાનપત્રોના તંત્રીઓએ પોતાનું ડહાપણ ઠાલવ્યું. કેટલાક પત્રાએ વિનેબા સામે રીતસરની ઝુંબેશ શરૂ કરી. ઘણુ જોવા, જાણવા મળ્યું. મેં પોતે ઘણા વિચાર કર્યો. જે કાંઈ બોલાયું, લખાયું, બધી વાતને તટસ્થ રીતે ઊંડા વિચાર કર્યો. હું સંપૂર્ણ ગોવધબંધીમાં દઢપણે માનું છું. એવી માન્યતા “પ્રત્યાઘાતી ” ગણાતી હોય તો મને તે વાતનો સંકોચ નથી, શરમ નથી. મારે મન આ પ્રશ્ન લેશ પણ સાંપ્રદાયિક નથી. આ પ્રશ્નથી ધાર્મિક, નૈતિક, આર્થિક, સામાજિક, બધી દષ્ટિથી વિચાર કરતાં, સંપૂર્ણ ગોવધબંધીમાં માનવીનું કલ્યાણ છે, દેશનું હિત છે, એ વિષે મારી દઢ શ્રાદ્ધા છે. કોઈ ધર્મ પ્રાણી—વધ કરવાનું કહેતા નથી. એવું કોઈ ધર્મમાં કહ્યું છે એમ કોઈ કહે તો હું કહીશ કે તે સાચા ધર્મ નથી. પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા અને મૈત્રીભાવમાં માનવતા છે, સાચો ધર્મ છે. મનુષ્યેતર સકળ પ્રાણી સૃષ્ટિ સાથે એકતા અનુભવવી તેમાં જ જીવનની સાર્થકતા છે, ધન્યતા છે. I believe in unity of life. આર્થિક દષ્ટિએ સંપૂર્ણ ગે વધ બંધીથી કાંઈ નુક્સાન છે, તેમ હું માનતો નથી. આર્થિક દષ્ટિએ બન્ને પક્ષે “ સબળ ’ દલીલે થઈ શકે છે. મારે મન નૈતિક અને સાચા અર્થમાં ધાર્મિક દૃષ્ટિ સર્વોપરિ છે. આવું નૈતિક અને માનવતાભર્યું આચરણ કરતાં દેખીતી રીતે આર્થિક નુકસાન લાગે તે પણ અંતે લાભ જ છે. લઘુમતીની વાત કરીએ તે, પ્રાણીહિંસા ચકુભાઇ શાહ મારારજીભાઇને ધન્યવાદ કરવાનો કોઈને મૂળભૂત અધિકાર નથી. લઘુમતીની લાગણીને માન આપવાની બહુમતીની ફરજ છે તેટલી જ, કદાચ તેથી વિશેષ, બહુમતિની લાગણીને માન આપવાની લઘુમતીની ફરજ છે. એક સુખદ અનુભવ થયો. એક અતિ ઉચ્ચ હોદ્દો ધરાવતા મુસ્લીમ ગ્રહસ્થતે મળવા ગયા; આ પ્રશ્ન વિષે તેમનો અભિપ્રાય જાણવા. પોતે આત્મકથા લખી રહ્યા છે. તેમની હસ્તપ્રતમાંથી એક ફકરો બતાવ્યો, જેમાં લખ્યું હતું કે મારા કુટુમ્બમાં ડુક્કરનું માંસ જેટલું વર્જ્ય છે તેટલું જ ગે માંસ વર્જ્ય છે. Beef is as much taboo in my 'amily as pork. મને કહ્યું, હિન્દુઓની લાગણીને પૂરું માન આપવું અમારી ફરજ છે. પણ મારે મન આ પ્રશ્ન, હિન્દુ કે મુસ્લિમને નથી, આ પ્રશ્ન માનવતાનો છે. ગાય મનુષ્યત્તર પ્રાણીસૃષ્ટિનું પ્રતીક છે, તેને વધુ ટકાવી આપણે અહિંસા તરફ પ્રગતિ કરીએ છીએ. ગાંધીજીએ કહ્યું હતું, કે ગાયની કતલ થાય ત્યારે તેમની પાતાની કતલ થતી હાય તેવું લાગે છે. હવે પ્રશ્ન રહ્યો ઉપવાસને ? આ દબાણ છે, ધાકધમકી છે, તેને વશ ન થવાય, એ દલીલને એ સુવિદિત હકીકત છે, કે વિનાબા સત્યાગ્રહનું સમર્થન બહુ કરતા નથી. વિનોબા કહે છે, સત્યાગ્રહી નહિ પણ સત્યગ્રાહી થવું. વિનોબા વિચાર કરતાં પ્રચાર અને હૃદયપરિવર્તનમાં વધારે માને છે. આ પ્રશ્ન અંગે આમરણ ઉપવાસ કરવાના નિર્ણય કર્યો, તે તેમનું સંવેદન અને વેદના કેટલી તીવ્ર હશે તે સમજી લેવું. ગાંધીજીએ કેટલીય વખત ઉપવાસ કર્યા છે. ત્યારે પણ દબાણ અને ધાકધમકી થાય છે એમ કહેવાયું હતું. મેકડોનલ્ડ એવાર્ડ રદ કરાવવા આમરણ ઉપવાસ કર્યા ત્યારે ડૉ. આંબેડકર ઘણા સમય અણનમ રહ્યા. આવા ઉપવાસ કયારે કરવા, કાણ કરી શકે, કાના ઉપવાસની અસર થાય, કોના ઉપર અસર થાય—આ બધું ગાંધીજીએ સમજાવ્યું છે. કોઈ મહાન ધ્યેય અર્થે પેાતાના જાન આપવા એ અંતિમ ઉપાય છે. વિનોબાના ઉપવાસથી શા માટે દેશ ખળભળી ઊઠયા? વિનોબાન દેહ પડયા હાત તે પણ તેમના જેવા સંત પુરુષની તપશ્ચર્યા અને બલિદાન કદી નિષ્ફળ ન જાત એ વિષે મને પૂર્ણ શા છે. હવે જે રીતે આ ઉપવાસનો અંત આવ્યો તે વિચારીએ. વિનોબાએ આ ઉપવાસ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે આદર્યા હતા. તેથી ગમે તેમ કરી, વિનેબાને સમજાવી આ ઉપવાસનો અંત લાવવા ચોગ્ય ન ગણાત. તે સાથે એ પણ છે કે દેહ ત્યાગ કરવા કોઈ જૈન સાધુનું અનશન ન હતું. ઉદ્દેશ સફળ થાય તે ઉપવાસ છેડવાના હતા. તો પ્રશ્ન છે, ઉદ્દેશ સફળ થયો છે? બંગાળ અને કેરળ સરકારનું વલણ મક્કમ હતું કે તેમના રાજ્યમાં સંપૂર્ણ ગોવધબંધી નહિ થાય. આ બે રાજ્યો સિવાય સારા દેશમાં સંપૂર્ણ ગોવધબંધી હોય તા, આ બે રાજ્યોમાં કેમ નહિ? બંધારણમાં તે માટે આદેશ છે, સુપ્રીમ કોર્ટે તે આદેશ બધા રાજ્યોને બંધનકર્તા છે એમ જાહેર @
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy