SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MA, By South 54 Licence No.: 37 प्रबद्ध भवन શ્રી મુખ્ય જૈન યુવક સઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૭-૫૦ પૈસા ખુદ જૈન'નું નવસ કરક્યુ ૫ ૩૮: ક: ૧૬ મુંબઇ, ૧૬ ડિસેમ્બર, ૧૯૭૬, ગુરુવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૩૦ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વિકૃતિના નમૂના અહિંસા, અહિંસા શ્રી રજનીશના એક લેખ, “ગાંધીજીની નથી” ‘જિન સંદેશ’ના તા. ૧૫-૧૧-૭૬ ના અંકમાં પ્રકટ થયા છે. તે આ અંકમાં (પૃષ્ટ ૧૫૪) પર પ્રકટ કર્યો છે. આ લેખમાં કોઇ મૌલિક ચિન્તન છે અથવા ગહન વિચારણા છે તે માટે પ્રકટ કરવામાં નથી નાવતા, રજનીશના વિચારોમાં કેટલી વિકૃતિ છે તેના એક નમૂના તરીકે આ લેખ પ્રકટ કર્યો છે. વિકૃતિ સાથે, કેટલા અહભાવ છે તે પણ આ લેખ ઉપરથી જણાશે. રજનીશના પ્રવચન અને લખાણા પ્રત્યે એક વર્ગને સારું એવું આકર્ષણ છે. તેમના ભાષાવૈભવ વિપુલ છે. અને વકતૃત્વ જોરદાર છે. એટલે તેના વેગીલા પ્રવાહમાં, સામાન્ય માણસ ખેંચાય છે. એ ભાષામાં રહેલ વિચારો યથાર્થ છે કે નહિ તે તપાસવાનો અવકાશ રહેતા નથી અથવા શકિત નથી. પ્રવચનો અને લખાણા માટે ભાષાસમૃદ્ધિ ઉપરાંત, ૨૪નોશની અમુક ટેકનિક છે જે આકર્ષણનું કારણ બને છે. તેનું એક મુખ્ય લક્ષાણ એ છે કે ચોંકાવનારા વિધાનો કરવા, એટલે શ્રોતાને અબે! થાય અથવા ભ્રમમાં પડી જાય કે કાંઇક મૌલિક - કોઇએ દર્દી ન કહી હાય એવી - વાત રજનીશ કરે છે. પેાતે તે વાત સમજી ન શકે તે વિસ્મય વધારે થાય, એમ માને કે એટલી ગહન વાત છે કે હું સમજી શકતા નથી માટે ખરેખર અદ્ભુત હોવી જોઇએ. માનવીની એક નિર્બળતા છેકે પેાતે ન સમજી શકે તેને અસ્વીકાર કરવાને બદલે, તેનાથી વધારે પ્રભાવિત થવું. જર્મન ફિલસૂફ લાઇબનીઝની એક વાત છે. તેને મેસેનિક લોજના સભ્ય થવું હતું. લાજને નિયમ હતો કે સભ્ય થવા ઇચ્છતી વ્યક્તિએ કોઇ રહસ્યમય તત્ત્વનું લખાણ આપવું. લાઇબનીઝે એક તદૃન અર્થહીન પણ ઘણી ભભકદાર ભાષામાં લખાણ લખ્યું. કોઇ સમજ્યું નહિ, કારણ તેમાં સમજવા જેવું કાંઈ હતું જ નહિ, પણ પોતે સમજ્યા નથી એવું કોઇને કબૂલ નહાવું કરવું એટલે દરેક સભ્યે કહ્યું કે અદ્ભુત લખાણ છે અને લાઇબનીઝ સભ્ય થયા અને તુરત સભ્યોમાં પ્રિય થયા. મુંબઇમાં એક વખત મહાવીર જયંતનો ઉત્સવ હતા. રજર્નીશને મુખ્ય વકતા તરીકે બે લાવેલા. શરૂઆતમાં મેં પ્રાસ્તાવિક થોડું કહ્યું. તેમાં એમ કહ્યું કે મહાપુરુષોની પેઠે મહાવીરનો જન્મ જગતકલ્યાણ અર્થે હતા. રજનીશને બોલવાનો વારો આવ્યો એટલે-પહેલું જ વાકય મહાવીરનો જન્મ જગત કલ્યાણ માટે હતો જ નહિ, એવું બાલ્યા. સૌ આશ્ચર્ય પામી ગયા પછી ધીમેથી કહ્યું, મહાવીરનો જન્મ આત્મકલ્યાણ અર્થે જ હતો. કેવી મોટી વાત ! જાણે જગકલ્યાણ અને આત્મકલ્યાણ વિરોધી હોય! પણ એક વખત શ્રોતાને આકર્ષણ કર્યું પછી સ્તબ્ધ બની સાંભળી રહે એ ઇરાદા સિદ્ધ થાય. આ લેખ પણ એવા પ્રકારના છે. તેનું મથાળું ‘ગાંધીની અહિંસા, અહિંસા નથી.’ આકર્ષણ કરવા પૂરતું છે. પછી લેખમાં ગમે તેવાં ખાટાં વિધાન કરે તે, વાચક ગળી જાય અને વધારે આશ્ચર્ય પામે. 茶 શરૂઆતમાં જ ‘અહિંસા એક અનુભવ છે, સિદ્ધાંત નહિ,' જાણે સિદ્ધાંત અને અનુભવ વિરોધી હોય! પછી, “અહિંસા આચરણ નથી, અહિંસા આચરણ બને છે પણ સ્વયં આચરણ નથી!” વળી કહે છે, “અહિંસા, જેવી સિદ્ધાંત બની કે તરત મરી ગઇ.” આપણે સાંભળતા આવ્યા છીએ અને માનીએ છીએ, અહિંસા મહાન સિદ્ધાંત છે અને આચરણમાં ઉતારવા જેવા છે, પણ ૨જનીશ બન્નેના વિરોધ બતાવે. પછી કહે છે. “અહિંસા શબ્દ બિલકુલ નકારાત્મક છે. મહાવીર પ્રેમ શબ્દનો ઉપયોગ કરી શકતા હતા, ન કર્યો. અહિંસાને વિધેયાત્મક રૂપમાં લાવવાનો કોઇ ઉપાય જ નહિ ... હિંસા અને અહિંસા વિરોધી નથી.” આ બધા ભ્રામક, અર્ધસત્ય વિધાન કરવાનું એક જ કારણ કે અંતે રજનીશને કહેવું છે કે ગાંધીજીની અહિંસા, અહિંસા જ નથી, કારણકે ગાંધીજીની અહિંસા નકારાત્મક નહિ પણ વિધે થાત્મક છે. માટે મહાવીરની અહિંસા નકારાત્મક જ હતી એમ પ્રતિપાદન કરી જૈનોને, મહાવીરને નામે ઠસાવવું કે ગાંધીની અહિંસા, અહિંસા નથી જ. મહાવી, મૈત્રી, કરુણા, દયા વગેરે ઉપ શ આપ્યો છે તે ણે અહિંસા ન હોય, કારણ એ તો અહિસાનું વિધેયાત્મક સ્વરૂપ થયું! રજનીશના અર્થમાં મહાવીરે પ્રેમનું નામ નથી લીધું એ ખરું, કારણકે રજનીશને માટે કામ અને પ્રેમ પર્યાયવાચી શબ્દો છે. ગાંધીજી પ્રત્યેનો રનીશના ટ્રૂપ જાણીતો છે. આ લેખમાં કહે છે: “આથી જ હું ગાંધીજીની અહિંસાને અહિંસા નથી માનતા. ગાંધીજીની અહિંસા એ અર્થમાં અહિંસા નથી જે મહાવીરના અર્થની અહિંસા છે. ગાંધીજીની અહિંસામાં બીજાને દબાવવાનો, બીજાને બદલવાને, બીજાને અલગ કરવાનો આગ્રહ છે. તેથી હિંસા છે. પછી સત્યાગ્રહમાં હિંસા છે એવું પ્રતિપાદન કરી, કહે છે: “સાચી વાત તો એ છે કે સત્યાગ્રહ શબ્દ જ બેહૂદા છે. સત્યનો કોઈ આગ્રહ ન હોઈ શકે. કારણકે જ્યાં આગ્રહ છે. ત્યાં સત્ય ટકી કેવી રીતે શકે? બધા સત્યાગ્રહ અસત્ય આગ્રહ છે. મહાવીર કહે છે કે સત્યનો આગ્રહ કર્યો તે હિંસા શરૂ થઈ ગઈ.” આ વિધાનામાં અનેકાન્તની વિપરીત રજુઆત છે. પેાતાનો અહંભાવ પાષવા અને ગાંધીજીને ઉતારી પાડવા રજનીશે શું શું મહાવીરને નામે ચડાવ્યું છે! શારીરિક દબાણ અને નૈતિક દબાણ, સત્યાગ્રહ અને દુરાગ્રહ, બળાત્કારે પરિવર્તન અને હૃદય પરિવર્તન, આ બધા ભેદ રનીશ સમજતા નથી, અથવા સમજવા માગતા નથી અને પોતે કોઈએ કદી ન કહ્યું હોય એવું મૌલિક કહે છે એવા પોતાના અહંકાર અંતેાખવા, મહાવીરના ઉપદેશને વિકૃત રૂપે રજૂ કરે છે. અંતે, મહાવાક્ય ઉચ્ચારે છે. “મહાવીરે અહિંસાના ઉપદેશ આપ્યા જ
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy