________________
૧૫૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૭૬
પણ ... થોડા દિવસ પછી પેલી વ્યકિતએ આવી મને જણાવ્યું . મારી પત્નીએ મને બધી વાત કરી દીધી છે! આનું નામ ચારિત્ર્ય!
આપણે ચારિત્ર્યની વાત કરીએ છીએ પણ તેની વ્યાખ્યા આપણા માટે ઘણી જુદી છે. દરેક જણ ભૂલો કરે છે. આપણે આપણી જાતને છેતરીએ છીએ.
મેં સલાહ આપી... હવે આ બાળકને કાઢી નાખે ... બાળક કોઈ દિવસ તમારા વચ્ચે આવશે અને ભૂતકાળ વચ્ચે ઊભો થઈ અંતરાય પેદા કરશે.
લાવારિશ બાળકોને મોટો પ્રશ્ન છે... કોણ મા - કોણ બાપ! બધું હેમખેમ પતી ગયું! આજે બધા શાંતિથી આનંદપ્રમોદથી સાથે રહે છે. થે દાખલો
એક ભાઈ એક મિલમાં સારી પોસ્ટ ઉપર નોકરી કરે. તેને ફટબાલ રમતાં રમતાં માથામાં ઈજા થઈ અને એ ભારે વકરી .. ઘણી દવાઓ કરવામાં આવી પણ કારગત થઈ નહીં. માણસ ટ્રિટમેન્ટ લઈ શકે છે, ખાઈ શકતો નથી !
કરી છોડવાને વારો આવ્યો ... એક મારા મિત્રે આ કેસ હાથમાં લેવા મને જણાવ્યું. મેં આ કેસ હાથમાં લીધું અને મિલમાલિક જે પ્રસિદ્ધ સમાજસેવક છે, તેને ફોન કર્યો, મળવું છે.
ખુશીથી મળે, જવાબ મળ્યો.
અમે મળ્યા અને મેં કોપેન્સેશનની માગણી કરી. તેઓ ૧૦ હજાર આપવા તૈયાર થયા. મેં ૨૦ હજાર માગ્યા. આખરે પૈસા આપવાનું નક્કી થયું. કંપનીના બાકી નીકળતા પૈસા કપાઈ રૂા. ૧૫ હજાર હાથમાં આવ્યા !
મઢીવાળા પાસે આ ભાઈની ટ્રિટમેન્ટ કરાવવામાં આવી અને આજે તેઓ એકદમ સાજા - સારા થઈ ગયા છે. તેઓ અમારે ત્યાં ટોરપેરપાર્ટસ ઓફિસર તરીકે કામ કરે છે અને મહિને રૂા. ૧૨૫૦ ને પગાર મેળવે છે. એ ભાઈનું નામ શ્રી નાયર છે. ફટબોલ રમતાં જેને ગંભીર ઈજા થયેલી અને જેઓ નોકરી કરવા સુદ્ધા “યોગ્ય રહ્યા ન હતા તેઓ આજે પણ કામ કરે છે...સારૂં કામ કરે છે.
આ છે મારો ધર્મ!
ઈશ્વર આપણા માટે શું કરે એ વિચારવા કરતાં આપણે ઈશ્વર માટે શું કરી શકીએ તે વિચારવાનું છે! આપણે હમેશાં ઈશ્વર પાસે માગતા જ હોઈએ છીએ ... તેને જ આપણું કામ કરાવવા જણાવતા હોઈએ છીએ પણ આપણે કદી વિચારીએ છીએ કે ઈશ્વર માટે આપણે શું કરીએ છીએ? ઈશ્વરે શ્રેષ્ઠ માનવજન્મ શ્રેષ્ઠ કુટુંબમાં આપ્યો છે તેનું કામ કરી ત્રણમુકત થાઉં!
મારે માટે માનવતા એ મારો ધર્મ!
આમ માનવતાના કામ કરતાં મને શું મળે છે? મને બમણી શકિત હાંસલ થાય છે. ક્રિકેટમાં મને જે કંઈ મળ્યું નથી તેનાથી વિશેષ મને આ કાર્યોમાંથી મળે છે. મને આંતરિક આત્મશાંતિ મળે છે.
પૈસાની મદદ ઘણા કરી છૂટે, પણ પૈસાની મદદ એ તુર મદદ છે. માણસે પોતે પોતાની જાતને માનવતાના આવા કાર્યમાં
તરવી જોઈએ . પોતે તેમાં ગુંથાવું જોઈએ અને મને લાગે છે આના કરતાં બીજો કયો ધર્મ હોઈ શકે?
... અને મને એમ પણ લાગે છે કે માનવતાને ધર્મ બજાવતાં બજાવતાં તેનું જમા પાસુ મજબૂત બનાવવું જોઈએ. કારણકે માનવતાની બેંકનું કોઈ દિવસ નેશનાલાઈઝેશન થવાનું નથી.
-વિજય મરચન્ટ,
સંઘ સમાચાર શ્રી રતિલાલ મફાભાઈ શાહ સન્માન સમિતિ - તા. ૧-૧૧-૭૬ ના અંકમાં આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે અપીલ કરેલી, તેના અનુસંધાનમાં શ્રી રતિલાલ મફાભાઇ શાહ સન્માન અંગેના ફાળામાં મોટા ભાગના સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો અને થોડા અન્ય ગ્રહસ્થા તરફથી ૨,૬૦૦ રૂપિયા લગભગની રકમ મળી છે. આ શાળામાં જે વ્યકિત પિતાની રકમ મોકલવા ઇરછતી હોય તેને તા. ૧૪-૧૨-૭૬ પહેલા પોતાની રકમ સંઘના કાર્યાલયમાં મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. ૧૫-૧૨-૭૬ સુધીમાં જેટલી રકમ થશે તેટલી માંડલ મક્લી આપવામાં આવશે.
પ્રેમળ જ્યોતિ નક્કી કર્યા પ્રમાણે શનિ અને બુધવારે પ્રેમળ જ્યોતિના કાર્યકરો નિયિમિત રીતે જૈન કિલનિકની મુલાકાત લે છે રાને દર્દીએના ખબર અંતર અને મુશ્કેલી અંગે પૂછે છે- જરૂરિયાત પ્રમાણે ફૂટ વગેરે આપે છે.
હવે મુલાકાતના આ કમમાં થોડો ફેરફાર કરીને હવે દરરોજ મુલાકાત લેવાનું નક્કી કર્યું છે.
પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિને નીચે મુજબ આર્થિક સહાય પ્રાપ્ત. થઇ છે.
૯,૨૫૮ ગતાંકમાં પ્રગટ થયેલી રકમો પ00 એક સદ્ગુહસ્થ :
૧૦૧ શ્રી આણંદજી ગોવિંદજી શાહ ૯,૮૫૯ હ. શ્રી નાનુભાઈ ઝવેરીએ
–ચીમનલાલ જે. શાહ -કે. પી. શાહ મંત્રીઓ.
સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત
* વિદ્યા સત્ર
આ વિદ્યા સત્ર પ્રવૃત્તિને પ્રથમ કાર્યક્રમ કવિ નાનાલાલ શતાબ્દિ નિમિત્તે આગામી જાન્યુઆરી માસની તા. ૧૦-૧૧-૧૨ ના રોજ ચર્ચગેટ પર આવેલા ધી ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના સભાગૃહમાંથી શ્રી મુંબઇ જેન યુવક સંઘના આશ્રયે યોજવામાં આવેલ છે.
કવિ શ્રી નાનાલાલનું નાટય કલા તત્વ” એ એક જ વિષય ઉપર ત્રણ દિવસ શ્રી ચન્દ્રવદન મહેતા વ્યાખ્યાન આપશે.
વ્યાખ્યાનનો સમય સાંજના ૬-૧૫ ને રહેશે.
આ ત્રણેય દિવસની સભાઓનું પ્રમુખરથાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે.
-ચીમનલાલ જે. શાહ –કે. પી. શાહ
મંત્રીઓ,
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬,
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ ૪૦૦૦૦૧.