________________
તા. ૧-૭-૭૬
બુદ્ધ જીવન
વ્યકિત પૂજા
વ્યકિતપૂજા એ માણસના સ્વતંત્ર જીવનવિકાસમાં અવરોધ પેદા કરનારું ઘણું મોટું તત્ત્વ છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કે પછી કોઈ પણ બાબતમાં પેાતાની જાતને વિશેષ પૂરવાર કરી વિલક્ષણ પ્રતિભા ઊભી કરનાર વ્યકિતની સ્વસ્થ કદર કરવાને બદલે તેના પ્રત્યેના પ્રશંસાભાવ ઉશ્કેરાટ બની ઘેલછાનું સ્વરૂપ પકડે ત્યારે માણસના સ્વતંત્ર વિકાસને ઘણી આંચ પહોંચે છે. વ્યકિતપૂજામાં ફસાયેલા માણસ પોતે મટી જઈ જાણે સાવ પરાયો બની જાય છે. બીજા પાસે કંઈ-ચારિત્ર્ય, ગુણા, હોશિયારી, બુદ્ધમતા, કલા-કૌશલ વગેરે ચડિયાતું હોય તો તેની આવી સિદ્ધિને સમજવા પ્રયત્ન કરવા, ગ્રહણ કરવા યાગ્યને ગ્રહણ કરવું એ વાત બરાબર છે, પરંતુ સામાની પ્રતિભાથી અંજાઈ જઈ આપણે જાણે કશું જ નથી એમ તેના પૂજક બની જવું કે ‘હા જી હા' કરનારા હજુરિયા જેવા બની જવું એ તો ન ચલાવી લેવાય એવી ભયંકર ગુલામી છે, અને છતાંય આવી ગુલામી જીવનનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ચાલી રહી છે.
S
રાજકીય ક્ષેત્રની વાત લઈએ તે પેાતાના જાન ગુમાવવાનો વારો આવે એટલી હદ સુધી ઘેલાં બની લોકો પાતાના માનીતા નેતાને જોવા સાંભળવા દોટ મૂકે છે. તેમના આટોગ્રાફ મેળવીને પેાતાની જાતને ધન્ય માને છે કે પછી તેમને ફૂલના ગુચ્છ આપવા તલપાપડ બની જાય છે. આ વાત સામાન્ય સ્તરના લોકોની છે, જ્યારે ઉચ્ચ બુદ્ધિશાળી વર્ગ કંઈક સુધરેલી રીતેએ નેતાની સમીપ રહેવાનું મળે, તેની સગવડો સાચવવાનું કામ મળે, પેાતાનું નામ અને ફોટો સાથે આવે આવી બધી આકાંક્ષાઓમાં ફસાયેલા રહે છે. વ્યકિતપૂજા ગમે તે રીતે થતી હોય, સરવાળે હાનિકારક છે. પૂર્વગ્રહ, વાદવિવાદ, મતમતાંતર, ખંડબખેડા અને ઝનૂની પ્રવૃત્તિને જન્મ ૨પવામાં રાજકીય ક્ષેત્રે ચાલતી વ્યકિતપૂજાના ઘણા મોટા ફાળા છે. ધાર્મિક ક્ષેત્રનું પણ આવું જ છે, પણ એની વાત આગળ આવશે.
ફિલ્મ જગતના વિચાર કરીએ ત્યાં ચાલતી વ્યકિતપૂજા વળી તદ્દન નિરાળી – રસિક—રંગીલી છે. પેાતાના પ્રિય અભિનેતાઅભિનેત્રીની પાછળ ઝૂરનારા, તેમના ફોટા પર વારી જનારા, તેમના હાવભાવ, વાળ, પાપાક આદિની નકલ કરનારાં, તેમના અંગત જીવનની ઝીણી ઝીણી વાર્તાને પામવા મથનારા ઘેલાં લોકો એટલું ભૂલી જાય છે કે પડદા પર સાદશ્ય થતાં આ બધાં વિવિધરંગી સેહામણાં માનવીઓને આપણી જેમ જ ગડગુમડ, પસીનો, અજી કે દાંતનો દુ:ખાવા થાય છે, શરીર-મનની બધીજ વિટંબણાઓ તેમને પણ વળગેલી છે, તેએ પણ આપણી જેમ જ જીર્ણશીર્ણ બની ઘડપણને ભાગવે છે. ફિલ્મી ક્ષેત્રની વ્યકિતપૂજાએ અપણને, ખાસ કરીને યુવાન પ્રજાને—વિચારોથી રંક, દુર્બળ અને નિર્માલ્ય બનાવવામાં ઘણા જબરા ભાગ ભવ્યો છે. અમારા એક પડોશીને ત્યાં કોઈ અભિનેતા જમવા આવેલા ત્યારે આજુબાજુ ઉર્જાનું જે વાતાવરણ સર્જાયું હતું તે જોઈને જરૂર ૨૧ અનુમાન થઈ શકે તેમ હતું કે જમવા આવેલા અભિનેતાએ તો મજાનું ભાજન પેટ ભરીને ખાધું હશે, પરંતુ તેને જોવા કલાકો બગાડી બારીબારણે ટીંગાઈ રહેલાં લોકોએ તે દિવસે ધરાઈને ધાન ખાધું નહીં જ હોય. અભિનેતા, દેશનેતા કે બીજી કોઈ આગવી “કિતને જોવાનું મન થાય એ મનુષ્યસ્વભાવ છે, પરંતુ એ સહજયિા ન રહેતાં ગાંડપણ બને ત્યારે સમજવું કે આપણને આપણી અસ્મિતાની કશી કિંમત જ નથી; સ્વસ્થ અને શાન્ત રહેવાનું મૂલ્ય આપણે સમજ્યા નથી.
રમતગમતના ક્ષેત્રમાં ચાલતી વ્યકિતપૂજા લઈએ તે ત્યાં પણ પોતાના માનીતા ખેલાડીની હાર-જીત પર લોકો કેવા કેવા દેખાવા કરે છે? ફટાકડાના ત્રાસ સામે તે પશુ પંખીઓને વાચા હોત તો
૪૫
એક અનિષ્ટ
*
તેમણે જરૂર આપણી સામે ફરિયાદ નોંધાવી હોત ! સામુહિક હર્ષઆનંદ વ્યકત કરવામાં ઉશ્કેરાટનું તત્ત્વ ઓછું થાય એ આજે વધી રહેલાં અવાજના ‘પોલ્યુશન' ને ઘટાડવા જરૂરી પણ છે. સ્વસ્થ રહીને પણ આનંદની અભિવ્યકિત થઈ શકે છે.
ઉપરોકત ક્ષેત્રા કરતાં વ્યકિતપૂજાનું ખરું – ‘પૂજા’ શબ્દની આબેહૂબ પ્રતીતિ કરાવનારું-ચિત્ર તે ધાર્મિક ક્ષેત્રમાં જોવા મળે છે. આ ક્ષેત્રની વ્યકિતપૂજા તો વળી ભગવાનની બરોબરી કરવાની ચેષ્ટા કરે છે! ઉપલક ત્યાગવૈરાગ્ય, બે ચાર જાદુ-ચમત્કાર કે અહીંતહીંની થોડી ધાર્મિક વાતો કરનાનારા જિત, જોગી, ફકીર, બાવા, સાધુ–સંન્યાસી, બાબાઓ વગેરે પાછળ સંખ્યાબંધ માણસે જે રીતે ખુવાર થઈ રહ્યાં છે તે જોતાં ‘ભિખારી હટાવ’ઝુંબેશની જેમ આ બધા ધૂર્તની જાતને પકડી ઠેકાણે પાડવાનું વિચારીએ તે ઘણી બધી આવશ્યકતા છે. સમાજના શિક્ષિત ઉપલા વર્ગ આ તત્ત્વોથી મુકત છે, પરંતુ તેમની પણ ઈશ્વરવિષયક શોધ મૂળને નથી પકડી શકી. અંતર ભણી વળી પેાતાની અસુર પ્રકૃતિ સામે ઝઝૂમવું, હરકોઈ કર્મક્રિયા સાથે પરમતત્ત્વનું તાદાત્મ્ય સાધવાનો અભ્યાસ કરવા, અને એ રીતે પેાતાના જીનનને પ્રભુમય બનાવવું એ સાચા માર્ગને ભૂલી છોકરું કેડમાં નૅ શોધ બહાર' એમ અંતરમાં ભગવાનને જગાવવાને બદલે ભગવાન બની બેઠેલા સાધુ–સંતો, આચાર્યો, મહર્ષિઓ, મહાત્માઓ ને જગતને ઉદ્ધાર કરવાના દાવા કરનારા મહાનુભાવાથી અંજાઈ જનારાં બુદ્ધિશાળી લોકોની સંખ્યા પણ કઈ ઓછી નથી. વ્યકિતપૂજામાં ગેરરસ્તે દોરવાઈ જવામાં કેટલું જોખમ રહેલું છે તેના ખ્યાલ આપવા એક વાત જણાવું. ધ્યાનના એક કેન્દ્ર પાસેથી મારે એકવાર પસાર થવાનું બન્યું ત્યારે બારીમાંથી મે જે દશ્ય જોયું તે કોઈને પણ આશ્ચર્ય પમાડે તેવું હતું. દીવાલ પર લટકાવેલી ગુરુની છબી સામે બે ભગવા વસ્ત્રધારી પુરુષો શ્વેરથી એક સરખા ઠેકડા મારી મેઢેથી ‘હુ હુ હુ હૂફ હૂફ' જેવા અવાજો કાઢી રહ્યા હતા. કુતૂહલવશ બે ઘડી ત્યાં ઊભી રહી પણ આનું કારણ સમજાયું નહિ, પાછળથી એક પરિચિત તરફથી સ્પષ્ટતા મળી કે એ તો મનને શાન્ત પાડવા માટેની ક્રિયા હતી! પરસેવાથી રેલમછેલ શરીર, ધમણની જેમ ચાલતા શ્વાસ, ઠેકડા સાથે તાલ મિલાવતા માથાના વાળ અને વિચિત્ર મુખમુદ્રા ! મનની શાન્તિ માટે પ્રાર્થના, નામેાચ્ચાર, સારું વાંચન, બે ઘડી મૌન—આવું કંઈ કરવાને બદલે ભૂત વળગ્યું હોય એમ પાતાની જાતની આવી વલે કરવાની હોય ખરી? પરંતુ આ વ્યકિતપૂજાની બલિહારી છે! ગુરુ નચાવે એમ નાચવાનું. કહેનારા ગુરુએ અને સૂણનારા શિષ્યો સૌ સરખાં ! વ્યક્તિપૂજાની ગુલામી કેવળ સામાન્ય માણસ સુધી જ નથી; બુદ્ધિશાળી વર્ગ પણ પેાતાના ગુરૂ કે “નધ્યાત્મિક નેતાના એટલાં જ ગુણગાન કરે છે તથા તેમના વિચિત્ર આદેશા, સિદ્ધાંતો અને માન્યતાઓને નત મસ્તકે સ્વીકારી લેવાની પરાધીનતા ભાગવે છે. સમર્થમાં સમર્થ ગુરુ ખુદ ભગવાન તે! આમાં બાજુએ જ રહી જાય છે ને કેટલી કરુણતા છે? પ્રભુના નિરતર રટણથી નિમ્ન ચેતનામાંથી ક્રર્ભે ક્રમે આપશુ. જે ઉત્થાન થાય છે અને તેને પરિણામે દષ્ટિની વિશાળતા, આગળ પ્રગતિ માટેની સૂ, ઉચ્ચતર બુદ્ધિ, જ્ઞાન,કલ્પના અને વિચારશકિતના જે ઉદય થાય છે તથા જડ ચંતન સૃષ્ટિના પ્રિય અપ્રિય સર્વ વ્યવહારોમાં સમતા પ્રેરનાર ‘આ હું જ છું, હુ પોતે જ છુ” નું જે હરિદર્શન પ્રાપ્ત થાય છે તેની સામે વ્યકિતપૂજાની કઈ સિદ્ધિ આપણે મૂકી શકીશું? વ્યકિતપૂજાએ આપણને પાંગળાં, નિર્બળ બનાવી મૂકયા છે. ભાળી જનતાને તો વ્યકિતપૂજાએ બરબાદ જ કરી નાંખી છે. ઈશ્વર સાથે સીધા સંબંધ જોડવામાં એણે મોટો અવરોધ ઊભા કર્યા છે. વ્યકિત ખરેખર વિશ્વાસ મૂકવા જેવી મહાન હોય તેમ તેની પાસેથી પ્રભુમાર્ગની પ્રેરણા મેળવવાની વાત સહ્ય છે; પરંતુ ભગવાનને બદલે