SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯૭૬ શરદપૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર સમા શરદચંદ્ર - જ્યારથી માનવસંસ્કૃતિ અને તેના અવિભાજ્ય અંગ સમી લલિત કળાઓને ઉદય થયો ત્યારથી સૌથી વધુમાં વધુ વાત માણસે પિતાની જ કરી છે. માનવ સ્વભાવનું એક આગવું લક્ષણ પોતાની જ વાત કરવાનું રહ્યું છે, ચાહે મનોવૈજ્ઞાનિકો એને સ્વકેન્દ્રિ (ઈગાસેન્ટ્રિક) ગ્રંથિ કહે કે આહાર, નિદ્રા, ભય ને મૈથુન જેવી જન્મજાત ગ્રંથિઓમાં એ લાક્ષણિકતાને સ્થાન આપે. સાહિત્ય એ જ લલિતકળાઓમાં મોખરાનું સ્થાન મેળવે છે કારણ કે પોતાની વાત સાહિત્ય દ્વારા માણસ વધુ સારી રીતે કરી શકો છે. અહીં એક એવી વ્યકિતની વાત કરવી છે, જેણે મારી, તમારી અને આપણા સૌની - માણસની જ વાત કરી છે એણે કદી કલ્પના તરંગોને રામ કે કૃષ્ણ જેવા દેવી પાત્રો સુધી વિહરવા દીધાં નહોતાં. એ સામાન્ય માણસ તરીકે સામાન્ય માણસની વચ્ચે જ રહ્યો અને જીવ્યા. એણે આપણી જ મનોભાવનાઓ મૂર્ત કરી. પોતાની વાત સાંભળવી કોને ન ગમે? આપણને એ સદા ગમ્યો છે, ગમતો રહ્યો છે. - મહર્ષિ કવિવર રવીન્દ્રનાથ ઠાકુર સાથે પોતાનું નામ પોતે (અલબત્ત, અભિમાન, સૂચવવા નહિ, પિતાની કદર કરનારા ઊંધ રવાડે ચડી ગયેલાઓની ક્ષતિ નમ્રતાપૂર્વક દર્શાવવા) સૂચવનાર એ સૂકલકડી યુવાન શરદચંદ્રની આજે સમગ્ર રાષ્ટ્ર અને વિદેશની સાહિત્ય પ્રેમીઓ જમશતાબ્દી ઉજવી રહ્યા છે. ભારતીય તારટપાલ ખાતાએ તે એમના માનમાં એક ટપાલટિક્ટિ પણ પ્રગટ કરી છે જે આ અંક પ્રગટ થયે ત્યારે પ્રગટ થઇ ચૂકી હશે. * બંગ સાહિત્યનભમાં સ્વનામધન્ય રવિ ઠાકુર મધ્યાહને તપતા સૂર્ય સમા છે તે એ એકવડિયો રોગિયલ યુવાન શરદચંદ્ર ખરેખર શરદપૂર્ણિમાના પૂર્ણચંદ્ર સમે છે. માનવજીવનની સાર્થકતા એણે મા સરસ્વતીના મૂક ઉપાસક બની રહેવામાં સમજી. ‘વેર 7 TIસેળ પ્રસિદ્ધ: પુણો ભયે' (ગમે તે રીતે માણસે પ્રસિદ્ધ થવાના પ્રયત્નો કરવા જોઇએ). જેવી સસ્તી પ્રસિદ્ધિમાં એ રાચતે નહોતો કે એમાં એને રસ પણ નહોતા. તેથી જ કવચિત સ્વદેશમાં અને કવચિત વતનથી દૂર બેસીને પિતાના બંગ ભાઇભાડુંઓના હૃદયમાં પ્રચ્છન્નપણે વહેતી માનવસહજ ગુણાગુણની સરવાણીને શરદે ચિરંજીવ કરી છે. છતાં એ માત્ર બંગાળી સર્જક રહ્યો નથી. પ્રાદેશિક સીમાડા વટાવીને એ કયારને ‘માનવમિત્ર’ બની રહ્યો હતે. એના માનસ સંતાને કોઇ પણ જાતિ, ધર્મ કે સામાજિક વાડા- એથી પર રહ્યા હતા. એ નિજીવ નિપ્રાણ પાત્રો નહોતાં- એ મારી ને તમારી વચ્ચે જીવતાં હાલતા ચાલતા માનવ હતાં – છે. જે પરિસ્થિતિમાં હું અને તમે જેવું વર્તન કરીએ તેવું જ વર્તન શરદના એ માનસ સંતાએ કર્યું છે. એ બિન્દુ; નારાયણી, શુભદા; જ્ઞાનદા; મોક્ષદા માત્ર કાલ્પનિક પાત્ર છે એવું કઇ નારી આજે સ્વીકારશે? કઇ નારીએ શરદના ઉકત સંતાનમાં પોતાના જીવનની કર ણ કથનીને જીવંત થતી નહિ અનુભવી હોય? કઇ માતાએ શરદના રામ કે (બિન્દુના) કિકામાં પિતાના તોફાની પુત્રને નહિ જોયો હોય? કયા પ્રેમીએ મનોમન દેવદાસ કે કાશીનાથનું પાત્ર સેંકડો વાર નહિ ભજવ્યું હોય? – અને તે પછી એ માનસ સંતાનને નિર્જીવ કે નિપ્રાણ કેમ કહેવાય? મા અને પુત્ર; દિયર અને ભોજાઈ; ભાઈ અને બહેન, પતિ અને પત્ની (દાંપત્ય) - નાં પવિત્ર સંબંધોનું શરદબાબુએ કરેલું વાસ્તવિક, બેકે જીવંત નિરુપણ અજોડ છે એમ કહેવામાં લેશમાત્ર અતિશયોકિત થતી નથી. કોઈ પણ વર્ગના, વયના કે કક્ષાના, વાંચવા લખવા જેટલું જ્ઞાન ધરાવતા માણસોને શરદબાબુનું એકસરખું આકર્ષણ રહ્યું છે – એમના વાચક મુધ બનીને એ': આસ્વાદ લેતાં આસપાસની દુનિયાનું વિમરણ કરી શરદ બાબુની આંગળી પકડીને ચાલવા માંડે છે. રાયથી રંક ને હમાલથી વ્યુત્પન્ન પંડિત સુધી આવું આદરભર્યું સ્થાન મેળવ્યું એ જ એમની ‘gવાદ્રિતીય’ સિદ્ધિ છે. કેટલીકવાર એમના આ માનસ સંતાનને મળતી વખતે પશ્ચિમના વિચારકોએ કરેલી કરુણાંતિકા' (ટ્રેજેડી) ની મૂલવણી યાદ આવી જાય છે. શેક્સપિયર પૂર્વે અને શેકસપિયરથી ટ્રેજેડીના બદલાતા સ્વરૂપ વિશે લખતાં એક વિવેચકે કહેલું “શેકસપિયર અમને વધુ ગમે તેનું કારણ એ છે કે તેણે તેના (માનસ સંતાન) પાત્રોને પૂર્વેના સર્જકોની જેમ અજ્ઞાત, અદશ્ય દૈવશકિતના પંજામાં કૂર પણે તજી નથી દીધાં. એણે તેમને તેમનામાં જ રહેલી વ્યકિતગત મર્યાદાઓ દ્વારા પતનને માર્ગે જવા દીધાં છે.” અહીં બે જન્મજાત પ્રતિભાઓ – શરદ અને શેકસપિયરની સરખામણી કરવાને ઇરાદો નથી પણ ઉકત વિવેચના અહીં - તદ્દન જુદા દેશ - કાળ અને પરિસ્થિતિમાં સાકાર થતી જોઇ શકાય છે એટલું જ કહેવાને આશય છે. શરદબાબુના પાત્રમાં રહેલી કમજોરી બહુધા એમના વ્યકતિગત સદ્ગુણો છે. નારી પાત્રામાં સ્નેહશીલતા, સહાનુભૂતિ, દયા, ત્યાગ અને ઔદાર્ય સર્વત્ર નજરે પડે છે. આ સદગુણો એમની “નબળી નસ’ છે જેને કારણે એ પાત્રો અંત સુધી મૌન રહીને સહન કરતાં રહે છે. પણ આ નબળી નસ જ એમને વાસ્તવિક ધરતી પર સુદઢપણે માનવ” બની રહેવામાં સહાયક નીવડે છે. એક પાત્રમાં દૈવી શ નથી દેખાતે એનું કારણ એનામાં રહેલા માનવીય લક્ષણ છે – પાત્રને સ્વભાવ છે. હાંકિમચંદ્રની ‘પાલકુંડલા' નવલકથાની એક સુંદર ઉકિત છે – “તુમિ અધમ બોલિયા, આમિ ઉત્તમ ના હાઇબ કેનો?' તમે તમારું અધમપણું (સ્વભાવ) ન છોડે તે હું શા માટે ઉત્તમ ન થાઉં (શા માટે મારો સ્વભાવ તજું?)? જેણે જીવનભર સ્નેહસભર સંબંધોને, કહો કે પ્રેમ ને, મૂર્ત કર્યો એ સહદય સર્જક પોતે કદી પ્રેમ પામ્યો નહિ. એનું જીવનચરિત્ર લખનારાએ શરદબાબુ અને અનુપમાદેવીના મૈત્રીસંબંધની ઉકત વિવેચના કરી છે, કેટલાક એવું મંતવ્ય પણ વ્યકત કર્યું છે કે એથી જ કદાચ શરદબાબુના મોટા ભાગનાં પાત્ર પ્રેમભૂખ્યાં, લાગણીભૂખ્યાં હોય છે. પણ એમાંય ‘આ શ્વ પ્રણયસુખની હોય આશા જ કેવી’ પંકિતને યાદ કરીને એટલું જ કહીંએ કે શું અનુપમા સાથેની મૈત્રી સંબંધો ગાઢ થયાં હોત તો શરદબાબુના પાત્રનું વ્યકિતત્વ, છે તેના કરતાં જુદું હોત? આ આ વાત બહુ ગળે ઊતરે તેવી નથી. આજે પ્રેમના એ ગાયકનો જન્મદિવસ છે. એની જન્મશતાબ્દી અત્યારે વિશ્વભરમાં ઉજવાઇ રહી છે. ત્યારે એની સાહિત્ય કૃતિઓમાંથી પ્રેરણા મેળવીને, કૃતકૃત્યતાપૂર્વક ' એને સ્મરણાં જલિ આપવાથી વિશેષ બીજું શું કહી શકીએ ? જ્યાં સુધી આવા સર્જક અને તેમનું સાહિત્ય જગતમાં વિદીયમાન છે ત્યાં સુધી માનવજાત જરૂર ટકી રહેશે. --અજિત પોપટ | શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું પ્રવચન પ્રોગ્રેસીવ ગ્રુપના ઉપક્રમે આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર પ્રવચન જવામાં આવેલ છે. વિષય: ‘મહાત્મા ગાંધી” સ્થળ: તાતા એડીટોરિયમ, બસ સ્ટ્રીટ, કોટ. સમય: શુક્રવાર તા. ૧-૧૦-૧૯૭૬ ના સાંજના ૬-૧૫.
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy