________________
શુદ્ધ જીવન
પોકે
શ્રી અરવિંદ તથા શ્રી
પૃથ્વી પર અનેક સંતો તેમ જ ધર્મપ્રવર્તકો આવ્યા. અનેક ધર્માં પાંગર્યા અને અનેક ધર્મ ગ્રન્થા તેમ જ શાસ્ત્રો રચાયાં. આ બધા જ સંતોના સ્થાને નિચોડ શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાનમાં સ્વાભાવિક રીતે જ આવી જાય છે; તદ્ઉપરાંત એમણે હવે પછી આવનાર ઉત્ક્રાન્તિની જે તબક્કો છે તેનું વર્ણન તેમ જ અતિ માનસ ચેતના વિશે ઘણું લખ્યું છે તેમ જ કહ્યું છે.
શ્રી અરવિંદ મહાયોગી હતા, બાળપણમાં જ યુરોપમાં અભ્યાસ કરી જ્યારે ભારત પાછા ફરતાં હતાં ત્યારે જ તેમને અનેક આધ્યાત્મિક દર્શન થવા લાગ્યા. કલકત્તા ગયા, રાજકારણમાં પડયા, બૉમ્બ કેસમાં પકડાયા અને જેલમાં ગયા. જેલમાં જ એમના હાથમાં ગીતા આવી અને વાસુદેવનાં દર્શન એમને બધામાં જ થયા. સમગ્રમાં એમને વાસુદેવનાં દર્શન થયા તે એટલે સુધી કે ન્યાયાધીશ. અને કેસ ચલાવનાર સર્વે વાસુદેવનાં જ સ્વરૂપા છે એમ એમને ભાસ્યું. જેલમાંથી છૂટયા અને પ્રભુના આદેશ પ્રમાણે પોંડીચરી આવ્યા. તે વખતે પાંડીચરી ટ્રૅન્ચ વસાહત હતી. સાથે ત્રણ ચાર જણાં હતાં.
આમ શ્રી અરવિંદે પ્રભુના આદેશ મુજબ પૃથ્વીના કલ્યાણાર્થે મહા યાગનો આરંભ કર્યો.
એમણે જોયું કે મનુષ્ય જ્યાં સુધી દ્નમાં જ જીવે છે, ત્યાં સુધી એ શાશ્વત સુખથી વંચિત રહે છે. રાગદ્વેષ, હર્ષ—શાક આનંદ - દુ:ખ, જન્મ - મૃત્યુ આ મનુષ્યનું ” મનના બનેલ આ માનવનું – આ ભાગ્ય છે. આમાંથી એ નીકળે તે જ શાશ્વત સુખ
પ્રાપ્ત થાય.
દરેક મનુષ્ય શરીર, મન અને પ્રાણ ઉપરાંત આત્માના બનેલ છે. આત્મા સ્વયંપ્રકાશિત, શાશ્વત તથા સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ છે. મનુષ્યનું આ જે સાચું વ્યક્તિત્વ છે તે એને પ્રાપ્ત થાય તે જ એના જીવનમાં દિવ્યતાનાં પગરણ મંડાય.
શ્રી અરવિંદે જોયું, કે મનુષ્ય ગમે તેટલા ધર્મગ્રન્થા વાંચે, ક્રિયાકાંડો કરે, કે બીજા મનુષ્યની સેવા કરે પણ જો એને આત્મશાન નથી, આત્માનું દર્શન કે સાક્ષાત્કાર નથી કે આત્માને જીવનમાં વણ્યો નથી તો એના જીવનમાં પ્રભુના પરમ ઉદ્દેશ સાકાર થતા નથી. એનામાં દિવ્ય શાંતિ, દિવ્ય જ્ઞાન, દિવ્ય આનંદ, દિવ્ય શકિત, દિવ્ય તેજ, દિવ્ય જ્યોતિનું અવતરણ થતું નથી. એ ફક્ત માનવ ચેતનાનો જ બની રહે છે દિવ્યચેતનાના નહીં.
આત્માના બે ભાગ છે, એક ભાગ Static સ્થિત સત્તા છે જે Awareness દષ્ટા છે. બીજો ભાગ Dynamic જે શકિતના ( Power ) છે. જે જગતનું નિર્માણ કરે છે.
શ્રી અરવિંદ કહે છે, કે જેમને મેાક્ષમાં જવું હોય તે આત્માનાં પહેલા ભાગમાં ચાલ્યા જાય. – જેમકે જેને આ જગતમાં રસ નથી જગત મિથ્યા ભાસે છે તથા પાછા જન્મ લઈ આ પૃથ્વી પર આવવાની ઈચ્છા નથી, તેઓ ખુશીથી શાશ્વત એવી આત્મદશામાં ચાલ્યા જઈ શકે છે; પણ પ્રભુનો ઉદ્દેશ એ નથી. પ્રભુના ઉદ્દેશ
આ સમસ્ત પૃથ્વીને પ્રભુમય બનાવવી એ છે. એટલે જેમણે એમના યોગ કરવા હાય તેમણે આત્માના બંને ભાગેાના સાક્ષાત્કાર કરીને આગળ વધવું પડશે. પ્રભુના પરમ આનંદ આ પૃથ્વી પર પ્રગટ કરવા પડશે.
શ્રી અરવિંદે એ પણ જોયું કે આ પૃથ્વી પર મનુષ્ય આત્માનું દર્શન થતા જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે છે અને છતાં એને પામતાં ઘણા જ વિલંબ થાય છે, તેમ જ અનેક જન્મે નીકળી જાય છે
તા. ૧-૫-૭૯
માતાજીની જીવનદૃષ્ટિ
એનું કારણ એ જ છે કે સત્ ચેતના Truth consiousness જે પરમ ચેતનામાં રહેલી છે તે પૃથ્વીની ચેતનામાં ઓતપ્રોત થઈ નથી. જો એ સત્ ચેતના જે સત્ - ચિત અને આનંદની બનેલી છે તેને ઉતારવામાં આવે અને પૃથ્વીની ચેતના સાથે એ દિવ્ય ચેતના ઓતપ્રોત થાય તો યોગ ઘણા સરળ બની જાય.
આ ભગીરથ કામ જેવું તેવું નહોતું. શરીર અને શકિતની મર્યાદામાં રહીને કરવાનું હતું. આ કામનો આરંભ શ્રી અરવિંદે ક્યારના કરી દીધા હતા. એમણે પોતાનું સમગ્ર વ્યકિતત્વ પ્રભુને ચરણે સોંપી દીધું હતું. આ સતચેતના જેને તેઓ અતિમનસ ચેતના ( Supramental conscius. Force ) કહે છે તે તેમના શરીરમાં ઉતરવા લાગી. શ્રી અરવિંદે જોયું કે પૃથ્વીનાં લોકો હજુ જાગ્રત નથી – જોઈએ તેટલા આ ચેતના ઝીલવા તેમ જ સમજવા તૈયાર નથી, શકિતમાન નથી અને છતાં એની ગતિ સક્રિય કરવી અતિ આવશ્યક છે તેથી તેમણે પોતાના સ્થૂળ દેહનું ૧૯૫૦ માં તત્ક્ષણ વિસર્જન કર્યું. તે સૂક્ષ્મમાં રહી પૃથ્વીની ચેતના પર કામ કરવા લાગ્યા અને શ્રી માતાજીમાં એ સત્ ચેતના ક્રિયામાણ થવા લાગી. ૧૯૫૬ માં અતિમાનસના સાક્ષાત્કાર થયો. પૃથ્વીની ચેતના સાથે તે ઓતપ્રોત થઈ અને ૧૯૬૭ માં તે પૃથ્વીનાં મનુજ્યામાં કામ કરવા લાગી. આ હતું શ્રી અરવિંદનું ભવ્ય બલિદાન. પૃથ્વીનાં મનુષ્યો માટે એમની અંદર પ્રેમ અને કરુણા એટલાં હતાં કે એમણે કયારેય પોતાનો વિચાર કર્યો જ ન હતો.
આવા શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાનને સમજનાર તથા સાકાર કરનાર તેમ જ પૃથ્વીના મનુષ્યોને જેમને માનવમાંથી અતિ માનવ થવું હોય તેમને પૂર્ણ યોગ દ્રારા પ્રભુ સાથે જોડી આપનાર જે મહાશકિત, દિવ્ય શકિત, પ્રભુની પેાતાની ચિત્તશકિત તે શ્રી માતાજી, પૃથ્વી પર જન્મેલ મહાયોગીની.
શ્રી માતાજીનો જન્મ ફ્રાન્સમાં એમનું નામ મીરાં. એમનું કુટુંબ એમના જન્મ પહેલાં થોડા જ સમયથી ઈજિપ્તથી આવ્યું હતું. તેથી તેઓ મૂળ ઈજિપ્તનાં. બાળપણથી જ એમને પોતાનાંમાં અનેક શકિતનું દર્શન થતું હતું. રાતનાં સ્વપ્નામાં પણ એમને અનેક યોગીઓ તરફથી માર્ગદર્શન મળતું અને તેમાં ખાસ એક મુખાર્વિદ વારંવાર દેખાતું જેમના તરફથી તેમને ખાસ યેયાંસૂચનો મળતાં. તેમને તેઓ કૃષ્ણ કહેતાં. યુવાવસ્થામાં આવતાં સુધીમાં તે તેઓ અનેક કળા તેમ જ વિદ્યા જેમ કે યોગવિદ્યા, ગુહ્મવિદ્યા (occult powers) શિલ્પ કળા, ચિત્ર કળા, વિગેરે શીખ્યા.
સ્વપ્નમાં મળતા પોતાના ‘કૃષ્ણ ’ને શોધતાં તેઓ ભારત સુધી આવ્યા. અચાનક જ એમને મેળાપ શ્રી, અરવિંદ સાથે પોંડીચેરીમાં થયા. મીરાંએ પેાતાના ગુરુને, ઓળખી કાઢયા. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એમને ફ્રાન્સ પાછા જવું પડયું. વિશ્વ યુદ્ધ પૂરું થતાં જ તેઓ પાછા પોંડીચેરી આવ્યા. પોતાના તથા પોતાના ગુરુના આધ્યાત્મ માર્ગ એક જ છે તેવી પૂરી સમજણ સાથે પોતાનું પૂર્ણ સમર્પણ કરી મીરાં પોંડીચેરીમાં કાયમ માટે રહી ગયાં.
શ્રી અરવિંદના પૂર્ણ યોગનો પૂર્ણ સાક્ષાત્કાર કરવા તથા કરાવવા મીરાએ ૧૯૨૬માં શ્રી અરવિંદ આશ્રમની સ્થાપના કરી. દુનિયાભરમાંથી મનુષ્યો, શાન, ભકિત અને કર્મયોગના સમન્વય દ્વારા પેાતાના વ્યકિતત્વનું પ્રભુને પૂર્ણ સમર્પણ કરી, અતિમાનસ સાક્ષાત્કારને પેાતાનામાં મૂર્ત સ્વરૂપ આપવા આશ્રમમાં આવવા લાગ્યાં. આમ મીરાં આગ્રામનું સાંચાલન કરતાં કરતાં