SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૫૪ એવો નથી કે જેમાં ઉપવાસ કે તપશ્ચર્યા ન હોય. ઈસ્લામમાં રમઝાન છે. ક્રાઈસ્ટ ૪૨ દિવસના ઉપવાસ કર્યા. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષની તપશ્ચર્યા કરી. પણ આ દેહની આળપંપાળ જેણે ઓછી નથી કરી તે માણસ આત્મસાધનાને માર્ગે જઈ શકવાનો નથી. ગાંધીજીએ કેટલીયવાર કહ્યું છે કે ઉપવાસ કર્યા ત્યારે તેમને પ્રકાશ મળ્યો છે, તેવા પ્રકાશ બીજી કોઈ ક્ષણે મળ્યા નથી. પણ એ માત્ર દેહની લાંઘણ થાય તો નહિ. જે હેતુથી કર્યું હોય તે હેતુલક્ષી એ ઉપવાસ હોય, એટલી જાગૃતિ હોય તે. આજે અઠ્ઠાઈ થાય છે, માસ ખમણ થાય છે. પછી મોટા વરઘોડા કાઢે છે. દાગીના અને હિરામોતી અને કીંમતી વસ્ત્રો પહેરાવીને શણગાર કરે છે. એને એ હાય જ નહિ, એણે ના પાડવી જોઈએ. આજે બધું આ રીતે ચાલ્યું છે. દેહની વાસનાઓ એટલી બધી પ્રબળ છે કે એ વાસનાઓને કાબુમાં રાખવા માટે દેહને કષ્ટ આપવું પડે. માણસ પોતાની જાતને પડકારીને કહે કે ક્રોધ થવાના છે તો હું પણ બતાવી દઉં છું કે ક્રોધ કેમ થાય છે, હું નથી કરવાના. કામ, ક્રોધ, માન, માયા, લાભ આ દરેક વાસના સાથે આ રીતે લડવાનું છે. આ બધી દેહની વાસનાએ છે. તેના ઉપર વિજય મેળવવા છે. માણસની આંતરિક શકિત, અનંત છે, આંતરિક શકિતનો વિકાસ ત્યારે થાય છે કે દેહાધ્યાસ જેટલા છૂટે ત્યારે, એ દેહાધ્યાસમાંથી મુકિત મેળવવાનો માર્ગ, ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ચર્યા છે. શ્રીમદે કહ્યું છે, ત્યાગ, વિરાગ ને ચિત્તમાં, ઉપજે ન તેને જ્ઞાન, જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય નથી, એને શાન (આત્મજ્ઞાન) ઉપજવાનું નથી. પણ, વિશેષમાં કહ્યું છે, અટકે ત્યાગ વિરાગમાં તો ભુલે નીજ ભાન. ત્યાગ અને વિરાગમાં અટકી જાય અને અંતિમ લક્ષ ચૂકી જાય તો એ પોતાનું ભાન ભુલી જવાના છે ને અભિમાન આવવાનું છે. હું કેવા મોટો વૈરાગી ને હું કેવા મોટો ત્યાગી, એ તો એક સાધન છે, એ સાધનથી એ માર્ગે જવાનું છે એ સાધન મેળવતાં પોતાની સતત જાગૃતિ રાખવાની છે. આ એક જીવનની કળા છે. How to live એનાથી પ્રસન્નતા આવે છે. એ પ્રસન્નતા બહુ અઘરી છે, કારણકે જીવનની વાસ્તવિકતા ઘણી કઠોર છે. પ્રસન્નતા ઉત્પન્ન કરવી એ સહેલું નથી. એ પ્રસન્નતા પ્રગટ ત્યારે થાય છે જ્યારે અંતરમાં પ્રકાશ હશે, કંઈ નહિ, આ બધુ ક્ષણિક છે; એ પણ ચાલી જશે, એના ઉભરા શમી જવાના છે, હું મારા માર્ગે છું, મારાથી થાય એટલું કરીશ આ રીતે મનના ભાવ રહે. This is how I look upon life. તેમાંથી પછી મેક્ષ મળે કે ન મળે એની મને ખબર નથી. પણ આ જીંદગીમાં પુરાં સુખને શાંતિ મેળવવા માટે દેહાધ્યાસ ઓછા કરવા જોઈએ. રાગદ્વેષ ઓછા કરવા જોઈએ. એ હું જેટલે દરજજે સમજયો છું તેટલું મેં આજે કહ્યું છે. (સંપૂર્ણ) ચીમનલાલ ચકુભાઈ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત વિદ્યાસત્ર વિદ્યાસત્રને લગતો ચોથા વર્ષના કાર્યક્રમ નીચે મુજબ નક્કી થયેલ છે: વકતા: ડૉ. ભાગીલાલ સાંડેસરા વિષય : “જૈન જ્ઞાનભંડારો અને ભારતીય સાહિત્ય” – એ વિષય ઉપર ત્રણ વ્યાખ્યાન. સમય: સામ – મંગળ - બુધ તા. ૭ - ૪ - ૯ જાન્યુઆરી ૧૯૮૦ : સાંજના ૬ વાગે સ્થળ: ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરનું સભાગૃહ–ચર્ચગેટ પ્રમુખ: ડૉ. રમણલાલ ચી. શાહ ચીમનલાલ જે. શાહ કે પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. તા. ૧૬-૧૨-૭૯ મન પર ભુતની સવારી ખુરશીની ધ્યેય સવારી મમદુમિયાંની વાત ઘણાંને ખબર હશે, ન ખબર હોય તેને માટે ટુંકમાં કહું તે એ વાત કાંઈક આવી છે : મમદુમિયાં, સ્વભાવના ખૂબ તીખા, એમના મન પર કોઈ એવા વિચારનું ભૂત સવાર થઈ બેઠેલું કે દુનિયાના બધા જ માણસા એમના દુશ્મન છે. એટલે કોઇ સીધો સાદો સવાલ પૂછે તો પણ તેનો આડો અને કડવા જ જવાબ આપતા. એક વખત એ પોતાના છ- સાત વરસ ના દીકરાને અંગાળીએ વળગાડીને બજાર વચ્ચેથી નીકળ્યા. ત્યાં સામે કોઈ એમના ઓળખીતો મળ્યો અને એણે મમદુમિયાં ને પૂછ્યું : “કેમ મિયાં તબિયત કેમ છે ? ’ પણ સીધો જવાબ આપે તો તે મમદુમિયાં શેના ? ” તેમણે કહ્યું : “અબે તારા ચલે તો માર ડાલિયો !” પેલા ઓળખીતો જરા ડઘાઈ તે ગયો પણ ફરી હિમ્મત કરી ને એણે પૂછ્યું : “ આ આંગળીએ વળગાડયો છે તે તમારો દીકરો છે કે ? અને મિયાં પાછા બગડયા. તેમણે કહ્યું: “ મેરા નહિ તો કયા તેરે બાપકા હૈ ?” પેલા ઓળખીતે તે બિચારો દુમ દબાવીને ભાગી જ છૂટયો ! આ મમદુ મિયાંની વાત સંભવત : કાલ્પનિક હશે, પણ રાજકારણના ઉચ્ચસ્તરે વિચરતા અને જેમના મન પર આવી રહેલી ચૂંટણીનું ભૂત સવાર થઈ બેઠું છે એવા ભારતના ઉત્તરીય પ્રદેશના એક રાજયના મુખ્ય પ્રધાનની સાચી વાત વિખ્યાત હિન્દી સાપ્તાહિક ‘દિનમાન’માં પ્રગટ થઈ છે. વાતનો વૃત્તાન્ત આપનાર ‘દિનમાન”ના પ્રતિનિધિ અને ઉકત મુખ્ય પ્રધાન લંગોટિયા મિત્રો હતા એ હકાકત વાત વાંચતી વખતે વિશિષ્ટ ખ્યાલમાં રાખવાની છે. કારણ કે એ હકીકત વાતના મુખ્ય મુદદો છે. તે આપણે વાત શરૂ કરીએ. ‘દિનમાન’ના પ્રતિનિધિને ખબર પડી કે ફલાણા ફલાણા રાજ્યના મુખ્ય પ્રધાન અને એમના લંગાટિયા મિત્ર, જેની સાથે તેઓ પ્રાથમિક શાળામાં એક બાંકડે બેસતા હતા તેઓ દિલ્હી આવ્યા છે તે તેમને વિચાર આવ્યો કે લાવને મિત્ર ને નાતે એ મહાનુભાવને મળી તો આવું ! એટલે તેઓ ઉકત મુખ્યપ્રધાનને ઉતા૨ે ગયા (અને લાગે છે કે આ મુખ્ય પ્રધાન ઉત્તર પ્રદેશના જ હોવા જોઈએ જોકે દિનમાન ’ના, પ્રતિનિધિએ મગનું નામ નથી પાડયુ) ‘દિનમાન”ના પ્રતિનિધિ અને ઉકત મુખ્ય પ્રધાન વચ્ચે થયેલી વાતચિતને ખડખડાટ હસાવે એવા તે હેવાલ ‘દિનમાન'માં પ્રસિદ્ધ થયો છે, તેના પ્રમુખ ખંડોજ મેં નીચે આપ્યા છે : ‘દિનમાન’ના પ્રતનિધિ કહે છે : હું પ્રધાનશ્રીને ઉતારે પહોંચ્યા ત્યારે તેમને મત્ત અને મસ્ત જોઈને મને ઘણી ખુશી થઈ. એમને મેં નમસ્કાર કર્યા પણ એમણે તે! મારી સામે જોયું પણ નહિ. અલપ ઝલપ મારા મોં પર નજર ઠેરવી અને પછી ફરી પેાતાનું માં ફેરવી લીધું. મે તો, વાતચિતનો પ્રારંભ કરવા અને પુરાણી આત્મીયતાને બધોજ ભાવ માં પર તથા અવાજમાં લાવીને પ્રધાન શ્રીને પૂછ્યું : કેમ છે? તબિયતતા ઠીક છે ને?” ત્યાંજ પ્રધાનજી તડૂકયા: “હું હમણાં કોઈ નિવેદન આપવાના નથી.” મે તો નિવેદન અંગે કોઈ સવાલ કર્યો નહોતા છતાં ડવું કટાણું કરી ને અપાયેલા આ જવાબ સાંભળી ને મને થોડું અચરજ તે થયું જ. લાગ્યું, પ્રધાનશ્રીનું ધ્યાન કોઈ બીજે ઠેકાણે કેન્દ્રિત થયેલું છે. એટલે મેં ફરી પૂછ્યું “ ઘરમાં તે બધાં સુખરૂપ છે ને ?” પ્રધાનશ્રી ફરી તડૂકયા : “ મેં તમને કહ્યું ને કે હું તમને કોઈ નિવેદન આપવાનો નથી? એમ તે માર ઘર સહીસલામત છે. અત્યારે જે હવા ચાલી રહી છે તેથી કાંઈ એ ટુકડા ટુકડા થઈને તૂટી પડે એમ નથી. એકાદ મંત્રી રાજીનામું આપીને ચાલી જાય પણ એથી કાંઈ ફરક પડવાનો નથી. માર પ્રધાનમંડળ તો અચળ છે. આજે સવારે જ વિરોધ પક્ષના અનેક ધારાસભ્યો મારી પાસે આવ્યા હતા, અને તેઓ મને ખાતરી આપી ગયા છે કે
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy