SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭ પ્રબુદ્ધ જીવન પત્રકારત્વના ઇતિહાસના એકાદ બે રોમાંચક પાના પત્રકારત્વના ઈતિહાસ શૌર્ય, હિંમત અને રસપ્રદ વાતોથી ભરેલા છે. ઈતિહાસ નોંધાયો છે ત્યારથી જો પ્રથમ દૈનિક વર્તમાનપત્ર પ્રગટ કરવાનું માન આપવું હોય તો તે જુલિયસ સિઝરને આપી શકાય. પુરાણા રોમમાં તે હાથે લખેલા બુલેટીન બજારના ચોકમાં રોજ ચાંટાડાવતો હતો. અત્યારે વર્તમાનપત્ર ઉપર સરકારી નિયમન છે પણ ત્યારે તે સરકાર જ દૈનિક પ્રગટ કરતી હતી. વેનિસ શહેરમાં એક વર્તમાનપત્રનું પાનિયું એક માણસ ઊભા રહીને જોર જોરથી વાંચતો. પણ તેનાસચામાર મફતમાં વાંચી શકાતા નહિં. “ ગેઝેટા ” નામના તે સમયનો સિકકો દરવાનને આપીને વાંચનના પ્રાંગણમાં પ્રવેશી શકાતું. એ પછીથી સરકારી સમાચાર આપતી પત્રિકાને અત્યાર સુધી ‘ગેઝેટ' તરીકે ઓળખવામાં આવે છે. ઉપરની બધી પત્રિકા હાથે લખાતી હતી પણ ચીન સિવાય ૧,૪૦૦ની સાલ પહેલાં જગતમાં કર્યાંય વર્તમાનપત્ર છપાતા નહોતા. જર્મનીના જોહાન ગાધેનબર્ગ નામના ઈજનેરે ૧૪૫૪માં એક છાપખાનું તૈયાર કર્યું ત્યારથી જગતના વર્તમાનપત્રો છપાવા માંડયાં, છાપવાની બાબતમાં જેમ જર્મની મેાખરે રહ્યું તે રીતે હિંમતભરી રીતે પત્રકારત્વને ઝળકાવવામાં પણ જર્મનીના એક નાગરિક માખરે રહ્યો હતો. જેન પિટર ઝેગર નામના જર્મન નાગરિક ૧૭૧૦ની સાલમાં એક જવાન તાલીમી તરીકે ન્યુયોર્કમાં આવ્યો અને તે સમયે એક વર્તમાનપત્રના પ્રકાશકના છાપખાનામાં નોકરીએ રહ્યો. તે સમયે ન્યુયોર્કના ગવર્નર જે ફરમાન કરે તેવા સમાચાર જ છાપી શકાતા હતા. ૧૭૩૨ની સાલમાં ન્યુયોર્કના ગવર્નર તરીકે વિલીયમ કોસ્બી નિમાયા. ત્યારે બ્રિટનથી જ ગવર્નર નિમાતા હતા, કારણકે અમેરિકા ત્યારે બ્રિટનના તાબામાં હતું. લંડનથી વિલિયમ કોસ્કી રવાના થયો તે પહેલાં જ ન્યુ યોર્કના ઘણા નાગરીકો ભયભીત બન્યા. લોકોને ડર લાગ્યો કે વિલીયમ કોસ્બી અત્યંત કડક માણસ છે એટલે તે જનતાના અવાજને ગુંગળાવી દેશે. ઝેન્ગર નામના જર્મન ભારે સાહસિક ગણતા હતા. ગવર્નર તેના માલિકના વર્તમાનને દાબી દેશે તો પોતે શું કરશે તેની યોજના ગેન્ગર બધાને જણાવતા હતા. નવાઈની વાત એ છે કે એન્ગર કોઈ પત્રકાર તરીકે તાલીમ લેતો નહોતો, તે માત્ર કંપોઝીટર હતા. બીબાં ગાઠવતો અને પ્રશ્ન પણ વાંચી લેતા. પણ આ બધું કામ કરવાની સાથે તે જગતના સમાચાર અને સ્થાનિક રાજકારણની જે વાતો કરતા તેનાથી સાથીદારો પ્રભાવિત થતા. એટલે જયારે વિલીયમ કોસ્બી નવા ગવર્નર તરીકે આવ્યો ત્યારે ઘણા લોકોએ ઝેન્ગરને કહ્યું કે “તું એક છાપુ કાઢ,” ત્યારનો જમાનો એવા હતા કે સાધારણ કંપોઝીટર પ્રેસના માલિક બની શકતા હતા. વર્તમાનપત્રના ઈતિહાસમાં સાધારણ પ્રૂફરિડર પણ તંત્રી બન્યાના દાખલા છે. પુરુષાર્થથી માણસ ત્યારે આગળ વધી શકતો હતો. સામાન્ય મહેતાજી પણ શેઠ બની શકતો હતો. હવે જમાનો પલટાયો છે. એટલે પ્રધાનમાંથી કોઈ ચપરાસી બની જાય પણ ચપરાસીમાંથી કોઈ કારકુન બની શકે તેવા સંયોગા ઓછા થઈ ગયા છે. એક કારણ એ છે કે ચપરાસીને જ ઉંચા પગાર મળવા લાગ્યા છે અને તે આટલાથી સંતોષ માનીને ચા-પાન સુપારી અને તમાકુના બુકડા સાથે જીવન જીવ્યે રાખે છે. ઝેન્ગરને એક કંપોઝીટર બની રહેવામાં રસ નહોતો. સાથીદારોની પ્રેરણાથી તેણે “ન્યુયોર્ક વિકલી જર્નલ” નામનું એક નવું વર્તમાનપત્ર પ્રગટ કર્યું. પોતાને તો લખતાં આવડતું નહોતું પણ તે ઉત્તમ છાપકામ જાણતો હતો અને પાછા બહાદુર હતો. પત્રકારની કલમ ઓછી ધારદાર હોય તો ચાલે પણ પત્રકાર બહાદુર ન હોય ૨૭ તો ન ચાલે તેવું ત્યારનું ધારણ હતું. અત્યારે પણ આવા ધારણની જરૂર છે. એન્ગરના મિત્રો લેખો લખીને આપતા હતા. તેમાં વિલિયમ કોસ્કી નામના ગવર્નરની આડકતરી રીતે મજાક કરવામાં આવતી હતી, વિલીયમ કોસ્બીના ખુશામતખોરોને પાઠ ભણાવવાનો ઝેન્ગરના ઈરાદો હતા, એટલે તે માટે એક ટ્રીક શોધવામાં અવી. એક જાહેરખબર તૈયાર કરવામાં આવી, તેમાં આ રીતે સમાચાર છપાયા : જાહેર ખબર “એક મોટી જાતનો વાંદરો જે પાંચથી છ ફૂટ ઊંચા છે તેણે છેલ્લે છેલ્લે તેની હડપચી ભાંગી છે અને ન્યુ યોર્કના વિસ્તારમાં ઘૂમી રહ્યો છે...” આ પ્રમાણે લખીને પછી ગવર્નરના ખુશામતખારોએ સ્થાનિક ચૂંટણી અટકાવી ને જનતાના અવાજને રૂંધ્યો હતો તે વિષે કટાક્ષા કરવામાં આવ્યા હતા. જાહેર ખબરમાં કવિતા પણ લખવામાં આવી હતી અને તેની પંકિતઓદ્રારા વિલિયમ કોસ્બીની જાતિની ઝાટકણી કાઢવામાં આવી હતી. આ બધા સમાચાર ઝેન્ગાર જાતે કંપોઝ કરીને છાપતા હતો. કોઈ લેખકે અમુક વાકયો અધુરા મુક્યા હોય તે પોતાની બુદ્ધિ પ્રમાણે પુરા કરતો હતો. તે સમયમાં માત્ર ઝેન્ગર જ નહિં પણ બીજા ઘણા તંત્રીઓ હાથે છાપું છાપતા હતા. અત્યારે યંત્રથી વર્તમાનપત્ર આપાઆપ છપાય છે. ત્યારે હાથ અને પગ વડે ચાલતા છાપખાના કામમાં લેવાતા હતા. જયારે યંત્રના હાથે ચલાવતાં ચલાવતાં કોઈ છોકરો થાકી જાય ત્યારે તંત્રી પોતે કાગળ મૂકી મૂકીને છાપવા બેસી જતો, ત્રણ ચાર જણના સ્ટાફ સાથે જ વર્તમાનપત્ર છપાતું હતું. જે જગ્યા પુરાય નહિ તો કોઈ કવિની કવિતા મૂકી દેવાતી અગર કોઈ જૂના છાપામાંથી કહેવતો અને ટૂચકા વીણીને છાપવામાં આવતા હતા. આવા ટૂચકાની વચ્ચેઝેન્ગર વિલિયમ કોરબીના ટેકેદારોની ટીકા પણ છાપી નાંખતા હતા. હવે જાહેર ખબરને નામે વિલીયમ કોસ્બીના ખુશામતખોરોની કેટલીક પેાલ ખુલ્લી કરવામાં આવી તેને કારણે કોસ્બીના ખુશામતીયાએએ કોસ્બીના કાન ભંભેર્યા અને તેને કહ્યું “આ તો અમારી ટીકાને નામે તમારા ઉપર જ સીધા આક્ષેપ કર્યો છે. તમે જ જાણે ભ્રષ્ટાચાર કર્યો હોય તેમ તમારી બદનામી કરી છે.” આ સાંભળીને કોબી કુંવાકુવા થઈ ગયો, તે રસમયે ન્યુ યોર્કના ચીફ જસ્ટીરા પાસે તેણે એક વોરંટ કઢાવ્યું અને ગેન્ગરને પકડીને જેલ ભેગા કરી દીધા, તેના ઉપર આક્ષેપ મુકાયો કે “તેણે ગવર્નરની બદનક્ષી કરી છે.” તે સમયે કોઈ મહત્ત્વના રાજપુરુષને ગુસ્સા ચઢે તેવું લખાણ છાપવું તેને પણ બદનક્ષી ગણવામાં આવતી હતી ! ઝેન્ગરને જેલની કોટડીમાં તેની પત્ની મળવા જતી હતી, જેલમાં બેઠાં બેઠાં ઝેન્ગરે તેની પત્નીને નીચેના સંદેશ તેના છાપામાં છાપવા માકલ્યો : “મારા પ્રિય વાચકો, મારું છાપું જે જે લોકો પૈસા ખર્ચીને વેચાતું લે છે તેમને માટે જ આ કાગળ છે. તમને નિરાશ કરવા માટે હું લાચાર છું. એક દિવસ છાપું પ્રગટ ન થયું તે માટે હું માફી માંગું છું. મને પકડવામાં આવ્યો છે એટલે છાપું પ્રગટ થયું નથી...” જેલની એક દિવાલમાં કાણું પાડીને પછી ગેન્ગર નિયમિત રીતે તેની પત્નીને આવડે તેવા લખાણા મોકલતો હતો. તેની પત્ની આગલે દિવસે કાગળ અને પેન્સીલ આપી જતી અને બીજે દિવસે લખાણ લઈ જતી હતી. આ પ્રકારે ઝેન્ગરને નવ મહિના સુધી કેદમાં રખાયો, પણ તેની પત્ની અન્નાએ છાપું ચાલુ રાખ્યું. ઝેન્ગરના મિત્રોએ ભેગા મળીને ફિલાડેલ્ફીયાના એક વકીલને રોક્યો અને ઝેન્ગરને છેડાવવા પ્રયાસ કર્યો.
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy