________________
૧૨
પ્રબુધ્ધ જીવન
એશિયા - આફ્રિકાના દેશમાં, અને આવી ણપ લોક્શાહી નથી એવા સરમુખત્યારશાહી શામાં, જે પરિસ્થિતિ છે તેનાં કરતાં આપણે ત્યાં સાર છે એવું આશ્વાસન લઈ બેસી રહેવાય તેમ નથી.
અંતે તો પ્રશ્ન છે, ગરીબાઈ અને બેરોજગારી ઓછી કરવાનો, આર્થિક આબાદીને. આર્થિક ક્ષેત્રે જનતા પક્ષે ગાંધીવાદી સમાજવાદની વાત કરી છે પણ તે દિશામાં કોઈ પ્રગતિ કરી હોય તેમ કહેવાય એવું નથી. સમાજવાદ એટલે આર્થિક અસમાનતામિલ્કતની અને આવકની ઓછી કરવી, ગાંધીવાદી ધોરણે કરવી એટલે વિકેન્દ્રિત અને માનવતાભરી રીતે. આર્થિક પરિસ્થિતિ બહુ વણસી ન હોય તો જનતા પક્ષની કોઈ સ્પષ્ટ ચોક્કસ મક્કમ આર્થિકનીતિને કારણે નથી પણ સંજોગા સાનુકૂળ હોવાને કારણે છે. હવે મોંઘવારી અને ફુગાવા વધતા જાય છે. આવકની અસમાનતા ઘણી વધી છે. વેપાર અને ઉઘોગાને મોટી કમાણી છે પણ ત્યાં ભ્રષ્ટાચાર વ્યાપક છે. જાહેર ક્ષેત્ર કરતા ખાનગી ક્ષેત્રમાં કાર્યક્ષમતા કે સફળતા વધારે છે તેવું નથી. ત્યાં પણ સત્તાની ખે’ગાતાણી અને ઉડાઉપણુ છે. કૌટુંબિક ઝઘડાઓએ ઘણા મોટા મોટા ઉદ્યોગોને દિન પહેોંચાડી છે. પેાતાની ખાનગી જાગીર હોય તેવી રીતે વર્તે છે. વ્યવસાયી લે!કો પ્રેફેસનલમાં એટલીજ ધનલાલસા છે. કેટલાક વકીલો એક દિવસની બૅથી પાંચ હજાર રૂપિયા ફી લે છે. ડોકટરો ઓડીટર્સ, આર્કીટેંકટ અને બીજા પ્રોફેસનલ એવી જ ગેરરીતિઓ આચરે છે. આવક અને મિલ્કત ઉપર ટોચમર્યાદા ન બંધાય ત્યાં સુધી અસમાતના ઘટવાની નથી. આ સરકાર એવું કાંઈ કરે, તેમ નથી. વાતા અને ધમકીઓ આપશે. વર્તનમાં શૂન્ય. જી. ડી. બીરલાઓ સાચું કહ્યું કે સરકાર કહે છે તેની કાંઈ ચિન્તા ન કરવી. આપણે કરીએ છીએ તે કરતાં રહેવું. જનતા પક્ષ પાસે આમૂલ પરિવર્તન કરે એવી કોઈ આર્થિક નીતિ નથી.
જનતાપક્ષનું રંગશિયું ગાડું આ રીતે ચાલ્યા કરશે. કદાચ પાંચ વર્ષ પુરા કરે, બીજા કોઈ વિક્લ્પ નથી. ઈન્દિરા ગાંધીના વળતા પાણી છે. સંજયગાંધીના ઘેરા પડછાયા તેના પક્ષ ઉપર પડયે છે. સંજ્યગાંધી તેના સાચા સ્વરૂપે તોફાને ચડયા છે. કોર્ટોમાં, જેલમાં, મિટિંગામાં તોફાન કરવા. કરાવવાનો કાર્યક્રમ છે. ખાસ અદાલતો મારફત મા-દીકરા ઉપર ભીડ વધશે. તેથી બન્ને વિફરશે. બીજો કોઈ વિરોધ પક્ષ અત્યારે જનતા સરકારના સફળ સામના કરી શકે તેમ નથી. જનતા પક્ષ તૂટશે તેા તેના આંતરિક વિખવાદથી જ.
પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું સહેલું છે. ઉપાય શોધવા અઘરો છે. અત્યારે પાનસમાં રાજકારણ પ્રત્યે નફરત અને ઉદાસીનતાની લાગણી છે, પણ બીજો વિકલ્પ ન સુઝે ત્યાં સુધી નિભાવી લેવા સિવાય છુટકો નથી. અસ્થિરતા, અનિશ્ચતતા, વિવિધ પરેશાનીનો જીવનક્રમ બની રહ્યો છે. સૌ પ્રતાની રીતે પેાતાને માર્ગ શોધે છે. તેમાં કોઈ નૈતિક બંધનો નથી, સામાજિક શરમ પણ નથી.
તા. ૧૨-૫-૭૯
-ચીમનલાલ ચકુભાઈ સત્ય અને પ્રતીતિ
ચીની ગુલાબ પાસે પડેલા સ્ફટિક લાલ દેખાય છે- કારણ ચીની ગુલાબને રંગ એના પર છાઈ જાય છે. ચીની ગુલાબનું તેજ તે! સર્વ દિશામાં પ્રસરે છે પણ એનું સ્પષ્ટ ભાન તે એ પારદર્શક પદાર્થના સંસર્ગમાં આવે ત્યારેજ થાય છે. .
રીસા યા એના જેવા પદાર્થોમાં આપણા મુખનું દર્શન મૂળ વસ્તુ પર-સત્ય પર આધારિત છે. આપણી આંખમાંથી નીકળતાં કિરણાને પેલા પદાર્થ અટકાવે છે અને એની ગતિને પાછી વાળે છે એટલે આપણને એમાં આપણું માં તથા અન્ય વસ્તુઓ દેખાય છે. આંખના તેજની ત્વરિત ગતિને ભારણે (રીસા અને પ્રતિબિંબ વચ્ચે) બ્રહ્મવકાશનું દર્શન થતું. નથી. પરિણામે આપણને પ્રતિબિબ દેખાય છે, અવકાશની દિશાઓના અમાસ વિશે પણ એમ જ કહી શકાય. એક વસ્તુને લીધે બીજી વસ્તુના ભ્રમ થાય પણ એને કાઈ સાચી વસ્તુ પર જ આધાર છે.
શ્રીમદ્દ રામાનુજાચા
*
તા. ૧૬-૫-૭૯
બાલ દીક્ષાં
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના જન્મ બાલદીક્ષાના વિરોધમાં થયો. ત્યાર પછી શડા સમય માટે યુવક સંઘે આ આંદોલન ચાલુ રાખ્યું. વડોદરા રાજ્યમાં અને તે સમયના મુંબઈની વિધાનસભામાં બાલદીક્ષા વિરોધી ખરડો રજૂ થયા ત્યારે તેને ટેકો આપ્યો; આ બધાનું પરિણામ ખાસ કાંઈ ન આવ્યું. ત્યાર પછી બાલ દીક્ષા આપણને સૌને એવી કોઠે પડી ગઈ છે કે તેમાં કાંઈ અયોગ્ય છે, એ વાત પણ આપણે ભૂલી ગયા અને રોજિંદા બનાવ જેવું બની ગયું.
તાજેતરમાં મલાડ મુકામે ૧૬ સમૂહ દીક્ષાઓ થઈ તેમાં ૧૧ ભાઈઓ અને પાંચ બહેને ની દીક્ષા થઈ. આમાં બે ભાઈઓ અનુક્રમે ૧૧ અને ૧૨ વર્ષની ઉંમરના અને એક બહેન ૧૭ વર્ષની ઉમ્મરના હતા.
મુંબઈ જૈન યુવક સંઘના કેટલાક સભ્યોએ મને આગ્રહપૂર્વક કહ્યું કે આ સંબંધે મારે કાંઈક લખવું જોઈએ. મને થાડો સંકોચ હતો. એક તો એ માટે કે લખીને શું ફાયદો છે? આ ટકાવી શકતા નથી. બીજું કારણ અંગત હતું. આ દીક્ષા। શ્વેતામ્બર મૂતિપૂજક સમાજમાં થઈ. હું ટીકા રૂપે કાંઈ લખું તેના રખે કોઈ અવળા અર્થ કરે એમ મનને હતું. પણ છેવટ સમગ્ર જૈન સમાજને લગતા આ પ્રશ્ન છે એમ સમજી થોડું લખવા પ્રેરાયો છું.
દીક્ષા – સંસારત્યાગ—જીવનના સૌથી મહાન પ્રસંગ છે. જીવન પરિવર્તન છે. મેાક્ષનો માર્ગ છે. ઉત્કટ વૈરાગ્ય ભાવ જાગે, સંસારના બધા મેહ છૂટી જાય ત્યારે આ માર્ગે જવાની ભાવના થાય છે. ભગવતી દીક્ષાના ગુણ ગાન કરતાં આપણે ભાવવિભાર થઈ જઈએ છીએ. આમંત્રણ પત્રિકામાં તેના ગુણગાન થાય છે. જાહેર ખબરોમાં પ્રશસ્તિઓ લખાય છે. આ સમૂહ દીક્ષા થઈ ‘તેની ‘મુંબઈ સમાચાર’માં આખું પાનું ભરીને જાહેર ખબર આપી. તેમાં ભગવાન ઋષભ દેવના સમયથી માંડી અનંતા જીવા દર્દીક્ષા લઈ મેક્ષે ગયા તેનું વર્ણન છે. દરેક દીક્ષા પ્રસંગે આપણે ખૂબ ધામધૂમ કરીએ છીએ. વરઘોડા મહાત્સા, સાંગી, પ્રભાવનાઓ, મેાટી જાહેર ખરો, એવી અનેકવિધ રીતે અપણા ઉત્સાહ અને આનંદ દાખવીએ છીએ. કેટલુંક નિભાવી લેવું પડે છે. કેટલુંક સહન કરવું પડે છે. પૈસા વધ્યા તેમ ધામધૂમ પણ વધી.
સમજણપૂર્વક, ખરેખર વૈરાગ્ય ભાવે કોઈ વ્યકિત સંસારન ત્યાગ કરે અને દીક્ષા ગ્રહણ કરે તેને આપણા વંદન હોય. પેાતાના સંયમ માર્ગને અજવાળે, તેમાં સ્થિર થાય અને આત્મકલ્યાણ સાથે તે આવકારદાયક છે. આ માર્ગ કેટલા કઠિન છે તે કહેવાની જરૂર નથી. રવીન્દ્રનાથ ટાગોરનું એક નાટક છે. બુદ્ધ સંઘમાં દીક્ષાની પ્રસંગ છે. ટાગાર નાટકમાં બતાવે છે. આપણા દીકરા, દીકરી દીક્ષા લેવાના હોય ત્યારે આપણે તેને રોક્વા, અટકાવવા, બધા પ્રયત્ન કરીએ છીએ. આ માર્ગ બહુ કઠિન છે, સંસાર થોડે ભાવી લઈ એને અનુભવ કરી, સાચા વૈરાગ્ય ગે ત્યારે આ માર્ગના વિચાર કરવા એમ સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. બીજાના દીકરાદીકરી દીક્ષા લેવા તૈયાર થાય તો આપણે તેને ઉત્તેજન આપીએ છીએ, ધામધૂમથી દીક્ષા મહાત્સવ ઉજવીએ છીએ, તેમના માબાપને કાંઈક આપવું પડે તો તે માટે પણ તૈયાર રહીએ છીએ.
માટી ઉમ્મરની વ્યકિત દીક્ષા લેતી હોય ત્યારે પણ અંતરના વૈરાગ્ય, કાયમ ટકે તેવા અને જ્ઞાનની જ્યાત જાગી છે કે નહિ તે જોવાનું રહે છે. સગીર ઉમ્મરની વ્યકિતને દીક્ષા આપવામાં આવે ત્યારે આ પ્રશ્ના વધારે તીવ્ર બને છે. ૧૧-૧૨ વર્ષની ઉમ્મરનું બાળક સમજણપૂર્વક, વિવેક અને જાગૃતિથી દીક્ષા લે છે તેમ કોઈ નહિ કહી શકે. તેની શાનની ઉપાસના શું હોય? શાસ્ત્રના આધારો ટાંકીને કે દાખલાઓ આપીને આ વાતની ગંભીરતાને અને તેમાં રહેલ જોખમને ઢાંકી શકતા નથી. કામણ સંઘમાં શિથિલાચાર જોઈએ છીએ તેનું એક કારણ બાલદીક્ષા છે. અલબત્ત, દરેક દીક્ષા પ્રસંગે, દીક્ષાર્થીની યોગ્યતાના વિચાર કરવાના રહે છે. સગીર ઉમ્મરની વ્યકિતને આવા જોખમમાં ન જ મૂકવી તે સમાજ માટે અને તે વ્યક્તિ માટે એકંદર સલામત માર્ગ છે તે વિષે મતભેદને અવકાશ ન હોવા જોઈએ. ઉમ્મર લાયક થયા પછી સમજણપૂર્વક કરે છે એમ માની લઈએ, જો કે તે ય હંમેશાં સાચું હાતું નથી. પણ જ્યાં દેખીતી રીતે પરિપકવ સમજણના અભાવ છે ત્યાં આવું માની લેવાને કોઈ કારણ નથી. આમાં સમાજની અને સમાજના આગેવાનેની મોટી જ્વાબદારી છે. સાધુ- સાધ્વીને દીક્ષા માટે આગ્રહ હોય તે