SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫૯ પ્રબુદ્ધ જીવન સમજી શકાય છે. શિષ્ય-શિષ્યાની સંખ્યા વધારવાને મેહ અને દીક્ષાર્થીને આત્મકલ્યાણના માર્ગે લઈ જઈએ છીએ એવી ભ્રમણાથી સમાજે અને સમાજના આગેવાને બચવું જોઈએ. બાલદીક્ષા નહિ થાય તે મોટી હાનિ થઈ જવાની નથી. જેનસાધુ- સાધ્વીને સમાજમાં ઘણે આદર છે. સમાજે અને આગેવાનોએ તેમાં તણાઈ જવું ન જોઈએ. આવા પ્રસંગે અટકાવવા પ્રયતન કર જોઈએ. જેને ગુરુ માની વંદન કરવું છે અને જેને ઉપદેશ સાંભળવે છે તે . વ્યકિતને તે સ્થાને બેસાડતા તેની યોગ્યતાને પૂરો વિચાર કર જોઈએ. સ્થાનકવાસી સમાજની અને ખાસ કરી બૃહદ-મુંબઈની થોડી વાત કરે તે અસ્થાને નહિ ગણાય. ૧૯૫૨ માં સ્થાનકવાસી ન્ફિરન્સના મદ્રાસ અધિવેશનમાં પ્રસ્તાવ થયો છે કે, સગીર ઉમરની વ્યકિતને દીક્ષા ન આપવી. સ્થાનકવાસી સમાજમાં બાલદીક્ષા સદસર રોકી શક્યા નથી, પણ તેનું પ્રમાણ ઘણું ઓછું થયું છે. બૃહદ મુંબઈમાં વર્ષોથી બાલદીક્ષા થઈ નથી અને થવા દેતા નથી. બૃહદ મુંબઈમાં સ્થાનકવાસી સમાજના ૨૨ સંઘ છે તે બધા સંધોનો એક મહાસંધ રહે છે. મહાસંઘની આજ્ઞા વિના બૃહદ મુંબઈમાં કોઈ દીક્ષા થતી નથી. આવી મંજૂરી આપતા પહેલાં દીક્ષાર્થીની લાયકાત- વૈરાગ્ય ભાવ અને જ્ઞાનની - તેના માતાપિતા અથવા કુટુંબીજનેની લેખિત મંજરી અને તેની ઉંમર સગીર નથી તેને લેખિત પુરા લેવામાં આવે છે. દીક્ષા પ્રસંગે ખર્ચની મર્યાદા બાંધવામાં આવે છે. જે ફંડ ફાળે થાય તેમાંથી ખર્ચ બાદ કરી, જે રકમ રહે તેમાંથી ૬૦ ટકા મહાસંઘને અપાય છે અને ૪૦ ટકા સ્થાનિક સંઘ રાખે છે. મહાસંધને મળતી રકમમાંથી દસ વર્ષથી શ્રમણી વિદ્યાપીઠ ચાલે છે. જેનું વાર્ષિક ખર્ચ લગભગ એક લાખ રૂપિયા છે. આવક શ્રમણી વિદ્યાપીઠ માટે વપરાય છે તેથી ફંડ ફાળાની રકમ સારી થાય છે. લોકો ઉત્સાહથી આપે છે. સ્થાનકવાસી સમાજના બધા ધાર્મિક પ્રશ્ન સમૂહ રીતે મહા સંઘ મારફત નક્કી થાય છે. બૃહદ મુંબઈમાં સાધુ-સાધ્વીટનો ગાર્માસ મહાસંઘની મંજૂરીથી થાય છે. આ રીતે કેટલેક દરજજે શિસ્ત અને સંગઠનની ભાવના જાગ્રત થઈ છે. અન્ય ફિરકાઓમાં પણ આવું સંગઠન થાય તે જરૂર છે. અત્યારે મનસ્વી વ્યવહાર થાય છે, તે ઓછો થશે. મુંબઈ શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજ ઘણો સમૃદ્ધ અને શકિતશાળી છે. લાખો રૂપિયાનું ખર્ચ કરે છે. ચતુર્વિધ સંઘમાં પૂર્ણ સહકાર અને પરસ્પરની સમજણ હોય તે સંઘનું કામ દીપી નીકળે. વેતામ્બર મૂર્તિપૂજક સમાજના આગેવાને મન પર લે તે આ કામ મુશ્કેલ નથી. દિગમ્બર અને તેરાપંથી સમાજમાં આવું સંગઠન ઠીક પ્રમાણમાં છે. બધા ફિરકાઓનું આવું સંગઠન થાય તે સમસ્ત જૈન સમાજને લાભદાયી થાય. - ચીમનલાલ ચકુભાઈ શાહ > અંધકારમાંથી પ્રકાશ મૃદુલા બહેન મહેતાએ પંડિત સુખલાલજી વિશે ‘પુણ્યશ્લેક પંડિતજી નામે એક પુસ્તિકા લખી છે જે હમણાં બહાર પડી છે, પંડિતજી સાથે તેઓ રહ્યા તેના સંસ્મરણે છે. - એક વૈશાખી પૂર્ણિમાની રાત્રે નિર્મળ ચાંદનીમાં બને ૨ામદાવાદ સરિત કુંજમાં બેઠા હતા. મૃદુલા બહેનને થયું કે પંડિતજી , ચાંદની માણી શકતા નથી. એમના મનને એ વિચાર પંડિતજી સમજી ગયા. મૃદુલા બહેનની ૨ માન્યતા બરાબર ન હતી. છતાં. પંડિતજીએ તેમને ચાંદનીનું વર્ણન કરવા કહ્યું. પછી પંડિતજીએ પોતે નાનપણમાં માણેલી ચાંદનીનું વર્ણન કર્યું. પણ ત્યાર પછી પિતાને ઘેર અંધકારને અનુભવ થયો અને તેમાંથી પ્રકાશ કેમ લાધ્યો તે કહ્યું એ અનુભવ દીલ હલમલાવી નાખે તેવો છે. મૃદુલાબહેનના શબ્દોમાં ઉતારું છું . -ચીમનલાલ (પંડિતજી) કહે: “પ્રકાશ કરતાં અંધકાર, ગાઢ અંધકારનો અનુભવ મેં કોઈએ ન કર્યો હોય તેવો તીવ્રપણે કર્યો છે. ચૌદ વર્ષની વયે જયારે આંખ ખોઈ ત્યારે આંખોનું તેજ ગયું એટલું જ નહીં, સમસ્ત જીવન જીવવાની બધી આશા - આકાંક્ષાઓ ફરતે ગાઢ અંધકાર વીંટળાઈ વળ્યો હતે. પ્રગાઢ અંધકાર, જયાં પ્રકાશની ઓછી રેખા ન હતી. આશાની ઝાંય સરખી નહોતી, ૨ાને અંધકારના ડુંગરને, ચેસલે ચેસલાને એવો ભાર હતો કે ડોક ઊંચી ન થઈ શકે. ઊંડા અંધારા કુવામાં મને કોઈએ ધકેલી દઈ જાણે જીવનનાં એકેએક દ્વાર બંધ કરી દીધાં હતાં. આ અંધકારને ખડક સમો ભાર ભેદીને બહાર નીકળાશે કે કદી કોઈ પ્રકાશ રેખા સાંપડશે તેવી કલ્પના જ અસંભવિત લાગતી હતી. પ્રત્યક્ષ અંધકાર કરતાં પણ નિરાશાને અંધકાર અતિ દુર્ભેદ્ય હોય છે. મારા મનની ત્યારે એ સ્થિતિ હતી. કેઈ આધાર નહીં, કોઈ ઓથાર નહીં, હૈયું હળવું કરવા કોઈ પગથી નહીં. મિત્રો હોય, પણ જેને નિ:સહાયતાને અનુભવ નથી તે સહાનુભૂતિ છતાં આપણી સ્થિતિ પૂર્ણપણે સમજી જ ન શકે એટલે તમે એકલા, અટૂલા નિ:સહાયપણે અંધકારના એ કળણમાં ખૂંપી જાઓ તેવી દશા થાય ... આજે તે ઘણી શોધો, સુવિધાઓ થઈ છે પણ તે સમય, તે સમાજ ૨ાને તે પરિસ્થિતિ ! ! મૃદુલા, જીવનને તે અંધકાર શબ્દમાં મુકાય તેવો નથી .....' તેમના સદા પ્રસને ચહેરા પર વિષાદ છવાઈ ગયો હતો. શબ્દ શબ્દ અસહ્ય વેદના નીતરી રહી હતી. તેઓ બોલતા ગયા અને મારી આંખમાંથી આંસુ નીતરતાં રહ્યાં. જરા પણ અવાજ ન થાય, શ્વાસ પણ જોરથી ન લેવાય તેની મેં ખૂબ તકેદારી રાખેલી, પણ પ્રજ્ઞાચક્ષુ પામી ગયા. એકાએક થોભીને કહે, અરે, તું રડે છે? આ તે ચાંદનીની મજા બગડી ગઈ ! હું તો વર્ણનમાં તલ્લીન થઈ ગયું. પણ સાંભળ, રડવા જેવું તેમાં હવે શું છે? ઘોર અંધકારને અનુભવ કર્યો તે એવા જ દેદીપ્યમાન પ્રકાશને પણ અનુભવ કર્યો છે. ગાઢ અંધકારના અસહ્ય ભાર અને ઘોર નિરાશામાં એક પ્રકાશકિરણ ઝળકયું - પુરુષાર્થનું એક પગલું દેખાયું- આંચકો મારીને માથું ઊંચું કર્યું અને નિરાશાનો ખડક ગબડી પડે. ધીમે ધીમે પગ માંડતા ટેકે મેળવવાની મથામણ કરતાં કરતાં એક સાંકળ હાથ આવી અને તે ઠેકીને એ ઊંડા કળણમાંથી બહાર આવ્યું. તે જે ભવ્ય દેદીપ્યમાન, અને ઉજજવળ પ્રકાશ મને મળ્યું તે બહુ વિરલ આત્મઓને મળ્યો હશે. જીવનને આ કિનારે તે પ્રકાશ અને આનંદરસ છે, પછી પ્રારંભમાં અંધકાર હતું તેનું કંઈ દુ:ખ થોડું જ હોય ! ચાલ, હવે ખુશ ને? એક સરસ ભજન ગા, પછી આપણે જઈએ.' કહી તેમણે વાત સમેટી લીધી. મૃદુલા પ્ર. મહેતા સાચે ત્યાગી કેશુ? એકવાર મહાત્મા હાતમ - હાસમને બગદાદ શહેરમાં જવાનું થયું. અહીંના નૈભવશાળી ખલીફાને આ વાતની ખબર પડતાં તેણે આ મહાન તપસ્વીને પોતાના દરબારમાં બોલાવ્યા. ખલીફાના દરબારમાં આવીને મહાત્મા હાતમ હાસમ, બોલ્યા, “હે ત્યાગી પુરુષ! આપને મારી સલામ.” આ સાંભળીને ખલીફાએ આશ્ચર્યચકિત બની જઈને પૂછયું. “અરે મહાત્મા! આપ શું બોલો છો ? હું તો આખા રાજય પર મારું શાસન ચલાવું છું. સંસારની મેહક માયામાં લપેટાયેલો છું. ત્યાગી તે આપ છો.” મહાત્માએ કહ્યું “ના, આપજ સાચા ત્યાગી છે.” ખલીફાએ પૂછયું. “આવું કેવી રીતે બની શકે?” મહાત્મા હાતમે કહ્યું, “ખુદા એ કહ્યું છે કે આ બધી દુન્યવીદાલતની કશી કિંમત નથી. સ્વર્ગની વસ્તુ જ સાચી મૂલ્યવાન છે. પણ તમે સ્વર્ગની સંપત્તિને જતી કરીને આ તુચ્છ સાંસારિક સંપત્તિને પોતાની માની લીધી છે. માટે તમેજ સાચા ત્યાગી પુર ૫ છે. જ્યારે હું આ અસાર સંસારની તુચ્છ લાલસાઓને ત્યજી દઈને મહા મૂલ્યવાન એવી સ્વર્ગની સંપત્તિ મેળવવા માટે ફાંફા મારી રહ્યો છે. આવી કિંમતી વસ્તુને ત્યાગ કરનાર આપના જેવા ત્યાગી પુરુષની સરખામણીમાં મારા આવા અરજી ત્યાગની મારાથી શી રીતે બડાઈ હાંકી શકાય?”
SR No.525964
Book TitlePrabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1979
Total Pages158
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy