________________
૧૪
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૫-૦૯
અને ગ્રામો દ્ધા રાની દિશા માં
ગામડાંઓના વિકાસ પર આપણા દેશની આબાદી આધાર રાખે છે. આ દિશામાં હમણાં હમણાં મોટી મોટી કંપનીઓ તરફથી ગ્રાદ્ધારનું ઘણું સરસ કાર્ય થઈ રહ્યું છે. દા.ત. મફતલાલ ગૃપની સીલ કંપનીએ છેલ્લા દોઢેક વર્ષથી પંચવર્ષીય મેજના બનાવી મહારાષ્ટ્રના યાવતમાલ વિભાગનાં ૧૪૮ ગામે વિકાસકાર્ય હાથ ધર્યું છે. આ પ્રવૃત્તિમાં નસીલને પૂનાના ભારતીય એ - ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન ( BAIF ) તથા મહારાષ્ટ્ર સરકારનો સહકાર મળે છે. આ યોજના મુજબ પાંચ વર્ષના ગાળામાં ઉપરોકત વિસ્તારના ૨૫૦૦ જેટલાં કુટુંબે, જે ઘણી ગરીબીમાં જીવે છે, તેમને ઉપર લાવવાનું નસીલનું ધ્યેય છે. આ
ખે તેને મુખ્ય આધાર ખેતી છે. ચોમાસુ સારે જાય અને પાક બરાબર ઉતરે ત્યારે તો એમને એવી આર્થિક ભીંસ ભોગવવી પડતી નથી. પરંતુ ચોમાસુ નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોની આર્થિક પરેશાની ઘણી વધી જાય છે. આ સમસ્યાને ઉકેલ લાવવા ખેડૂતોને નિયમિત આવકનું સાધન રહે એ માટે ગાયોને, કેનેડા અને ડેન્માર્કના આખલાની રસી ઈજેકશન (આર્ટિફિશિયલ ઈન્સેમિનેશન) દ્વારા આપી વધુ દૂધ આપતી ગાયોને ઉત્પન્ન કરવામાં આવશે. પરિણામે એક લીટર દૂધ આપતી ગાયો કોસ - બ્રીડથી ૮ લીટર દુધ આપતી ગાયો ત્રણ વર્ષમાં પેદા કરશે. આ પ્રકારના કૃત્રિમ ઈજેકશનમાં જેને સારો અનુભવ અને જાણકારી છે તેને (BAIF). નસીલને ઘણો સારો સહકાર મળ્યો છે.
આમ ખેડુતોને માટે નિયમિત આવકનું સાધન તે ઊભું કર્યું, પરંતુ સવાલ એ પાછા રહે છે, કે આ ત્રણ વર્ષના ગાળા દરમ્યાન ખેડૂતોની આવકનું શું? આ સવાલને ઉકેલ લાવવા સરકારના સહકારથી ‘સોશિયલ ફોરેસ્ટ્રી - સ્કીમ હાથ ધરવામાં આવી છે. જે મુજબ દરેક કુટુંબને જંગલની પડતર જમીન એવા વેંતમાં અપાશે કે એ જમીનમાં ખેડૂતે ઘાસ, શાકભાજી વગેરે ઉગાડી ઉદ્યમી રહેવા સાથે અમુક આવક પ્રાપ્ત કરી શકશે. આ પ્રવૃત્તિમાં ખેડૂતો સહકાર આપે અને રસ બતાવે એ માટે નસીલ તથા ભારતીય એગ્રો - ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન બંનેએ ખેડૂતોમાં સારો એવો રસ ઉત્પન્ન કર્યો છે. આ યોજના માટે પસંદ કરવામાં આવેલાં બે ગામના ખેડૂતોને ત્રણ વર્ષ સુધી દસ કીલો ઘઉં યા જવાર તથા બે કીલ સુખડી દર અઠવાડિયાએ આપવામાં આવે છે.
ઉપરોકત પ્રવૃત્તિ ઉપરાંત ખેડૂતોને ઊંચી જાતનું અને ઝડપથી ઊગે તેવું ઘાસ ઊગાડવાની ખાસ તાલીમ આપવામાં આવે છે. તથા ઢોરો દ્વારા થતી નુક્સાનીને અટકાવવા ખેતરો ફરતી વાડો ઊભી કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રોકાવાથી ખેડૂતોને કામ અને રોજી બોને લાભ મળી રહેશે. - દર એકરે કપાસને પાક વધારવા માટે થોડી જમીન ધરાવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી H4 જાતને ઊંચી જાતને કપાસ ઉગાડવાનું પણ નસીબે શરૂ કર્યું છે. ખેતીકામ માટે જરૂરી ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરે સીલ તરફથી ખેડૂતોને આપવામાં આવે છે. આ ખર્ચાયેલી રકમ કપાસને પાક ઊતર્યા પછી ખેડૂતો પાસેથી વાળી લેવાની રહે છે. પરંતુ સંજોગવશાત. પાક નિષ્ફળ જાય તે એ પરિસ્થિતિમાં ખેડૂતોને અમુક તે મળે જે એ યોજના વિચારવામાં આવી છે. આધુનિક ઉત્પાદન પદ્ધતિથી ખેડૂતો વાકેફ રહે એ માટે જમીનમાં કપાસ ઉગાડવા પહેલાં ચિમાસાની શરૂઆતમાં પ્લાસ્ટીકની માટી અને ખાતર ભરેલી થેલીઓમાં કપાસ ઉગાડવાના અદ્યતન વૈજ્ઞાનિક પ્રયોગ પણ કરવામાં આવે છે. આથી ઓછી મહેનતે પાક સારો ઉતરે એ વિશેની વૈજ્ઞાનિક જાણકારી ખેડૂતોને મળી શકશે.
આ ૧૪૮ ગામમાં રહેતા લોકોની જરૂરિયાત અને પ્રશ્નોને : સમજવા તથા તેમને યોગ્ય માર્ગદર્શન આપવા નસીલે પાંચ ગામોમાં
પાંચ કેન્દ્રો ઊભાં કર્યાં છે. અને છઠ્ઠ કેન્દ્ર ઊભું કરવાનું પણ વિચારવામાં આવે છે. દરેક કેન્દ્રમાં ઢોરોના ડોકટર તથા ખેતીવાડીના નિષણાત, ખેડૂતોને ખેતીવાડી તથા પશુપાલન બાબતમાં સલાહ સૂચના અને ગ્ય માર્ગદર્શન આપે છે. નસીલના કર્મચારી પાસે આવીને લોકો પોતાની કોઈ મુશ્કેલી કે જરૂરિયાતની છૂટથી ચર્ચા કરી શકે એ માટે ગ્રામવાસીઓને
પ્રોત્સાહન અને સગવડ આપવામાં આવ્યા છે. આ સિવાય વૈજ્ઞાનિક પ્રયોગ થતા હોય તે જગ્યાની મુલાકાત ખેડૂત લઈ શકે અને ખેતીવાડી વિષે આધુનિક જાણકારી મેળવી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલપૂરતું ઢોરોને ઉછેર બરાબર થાય, દૂધ ઉત્પાદન વધે, ઊંચી જાતનો કપાસ તથા સારી જાતના ઘાસનું ઉત્પાદન વધે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. આ દિશામાં પ્રયત્નો બરાબર સફળ થાય પછી નસીલ એગ્રો - ઈન્ડસ્ટ્રીઝના વિકાસ માટે પણ ગામડાંઓમાં પ્રયત્ન કરશે.
ગામડાંઓની ઉત્પાદકશકિત વધારવા માટે લોકોની આરોગ્ય રક્ષા પણ અત્યંત જરૂરી છે. આ ગામમાં હોમિયોપેથીક ડોકટરોની સગવડ કરવામાં આવી. તથા દરેક ગામમાંથી એક યોગ્ય વ્યકિતને એવી તાલીમ આપવામાં આવે છે, કે તે, લેમને પ્રાથમિક સારવાર, દવા તથા રોજિંદા સામાન્ય દર્દો અને ફરિયાદોમાં રાહત આપી શકે. સામૂહિક નેત્રચિકિત્સા માટે આ વર્ષના ફેબ્રુઆરીમાં સદ્ગુરુ સેવા સંઘ તરફથી યાવતમાલમાં નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેને લાભ સંખ્યાબંધ માણસેએ લીધા હતા. મહારાષ્ટ્રમાં આટલા મોટા પાયા પરને આ પહેલે જ નેત્રયજ્ઞા હતા. જેમાં નિષ્ણાત સર્જન, ડેક્ટરો, નર્સો, સ્વયંસેવકો અને મફતલાલ ગુપમાં કામ કરતા માણસેએ ઘણી સુંદર સેવા બજાવી હતી. એક નોંધપાત્ર હકીકત એ પણ રહી કે, નસીલના પ્રમુખ શ્રી અરવિંદભાઈ મફતલાલ નેત્રયા અંગેની વ્યવસ્થાની દેખરેખ રાખવા જાતે હાજર રહ્યા તથા દરદીઓ પાસેથી સારવાર, રહેઠાણ, ભેજન વગેરેની કશી જે રકમ લેવામાં આવી નહોતી.
દોઢેક વર્ષના ગાળામાં સીલ કંપનીએ ગ્રામોદ્ધારનું જે કાર્ય હાથ ધર્યું છે તેણે ગ્રામવાસીઓ અને ખેડૂતોમાં ઘણી આશા ઉત્પન્ન કરી છે. નસીલની જેમ થાણા - બેલાપુર રોડ પર આવેલી મફતલાલ ગુપની બીજી કંપની “પીલ તરફથી પણ એ બાજુનાં ગામમાં ગ્રામ દ્વારનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખેતીવાડીને વિકાસ, ઢોરોને યોગ્ય ઉછેર અને દેખભાળ, કોસ બ્રીડીંગથી સારી ઓલાદના પશુધનની ઉત્પતિ, ભૂમિહીન ખેડૂતોને જમીન તથા રોજીની સગવડ કરી આપવી, આરોગ્ય અને કેળવણીને વિકાસ, નેત્ર અને દંતચિકિત્સા શિબિરોનું આયોજન, નવાં તળાવ બનાવી પાણીની સગવડ કરવી, વૈદ્યકીય રાહત અને દવાદારૂની જોગવાઈ વગેરે પ્રવૃતિઓને સમાવેશ થાય છે, પીલ ફેકટરીના વિસ્તારમાં એક ટેકનિકલ સ્કુલ બનાવવામાં આવી છે. જેનો લાભ એ વિસ્તારમાંનાં ગામડાંઓ લઈ શકે છે.
ઉપરોકત કંપનીઓ ઉપરાંત બીજી કંપનીઓ પણ આજે સમાજસેવા અને ગ્રામોદ્ધારના કાર્યમાં સક્રિય રસ બતાવી રહી છે અને જેની આપણને ખાસ જરૂર છે તે ગામડાંઓને આબાદ બનાવવાનું કાર્ય આ રીતે આગળ વધી રહ્યાં છે તે ખૂબ ગૌરવ લેવા જેવી વાત છે. આવા કામની જવાબદારી સરકારની છે, પરંતુ સરકાર એકલે હાથે ન કરી શકે અને પ્રજાને સહયોગ આવશ્યક રહે. આ આવશ્યકતા મોટી મોટી કંપનીઓ પૂરી પાડી રહે છે એ બદલ આપણે એમની પ્રશંસા કરી અભિનંદન આપીએ.
- શારદાબેન બાબુભાઈ શાહ
આ તમે જાણો છો? દુનિયામાં ૧૫ વર્ષથી નાનાં બાળ મજૂરોની સંખ્યા ૫ ફોડ ૨૭ લાખની છે. જેમાંથી ૪ કરોડ ૨૦ લાખ બાળમજૂરો કોઈ પણ જાતનું વેતન લીધા વિના કુટુંબના ખેતર કે ધંધામાં કામ કરે છે. ૧ કરોડ બાળ મજૂરો દુકાનો, કારખાનાં વગેરેમાં કામ કરે છે. એશિયામાં ૩ કરોડ, ૮૦ લાખ, આફ્રિકામાં એક કરોડ અને લેટીન અમેરિકામાં ૭૦ લાખ બાળમજૂરો છે. અલ્પ વિકસિત દેશોમાં ૭૦ થી ૮૦ ટકા બાળકો બાળમજૂરો છે.