SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૭ પ્રાદ્ધ જીવન પપણુ વ્યાખ્યાનમાળા * શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણ વ્યાખ્યાનમાળા ભારતીય વિદ્યાભવનમાં શનિવાર, તા. ૨૧ મી ઓગસ્ટ, ૧૯૭૬થી રવિવાર, તા. ૨૯ મી ઓગસ્ટ, ’૭૯ સુધી એમ નવ દિવસ માટે યોજવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનોનું ધારણ એકંદરે ઘણું ઊંચું રહ્યું હતું અને રોજેરોજ શ્રોતાઓની સંખ્યા પણ ઘણી મેટી રહી હતી. છપાયેલા કાર્યક્રમ પ્રમાણે રોજ વ્યાખ્યાનો નિયત સમય પ્રમાણે શરૂ થતાં હતાં. આ વખતે બે વ્યાખ્યાતા પ્રો. કુમારપાળ દેસાઇ અને શ્રીમતી મૃણાલિની દેસાઇ, અસ્વસ્થ તબિયતને કારણે આવી શક્યાં નહોતાં. તેમને બદલે શ્રી હરીન્દ્ર દવે અને ડૉ. ઉષાબહેન મહેતાને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સ્વીકારવા બદલ અમે તેમના આભારી છીએ. પહેલે દિવસે, તા. ૨૧મી ઓગસ્ટે પ્રથમ વ્યાખ્યાન હતું શ્રી વિજય મર્ચન્ટનું. તેમના વિષય હતો ‘ધર્મ - મારી દષ્ટિએ, ' સ્વાનુભવના ચાર જુદા જુદા પ્રસંગો કહી એમણે છિન્નાિન્ન થઈ જતાં કુટુંબને સુખને માર્ગે કેવી રીતે વાળી શકાય છે તે સમજાવ્યું હતું. નિ:સ્વાર્થભાવે યથાશકિત તન, મન અને ધનથી માનવસેવાનું કાર્ય કરવું એ પણ એક મોટો ધર્મ છે એમ એમણે દર્શાવ્યું હતું. એ દિવસે બીજું વ્યાખ્યાન આચાર્ય શ્રી યશવંતભાઇ શુક્લનું હતું ‘લગ્નસંસ્થા અને આધુનિક નૈતિક ખ્યાલા ' એ વિષય પર બેાલતાં એમણે લગ્ન વિશેના બે અંતિમ કોટિ સુધીના ખ્યાલોનો પરિચય કરાવી, સમાજશાસ્ત્રીઓની દષ્ટિએ લગ્નસંસ્થાનું ઐતિહાસિક અવલોકન કરાવ્યું હતું. વર્તમાન સમયમાં લગ્નસંસ્થાને સામાજિક, આર્થિક, ધાર્મિક ઇત્યાદિ દષ્ટિએ તપાસી, એમાં પર્સદગીનું તત્ત્વ, પિતાનું સ્થાન, બાળકોની સંખ્યા, સાથી બદલવાની વૃત્તિ, સ્વાતંત્ર્યની અભિપ્સા, પશ્ચિમની અસર ઈત્યાદિ બાબતોની એમણે છણાવટ કરી હતી અને લગ્નજીવન સુખી બનાવવા માટે પરસ્પર સહિષ્ણુતા અને સહકારની ભાવના ઉપર ભાર મૂકો હતા. બીજે દિવસે, તા. ૨૨મી ઓગસ્ટે ‘Bhagavan Mahavir in the twentieth Century' વ્યાખ્યાન આપતાં મુંબઇ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી જી. એન. વૈઘ કહ્યું હતું કે સત્ય અને અહિંસાને વરેલા જૈન ધર્મ એની સહિકૃતાની ભાવનાને કારણે ભારતમાં ટકી રહ્યો. જૈન ધર્મ ભકિતયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગનો સમન્વય કર્યો છે. અને તેવી જ રીતે આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે સમતુલા જાળવી છે. અણુવિજ્ઞાન, અનેકાન્તવાદ, સ્રીપુરુષસમાનતા એ જૈન ધર્મનું મોટું પ્રદાન છે. વિષય ઉપર એ દિવસે ‘સત્યને ખાતર ’ એ વિષય ઉપર, બીજું વ્યાખ્યાન આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આપ્યું હતું. એમણે પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે દરેક ધર્મ કોઇક તત્ત્વ ઉપર ભાર મૂકી એને પરમ ધર્મ તરીકે ઓળખાવે છે, જેમકે જૈન મે" અહિંસા, બૌદ્ધ ધર્મે કરુણા, ગીતાએ અનાસકિત યોગ અને ઇશુ ખ્રિસ્તે પ્રેમ ઉપર ભાર મૂકયો છે. દુનિયાના બધા ધર્મોએ સત્યને એટલું જ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. સત્યનું સંપૂર્ણ દર્શન સહેલું નથી. બાહ્ય જગતના સત્ય કરતાં આંતર જગતનું સત્ય જુદું છે. એ શોધવું ઘણું કઠિન છે. એ સત્યને ખાતર ઈશુ ખ્રિસ્ત, સૉક્રેટિસ, ગાંધીજીએ બલિદાન આપ્યાં છે. એવા મહાપુરુષોએ સત્ય અને વ્યવહાર ભિન્ન નથી એમ પોતાના જીવનમાં સિદ્ધ કરી બતાવ્યું. સત્યના માર્ગે જનારને પ્રતિકાર કરવા પડે છે. એ ૯૫ માગે જનારને અહંકારના ત્યાગ અવશ્ય કરવા પડે છે. એ માર્ગ કાંટાળો છે, પરંતુ એટલા જ સુખદ છે, કારણકે સત્ય વગરનું જીવન મિથ્યા છે. ત્રીજે દિવસે, તા. ૨૩મી ઓગસ્ટે પ્રથમ વ્યાખ્યાન ડા. વી. એન. બગડિયાનું હનું. એમનો વિષય હતો : ‘જન્મ, જરા, મૃત્યુ - મનોવૈજ્ઞાનિક દષ્ટિએ’ એમણે આપણાં ભારતીય દર્શનાએ અને પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકોએ જન્મથી માંડીને મૃત્યુ સુધીની ઘટનાઓના કેવા વિચાર કર્યો છે તે સમજાવ્યું હનું તથા જન્મથી માંડી મૃત્યુ પર્યંતની વયના જુદા જુદા તબકકે માણસમાં કેવી કેવી વૃત્તિએ, લાગણીઓ, ગ્રંથિઓ રહેલી છે તેનું આધુનિક મનોવિજ્ઞાનની દષ્ટિએ પૃથક્કરણ કર્યું હતું. તે દિવસે બીજું વ્યાખ્યાન ‘જનશકિત ' ના તંત્રી શ્રી હરીન્દ્ર દવેએ આપ્યું હતું. એમનો વિષય હતો ‘કવિતા અને ધર્મ, ’ એમણે આનંદધનજી, રાંડીદાસ, મકરંદ દવે, રિલ્કે વગેરેની કેટલીક તત્ત્વજ્ઞાનવિષયક કવિતાઓના આસ્વાદ કરાવવા સાથે દર્શાવ્યું હતું કે સાચી કવિતા હંમેશાં ધર્મના સંકુચિત વાડામાંથી બહાર નીકળી જાય છે. એવી કવિતા, દેવાના કાવ્યની જેમ જીર્ણ થતી નથી. ચેાથે દિવસે, તા. ૨૪મી ઓગસ્ટે પ્રથમ વ્યાખ્યાન પ્રા. નંદલાલ પાઠકે ‘ ધર્મ-વ, જ્ઞાન માર્જ ” એ વિષય ઉપર આપ્યું. એમણે ધર્મનું સ્વરૂપ સમજાવી, મનુ ભગવાને ધર્મનાં બતાવેલાં દશ લક્ષણાના પરિચય કરાવી, વર્તમાન જીવનમાં થતી ધર્મની ઉપેક્ષાના નિર્દેશ કરી વહેતી ગંગા જેવા ધર્મનું મહત્ત્વ, ભવિષ્યમાં પણ એટલું જ રહેશે એમ દર્શાવ્યું હતું. એ દિવસે બીજું વ્યાખ્યાન આરાધનાના માર્ગ' એ વિષય ઉપર શ્રી કિરણભાઇએ આપ્યું. એમણે કહ્યું કે આરાધનાના માગે જનાર પ્રથમ અંતર્મુખ થવું પડશે. જ્યાં સુધી બહારથી અંદર જવાની અને અંતરાત્માને જાગૃત કરવાની ક્રિયા નહિ થાય ત્યાં સુધી આરાધનાના માર્ગે જઈ શકાતું નથી. સંત રાબિયા, તુલસીદારા, ભગવાન મહાવીર સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, રૂપ ગોસ્વામી, ઝેન યોગી વગેરેના પ્રસંગો ટાંકીને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના સારરૂપ ધ્યાનયોગ સિદ્ધ કરવાની; અમાંથી અમ માં જવાની, સ્વાર્થમાંથી સર્વાર્થમાં જવાની પ્રક્રિયા કેવી છે તે એમણે સમજાવ્યું હતું. પાંચમે દિવસે, તા. ૨૫ મી ઓગસ્ટે પ્રથમ વ્યાખ્યાન પ્રા. તારાબહેન શાહનું હતું. એમના વિષય હતા. ‘સમ્યકત્વ. ' એમણે આધ્યાત્મિક સાધનાના ક્રમમાં સમ્યકત્વની અનિવાર્યતા કેટલી છે તે સમજાવી સમ્યકત્વનું સ્વરૂપ, ગ્રંથિભેદ, સમ્યકત્વના પ્રકારો, એનાં લક્ષણા, એનાં અંગે, એનાં પત્થાનકો ઈત્યાદિના પરિચય કરાવ્યો હતો. એ દિવસે બીજું વ્યાખ્યાન શ્રી યશવંત દોશીનું હતું. એમનો વિષય હતા ‘આપણા સાહિત્ય ઉપર વૈચારિક પ્રભાવ .” એમણે રવીન્દ્રનાથ, ગાંધીજી, કાર્લ માર્કસ અને ફોઇડ એ ચારના વિચારોની ગુજરાતી સાહિત્ય ઉપર કેટલી પ્રબળ અસર પડી છે તે મેઘાણી, સુંદરમ ્, ઉમાશંકર, શ્રીધરાણી, નિરંજન ભગત વગેરેની કૃતિઓન ઉદાહરણો સાથે દર્શાવ્યું હતું. છઠ્ઠું દિવસે, તા. ૨૬મી ઓગસ્ટે પ્રથમ વ્યાખ્યાન હતુ ડો. શેખરચન્દ્ર જૈનનું. વિષય હતો “મૈં ઔર મેરા વર્ષ” એમણે ‘સ્વ ’ ને ‘પર ’અને ‘પર ’ને ‘સ્વ’ માનવામાં આત્માની કેવી ગતિ થાય છે તે સમજાવી, આત્માના શુદ્ધ સહજાનંદી સ્વરૂપને પામવા માટે અમ્ નો ત્યાગ કરી અંતર્મુખ બની, આધ્યાત્મિક સાધના કરવા પર ભાર મૂકયો હતો. એ દિવસે બીજું વ્યાખ્યાન ડૉ. ઉષાબહેન મહેતાએ ‘બાપુ એક મહામાનવ' એ વિષય ઉપર આપ્યું. એમણે ગાંધીજીની સત્યની અને અહિંસાની સાધનાન પરિચય કરાવી,ગાંધીજીના જીવનના જુદા જુદા પ્રસંગો ટાંકી, ગાંધીજીના વિચારો આજની દુનિયા માટે કેટલા બધા ઉપયોગી છે તે સમજાવ્યું હતું અને કહ્યું (4)
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy