SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રબુદ્ધ જીવન સમયનું મૂલ્ય , ,, “જરા માં મલકનું રાખજો ” એ લેખ જે અંકમાં પ્રગટ થયો તે જ અંકમાં એટલે તા. ૧-૬-૭૬ ના “ પ્રબુદ્ધ જીવનમાં ” “સમયનું મૂલ્ય ” એ લેખ પણ પ્રગટ થયા, અને મને થયું કે આ લેખક જેવી ભાષામાં તા લખવાને અસમર્થ છું, છતાં એ વિષે જે મે વિચાર્યું છે તે મારી સાદી ભાષામાં થોડું લખું. સમય વિષે સભાન તો છીએ જ, ખાસ કરીને પરામાં રહેનારને રોજ મુંબઈમાં કામે આવના૨ે તે સભાન રહેવું પડે છે, ૯ ને ૧૦ ગઈ, હવે ૯ ને ૩૦ મળશે, ૯ ને ૩૦ ની ગઈ, હવે ફાસ્ટ, ચાલા વખત બગાડયો, આમ સમયનું ભાન જીવન સાથે ઘડિયાળ પર જ નજર રાખ્યા વિના છૂટકો જ થતો નથી. વિજ્ઞાનના સાધનોએ પણ સમય ખૂબ બચાવ્યો છે, પરન્તુ એ બચેલા સમયનો ઉપયોગ કરી જાણ્યો છે કે કેમ તે પ્રશ્ન છે જ. Time is money એમ કહે છે પરન્તુ માનતા હાય એમ લાગતું નથી, કારણ કે ધનનો ઉપયોગ જેમ વિચારપૂર્વક કરીએ છીએ તે રીતે મળેલા સમયનો ઉપયોગ વિચારપૂર્વક થતો નથી. ધન કરતાં મેં સમયની કિમ્મત વધુ છે, કારણકે ધન રળતાં કમાતાં નસીબ હોય તો ઢગલાબંધ મેળવી શકાય છે, હજારોમાંથી લાખ ને લાખના દસ લાખ એમ આંકડો વધતો જાય છે, પરન્તુ સમયની તા મર્યાદા આંકી દીધેલી છે. ઈશ્વર રોજ પ્રભાતે આપણા પાકીટમાં ૨૪ કલાક નાખે છે. એક ઘડી, પળ વધુ નહિ, ઓછી નહિ, આ ચોવીસ કલાકનો આપણે સદુપયોગ કરીએ, ઉપયોગ જ કરીએ કે દુરૂપયોગ કરીએ તે આપણા હાથની વાત છે. આપણી વિઘા કોઈ ચોરી શકતું નથી, પરન્તુ ધન ચેરી શકે છે અને સમય પણ ચેરી શકે છે. ધનના ચાર ચારીછૂપીથી, અંધારી રાત્રે, તમારી જાણ વગર ચારી જાય છે, જ્યારે સમય તે આપણી આંખ સામે જ, આપણી ખુશીથી એ ચરી જાય છે, કારણ કે આપણે એની ધન જેટલી કમ્મત ગણી નથી તેથી એને રેઢા મૂકી દીધા છે, જેથી ચારનાર સહેલાઈથી ચારી જાય છે. ગયેલું ધન પાછું મળે છે, પરંતુ ગયેલા સમય પાછા મળતા નથી, એ ઉછીના પણ લેવાતા નથી, વેચાતા પણ લેવાતા નથી. કોઈ આળસુ હોય, સમય વેડફતા હાય તે જોઈને એને કહીએ કે લે ભાઈ આ રૂપિયા ૫૦૦, થોડા સમય આપ, તેા એ આપી શકશે? આપણે ૨૪ કલાકમાં ૨૫મા ઉમેરી શકીશું! ઘણાને કહેતા સાંભળીએ છીએ કે ફ્લાણું કામ કરવું છે, પણ હમણાં વખત નથી. તો એને એટલું જ કહીએ કે અત્યારે વખત નથી તો પછી કર્યાંથી મેળવવાના છે? એના કરતાં કરવા ધારેલું કાર્ય જે સમય મળ્યા છે તેમાં જ કરી નાખીએ તો? કોઈએ કહ્યું છે કે: ‘જીવન એ તેા ભાડાની ટેકસી જેવું છે. ટેકસીવાળાને તમે હાથ બતાવીને રોક્યા, એણે આપણા માટે ટર્ન લીધા કે મીટર ચાલુ થઈ જ જવાનું, એવુંજ આપણા જીવનના મીટરનું છે. આપણે બેઠા હોઈએ કે ઉભા, ખાતા કે પીતા, ધારતા કે આળેટતા, ગપ્પા મારતા, કે કૂથલી કરતા, સમય તો વ્યતિત થયા જ કરવાના, એ તો પેલા ઘડિયાળની રેતી જેમ ઝર્યા જ કરવાને સમય બે રીતે બગડી શકે છે. એક તો આપણે જાતે વેડફી દઈએ છીએ, અગર બીજા ચારી જાય છે. એવાથી સાવચેત રહેવાની જરૂર છે. ચાર, જર–ઝવેરાત ચોરી જાય કે ધન ચોરી જાય તો આપણે હાહા કરી મૂકીએ છીએ, દુ:ખી દુ:ખી થઈ જઈએ છીએ, પોલિસની મદદ લઈએ છીએ, ચેારાયેલું ધન પાછું મેળવવા આકાશ – પાતાળ એક કરીએ છીએ; પરન્તુ ચાર જો આપણેા સમય ચારી જાય, છડે P તા. ૧-૭-૭૬ ચેક, રીતસર ધાળે દહાડે ઘરમાં ઘૂસીને આપણી આંખ સામે ચોરી જાયું છતાં યે નથી સજાગ થતાં કે નથી દુ:ખી થતા. સમય ચારનારના` અનેક વર્ગ પાડી શકાય. તેમાં એક વર્ગ ખુશામંતિયાના છે, એ માનસશાસ્ત્રના જાણકાર છે. જાણે છે કે તમને શું ગમશે અને શું નહિ? તમને ગમતી જ વાતો કરે છે, તમારા ઘરનાં, તમારી આવડતનાં, હોંશિયારીનાં, બુદ્ધિનાં વખાણ કરે છે. તમને ન ગમતી વ્યકિતનું ઘસાતું બોલે છે, તમને ગમે છે, એટલે તમે એને વધુ બેસાડો છે, ખાસ બનાવેલી વાનગી ખવડાવા છે, ચા - પાણી પાળે છે, એ ખાસ્સો કલાક દોઢ કલાક હડપ કરી જાય છે, ને પેટ ભરીને ખાઈ જાય છે, એને તમે કહો છે ... પણ ખરા કે મજા પડી, ફરી આવજો. એ જાય છે, ને જરા વારે પેલા ખુશામતના નશા ઉતરે છે ત્યારે જ ભાન આવે છે કે એ ખુશામત કરીને બનાવી ગયો, ખાઈ ગયો, ને અમૂલા સમય પણ ચારી ગયા ! તમે લેખક હશેા તા એ ધાળે દા'ડે સમયની ચોરી કરનારા કહેશે કે, શું તમારો લેખ, કહેવું પડે! વાર્તા લખી હશે તેા કહેશે વાર્તા ના બસ તમારી જ. મે તે પ્રશાંતભાઈને કહ્યું ભાઈ! વાર્તા લખતાં આમની પાસે શીખો. સંગીતકાર હા તો કહેશે કે વાહ શું તમારું ગળું, શું ગાયકી કમાલ કરી તમે તે તે દહાડે. સામાજિક કાર્યકર્તા હશે!. તે કહેશે કે કામ તે તમારું, બાકી બધા તો ઠીક મારા ભાઈ, નામનાના જ ભૂખ્યા, તમારા જેવું કોઈ જોયું નથી, આમ વાત કરતા જશે, સામે ધરેલા નાસ્ત મોંમા ઓરતા જશે અને ખાસા એવા સમયનું આપરેશન કરી જશે છતાં પેલા ખુશામતના નશાને કારણે તમને જરાયે દુ:ખ નહિ થાય, તમે એને જરૂર કહેવાના, બહુ મજા પડી, ફરી આવજો ! એ જશે, ઘેાડી વાર નશાના આનંદમાં રહેશે, પરન્તુ નશેા ઉતરતાં જ માથામાં ભરેલી ખુશામતની હવાના ફુગ્ગા બુદ્ધિનો કાંટો વાગતાં જ ફૂટી જશે, ત્યારે દુ:ખદ ભાન થશે કે પેલા ખુશામતિયા, ગુંદરીએ ખાઈ ગયો, બનાવી ગયો, ને મહામૂલા સમય પણ ચારી ગયો, અને તે પણ તમારી જાગ્રત અવસ્થામાં જ. એટલું જ નહિ, તમારી પોતાની મદદથી જ અને ઈચ્છાથી જ. જેમ કોઈ ઘેર આવીને સમય ચારી જાય છે. તેમ કોઈ ફોનમાં, તો કોઈ લાંબા પત્રો લખીને અને જવાબની આશા રાખીને, આવા લોકો ડબલ નુકસાન કરે છે. નકામી વાત કરીને સમય ચારી જવા ઉપરાંત મનને પણ ડહાળી નાંખે છે, જેથી ચિત્ત તાત્કાલિક બીજા કામમાં ચાંટનું પણ નથી. પરિણામ એ આવે છે કે જાતે હાજર રહીને ક્લાક દોઢ કલાક હડપ કરી જાય છે અને પાછળ વિચારવમળમાં બીજા બે ચાર કલાક અરે, કોઈ દાડો તો આખો દા'ડો જ બગડી જાય છે. આમ અનેક રીતે ચોરાઈ જતા સમયને બચાવવા જોઈએ અને બચાવીને તેનો સદુપયોગ કરવા જોઈએ. કસહીન વાંચન, અર્થહીન વાંતા, ધ્યેયહીન ચર્ચા, ગપસપ ને ગામગપાટા, એ બધા સમયને હડપ કરી જનારા છે, સમયનું ખૂન કરનારા છે, તેનાથી ચેતવું જ જોઈએ. –રંભાબેન ગાંધી સુગમ સંગીત આકાશવાણી અમદાવાદ- વડોદરાના કલાકારો શ્રીમતી જેસ્મીન દેસાઈ અને સ્વરનિયોજક શ્રી મહેન્દ્રકુમાર ચાવડાના “ સુગમ સંગીત ” ના કાર્યક્રમનું આયેાજન સંઘના આશ્રાયે તા. ૧૬-૭-’૭૬ શુક્રવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં કરવામાં આવેલ છે. સંઘના સભ્યો, આજીવન સભ્યો અને રસ ધરાવતા તેમના મિત્રને સ્નેહભર્યું નિમંત્રણ છે. સમયસર ઉપસ્થિત થવા વિનંતિ છે જેથી કાર્યક્રમ ચાલુ થયા બાદ શાન્તિ જળવાઈ રહે. ચીમનલાલ જે. શાહ * કે. પી. શાહ-મંત્રીઓ
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy