________________
તા. ૧૬-૫-’૭૯
પ્રબુદ્ધ જીવન
માળા અનિવાય ખરા?
૧૯૫૧ થી ૧૯૬૦ના દશકા દરમ્યાન અમેરિકામાં બાળ કેન્દ્રો અને કુટુંબતરફી વલણોનું એકચક્રી રાજ્ય રહ્યું હતું. આ વર્ષો દરમ્યાન બાળભકિત પુષ્કળ પ્રમાણમાં થઈ. ‘લીટલ લીંગ’ અને ‘ડીઝની લેન્ડ ’બંનેને એ દશકાની ભેટ ગણવી રહી. પણ આજે અમેરિકામાંથી બાળભકિતનાં પૂર એસરવા માંડયા છે. કેટલાક અમેરિકના બાળકોથી ગભરાય પણ છે. આંતરરાષ્ટ્રીય બાળ વર્ષની ઉજવણીના ટાંકણે જ બાળકો અંગે સહેજ જુદી રીતે વિચારતાં માબાપે થોડીક ચિંતા ઉપજાવે છે. જો કે વિશ્વના મોટા ભાગના દેશમાં બાળપ્રેમ હજુ ટકી રહ્યો છે. આમ છતાં વિકસિત દેશ અને વિકસતા દેશો વચ્ચે બાળકોને અનુલક્ષીને થતી વિચારણામાં તાત્ત્વિક તફાવત નજરે પડે છે.
અમેરિકામાં બાળકો પ્રત્યે કાંઈક તિરસ્કારની ભાવનાની ઝાંખી થાય છે. એન લેન્ડર્સ નામની એક કટાર લેખિકાની પ્રશ્ના વિલના જવાબમાં જે ૫૦,૦૦૦ માબાપાએ જવાબો આપ્યા તેમાંનાં ૭૦ ટકા જેટલાં એ તે એમ કહ્યું કે : “જો અમારે ફરીથી પસંદગી કરવાની હોય તો બાળકો થવા જ ન દઈએ. ” કેટલાંક રાજ્યોમાં બાળકોવાળા દંપતીઓને મકાનમાલિકા ઘર ભાડે આપતાં નથી. જ્યોર્જીયા રાજ્યના એક દંપતીએ ધોવાના સાબુની ટેલિવિઝન માટેની જાહેરાતના પ્રમાણપત્રમાં સહી કરી. આથી ઘણા ક્રોધે ભરાચેલા લોકોએ એમને ટેલિફોન પર જાત જાતની ધમકીઓ આપી અને છ બાળકો હોવા બદલ અમને તટછાડયાં તે નફામાં. કર વધારાની વિરુદ્ધમાં જે આંદોલને અમેરિકામાં થયાં છે તેના કારણે શાળાકીય અંદાયપત્રો ઉપર માઠી અસર પડી છે. વધતા જતા ફૂંગાવાના કારણે અને ઉતરતી કક્ષાની શૈક્ષણિક સવલતો અને પદ્ધતિ
ના વિરોધને લીધે બાળવરોધી વલણ કેળવાતું જતું લેવાની દહેશત રહે છે.
નિષ્ણાતોનું માનવું છે કે દર વષૅ ૨૦ લાખ બાળકો સાથે ગેરવર્તણુંકના કિસ્સા નોંધાય છે. બાળકો સાથેની ગેરવર્તણુંકના આંકડા વધુ જણાવવાનું એક કારણ એ છે કે વધુ કિસ્સા પોલીસને ચોપડે ચડે છે. પણ નિષ્ણાતોનું કહેવું છે કે હકીકતમાં તે ચેપડે ચડતા કિસ્સા કરતાં ય વધુ કિસ્સાગ ઘરના છાના ખૂણે બનતા હશે. ગયે વર્ષે (૧૯૭૮) વરિષ્ટ અદાલતે શાળાના શિક્ષકો બાળકોને મારી શકે એવો ચુકાદો આપ્યા તે ઘટના યેલ વિદ્યાપીઠના મનો વિજ્ઞાનના પ્રાધ્યાપક એડવર્ડ ઝીગલરના મતાનુસાર સંસ્થાકીય ગેરવર્તણૂંકની ગણાવી જોઈએ. લોસ એન્જલ્સ શહેરની પૉલિસનીમાન્યતા પ્રમાણે પાંચ વર્ષની નીચેની વયનાં આશરે ૩૦,૦૦૦ બાળકો (દર વર્ષે બિભત્સ સાહિત્યનાં પોર્નોગ્રાફી) શિકાર બને છે. એમાંનાં કેટલાંક તો માબાપ દ્વારા આ પ્રકારના દુરૂપયોગ માટે વેચાયાં હોય છે.
