SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૭૬ અને આટઆટલા ભેગે બચાવાતા સમયને ઉપયોગ કઈ રીતે થાય છે એ પણ જરા ધી લેવા જેવું છે. કારણકે પ્રગતિશીલ ગણાતા આ માનવની ફુરસદને સારે એ હિસ્સો બિભત્સ કે ગુનાખોરીને લગતા વાંચનમાં કે ચલચિત્રે જોવામાં, ઘોડદોડના મેદાનમાં કે જુગાર ખાનાઓમાં જઈ જુગટુ રમવામાં કે પછી રાત્રીક્લબેમાં જઈ સુરાસુંદરી સંગે અમનચમન કરવામાં જાય છે અને છતાં કશુંક અજુગતું થતું હોય એવું ય કોઈને લાગતું નથી. વ્યકિતની જેમ દરેક વસ્તુ અને ભાવનાને પણ નીજી હેતુ, એક ધ્યેય-સાધ્ય હોય છે; પરંતુ પૈસાને પાશ ચડે તે સહુ પિતાના સાધનાપથથી વિચલીત થઈ એવા માર્ગે અટવાઈ પડે છે જ્યાં સાધ્ય, સાધન અને સાધના એ ત્રણે પૈસામાં-એટલે કે અર્થમાં સમાવિષ્ટ થઈ જાય છે, અને સારાનરસાને વિવેક વિસરાઈ જાય છે. પછી એમાંથી બચવાને આરે, એવારે કે ઉગરવાને વારે બહુ નસીબદાર હોય તેને જ ઉપલબ્ધ થાય છે. અર્થ દ્વારા રચાતા અનર્થકાંડને વિશદપણે અવલેકી શકે એવા સંજયદષ્ટિ નરપુંગવની મદદ મળી જાય તે જ સકળ સૃષ્ટિને એ સરળતાથી સમજાવી શકાય કે આપણે પેદા કરેલ પૈસારૂપી જીન આજસુધીમાં આપણી માનવતાના મોટા હિસ્સાને હજમ કરી ગયા છે એટલું જ નહીં પણ એ માનવતાને બાકીને હિસ્સેય અત્યારે પૈસામાં મપાતા સમયની ખફા નજર નીચે રહેંસાઈ રહ્યો છે અને સુરતમાં જ તેને બચાવી લેવામાં નહીં આવે તે માનવીની રહીસહી માનવતા પણ દફન માટેના કફનમાં સઘન નિદ્રા લેતી થઈ જશે. -અશોક શાહ * “જરા મોં મલકતું રાખજે” * આપણામાંના ઘણાખરાને કયારેક તે ફેટે પડાવવાને પ્રસંગ આવે છે જ, તે વખતે આપણી સામાન્ય લાગણી શું હોય છે? આ દિવેલિયો માણસ પણ ફેટામાં તે પોતાનો ચહેરો જરા હસતે આવે . તે માટે પૂરતે સભાન હોય છે. કૅમેરાની કળ દબાવતાં દબાવતાં કયારેક ફોટોગ્રાફર પણ હળવી ટકોર કરી લે છે: “પ્લીઝ કીપ સ્માઈલિંગ – જરા તમારું મેં મલકતું રાખજો!’ ફોટો પાડનાર અને પડાવનાર માને છે કે જો ફેટ વધારે સારું લાવવો હોય તે હસતે ચહેરે જરૂરી છે. જે ફોટા માટે જરૂરી છે તે જીવન માટે તે તેથી થે વિશેષ જરૂરી છે. તમે બહાર જવાની તૈયારી કરી રહ્યા છે. આયનામાં વળી લળીને જોઈને તમારી જાતને શણગારી રહ્યા છો. પેન્ટ ને શર્ટના કે સાડી ને બ્લાઉઝના મેચિંગમાં તે કંઈ ખામી નથી રહી જતી ને? તમે તમારા પોશાક અને શણગાર પર ફરી એક નજર નાખે છે.. કદાચ તમે તમારા હોઠ પર કીંમતી લિપસ્ટીક પણ લગાડે છે. પણ ભા! જેને માટે તમારે એક પાઈ પણ ખરચવી પડે એમ નથી એ શણગાર તમે તમારા હોઠ પર ધારણ કર્યો છે ખરે? ભલેને તમે સોળે શણગાર સજ્યા હોય પણ તેના વગર તમારે પહેરવેશ અધૂરો છે, એ શણગાર છે સ્મિત. હોઠ પર સ્મિત ધારણ કરીને જરા ફરી આયનામાં જો તે ખરા! તમારો આખે ચહેરો, આખું રૂપ જ બદલાઈ જશે. તમે એક નવા જ પુરુષ કે સ્ત્રી બની જશે. બસ હવે તમારો પહેરવેશ સંપૂર્ણ ગણાય. હવે તમે હસતે ચહેરે બહાર નીકળી પડજો. કદાચ તમને એ જોઈને નવાઈ લાગશે કે તમારી માફક આખી દુનિયા પણ બદલાઈ ગઈ છે. કારણ કે આયનાની માફક દુનિયાને પણ એ સ્વભાવ છે કે જે સ્મિત કરે તેની સામે વળતું સ્મિત કરવું. અને આમે ય સ્મિત પોતે જ કોઈ પણ ચેપી રોગ કરતાં યે વધારે ચેપી છે. તમે કોઈની સામે સ્મિત કરો એટલે એના હોઠ પણ હસી જ ઊઠવાના. એક સરસ શણગાર હોવા ઉપરાંત સ્મિત, એક અમેઘ શસ્ત્ર પણ છે. માર્ક ટવેને કહ્યું છે: “વિસ્મતના હુમલા સામે કશું ટકી શકતું નથી.” આવી કારમી મોંઘવારીમાં યે આજની પહોંચેલી પાઈતીએ હાથમાં કડક ચાને ખ્યાલ અને હોઠ પર કમળ સ્મિત ધરીને પિતાના શંભુદેવ પાસેથી શું શું નથી પડાવી લેતી?... વેપારમાં અને રાજકારણમાં પણ આ શસ્ત્ર મહત્ત્વનો ભાગ ભજવે છે. “જેને હસતો ચહેરો રાખતાં ન આવડે તેણે દુકાન ન ખેલવી.” એવી તો એક વેપારમાં કહેવત પણ છે. અમેરિકાના બહુ ગવાયેલ પ્રેસિડન્ટ નિકસનનું નામ કોણ નથી જાણતું? અગાઉની એક રચૂંટણીમાં તે કેનેડી સામે હારી ગયેલા. કેનેડીની જીતનું એક કારણ છાપાંઓએ આપેલું: “કેનેડી જીત્યા છે કારણ કે તે નિકસન કરતાં વધારે સારું સ્મિત કરી શકે છે.” છાપાંએમાં તે વખતે એક નિગ્રો બાઈની મુલાકાતે આવેલી. કેનેડીની જીતથી આનંદવિભોર બની ગયેલ એ બાઈ બેલી ઊઠેલી: “હું જાણતી જ હતી કે કેનેડી જ જીતશે.. મેં એને જ મત આપેલ. કેમ?” કેમ શું? મને એનું સ્મિત ગમે છે! શણગાર અને અમોઘ શસ્ત્ર હોવા ઉપરાંત સ્મિત તંદુરસ્તીના રામબાણ કીમિ પણ છે. એક ચીની કહેવત છે: “આ જમાનાની હોજરી ખરાબ થઈ ગઈ છે, તેને હાસ્યને જુલાબ આપે. ૩૦૦ વર્ષ ઉપર કિગ સાલેમને કહેલું કે પ્રસન્ન ચિત્ત એક સારી ઔષધની ગરજ સારે છે. આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણા ચેસઠ સ્નાયુઓને તાણ પડે છે, પણ સ્મિત કરતી વખતે તે ફકત તેર સ્નાયુઓને જ ઉપગ કરવું પડે છે. આમ હસવામાં ગુસ્સે થવા કરતાં ૧૦૦ ટકા કરતાં યે ઓછી શકિત ખર્ચાય છે. તો આપણે વધારે શકિતને વ્યય શા માટે કરી? જીવન જ્યારે કોઈ ઝરણાની માફક એકધારું ખળખળ વહી રહ્યું હોય ત્યારે તે અાવા સ્મિતની વાત કરવી સહેલી છે, પણ જ્યારે જીવન આંસુ ભરેલું હોય ત્યારે આંસુને સ્મિતમાં ફેરવી નાખવાનું અઘરું છે. આ બાબતમાં એબ્રાહમ લિંકનને દાખલ જાણીતા છે. તેના ઘરનું વાતાવરણ એટલું ખરાબ હતું કે તે ઘેર જતાં બીતા. જ્યારે તે કાયદાને અભ્યાસ કરતો હતો ત્યારે એના દેશ અમેરિકાની હાલત ઘણી ખરાબ હતી. પણ એ પરિસ્થિતિને પણ તે પિતાના ઘરની પરિસ્થિતિ કરતાં વધારે પસંદ કરતે. દિવસના દિવસે તે પોતાની ઓફિસમાં પડયા રહેતા. પોતાના એક મિત્રને તેણે ખાનગીમાં કહેલું પણ ખરું કે ઘેર જવાનું મને મન જ થતું નથી. પણ આ જ લિકન પોતાના રમૂજી ટુચકાઓથી ઘણાની નિરાશા દુર કરી તેમનાં દિલ બહેલાવતો. એ ટુચકાઓ પરથી તો કોઈને કલ્પના પણ ન આવે કે લિંકન અટલ દુ:ખી હશે. સ્મિત એ મનુષ્યસ્વભાવની આરસી છે. બોલ્યા વગર તે ઘણું ઘણું કહી જાય છે. શબ્દોથી માણસ જૂઠું બોલી શકે છે પણ સ્મિતથી તમારી સાચી લાગણી છુપાવવાનું અઘરું છે. અનુભવી માણસ સામાના સ્મિત પરથી જ માણસ ખંધો છે કે ખુશામતિ એ પારખી કાઢે છે. શેકસપિયરનાં નાટકોમાં મનુષ્યસ્વભાવનું સરસ ચિત્રણ જોવા મળે છે. એના ‘હૈમલેટ’ માં એણે લખ્યું છે. વન મે સ્માઈલ એન્ડ સ્માઈલ એન્ડ બી એ વિલેઈન... માણસ હસતે ને હસતો હોય છતાં દુષ્ટ હોય. પણ અ.પણને તે અહીં કેવળ નિર્દોષ સ્મિત સાથે જ સંબંધ છે. એવા નિર્દોષ સ્મિત માટે આપણે કશું આપવું પડતું નથી. આપણે જોયું તેમ ઉલટું સામેથી તે આપણને ઘણું આપે છે. આપનાર અને ઝીલનાર બંનેને તે ખુશ કરે છે. આ દુનિયામાં કોઈ પણ માણસ એટલે બધા સમૃદ્ધ નથી કે તેને સ્મિત વગર ચાલી શકે. તેમ કોઈ માણસ એટલે ગરીબ પણ નથી કે તે સ્મિત ન વેરી શકે. લોકજીવનમાંથી ચંદ્રકાન્ત કાજી દિવલિ સભાન કી ટકોર કરી,
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy