________________
૧૬
વિચારી શકાય નહીં. બાળભકિત અને બાળધૃણા એ બન્નેનું આચરણ કરતાં માતા પિતા દરેક સમાજમાં મળી રહે. આમ છતાં અમેરિકન સ્ત્રીને માતા બનવું કે નહીં, બનવું તે કેટલી વાર બનવું એ બધું સ્વતંત્ર રીતે વિચારવાની તક સાંપડી છે. જે દંપતીઓ બાળકને ઝંખે છે તે જવાબદાર માબાપ બનશે એમાં શંકા નથી. ત્યારે જે બાળકને ઈચ્છતાં નથી તે આ દુનિયામાં બાળકને પ્રવેશવા દીધા પછી એની સાથે સારો વ્યવહાર નહીં રાખે, મને કમને અને સહેશે. આદર્શ સ્થિતિ તો એને જ કહેવાય કે બાળક જન્મે તે ઈચ્છિત હોય, અમેરિકા એક રાષ્ટ્ર તરીકે બાળકો અને કુટુંબ પરત્વે સંતુલિત રીતે વિચારનું બન્યું છે એમ પણ કહી શકાય. ૫૦થી ૬૦ની વિચારસરણી ઘરને વળગેલી જ રહી, અને ૭૦ થી શરૂ થયેલી વિચારસણીએ થોડી ચિંતા જન્માવી. એક પેઢી બીજી પેઢી તરફ દાંતિયાં કરે છે ત્યારે માતાપિતાને પ્રથમ વાર એવું લાગવા માંડયું છે કે બાળક પ્રત્યેને તિરસ્કાર અંતે તે એમને જ મુશ્કેલીમાં મૂકે છે. યુવાન પાસે શકિત છે, સત્તા પણ છે એટલે માતા પિતા બાળકો પાસેથી ઓછામાં ઓછી અપેક્ષાઓ સેવીને જીવન આરંભે છે. ખરેખર તો અમેરિકા એક મોટા ભ્રમમાંથી બહાર આવી રહ્યું છે એવું કહેવું જોઈએ.
પ્રભુધ્ધ જીવન
--હર્ષિદા પડિત (લેન્સ મો લિખિત લેખને આધારે)
તા. ૧૬-૫-’૭૯ કેટલાક દિવસથી સ્વામી એ રોપને ગંગાદકના સિંચનથીજીવાડવાનો પ્રયત્ન કરતા હતા ! તે પૂર્ણપણે શુષ્ક થયેલા દેવીને સ્પષ્ટ દેખાતો હતો. ‘દેવી ! પીપળા જીવે છે! જો, જો તેના અંગ પરની લીલી રેખા તને દેખાતી નથી? આ બધી ગંગાની કૃપા હું! એક દિવસ તું જોઈશ, તેનું પ્રચંડ વૃક્ષમાં થયેલું રૂપાંતર. ગંગામાતાએ આપેલું સ્વપ્નદષ્ટાંત કદી ખોટું ન પડે હું ! સ્વામી બાલ્યા .
નારાયણ
દેવી િ
ગુલાબના બગીચા પરથી પંખીઓનું ટોળું ઊડી જાય એમ દેવીએ પાંપણાની ફરકતી ઉઘાડ - મીચ કરી. તેઓ ઊભાં રહ્યાં. સામેના ઓરડામાંથી વીણાના તારમાંથી કપાયમાન થતા ખડકમાંથી વહેતા ઝરણાં જેવા ગંગાસ્તોત્રના મંત્રોચ્ચાર તેમના કાન પર પડયા. નારાયણસ્વામી, દેવીના પતિ, ઢેથી વાંચતા હતા. તેમને સમજાઈ ગયું કે, હવે નક્કી જ સાંજ પડી છે. તેઓ બારીમાંથી દૂરની ક્ષિતિજ તરફ જોવા લાગ્યા. મેઘના સંધ્યાકાલીન રંગે તેમના ચંદ્રગૌર દેહ પરથી નીતરતા હતા. અને તેમનીવિશાળ આંખોમાં એકાએક સાંજની કરુણા કાંઠા સુધી ઊભરાઈ આવી, ત્યારે તેમની લાવણીને એક પ્રકારનું અપાર્થિવ ગૌરવ પ્રાપ્ત થયું હોય એવું લાગ્યું. નારાયણ સ્વામીની બૂમ દેવીના કાન પર પડી ત્યારે તેઓ ભાનમાં આવ્યાં. તેઓ સ્વામી સામે ઊભાં રહ્યાં, માથા પરનો છેડો તેમણે સરખા કર્યો અને વાંકા વળીને તેમને પ્રણામ કરીને તેમની પદરજ માથા પર ચડાવી. સ્વામીએ દેવીનાં અંગો પર ગંગાદક છાંટયું. દેવીએ આંખ ખોલી ત્યારે સ્વામીની આંખને પાણીની ધાર લાગેલી તેમને દેખાઈ. કૃતાર્થતાની અસીમ તૃપ્તિથી તેઓ નખશિખ મહોરી ઊઠયા
હતા.
દેવી! દેવરાણી ! આ બધી ગંગામાતાની કૃપા છે. દેવીનું પિયરનું નામ દીક્ષા. નારાયણ સ્વામી તેમને દેવી જ કહેતા. દેવીએ નારાયણ સ્વામીના સંસારમાં પગ મૂક્યો તે દિવસથી તેમના પ્રચંડ વાડો, તેમના વિશાળ દેહ ગંગાના ઊંડા પાત્ર પર એકાદ કૂવાસ્તંભ જેવા તરતા તેમને દેખાયો. તેઓ ગંગાભકત હતા. ગંગા સિવાય તેમને જુદી જિંદગી જ નહોતી. ગંગાસ્તોત્રનું અહારાત્ર પઠન અને ગંગાદકનું સિંચન એ જ સ્વામીની જિંદગીની પ્રબળ પ્રેરણાઓ હતી. અસામાન્ય લાવણ્યથી ઉજજવળ થયેલા દેવીના દેહને તેમણે પહેલે જ દિવસે ગંગાદકથી વિધિપૂર્વક સ્નાન કરાવ્યું હતું. તે દિવસે જિંદગીના પ્રારંભે જ અનપેક્ષિતપણે વસેલી આ દૈવી કૃપાથી દેવીનું વ્યકિતત્વ સાંજના આકાશની જેમ આચ્છાદિત થઈ ગયું! ગંગાના પ્રવાહમાં તરતી એ પ્રચંડ ઈમારતમાં બીજી પણ એક વ્યક્તિ હતી. દીનબંધુ ! સ્વામીના નાના ભાઈ. દેખાવડો અને અબાલ. દિવરાભર જંગલમાં ભટકતા હાય. જુદાં જુદાં પક્ષીઓનાં ૨ંગબેરંગી પીંછાં ભેગા કરવાનો તેને નાદ હતો. વાડામાંથી દેખાતાં પર્વતશિખરો તે ક્લાકોના ક્લાકો સુધી જોયા કરતો. દેવી તેને બંધુજી કહેતાં, ‘હરગંગે! હરગંગે દેવીના કાને શબ્દા પડયા. સ્વામી તેમને પીપળાનો રોપ દેખાડતા હતા
દેવીને બંધુજી યાદ આવ્યા ને અતૂટ વેદનાએ તેમના કાળજાને નીચાવી નાખ્યું. બંધુજીની દૃષ્ટિ અચાનક ગઈ. સ્વામીએ બીજા ઉપચારોના સ્પષ્ટ ભાષામાં નકાર કર્યો. રોજ તે દીનબંધુની આંખમાં ગંગોદકનાં ટીપાં નાખતા . અહેારાત્ર ગંગાસ્તોત્રનું પઠન કર્યાં કરતા. દેવી ઉઘાડી આંખે બંધુજીનું અંધારામાં ધીમે ધીમે લુપ્ત થતું નાનકડું જગત જોતાં હતાં, બંધુજીની સામે તે પંખીનાં પીંછાં મૂકતાં, બંધુજી પોતાના પાતળા હાથે કેટલીયે વાર સુધી પીંછાંને પંપાળ્યા કરતા! દેવીને બીજું પણ યાદ આવ્યું. ભાદ્રપદની એક કુમળી સવા૨ે દેવી બાગમાં ફ વીણતાં વીણતાં કંઈક ગીત ગણગણતાં હતાં. ીનબંધુ તેમની પાછળ ઊભા હતા. કશીક તંદ્રામાં ઓગળી ગઈ હોય એવી તેમની આંખો દિશાહીન થઈ હતી. દૈવીમા !” દેવીએ તરત જ પાછળ ફરીને જોયું, તો બંધુજી ઊભેલા. તેઓ જોઈ જ રહ્યાં. ‘દેવી મા! તમારી વખતે તમારી માતાને મધના દોહદ થયા હતા કે શું? બંધુજીને ગાદમાં લઈને ખૂબ રડી લઉં, એમ દેવીને થયું, તે ફકત બંધુજીના ચહેરા તરફ જોઈ જ રહ્યાં. દેવી ધ્રૂ જીને ભાનમાં આવ્યાં. ખેતાનું શબ કોઈકે ગંગાના પાણીમાં છોડી દીધું છે એમ તેમને લાગ્યું. કાંઠા પર ઊભા રહીને નારાયણ સ્વામી માટે મોટેથી ગંગાસ્તોત્રનું ઉચ્ચારણ કરે છે એવો તેમને ભાસ થયા !
તે દિવસે મૃત્યુને વરસાદ તૂટી પડયો હતો. દેવી અસ્વસ્થપણે પોતાના ઓરડામાં ઊભાં હતાં. મધ્યરાત્રિના પ્રહર વીતી ગયા હતા. તેમને કંઈક પડવાના અવાજ સંભળાય. તેમણે બારણાં ઉઘાડયાં. બંધુજી દાદરના પગથિયા પાસે પડયા હતા . પ્રયત્ન કરતા હતા. તેમણે બંધુજીને આધાર આપીને તાના ઓરડામાં આણ્યા. બિછાના પર લાવીને બેસાડયા દેવી મા ! મારાં બધાં પીંછાં તારા ઓરડામાં મૂકી દે. મને યાદ છે... તેમાં એક સિંદૂરી ર’ગનું પીંછું છે... બંધુજી સ્તબ્ધ થઈ ગયા. ‘તે ..... તે ... પીંછું. તમારા ચોટલામાં શોભી ઊઠશે.' દેવીના શરીરમાંથી વીણાઝ’કારની એક વીજ ચમકી ગઈ ... સવારે દેવી ઊઠ્યતા બંધુજી બિછાના પર નહાતા એ તેમના ધ્યાનમાં આવ્યું. બપોરે આવશે, રાતે આવશે. કાલે આવશે, પરમ દિવસે આવશે એમ કરતાં કરતાં એક તપ વીતી ગયું, પણ બંધુજી પાછા - આવ્યા નહીં.
દેવીએ સામેની બારી ઉઘાડી. તેમની ષ્ટિને પીપળાના રોપ દેખાશે. ક્ષણમાં જ તેનું પ્રચંડ મહાવૃક્ષમાં રૂપાંતર થયું. ને પોતાના શરીરને ભેદીને તેનાં મૂળ જાય છે એમ દેવીને લાગ્યું. તેમણે આંખા મીંચી દીધી. સવાર થઈ હશે. નારાયણસ્વામીના રડા માંથી આવતા શબ્દો દેવીના માથા પર ચડતા હતા.
હાડ માસકો દેંહ મમ
પર જિતની પ્રીતિ
તા
તિસુ
અવસિ મિટિહી ભવબીતી ૫
આધી જો રામપ્રતિ
ગ્રેસ: અનુ. જ્યા મહેતા