________________
તા. ૧-૬-૭૬
પ્રબુદ્ધ જીવન
સાહિત્યસર્જન : પરાકેટિનો આનંદ
*
આ જ્ઞાનપીઠ પારિતોષિકનું સર્વોચ્ચ સાહિત્યિક બહુમાન મેળવનાર મરાઠી ભાષાના અગ્રણી સાહિત્યકાર વિ. સ. ખાંડેકર અંગે તાજેતરમાં સંખ્યાબંધ લેખ પ્રસિદ્ધ થયા છે. મુંબઈ, પૂણે અને કોલ્હાપુરની નગરપાલિકાઓએ તેમનું સન્માન કર્યું છે. ખાંડેકર પાસેથી પ્રેરણા મેળવનાર લેખકોએ પિતાના સંસ્મરણો લખ્યા છે. અને વિવેચકોએ ખાંડેકર સાહિત્યનું મૂલ્યાંકન કર્યું છે. જુદા જુદા સત્કાર સમારંભમાં ખાંડેકરે પોતે સાહિત્ય અને સાહિત્યસર્જન વિશે વિચારો પ્રકટ કર્યા છે.
ખાંડેકરે વિપુલ લેખન કર્યું છે. એક નાટક, પંદર નવલકથાઓ, ૩૦ વાર્તા સંગ્રહો, દ રૂપકકથા સંગ્રહો, ૧૧ લધુનિબંધ સંગ્રહ, ૧૨ વિવેચન ગ્રંથ, ત્રણ અન્ય ગ્રંથનું લેખન ખાંડેકરે કર્યું છે. એકવીસ
જેટલા ગ્રંથનું સંપાદન તેમણે કર્યું છે. ૧૮ ચિત્રપટોની કથાઓ લખી છે. પ્રારંભકાળમાં એક સાપ્તાહિકમાં ઘણું વૃત્તપત્રી લેખન કર્યું છે. ૭૯ વર્ષના આ લેખક તાજેતરમાં પોતાની આત્મકથા લખી રહ્યા છે, તે ઉપરાંત તેમનું ઘણું સર્જન હજુ અપ્રકાશિત છે.
ખાંડેકરના ત્રીસ પુસ્તકોને ગુજરાતીમાં અનુવાદ શ્રી ગે. ગ. વિદ્રાંસે કર્યો છે. ૧૯૨૮ માં ખાંડેકરનું પહેલું પુસ્તક મરાઠીમાં પ્રસિદ્ધ થયું. ૧૯૩૮ પછી શ્રી. ગો. સં. વિદ્રાંસે ખાંડેકર સાહિત્યના અનુવાદનું કામ સ્વીકાર્યું અને ત્રીસ જેટલા પુસ્તકો ગુજરાતી વાંચકોને આપ્યા. ૧૯૫૨ માં પ્રકટ થયેલ ‘કીંચવધ’ ના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં રમણલાલ દેસાઈએ લખેલું. “મરાઠી નવલકથાકાર ખાંડેકર ગુજરાતી બહુજનસમાજમાં અત્યંત લોકપ્રિય થયા છે. બીજી ભાષાના લેખક જયારે આપણને પ્રિય લાગે છે ત્યારે આપણે માની લેવું જોઈએ કે આ લેખક પાસે તેનું પિતાનું કંઈક મૂળભૂત સ્વત્વ છે, મહત્ત્વ છે. સાચી માનવતા તેનામાં ઓતપ્રત છે.” વીસેક પુસ્તકો ગુજરાતીમાં પ્રકટ થયા પછી મુંબઈના ગુજરાતી રાહિત્યરરિકોએ એક મોળાવડામાં ખાંડેકરનું સન્માન કે ત્યારે મેળાવડાના પ્રમુખ શ્રી જ્યોતિન્દ્ર દવેએ કહ્યું હતું. “પાછલા પચ્ચીસ વર્ષોમાં ગુજરાતીમાં શરદચંદ્રને રિાકકો ચાલતે હતો આજે ખાંડેકરને ચાલે છે.” વ્યાધિગ્રસ્ત અવસ્થામાં પથારીવશ સ્થિતિમાં ખાંડેકરનાં પુસ્તકો વાચીને આનંદ મેળવનાર એક પ્રૌઢ ગુજરાતી સ્ત્રીએ ખાંડેકરને લખ્યું હતું, “હું આપને મળી શકતી નથી, પણ આંખ બંધ થાય તે પહેલાં મારા પ્રિય લેખકને હું જોઈ શકે તે પિતાને ધન્ય માનું.”
ગુજરાતીમાં ખાંડેકરના પુસ્તકોની ઘણી આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે પણ તમિલમાં ખાંડેકરને ઘણો યશ મળ્યો છે. ખાંડેકરને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યાના સમાચાર વાંચીને કમળ માસિક ના સંપાદક અને તમિલ ભાષાના પ્રખ્યાત લેખક કે. વ્હી. જગન્નાથને કહ્યું છે કે, મરાઠી અને તમિલ વાચકોના મતે લેવામાં આવે તો ખાંડેકરને મરાઠી કરતા ઘણા વધુ મતો તમિલમાં મળશે એટલી તેમની તમિલમાં લોકપ્રિયતા છે. છેક ૧૯૪૬ માં તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિખ્યાત તમિલ સાહિત્યિક સી. એન. અન્નાદુરાઈએ “દ્રવિડનાડુ પત્રમાં ખાંડેકરના લેખમાંના વિચારમૌકિતકો છાપવા માંડયા હતા અને લખ્યું હતું કે, સમાજમાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે અવાજ ઉઠાવવાનું કાર્ય ખાંડેકરની નવલકથાઓએ કર્યું છે. ૧૯૬૮ માં શ્રેષ્ઠ તમિલ લેખક રા. ના. વિરપાને “કૌંચવધ” ની વિસ્તૃત સમીક્ષામાં લખ્યું હતું. “જ્યારે ડા. મુ. વરદરાજને (તામિલનાડના સ્વર્ગીય શ્રેષ્ઠ નવલકથાકાર અને સમાલોચક) કેટલીક કાંતિકારી ૯પનાઓ પર આધારિત કથાઓ ખાંડેકરની પદ્ધતિએ લખી ત્યારથી તમિલ સાહિત્યમાં નવા પર્વને પ્રારંભ થયો. મને લાગે છે કે ખડેિકરના સાહિત્યને કારણે જ તમિલ નાડુમયને નવી દિશા મળી.” સ્વ. વરદરાજન તામિલનાડુના વિખ્યાત નવલકથાકાર અને મદ્રાસ વિદ્યાપીઠના તમિલ વિભાગના પ્રમુખ હતા. પછી મદુરાઈ વિદ્યાપીઠના ઉપકુલપતિ હતા. ગયા વરસે તેમનું અવસાન થયું. તેમણે ખાંડેકરના સાહિત્યને ઊંડો અભ્યાસ કર્યો હતો અને પોતાના શિષ્ય વર્ગમાં ખાંડેકર વાડમયને પ્રચાર કર્યો હતો. ડૅ. મુ. વરદરાજન અને ખાંડેકરના વડુમયનો તુલનાત્મક અભ્યાસ કરીને એક તમિલ પ્રાધ્યાપક પી. એચ. ડી. ને પ્રબંધ તૈયાર કરી રહ્યા છે. તમિલ સાહિત્યના બીજા એક મહારથી સ્વ. પંદુમૈપિત્તને એક વખત
કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર એટલે શિવાજી અને ખાંડેકર !” તામિલનાડુ અને સિલોનના અનેક લેખકોએ ખાંડેકરની કથાઓ અંગે સમીક્ષાલેખ લખ્યા છે. ગુજરાતીમાં વિદ્રાંસની જેમ તમિલમાં કા. શ્રી. શ્રીનિવાસાચાર્ય ખાંડેકરને અનુવાદક તરીકે મળ્યા છે. આજ સુધી ખાંડેકરની દસ નવલકથાઓ અને સો જેટલી વાર્તાઓ તેમણે તમિલમાં અનુવાદિત કરી છે. તેઓ લખે છે ટીકાકાર અને નિબંધકાર સ્વ. રામસ્વામી, કોષ્ઠ કથાલેખક સ્વ. કુ. ૫. રાજગોપાલન, તમિલ સાપ્તાહિક ‘હિંદુસ્થાન' ના સંપાદક સ્વ. રા. તારામહાત. નિબંધકાર અને કથાલેખક સ્વ. તિ. જ. રંગનાથન અને કોલેમદળ' ના તંત્રી કે. વહી. જગનાથન જેવા તમિલ શ્રેષ્ઠીઓએ ખાંડેકર અંગે વિપુલ સમીક્ષાલેખન કર્યું છે. રવીન્દ્રનાથની કૃતિઓ પર પણ અમારા આટલા શ્રેષ્ઠ સાહિત્યિકોએ આટલું લખ્યું નથી.
ત્રણ પ્રસિદ્ધ મરાઠી લેખકોએ તાજેતરમાં ખાંડેકર સાથે વાતચીત કરી હતી. પ્રશ્નોત્તરરૂપી વાતચીતમાં એક પ્રશ્ન હતો આપના સાહિત્યમાં Universal significance આપ લાવી શકયા છા એવું આપને લાગે છે? ખાંડેકરે જવાબ આપ્યો : “હું પોતે હમેશાં એમ માનતે આવ્યો છું કે મારા જેવો લેખક એ પોતાના કાળ પૂરતો એક લેખક છે - એ ભાવિ પર પ્રભાવ પાડનાર લેખક નથી. તેથી વર્તમાન સાથે અનુસંધાન સાધવાનું મારાથી બન્યું તેટલું મેં કર્યું. તેને કંઈક ઉપયોગ થયો એમ મને લાગે છે. લોકોએ મને પ્રોત્સાહન આપ્યું. સ્વાભાવિક રીતે જ મને લાગ્યું કે લોકોને જે જોઈએ છે તે હું આપી રહ્યો છું – અને જે તેમાં હું આપી રહ્યો છું મારી દષ્ટિએ અમંગલ કશું નથી. છતાં આમ કરતી વખતે હું ક ઈક એવું કરી રહ્યો છું એમ હું માનતો ન હતો. આજે પણ માનતા નથી. આટલો મોટો લેખક હું છું એવું મને લાગતું નથી.
પ્રશ્ન : “ વધુ જીવવાની ઈચ્છા રાખે છે ?” ઉત્તર: “લખી શકું તો જ જીવવાની ઈચ્છા છે.” પ્રશ્ન : “પુનર્જન્મમાં સાહિત્યિક થશે તે –”
ઉત્તર : “તેમાં આનંદ લાગશે. સાવ દરિદ્ર હઈશ તોય ચાલશે. રાહિત્યસર્જન અને વાંચન આમાં મને પરાકોટિનો આનંદ મળે છે.”
વિ. બાપટ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - વાર્ષિક સભા ---
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જૂન માસની ૧૨ મી તારીખ, શનિવારે સાંજના પાંચ વાગ્યે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે, જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે
(૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંધ તેમજ શ્રી મણિલાલ કમરાંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબોને બહાલી આપવી.
(૨) નવા વર્ષનાં અંદાજપત્રો મંજૂર કરવા.
(૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિનાં ૧૫ સભ્યોની ચૂંટણી.
(૪) સંધ તથા વાચનાલય અને પુસ્તકાલય માટે એડિટરની નિમણુંક કરવી.
ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં સવિશેષ સૂચના કરવામાં આવે છે કે, ઉપર જણાવેલ સંઘને વરાંત તેમ જ વાચનાલય, પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબે તેમ જ ચોપડાઓ, સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. સોમવારથી શનિવાર સુધીના દિવસોમાં બપોરના ૨ થી ૫ વાગ્યા સુધીમાં કોઈ પણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલા સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભયોને વિનંતિ કરવામાં આવે છે.
ચીમનલાલ જે. શાહ, કે. પી. શાહ. –મંત્રીઓ