________________
૧૫ર
છબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૭૬
પ્રકીર્ણ નોંધ
/
નથી. મહાવીરે તે ધ્યાનને ઉપદેશ આપ્યો હતો. ધ્યાન અને અહિંસા વિરોધી છે? ધ્યાનથી અહિંસા સિદ્ધ થાય છે. જગત જાણે છે કે મહાવીરના ઉપદેશને સાર, અહિંસા પરમો ધર્મ છે. પણ રજનીશે ચકાવનારું કહેવું જ જોઈએ જેથી મૂઢ લોકો મંત્રમુગ્ધ થાય.
રજનીશની ટેકનિકનો બીજો પ્રકાર છે, વાર્તાઓ અને ટુચકાઓ, પિતે જ ઉપજાવી કાઢેલા. સામાન્ય માણસ માટે, તર્કશુદ્ધ દલીલ કરતાં, ઉપમા વધારે અસરકારક નીવડે છે, ઉપમા દલીલ તરીકે લૂલી છે પણ આકર્ષક છે. એક કવિતામાં વાંચ્યું છે :
પીળા પણે ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં,
ભાંગ્યા હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં. આ ઉપમા છે. પીળા પણે કોઈ કાળે લીલાં નથી થતાં, કારણકે તે મરી ગયાં છે. ભાંગ્યા હૈયાં કોઈ કાળે રસીલાં નથી થતાં તે સાચું નથી. ભાંગ્યું તે મરી ગયું નથી. જીવે છે ત્યાં સુધી પુનર્જીવનને પૂરો અવકાશ છે. કોઈ રસીલું હૈયું મળી જાય તે ભાંગ્યું હૈયું પૂ ન હતું તેવું રસી થઈ જાય. પણ ઊંડો વિચાર ન કરે અને ઉપમા જ લક્ષમાં લે તે, પહેલું વાકય સાચું છે માટે બીજું પણ સારુ છે એમ તુરત માની લેવાય. રજનીશ આ ટેકનિકને ખૂબ ઉપયોગ કરે છે.
રજનીશના વિચારોમાં આટલી બધી વિકૃતિનું કારણ શું? મને લાગે છે તેમના અહંભાવ ઉપરાંત, કામવાસના વિશે તેમના વિચારો વિકૃતિઓનું મૂળ છે. વર્તમાન યુગ માટે તે આકર્ષણ રૂપ છે. આ વિશે કોઈ વખત લખીશ. ૬-૧૨-૭૬
ચીમનલાલ ચકુભાઈ - જપાનમાં ચૂંટણી
લોકહીડના ભ્રષ્ટાચારો ઉઘાડા પડયા પછી જાપાનના રાજકારણમાં મોટો ખળભળાટ થયો છે. વર્તમાન વડા પ્રધાન મીકીએ એ દઢતાથી અને ઘણા વિરોધ છતાં, સાસૂફી કરવાનો નિર્ણય કર્યો અને ભૂતપૂર્વ વડા પ્રધાન તનાકાની ધરપકડ કરી તેમની સામે ફોજદારી કેસ કર્યો તેથી, પ્રજામાં લોકપ્રિય થયા, પણ તેમના પક્ષમાં વંટોળ જાગ્યા અને તેમને દૂર કરવા મોટા ઉદ્યોગપતિઓએ કમર કસી. છેવટ મીકીએ સામાન્ય ચૂંટણી જાહેર કરી, જે ડિસેમ્બરની પાંચમી તારીખે થઈ. લિબરલ ડેમોક્રેટિક પક્ષના એક આગેવાન તરીકે મીકી વડા પ્રધાને થયા હતા. તનાકા પણ આ જ પક્ષના આગેવાન. બીજા એક આગેવાન ફટકાડો જે મીકીની કેબિનેટમાં ડેપ્યુટી વડા પ્રધાન હતા, તેમણે મીકી સામે વિરોધથી રાજીનામું આપ્યું. પક્ષમાં આવી ફાટફાટને કારણે, ૨૧ વર્ષથી સત્તા ઉપર રહેલ પહો, ચૂંટણીમાં બહુમતી ગુમાવી. મીકીએ હવે જાહેર કર્યું છે કે પોતે રાજીનામું આપશે. લિબરલ પક્ષને મોટો આધાર આગેવાન ઉદ્યોગપતિ-પૈસાના જોરે આ પક્ષ આટલા વર્ષ સત્તા પર રહ્યો. લિબ રલ પક્ષ કરતાં પણ વધારે કન્ઝર્વેટિવ વર્ગ છે જેના કેટલાક સભ્ય ચૂંટાયા છે. સંભવ છે આવા જમણેરી પક્ષનો સાથ લઈ, લિબરલ પક્ષ સત્તા પર રહેશે અને કદાચ કાડે વડા પ્રધાન થશે
- જાપાનને અનુભવ બતાવે છે કે લોકશાહી કહેવાય તેવા તંત્રમાં ખરી રીતે પૈસાનું જ જોર છે. વધતા ઓછા અંશે આવી લોકશાહી છે તેવા બધા દેશમાં આ જ સ્થિતિ છે. પ્રશ્ન થાય છે કે આને લોકશાહી કહેવી? આમાં પ્રજને સાચો અવાજ કયાં? તનાકા પોતે સારી બહુમતીથી ચૂંટાયા. અનેક રાજકીય પક્ષે, એવા પક્ષોમાં ફટફટ અને તીવ્ર આંતરિક હરીફાઈ, વ્યાપક ભષ્ટાચાર અને પૈસાના જોરે જ લડાતી ચૂંટણીઓ આ કહેવાતી લોકશાહીના લક્ષણ છે. સામ્યવાદી દેશે કે સરમુખત્યારી દેશે પણ ચૂંટણીઓ
કરે છે. ત્યાં એક જ પક્ષ હોય છે અને ૯૯ ટકા મત તે પક્ષને મળે છે. ફિલિપાઈન્સમાં માર્શલ લૉ છે. તે ચાલુ રાખવો કે નહિ તે માટે પ્રજામત લેવાયો અને મોટી બહુમતી ચાલુ રાખવાની તરફેણમાં છે એમ જાહેર થયું. જાણે કોઈ પ્રજા માર્શલ લો આવકારે! આપણે ત્યાં પણ કટોકટી ચાલુ રાખવી કે નહિ તે માટે પ્રજામત લેવાય તે કદાચ મેટી બહુમતી તેની તરફેણમાં છે એમ મત પડે. આ છે ચૂંટણી અને આને લોકશાહી કહેવાય પણ બીજી કોઈ પદ્ધતિ સૂઝતી નથી. શ્રી હરેકૃષ્ણ મહેતાબ
શ્રી. હરેકૃણ મહેતાબની મિસા નીચે ધરપકડ થઈ હતી. હમણાં મુકિત મેળવી છે. સુરત એક નિવેદન બહાર પાડ્યું અને વિરોધ પક્ષાને અને ખાસ કરી જયપ્રકાશ નારાયણને વિરોધ અને ચળવળ પાછી ખેંચી લેવા સલાહ આપી. વિરોધ કે ચળવળ કયાંય છે? બીજ પટનાયકની પણ મિસા નીચે ધરપકડ થઈ હતી. તેમને છોડયા પછી તેમણે પણ આવું જ કાંઈક નિવેદન બહાર પાડયું. આ નિવેદન મુકિતના બદલામાં હશે? મહેતાબ અને પટનાયકે રાજકીય જીવનમાં ઘણા રંગ કર્યા. મહેતાબ એક ચુસ્ત ગાંધીવાદી ગણાતા. પછી કોંગ્રેસની વિરોધમાં પડયા – પછી ભ્રષ્ટાચારના આરે છે તેમની સામે થયા. પટનાયકનું બહુરંગી જીવન જાણીતું છે. તેમની સામે પણ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ હતા બને એક વખત કેંગ્રેસના આગેવાને હતા. એરિસાના વડા પ્રધાન થયા હતા. મહેતાબ કેન્દ્ર પ્રધાનમંડળમાં પણ હતા. મુંબઈના ગવર્નર થયા હતા. માણસની તૃષ્ણા અને મહત્ત્વાકાંક્ષાને કાંઈ હદ ન હોય? કાંઈ નહિ તે મૌન રાખી ન શકે? આવા આગેવાને ને, પ્રજા કયાં સુધી નિભાવશે? પ્રેફેસર કેશવલાલ કામદાર
ગુજરાતના સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ અને જાણીતા પ્રાધ્યાપક કેશવલાલ હિંમતરામ કામદારનું ૮૬ વર્ષની વયે તા. ૨૫-૧૧-'૭૬ ને ગુરૂવારના રોજ અવસાન થયું છે.
ગુજરાત તેમ જ ભારતની વિવિધ સંસ્થાઓને અર્ધી સદીથી સેવાઓ આપનાર સ્વ. પ્ર. કામદાર તેમના ઇતિહાસ અને વિવેચન વિષયક ગ્રંથો માટે સાક્ષરમંડળમાં પ્રતિષ્ઠિત હતા. ગુજરાત ઇતિ હાસ પરિષદની સ્થાપનામાં તેમને ફાળે મહત્ત્વને હવે તે સંસ્થાના પ્રમુખ તરીકે તેમણે સને ૧૯૬૪ થી ૧૯૬૬ સુધી સેવાઓ આપી હતી. ઈન્ડિયન હિસ્ટ્રી કેંગ્રેસનું ૧૭ મું અધિવેશન અમદાવાદ ભરાયું ત્યારે તેઓએ પ્રાદેશિક ઈતિહાસ વિભાગનું પ્રમુખપદ સંભાળ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરી (મુંબઈ) મુકામે ભરાયેલા અધિવેશનમાં પણ તેઓએ ઇતિહાસ વિભાગનું પ્રમુખપદ અદા કરે. ગુજરાતની અનેકવિધ જૈન સંસ્થાઓની
સ્થાપનામાં તેમણે ખૂબ સક્રિય રસ લીધેલે. જૈનેતર સંસ્થાઓમાં પૂના ગુજરાતી સમાજ અને પ્રેમાનંદ સાહિત્ય સભા મુખ્યત્વે ગણાવી શકાય.
સ્વ. છે. કામદારની સેવાઓને લાભ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, ગુજરાત તેમ જ સરદાર પટેલ યુનિવર્સિટીઓને તેમ જ એસ. એન. ડી. ટી. વીમેન્સ યુનિવર્સિટીને મળેલો. મુંબઈ યુનિ. એ ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનો માટે તેઓને આમંત્રણ આપી બહુમાન કરેલું. વડોદરાએ તા. ૩૩-૧૯૬૮ના રોજ જાહેર સન્માન કરેલું. વડોદરા રાજ્યને આપેલી સેવાઓમાં, બેંકિંગ ઇક્વાયરી કમિટીને રિર્ટ તથા બરોડા ગેઝેટિયરની પુનરાવૃત્તિ અને રિજનલ સર્વે કમિટી વિષયક સેવાઓ વિશેષ નોંધપાત્ર છે. સરકારી પુસ્તકાલય તથા સહકારી ચળવળ વિષયક સામયિકોનું તંત્રીપદ તેઓએ સંભાળ્યું હતું.
પ્રોફેસર કામદારને મને થોડો પરિચય હતો. પ્રબુદ્ધ જીવને