‘સ્ત્રી, મુકિતનાં આંદોલનની એક આડપેદાશ એ જોવા મળે છે કે સ્ત્રીઓને હવે બાળકોમાં રસ રહ્યો નથી. એક માન્યતા મુજબ યુવાનોમાં આત્મતિ (સાલવ ) ની ભાવના વધતી જાય છે. એક જમાનામાં બાળક હોવા એ મોભા ગણાતો, પેાતાના અહમ ના વિસ્તાર રૂપ બાળકો ઘરમાં દોડા દોડી કરે, રમે એ બધું સ્વીકાર્ય ગણાતું. આજે આ ચિત્ર સહેજ બદલાયું છે. સ્ત્રી- પુરૂષોમાં લગ્નથી જોડાવાની અનિચ્છા, સ્વચ્છંદાચારને કારણે સાથે રહેવાનું વલણ વધતું જતું હોવાની સાથે સાથે સંતતિનિયમનનાં સરળ સાધનાના વપરાશ પણ વધ્યા હોઈ બાળકોની જવાબદારી લેવાની ઇચ્છામાં ઘટાડો થયો. હાવાનું નાધાયું છે. સામાજિક વિશ્લેષકોનું .કહેવું છે કે ઘણાં દંપતીઓ સ્વયં બાળક બાલિશ અને નાદાન હાય છે. પચાસ વર્ષે પણ પુખ્તતાનાં અભાવવાળાં યુગલા માબાપ ન બને તે હિતાવહ ગણાવું જોઈએ. નહિ તે બાળકનું આગમન એમના જીવનમાં અસુખ આણનારું બનવાની શકયતા છે.
જેવાં
બાળક માટેની આવી અર્ચની પાછળ આવાં બધાં અનેક કારણા જવાબદાર હોવાની સંભાવના છે. બાળક હાય તે સારું અને બાળક ન હોય તે પણ સારી એમ બન્ને પ્રકારની દલીલા કરવી હોય તો ઘણા બધા મુદ્દા સાંપડી રહે તેમ છે. આજથી ૨૫ વર્ષ પહેલાં અમેરિકામાંનું બાળક પ્રત્યેનું વલણ તદ્દન મૂર્ખાઈભરેલું હતું એમ પણ કેટલાક નિષ્ણાતોને લાગે છે, એ વખતે બાળકને
૧૫
માટીના લોંદા જેવું અથવા કોરી પાટી જેવું ગણવામાં આવતું. અનુભવા એના પર અક્ષર પાડે છે તથા એને વાતાવરણ જે ઘાટ આપવા હોય તે આપે છે. એવી દલીલમાં સહુને શ્રાદ્ધા હતી. કેટલેક ઠેકાણે બાળકની રમતને ગેર કાયદેસરની પ્રવૃત્તિ ગણવામાં આવતી હતી, જે, બી, વાટસન જેવા અનેક વર્તવવાદી મનાવિજ્ઞાનિકોએ બાળઉછેર માટે ઘણી વાહિયાત ગણી શકાય તેવી વાતો એક જમાનામાં કરેલી, વૈજ્ઞાનિક બાળઉછેરના ભીષ્મપિતામહ જેવા ગણાતા ડો.પાક પણ બાળકોને થોડાં અળગાં રાખવાની વાત કરી હતી. એમના હેવા મુજબ “બાળકને આલિંગવું નહીં ને ચૂમવું પણ નહીં. ”
બાળકો પ્રત્યે કેટલું કે કેવા પ્રકારનું ધ્યાન આપવું એ વિચારોને સ્પર્શનું ઘણું બધું લખાણ પ્રગટ થયું છે, એ અંગે ઘણાં ભાષણા પણ થયાં છે જે એની અનિવાર્યતા સૂચવે છે. ખેતીપ્રધાન સમાજમાં વધુ બાળકો આર્થિક ઉત્પાદનમાં સહાય રૂપ નીવડતાં હતાં એટલે એમનું મૂલ્ય વિશેષ અંકાતું હતું. આજે એક મધ્યમવર્ગીય કુટુંબ એક બાળકને ઉછેરવા માટે એકાદ લાખ ડાલર જેટલી રકમ અમેરિકામાં ખર્ચે છે. લગ્નજીવનમાં બાળકો આજે અનિવાર્ય ગણાતાં નથી. સ્રીમુકિતનાં આંદોલનને કારણે પણ બાળકો પ્રત્યેનું વલણ બદલાયું છે અને આર્થિક જરૂરિયાતને કારણે ઘર બહાર કામ કરવા જવું પડતું હોય એવી સ્ત્રીઓ બાળકોને આર્થિક બીજા રૂપ ગણતી બની છે એ પણ સમજી શકાય તેવી બાબત છે.
૧૯૭૦ નો આ દશકો શરૂ થયો છે તેવામાં અમેરિકામાં આ પ્રકારનાં વલણનો પવન વાયો. એક બાજુ વસતિ નિયંત્રણમાં શૂન્ય વૃદ્ધિ આંકે પહેોંચવાની કોશિશ, બીજી બાજુ બાળકોની માતા હોય તેવી સ્રીઓના પ્રશ્નો ઉકેલવામાં નડતી મુશ્કેલીઓ તરફ સ્ત્રી હક્કના કાર્યકર્તાઓએ ધ્યાન દોર્યું. બેટી રોલીન જે અત્યારે નેશનલ બ્રાડકાસ્ટિંગ ન્યુઝ માં કામ કરે છે તેમના જણાવ્યા પ્રમાણે “માતૃત્વ ભયમાં છે અને તેમ હોવું જોઈએ. ” શ્રી મુકિતવાદી એલન પેક નેશનલ ઓરગેનાઈઝેશન ફોર નેનપેરન્ટમાંનાં સ્થાપક છે અને ‘ નન ઈઝ ફન ' સૂત્રનાં પ્રચારક છે. આ માન્યતામાં વિશ્વાસ ધરાવનારાઓમાંથી ઘણી બધી તો વૃદ્ધ સ્ત્રીઓ છે, કેટલીક તા માતા બનવાની ઉંમર વટાવી ચૂકી છે, યુવાનીમાં કારકિર્દી પાછળ વધુ પડતું ધ્યાન આપનારી સ્ત્રીને ‘એકાદ બાળક હોત તો ઠીક રહેત એવા વિચાર પાછળથી નહીં આવ્યો હોય એની શી ખાતરી? પણ હવે શું થઈ શકે? ‘ચિયા ગૂગ ગઈ ખેત, અબ પછતાયે કયા હાત જેવા ઘાટ થયો ને ? ઘડિયાળનું લોલક બાળક નહીં તો સુખ નહીં ત્યાંથી ફરતું ફરતું છાં બાળકો હોવા તરફ આવ્યું ને પછી બાળક નહીં જોઈએ એ તરફ આવ્યું છે, પણ પાછું જ્યાં હતું ત્યાં નહીં પહોંચે તેની શી ખાતરી?
વળી બાળકો તરફ આવું વલણ રાખનારો અને વિચાર કરી શકે એવા વર્ગ ૧૦ ટકા થી વધુ નહીં હોય. શિક્ષિત દંપતી, વ્યવસાયી સ્ત્રી પુરુ ષો ઓછાં બાળકો તરફ ઝૂકતાં હોય, પણ એમની સંખ્યા કેટલી? આમ છતાં બાળ ઉછેરના અર્થશાસ્ત્ર જ અમેરિકન પ્રજાને કાયદેસરના ગર્ભપાતને સ્વીકૃતની મહાર મરાવી આપી હતી એ ભૂલવું ન જોઈએ. હાર્વર્ડ વિદ્યાપીઠના વિકાસાત્મક મનોવિજ્ઞાનના નિષ્ણાત જેરામ ક્રેગનને અમેરિકન માબાપાને બાળકોમાંથી રસ ઉઠી ગયો છે એ માન્યતા સામે જ વાંધા છે. એમનું કહેવું છે. અમેરિકામાં સ્થાયી થયેલા જાપાની દંપતીની જેમ અમેરિકી દંપતી પણ બાળકોને સારી રીતે ઉછેરવા માટેનાં માર્ગદર્શક વ્યાખ્યાને અને કાર્યકમા પાછળ સારો એવા વખત ગાળે છે. રોબર્ટ
કોલ્સ નામના લેખક અને મનોવૈજ્ઞાનિક (ચિલ્ડ્રન ઓફ ક્રાઈસીસ) પ્રગટ કરીને ખ્યાત બનેલા) એમ માને છે કે : “માતા પિતાને પેાતાના બાળકે.માં શ્રદ્ધા છે. ઈશ્વરમાં કે અન્ય પ્રકારના અનુભવાતીત પદાર્થોમાં નહીં, વળી બાળકો પોતે પણ વડીલાના વિચાર પરિવર્તનમાં ફાળા આપે છે તે હકીકત પણ સ્વીકારવી રહી. માતાપિતા બાળકને પેાતાના અહ્મના વિસ્તાર રૂપ માને છે. એ હકીકત જો કે કમનસીબ ગણાવી જોઈએ, કારણ કે એથી બાળકનો બોજો વધી જાય છે, અને બાળકો પ્રત્યે ક્રૂરતા નહીં કહેતાં બાળપૂજા કહેવી જોઈએ, ’
ખરી રીતે જોઈએ તો બાળકો વિશે તાર્કિક રીતે કશું જ