SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ' પ્રબુદ્ધ જીવન ન્યુ ર્કની કોર્ટરૂમમાં ઓગસ્ટ મહિનાની ગરમીમાં એન્ડ. હેમિલ્ટન નામના મશહૂર વકીલે ઝેન્ગરની તરફેણમાં દલીલે શરૂ કરી. ઝેન્ગર ઉપર એવો આક્ષેપ હતો કે “ઝેન્ગરે શબ્દો દ્વારા ગવર્નર ઉપર હુમલે કર્યો છે તે હુમલે ઈશ્વર ઉપર અને ઈગ્લાંડના રાજા ઉપર કર્યા બરાબર છે.” એન્વ. હેમિલ્ટને ઝેન્ગર વતી દલીલ કરી. કોલ્હીની બદનક્ષી કરાઈ નહોતી. પૂરવાર થયેલા સત્યને આડકતરી રીતે ઝેન્ગરે છાપ્યું હતું. હેમિલ્ટને કહ્યું, “આ કેસ માત્ર એક ગરીબ છાપખાનાના માલિકને નથી. અમેરિકાભરના સ્વતંત્ર નાગરીકના સત્ય ઉચ્ચારવાના હક્ક ઉપર તરાપ મારતે આ કેસ છે.” હેમિલ્ટનની લાંબી દલીલે પછી જેન પિટર ઝેન્ગરને જેલમાંથી છોડી મુકવાને કોટે હુકમ આપ્યો ત્યારે કોર્ટમાં “હીપ હીપ હરે ના ધ્વનિ પ્રથમ વાર સંભળાયા. ત્યારે બેન્જામીન ફ્રેન્કલીન નામના રાજયપુરુષ પણ વર્તમાનપત્ર ચલાવતા હતા તેમણે આખા કેસને “પેનસીલવાનીયા ગેઝેટ”માં છાપ્યું. ત્યારથી કોઈ પણ સત્ય વાત ઉપર ગવર્નરની સેન્સરશીપ લાગતી હતી તે અટકી ગઈ. જો કે તે પછી રાતે રાત ગવર્નરની સેન્સરશીપ ગઈ નહિ, પણ ઝેન્ગરની , હિંમતને કારણે અમેરિકાના ૨૩ વર્તમાનપત્રો અમેરિકાના સ્વાતંત્રયની તશ કરીને લખવા લાગ્યા. બ્રિટનના રાજા જર્જ ત્રીજા, અમેરિકાને ગ્રાન્ટ આપતા હતા તે ત્રણ પત્રો પણ અમેરિકાના સ્વાતંત્ર્ય માટે ઝેન્ગર પાસેથી પ્રેરણા મેળવીને લખવા લાગ્યા. બેસ્ટનમાં બળવો થશે તેનું સિગ્નલ આપવા એક મંત્રીએ ટાવર ઉપર ચઢીને લાલ પ્રકાશવાળું ફાનસ હલાવ્યું હતું અને તે રીતે અમેરિકાભરમાં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયાના ખબર ફેલાયા હતા. એન્ડ્ર હેમિલ્ટનનું અને ઝેન્ગરનું નામ આ ઘટના પછી જગતના પત્રકારત્વના ઈતિહાસમાં અમર થઈ ગયું છે. - કાન્તિ ભટ્ટ નારાઓ બધા કંઈ ધર્મરાજા ન હોય. ચેરનગરની પ્રણાલિકા રૂઢ થઈ ગઈ હોય તે કંઈ અધકચરા પ્રયાસથી ઉખેડી નાખી શકાય નહીં. મોગલસરાઈ રેલવે સ્ટેશન વાહનવ્યવહારની દષ્ટિએ લૂહાત્મક સ્થાન ધરાવે છે. પૂર્વ ભારતમાંથી ઉત્તર ભારતમાં દાખલ થવાને તે એક માત્ર દરવાજો છે. ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી પૂર્વ ભારત સાથે સંબંધ મુખ્યત્વે મોગલ સરાઈ” મારફત છે. ગંગાનદી પર બહુ થોડા પુલ છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં રેલવે વ્યવહાર મુખ્યત્વે ગંગાની દક્ષિણે છે. આમ વાહનવ્યવહાર, વ્યાપાર અને સંરક્ષણની દષ્ટિથી પણ મેગલસરાઈનું મહત્ત્વ ઘણું વધારે છે. તે જોતાં અહીંથી ઉતારુ ગાડીઓ ઉપરાંત માલગાડીની જે અવરજવર થાય છે તેને ખ્યાલ નજરે જોવાથી જ આવે. અંગ્રેજીમાં જેને વાહનવ્યવહારની બેટલનેક કહે છે એવું આ બેટલનેક છે. અહીં પૂર્વ ભારત, ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારત માટેના માલ, વેગને અને માલગાડીની વહેંચણી થાય છે. આથી દિવસેને વિદાબ પણ થાય. આ વિલંબ દરમ્યાન ઘણો માલ ચોરાઈ જાય છે. વેગનોમાંથી માલની હેરફેર કરવી, ટ્રેનોમાંથી વેગનની હેરફેર કરવી અને અસંખ્ય મુકામ માટે વેગને જોડીને ટ્રેઈને બનાવવી તે માટે અહીં દિવસ અને રાત સલ્ટીંગ થતું હોય છે. આવી ધમાચકડી છતાં પણ, અને રેલવેના માલની રક્ષા માટે માટે રેલવે રક્ષક દળ હોવા છતાં પણ એટલી આસાનીથી માત્ર પાર્સલાની નહીં, પણ આખે આખાં વેગનની પણ ચોરી થઈ જાય છે. ચોરોને ભય માત્ર માલગાડી માટે નથી, ઉતારુઓ માટે પણ છે અમે વારાણસીથી પટણાની ગાડીમાં બેઠા ત્યારે મેં મારા સહપ્રવાસીએને ચેતવણી આપી દીધી કે કાશીના શેરોથી ચેતવાનું છે તેના કરતાં અનેકગણા વધુ કુશળ મંગલસરાઈના ઠગેથી વધારે ચેતવાનું છે. જનસંઘના પ્રમુખનું ખૂન મંગલસરાઈના રેલવે વાડામાં ફર્સ્ટ કલાસના ડબ્બામાં થયું હતું અને તેમના શબને ટ્રેઈનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યું હતું. આપણા આ મહાચર નગરની ઝાંખી કરવા તૈયાર થઈ રહે. સદભાગ્યે સવારનો સમય હતો, તેથી મેગલસરાઈની ઝાંખી કરવાને લાભ અમને મળે અને તે પણ કંઈ . ગુમાવ્યા વગર. મેગલસરાઈનું ચૂહાત્મક મહત્ત્વ આજકાલનું નથી. બીજા મંગલ બાદશાહ હમાયુને હરાવીને ગાદી પર આવનાર શેરશાહે દિલહીથી પટણા સુધી પાકો રસ્તો બંધાવ્યો હતો. અને છંયડા માટે બન્ને બાજુ ઝાડો રોપાવ્યાં હતાં. એ ધોરી માર્ગ મેગલસરાઈમાંથી પસાર થત હતો. સરાઈ એટલે ધર્મશાળા અથવા પ્રવાસીઓ માટેનું વિશ્રામસ્થાન, મેગલેએ પ્રવાસીઓના વિશ્રામ સ્થાન માટે અહીં સરાઈ વસાવી અને તેની આસપાસ સમય જતા નગર વસી ગયું, તેથી તેનું નામ મંગલસરાઈ પડયું. આપણા દેશમાં એવું ઘણું છે કે જે કટોકટીનાં બહાના નીચે સુધર્યું છે. પણ પોલીસ ખાતું, ટેલીફોન ખાતું, રેલવે ખાતું વગેરે ઘણાં ખાતાં છે જ્યાં કટોકટીની હવા હજી બહુ પહોંચી નથી. મેગલસરાઈ તેનું એક દાંત છે. મુંબઈનું ટેલીફોન ખાતુંબીજું દષ્ટાંત છે. આવાં તે ઘણાં દષ્ટાંત આપી શકાય, અને તે જોઈને એમ થાય છે કે, જે સુધારો થયો છે તે તે નદીમાંથી આચમન કરવા જેટલો જ છે. જે માત્ર મંગલસરાઈના એક જ રેલવે વાડામાંથી વર્ષે એક કરોડ રૂપિયાના માત્ર કોલસા ચેરાતા હોય તે આખા દેશમાં રેલવેના કેટલા કોલસા ચેરાતા હશે? રેલવેની બીજી મિલકત કેટલી ચેરાતી હશે? રેલવેમાંથી પ્રજાને માલસામાન કેટલે ચેરાત હશે? એમ લાગે છે કે, આપણે આપણા દેશમાંજ ચારો, દાણચોરો કરારો વગેરેથી ઘેરાઈ ગયા છીએ. ' . . -વિજ્યગુપ્ત મૌર્ય. 5 વાત એક ચોરનગરની સંસદમાં રેલવે પ્રધાન કમલાપતિ ત્રિપાઠીએ થડા રામય પૂર્વે કહ્યું હતું કે, મોગલસરાઈ સ્ટેશનમાં રેલવે વાડામાંથી દર વર્ષે સરેરાશ એક કરોડ રૂપિયાની કિંમતના કોલસા ચેરાઈ જાય છે અને આ કોલસા વેચીને આસપાસના ગામડાં સમૃદ્ધ થયાં છે. કમલાપતિએ આ કંઈ નવી વાત કરી નથી. એમના પિતાના વતન વારાણસીથી બિહાર જવા ઉપડતાં પહેલાં સ્ટેશન મેગલરસરાઈ આવે. ભરતખંડમાં, કદાચ આખા એશિયામાં આ સૌથી પિટ રેલવે વાડે છે. બધી દિશામાં તમે નજર દોડાવે ત્યાં બધે રેલવેના પાટા અને માલગાડીએની કતારો નજરે ચડે છે. રેલવે પ્રધાને તે એકલા કોલસાની વાત કરી છે, પરંતુ કોલસા ઉપરાંત તમામ પ્રકારના માલની ચોરી માટે મંગલસરાઈ નામચીન છે. અહીં છૂટો માલ જ નહીં, રેલવેના વેગનેનાં વેગને ગાયબ થઈ જાય છે, તેના વિષે વર્ષોથી ઉહાપોહ ચાલે છે. આ નગર તેનાં ઉપનગરો અને તેના ગામડાં સહિત એક મહાચરનગર કહી શકાય. અહીં મોટે ધંધો ચેરીને છે. અહીંને વેપાર કરીને છે. જેમ દમણમાં હમણાં સુધી નગરને લગભગ દરેક માણસ સીધી કે આડકતરી રીતે દાણચારીના ધંધા ઉપર નભતો હતો, તેમ મોગલસરાઈમાં પણ મોટા ભાગની વસ્તીનું ગુજરાન ચેરીના માલ પર ચાલે છે. એ તો દેખીતી વાત છે કે ચેરીને ધંધો આવે ધમધોકાર ચાલકે હોય તે રેલવેના કરો અને ખૂદ રેલવે રાકદળ તેમાં ભાગીદાર હોય ત્યારે જ આ ધંધામાં તેજી રહે. આ પહેલાં સંસદમાં તેના વિષે બહુ ઉહાપોહ થયું હતું ત્યારે રેલવેના સ્ટાફની અને રેલવે રક્ષકદળની જથ્થાબંધ બદલી કરી નાખવામાં આવી હતી, પરંતુ નવા આવ
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy