________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૭-૭૬
તેના જ પૂજક બની જવું એ તો ગણીએ તો કુદરત પ્રત્યેની નિષ્ઠાને ભંગ જ છે. આ જગતમાં ઈશ્વર સિવાય કોઈ જ મહાન નથી. એનું સ્મરણ કરવું એ જ અંધકારમાંથી પ્રકાશ ભણી જવાને ખાતરીવાળા માર્ગ છે.
મઠ–મંદિર, આકા, ઉપાછા, આદિ ધર્મ-અધ્યાત્મના કેન્દ્રોમાં - જરાતરા લાયકાતના જોર પર “બ્રહ્મા તીર્થંકર, ભગવાન' વગેરે કંઈ કંઈ બની બેઠેલી વ્યકિતપૂજાને ઉથલાવી પાડવા લોકોએ ત્યાંથી ખસી જઈ પોતાની જાત પર વિશ્વાસ મેળવી કર્મપરાયણ બની કેવળ પ્રભુને મહિમાં જ વધારવો જોઈએ. માનવ સંબંધોમાં વિસંવાદ, અસહિષ્ણુતા, સંકુચિતતા, વાદવિવાદ, અંધશ્રદ્ધા, જડતા, કર્તવ્ય કમે પ્રત્યે ઘેર શિથિલતા-વગેરે અનિષ્ટોને જન્મ આપવામાં ધાર્મિક ક્ષેત્રની વ્યકિતપૂજાએ જે ભાગ ભજવ્યો છે તેની વિસ્તૃત ચર્ચા તો સ્વતંત્ર લેખદ્વારા જ થઈ શકે તેમ છે.
સમાજકલ્યાણનું કામ કરતી સંસ્થાઓ, સંઘ, જૂ, મંડળ વગેરે સાર્વજનિક પ્રવૃત્તિઓમાં પણ ઓછી વસ્તી જે વ્યકિતપૂજા ચાલે છે એને લીધે ઉપરથી બધું આકર્ષક, બાકી અંદર તંગદિલી, સંઘર્ષ, કટતા, પક્ષપાત પૂર્વગ્રહ જેવાં તત્ત્વ કંઈ ઓછું કામ નથી કરતાં. વ્યકિતવાદને લીધે વિરોધ અને તરફેણનાં બે જૂથ હોય ત્યાં માનવશકિત એકત્રિત મળી કળાશથી કામ નથી કરી શકતી. શકિતશાળી વ્યકિતનું માન અને મહત્ત્વની જરૂર હોઈ શકે, પરંતુ તેની શેહમાં તણાઈ પોતાના વ્યકિતત્વને ગુંગળાવી નાખવાની નબળાઈ બતાવવી તેમાં બંને પક્ષ હાનિ છે. એકનું અહ પવાય છે, બીજાની સ્વતંત્રતા રંધાય છે. દરેક ક્ષેત્રની વ્યકિતપૂજાને આ વાત લાગુ પડે છે. સામાજિક સંસ્થાઓ તટસ્થ નીતિથી કામ કરે એમાં સૌનું હિત જળવાય છે.
નાને સમૂદાય કે મેટું તંત્ર હોય, વ્યકિતપૂજા કયાંય પણ ચલાવી લેવી ન જોઈએ. પોતાની જાતના સ્વામી બનતાં શીખવું એ વ્યકિતપૂજામાંથી છૂટવાને સારામાં સારો રસ્તો છે.
શારદાબેન બાબુભાઈ શાહ દાણચોરી અને આરબ દેશ દાણચોરીને અંત આણવો એ વડાપ્રધાનના આર્થિક કાર્યક્રમને એક ભાગ છે. દેશમાં કેટલા દાણચોરો છે, દેશ બહાર તેમના કેટલા કેટલા સાગરિતે છે, કેટલા જેલમાં ગયા અને કેટલા છૂટા છે તે કહેવું મુશ્કેલ છે. વળી ટોકટીની જાહેરાત પહેલાં દાણચોરીથી કેટલે માલ આવતો હતો અને હવે કેટલો આવે છે તે પણ અટકળ કે અંદાજનો સવાલ છે. સામાન્ય ગણતરી એવી છે કે ૧૦ ટકા માલ પકડાય અને ૯૦ ટકા માલ ઘૂસી જાય. કેટલોક માલ પકડવો જોઈએ અને પકડાવી દેવા જોઈએ, નહિતર દાણચોરી પકડનાર કસ્ટમખાતાનું અસ્તિત્ત્વ ભૂલાઈ જાય.
એવો દાવો કરવામાં આવે છે કે કટોકટીની જાહેરાત પછી અનેક દાણચોરોને પકડીલેવામાં આવ્યા છે અને દાણચેરી સામે સખત જાતે રાખવામાં આવ્યો છે તેથી દાણચોરીને ધંધે પડીભાંગ્યો છે. તેમ છતાં લગભગ રોજ દાણચોરો પર અને દાણચારીના માલ પર દરોડા તો પડે જ છે. એવા સમાચારવિનાનું છાપું ભાગ્યે જ કોઈ દિવસ હશે. તેનો અર્થ એ કે જો દાણચોરીનું એક કન્સાઈનમેન્ટ પકડાયું તો બીજા નવ ઘૂસી ગયા. દાણચોરીમાં સંડોવાયેલ સંખ્યાબંધ યાંત્રિક દેશી વહાણે પકડાયાં છે અને બે મેટાં વિમાને પણ પકડાયાં છે. એ બધાં અરબમાલિકીનાં છે. એક દરોડામાં એક કન્સાઈનમેન્ટમાં રૂા. ૫૦ લાખની ફકત ઘડિયાળ પકડાઈ એ પણ એક વિક્રમ છે.
એમ કહેવાય છે કે દાણચોરીનાં બંદર દમણ, સલાયા, વગેરે સૂનાં, નિસ્તેજ બની ગયાં છે. પરંતુ તેને અર્થ એ પણ થઈ શકે કે દાણચોરીને માલ સાડવા બીજા દરવાજા શોધાયા છે. સૌરાષ્ટ્રના ઉત્તરકાંઠે એટલાં બધાં ટાપુઓ છે કે જયાં જાપ્ત રાખવો મુશ્કેલ છે. તે માટે તો કાંકાથી ઘણે દૂર દાણચોર–નૌકાઓ હોય ત્યારે જ તેમને આંતરી લેવી જોઈએ. કાંઠાથી ૧૨ માઈલ સુધી સમુદ્રમાં પ્રાદે
શિક હદ અને ૨૦૦ માઈલ સુધી આર્થિક હદના આંતરરાષ્ટ્રીય
સ્વીકાર તો વહેલામોડે થશે જ. દાણચોરીને માલ કાંઠે આવે કે કાંઠે ઊતરે કે અંદર ઘૂસી જાય ત્યારે પકડવામાં આવે તે કરતાં તેને મધદરિયે આંતરી લે એજ વધુ અસરકારક ઉપાય છે. તે માટે ભારત સરકારે કોસ્ટ-ગાર્ડ નૌકાદળ (કાંઠાના સમુદ્રની રક્ષા કરતું નૌકાદળમાં સ્થાપવાનો નિર્ણય લીધે છે. સમમાં આપણે ખોદેલા તેલકૂવાના રક્ષણ માટે પણ જરૂરી છે.
પરંતુ સવાલ એ છે કે જે આરબ દેશમાંથી દાણચોરીનો માલ આવે છે તેઓ આ અનિષ્ટ પ્રવૃત્તિ અટકાવવામાં ભારતને સહકાર શા માટે ન આપે? તુર્કીમાં અફીણનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ત્યાંથી અફીણ અને તેમાંથી બનતા મોરફીન વગેરે કેફી પદાર્થો મુખ્યત્વે અમેરિકામાં દાણચોરીથી ઘૂસે છે. એ દાણચોરી અટકાવવા અમેરિકાની સરકારને જે ખર્ચ થાય છે અને તેના વ્યસનથી પ્રજાને જે શારીરિક અને નૈતિક હાનિ થાય છે તે અટકાવવા, નિકસન પ્રમુખ હતા ત્યારે તુર્કી સાથે સાટું કર્યું હતું કે તુર્કીએ અફીણની ખેતી બંધ કરવી અને અમેરિકા વળતર તરીકે અમુક કરોડ ડોલર તુકને આપે. તુર્કી અમેરિકાની લશ્કરી છાવણીનું સભ્ય છે. તેણે અમેરિકાને સહકાર આપ્યો અને આ સાટું સ્વીકારી લીધું.
પરંતુ કરારની મુદત પૂરી થઈ ત્યારે તુર્કીએ કરાર ફગાવી દીધા અને અફીણની ખેતી પાછી શરૂ કરી!
આરબ દેશો આપણાં મિત્રો હોવાનો દાવો કરે છે અને આપણે આરબ દેશોની મૈત્રીને આરબે કરતાં પણ વધુ વફાદાર છીએ. તે તેઓ આપણને દાણચેરીની નાબૂદીમાં સહકાર શા માટે નથી આપતા? અરબસ્તાનના દક્ષિણ અને પૂર્વ કાંઠે જે આરબ અમીરાત , અને શેખાય છે ત્યાંથી દાણચોરીને માલ આવે છે. થોડાં વર્ષો પહેલાં ત્યાં તેલ નીકળ્યું તે પહેલાં આ બંદરનું કંઈ મહત્ત્વ ન હતું. તેમને વેપાર દાણચોરીના માલને હતો. એ દેશમાં બીજી કોઈ ઊપજ ભાગ્યે જ થાય છે. માત્ર મસ્કત-માનને કેટલોક પ્રદેશ ફળદ્ર ૫ છે. વરસાદ પડે છે અને હરિયાળા પણ છે. આ વેરાન બંદરે વિદેશમાંથી, દાણચોરીમાં ખપે એવો માલ (રાનાથી સિન્થટિક યાર્ન) સુધી તરેહતરેહને વૈભવને માલ મંગાવે છે અને આપણા દેશમાં દાણચોરીથી ઘુસાડે છે. ત્યાં આપણા દાણાના પણ સાડા છે. હવે જયારે આ શેખ અને અમીરે તેલની આવકમાં દર મહિને કરોડ ડોલર કમાય છે ત્યારે તે દાણચોરીની આવકની તુણા જતી કેમ નથી કરતા? દુબાઈ કે અબુધાબીને દાખલ ભે, તે તેમની થોડાક લાખ જ વસતિને જોઈએ તેના કરતાં અનેક્શણી કિંમતને વિદેશી માલ એ બંદરોમાં આયાત થાય છે અને ત્યાંથી પછી ભારત જેવા દેશમાં દાણચોરીથી ઘુસાડવામાં આવે છે. જે શેખે અને અમીર મનમાં લે તે તેઓ આપણાં દાણચોરને હાંકી કાઢે અથવા આપણે હવાલે પણ કરી દઈ શકે, અને દાણચોરી માટે આયાત થતા તથા નિકાસ થતા માલ પર પ્રતિબંધ મૂકી દઈ શકે.
વિકાસ પામતા દેશોને નાણાં ધીરવા અને તેમના સહકારમાં વિકારાયોજનાઓ હાથ ધરવા અબુધાબી એક મોટું ફંડ ધરાવે છે. હમણાં એ ફંડમાંથી સહાય મેળવવા આપણે તેની સાથે વાટાઘાટ ચલાવીએ છીએ. અબુધાબી કે સંયુકત આરબ અમીરાત (જનું અબુધાબી એક એકમ છે) આપણા વિકાસ માટે નાણાં ધીરે અને આપણા અર્થતંત્રની કેડ ભાંગી નાખનાર દાણચોરીને વેપાર પિતાના બંદરમાં ચાલવા દે એ અજુગતું લાગે છે. ખાસ કરીને આપણે ઈઝરાએલ સામે અરબ રાજને આટલે બધે ટેકો આપીએ છીએ અને તેમને કારણે સુએઝની નહેર બંધ થઈ, તેલના ભાવ ચારગણા વધી ગયા એ બધા કેડ ભાંગી નાખે એ બેજો સહન કર્યો ત્યારે દાણચેરી અટકાવવાના એક ઉમદા કાર્યમાં તેઓ સહકાર આપે એવી અપેક્ષા વધુપડતી નથી.
–વિજયગુપ્ત મૌર્ય