________________
તા. ૧-૭-૭૬
છબુદ્ધ જીવન
- નાના
નાના બાપ ને
કે તમે વચન આપો ?
પ્રિય હરીન્દ્રભાઈ,
- તા. ૨૬-૬-૭૬ આજે સવારે સુરેશને ફોન આવ્યો, ‘પ્રિયકાન્ત હેઝ એકસપાયર્ડ’ ઘડીભર વિચારમાં પડી ગયો. બધું ડામાડોળ થતું લાગ્યું. અસ્થિર લાગ્યું. ગઈ કાલે અમારા બજારમાં જ મૃત્યુના બે સમાચાર આવ્યા હતા. એક તે પાકટ વયે ખરી પડતા પાનની ખબર હતી. પણ એક સમાચાર તો ખૂબ નિર્દય હતા. મા થનાર એક કોડવતી વધુ જેના ગર્ભમાં એક બે માસનું સ્વપન હતું એ માને એના સ્વપન રાથે વીંખી નાખવામાં આવી હતી ! પણ પ્રિયકાંત તો મારી - તમારી - સુરેશની ઉમ્મરની આજુબાજુના - મધ્યઆયુમાં - આજના સમયની ખતરનાક વયમાં – ઘાતક વયમાં! આવો જ એક કાળમુખ દિવસ યાદ આવે છે, જયારે સુરેશે જ મને ખબર આપ્યા હતા.
અમદાવાદ અને મણિનગરની વચ્ચે મૃત્યુ “પેસેન્જર' બનીને ટ્રેનમાં મડિયાનું ખૂન કરી ગયું હતું. ત્યારે પણ હૃદયમાંથી હાહાકાર પસાર થઈ ગયો હતો. આજની જેમ જ!
પણ હરીન્દ્રભાઈ, આંસુને પણ એક અવધિ હોય છે-સમયની મર્યાદા હોય છે અને હૈયું રડતું હોય તે પણ આંસુઓને એક દિવસ સુકાવું તો પડે જ છે. આકાશમાં વાવાઝોડું તેફાન મચાવી જાય પછી ખાવા ધાય એવી શાંતિ ગલીઓમાં ફરતી હોય છે. આ શાંતિ હદયને ભારથી દમે છે પણ એ શાંતિમાંથી જ કેટલાક વિચારો પ્રકટ થાય છે. તેમ આ પ્રિયકાંત - મડિયાના મૃત્યુ પણ થોડાક વિચાર જગાવે છે. - હરીન્દ્રભાઈ, તમારા પરિચયમાં પણ એવી કેટલીક વ્યકિતઓ હશે જે મધ્યઆયુમાં કાળનો કોળિયો થઈ ગઈ હશે. કોઈ સંબંધી, કોઈ વેપારી, કોઈ કારકુન, કોઈ શહેરમાં વસતા શ્રીમંત કે કોઈ બે ટંક ખાવા માટે ખેંચાખેંચ કરતો ગરીબ - એ કોઈ પણ વ્યકિત હોય, પરિચિત - અપરિચિત, મૃત્યુનું નામ માત્ર આ વાતને કાળે રસ્પર્શ આપે છે. પૂરપાટ દોડી જતી આપણી ગતિને એકાએક આઘાત આપી થંભાવે છે. છતાં આપણી પરિચિત અપરિચિત અનેક વ્યકિતઓના મૃત્યુ અને પ્રિયકાંત - મડિયાના મૃત્યુ સરખા હોવા છતાં એમાં થોડોક ભેદ છે - એક હકીકત જે આ દુ:ખને વધુ વેધક બનાવે છે. વધુ અસહ્ય ! પ્રિયકાંત-મડિયા જેવી વ્યકિતઓનું સમાજમાં આગવું સ્થાન છે. તેઓ સમાજની બહુ મોટી થાપણ છે. એક પ્રિયકાંત-રિલ્લે, એક શેલી, એક વિવેકાનંદ, એક રામાનુજ અવારનવાર પેદા નથી થતા. સમાજને આ મેધાવીઓનું મોતીની જેમ જતન કરવાનું હોય છે. એક ભાભા, એક સારાભાઈ અકાળે ચાલી જાય ત્યારે સમાજને વિચાર કરવો પડે છે. This thing cannot be tolerated! Our young men, cur great men, our geniuses will not be allowed to die prematurely.
એક કવિ, એક લેખક, એક વૈજ્ઞાનિક, એક પ્રખર રાજ્યકર્તાનું જીવન એ અર્થમાં એનું પોતાનું એકલાનું નથી. સાધન-સંપત્તિથી ભલે એ લોકોના જીવનને સમાજ છલકાવી ન શકે, સોનાના હીંચકે ભલે આ મેધાવીને લોકો ઝુલાવી ન શકે છતાં સામાન્ય જરૂરિયાત વિના એ હંમેશા સોસવાયા કરે એ તો ન જ ચલાવી લેવાય. એને વિનાશને રસ્તે વળવા ન દેવાય. એને મૃત્યુને અકાળ કોળિ ન થવા દેવાય!
એક ભાભા, એક વિક્રમ, હાથમાંથી છટકી જાય, એક મણિલાલ એક રાવજી એનું ઉત્કૃષ્ટ સર્જન આપે તે પહેલાં જ આંખ મીંચી જાય અને સમાજ જોયા કરે એ પરિસ્થિતિ કયાં સુધી ચલાવી લઈશું? કયાં સુધી આપણે ખાલી હાથ સામે જોઈ, બેચાર દિવસ રડી, જાણે કશું બન્યું ન હોય. એમ બધું આસાનીથી ભૂલી જઈશું?
પણ હરીન્દ્રભાઈ, સમાજની જો એ મૂડી છે તો આ પ્રિયકાંત - મડિયા પણ પોતાના જીવન માટે જવાબદાર - રિસપોન્સીબલ - છે. માત્ર તેમના અંગત કુટુંબ પ્રત્યે જ નહીં - તેમની જવાબદારી સમષ્ટિ પ્રત્યે પણ છે. જે દિવસે હરીન્દ્ર, સુરેશ લેકોના હૃદયમાં સ્થાન પામે છે ત્યારે તે દિવસથી એમની એક રિસપોન્સીબીલીટી ઊભી થાય છે - લોકો પ્રત્યે. એમનું શરીર પણ એમનું નથી રહેતું એની એમને સતત કાળજી લેવાની રહે છે, કારણ જે લોકોના એ માનીતા છે એ લોકોને અકાળે તેઓ દગો નહીં દઈ શકે - Shock આપીને આસાનીથી ચાલી નહીં જઈ શકે!
તમને નથી લાગતું હરીન્દ્ર કે આપણા બુદ્ધિજીવીએ આપણા કવિઓ - આપણા રાજ્યકર્તાઓ દેહની સારી એવી ઉપેક્ષા કરી રહ્યા છે? ક્રિમિનલ કહી શકાય એવી! ફરી ફરી આપણી વચ્ચે - ચુનિલાલ - પ્રિયકાંતની ઘટના બન્યા કરે એ આપણે અટકાવી નહીં શકીએ? સ્વપ્નમાં વિહરતા આપણા બુદ્ધિજીવીઓને માત્રએકાંગી વિકાસ થાય છે - ઉપરના માળને, બુદ્ધિ, કેવળ કલ્પનાને. દેહના - દેહને જાળવવાના, દેહને નિરામય રાખવાના સીધા સાદા નિયમની જાયે-અજાણે આપણે ત્યાં ઉપેક્ષા થાય છે. ઉપહાસ થાય છે. ક્યારેક તે જાણે શૈશવથી એની તાલીમ - ડિસિપ્લીન - જ નથી મળી, એને ભેગ, એની સજા એ મેટા થયા પછી ભોગવતા હોય છે - એક ભારે કિંમત ચૂકવતા હોય છે. તો બીજા કેટલાંક વીસમી સદીની સમયની જેટ પ્લેનની ગતિને આંબવા જવાના પ્રયત્નમાં તૂટી પડે છે. આ દેહ તે મનુષ્યને છે. આખરે આ દેહ પણ સમય કરતાં આગળ જવાની દોટમાં થાકી જાય છે. હાંફી જાય છે. રોજના અગણિત-બિઝીલાઈફ ના અસંખ્ય ડિમાન્ડસ' સંતોષવામાં એ પામર નીવડે છે. પૂરપાટ દોડી જતા સમયની વચ્ચે યુદ્ધના કોલાહલ વચ્ચે જીવનના સતત સંઘર્ષ વચ્ચે આપણા ચહેરા ઉપર બુદ્ધની સ્વસ્થતા લાવવી પડશે - નામાં ધસ્ય જતા લોહીને શાંતિના - રિલેકસેશનના પાઠ શીખવવા પડશે.
પહેલાં આપણે ત્યાં પોષણના અભાવથી અકાળ મૃત્યુ થતાં. આજે વધુ પડતા આરામ - એશઆરામ - શારીરિક કામને અભાવ, સ્થૂળ થતી જતી કાયા, વાંચવા ગમે પણ ઘાતક એવા વજનના આંક - માનસિક તાણ - એ સૌ આજે અકાળ મૃત્યુના કારણ બને છે. એક પછી એક રાત્રિએ હાથતાળી દઈ છટકી જતી નિદ્રા અને આંખના પોપચા પર જીવનને સતત ભાર, સમયના કાંટા પર દોડવાના લહિયાળ પ્રયત્ન હૃદયને આજે થકવી નાખે છે.
આપણે સૌએ હવે આ બાબત માટે ચિંતિત થવું પડશે. જાગૃત થવું પડશે. કારણ અવારનવાર મડિયા - પ્રિયકાંતને ગુમાવવા નહીં પાલવે. આજે કયારેય જરૂર નહોતી તેવી બુદ્ધની જરૂર છે. આજે કયારેય જરૂર નહોતી એટલી મનની અવિચળતાની જરૂર છે. એક વખત એવો હતો કે, શારીરિક શ્રમ જીવન સાથે - દેહ સાથે જોડાઈ ગયું હતું. હવે દિવસના ટાઈમટેબલમાં મને કયાં ગોઠવવો એ પણ મુંઝવણ પડે છે. અને છતાં એની ઉપેક્ષા હવે ખતરનાક છે. • કારણ એની ઉપેક્ષા એટલે કાળનું અટ્ટહાસ્ય - સમય સાથેની આટલી કૃત્રિમ દેટ એટલે મૃત્યુને આપણા દેહ ઉપર વિજય!
જે હૃદયની મુલાયમતાની આપણે ચોવીસ કલાક વાત કરીએ છીએ, જેના પ્રેમના ગીતમાં આપણે ન્હાઈને પવિત્ર થઈએ છીએ, એ જ ભૌતિક હૃદયના કાર્યકારણ, શકિત - મર્યાદાથી આપણે કેટલા અણજાણ છીએ - બાળક જેવા! એ થાકી જાય છે, એ હાંફી જાય છે. એ કશુંક આપણને કહેવાની કોશિશ કરે છે. આપણે