________________
તા. ૧૬-૧૨-૭૧
માટે અવારનવાર લખતા. શ્રીમદ્ રાજચંદ્રના મારી સાથે પત્રવ્યવહાર કરી, જૈન સમાજના ધ્યાન દોરતા.
પ્રભુ જીવન
ગુણાનુરાગી હતા. પ્રશ્નો વિષે મારું
ચીમનલાલ ચકુભાઈ
સ્વ. મનસુખલાલ તારાચંદ મહેતા
મૂળ વતન અમરેલી, પણ હાલ ઘણાં વર્ષોથી મુંબઇમાં જ શારદા સદન, બજારગેટ સ્ટ્રીટમાં રહેતા. જૈન સમાજના પ્રસિદ્ધ લેખક અને જૈન આત્માનંદ પ્રકાશના ભાવનગરના સંપાદક શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાનું આ ચાલુ મહિનાની બીજી તારીખે સાંજે હૃદયબંધ પડી જતાં મુંબઇમાં – વીલેપાર્લામાં તેમના નાના પુત્ર ભાઈ રમેશભાઇના મકાનમાં અવસાન થઇ ગયું, તેની નોંધ લેતાં વિશેષ ખેદ અનુભવાય છે. મહેતા વિશે તથા તેમના જીવનવૃત્તાંત વિશે વિગતવાર તે। પછી લખવાનું બનશે પણ તત્કાળ તો તેમના જીવનને લગતા મેટામોટા પ્રસંગોને જણાવી દઉં છું.
(૧) અમરેલીના હંસરાજ માવજીનું તથા વચ્છરાજ માવજીનું ૐબ આખા કાઠિયાવાડમાં વિશેષ પ્રસિદ્ધ છે. તેમને ત્યાં અમરેલી પ્રાંતનું કારભાર હતું. પણ પાછળથી નવી રાજ્યપદ્ધતિ આવતાં તે પૂરું થઈ ગયું. તેઓ ‘મહેતા’ કહેવાતા. સ્વ. મનસુખલાલના પિતામહ વચ્છરાજ મહેતા નાની વયમાં અવસાન પામેલા. તેમના પુત્ર તારાચંદ મહેતા અને તેમના પુત્ર ભાગીલાલભાઈ મહેતા હાલ જ ૮૧ વરસના બેઠા છે અને ૬૮ વરસની ઉંમરના શ્રી મનસુખલાલ મહેતાને ૧૯૭૬ ના ડિસેમ્બરની બીજી તારીખે કાળ ઉપાડી ગયા. ભાઇ મનસુખલાલ વિશે ઘણું ઘણું લખી શકાય એમ છે, પણ અહીં તો માત્ર તેમની સાહિત્ય સેવા વિશે જ ટૂંકાણમાં લખું છું. યોગ્ય કેળવણી મેળવ્યા પછી તેમને સાહિત્ય વિશે અધિક રસ હતા, તેઓ નેપચ્યુન વીમા કંપનીના સ્થાપક અને સંચાલક હતા અને સાથે સાથે જૈન કથાઓને નવા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરતા રહેતા. મને યાદ છે તે પ્રમાણે તેમના બેએક કથાસંગ્રહ પ્રકાશમાં પણ આવેલા છે. તેઓ છેલ્લા થોડા વરસથી ભાવનગરની જૈન આત્માનંદ સભા સાથે વધુ સંકળાયેલા હતા અને આત્માનંદપ્રકાશ માસિકનું સૌંપાદન પણ કરતા હતા. આત્માનંદમાં તેમના જૈન ધર્મ વિશે તથા બીજા પણ લોકોપયોગી વિષયો વિશે લેખા આવતા રહેતા હતા. તેઓ વિચારક અને વિશાળવૃતિ ધરાવતા એવા જૈન હતા. વિવેકયુકત ક્રિયાના આરાધનના તેઓ હિમાયતી હતા અને ખાસ જાગૃતિ સાથે તેઓએ શ્રી શત્રુંજ્યની નવાણું યાત્રાઓ પણ કરેલી. આ માટે તેઓએ શત્રુંજયતિર્થની તળેટીમાં જ એક મકાનમાં પેાતાના નિવાસની વ્યવસ્થા કરેલી, સાદું ભાજન અને અવકાશનો સમય તેઓ જૈન સાહિત્ય તથા વિશાળ રાષ્ટ્રીય સાહિત્યના વાચનમાં ગાળતા. સ્વભાવે ગુણગ્રાહક હતા. તેઓ ઘણા મુનિરાજોના સહવાસમાં આવેલ હતા. આત્માનંદ સભાએ' ‘નવચક્ર' નામના નવ વિશેના મહાગ્રંથનું પ્રકાશન કરવાની તૈયારી કરેલ છે. તે મહાગ્રંથનું સંપાદન એક મુનિરાજને સોંપેલ છે. આ કામ પૂરું' કરવા સારું શ્રી મનસુખલાલભાઇ અનેકવાર મુનિરાજને પ્રેરણા આપતા અને એ કામ શીઘ્ર પૂરું' કરવા મુનિરાજને વિનંતી કરવા પણ તેમની પાસે જતા, આત્માનંદસભા પ્રત્યે તેમની વિશેષ લાગણી હતી અને એ માટે જ તેઓએ આત્માનંદ પ્રકાશના સંપાદનનો ભાર પેાતાને માથે લીધેલો આ પ્રવૃત્તિ તે પાછલા થોડા વખતથી જ કરી રહ્યા હતા અને આ કામ માટે જરૂરિયાત પ્રમાણે તેઓ ભાવનગર પણ યથાસમય વારંવાર જતા રહેતા. આવા એક સજ્જન, તટસ્થવિચારક અને ધર્મવિચાર વિશે વ્યાપક મનોવૃતિવાળા, વિશેષ પ્રેમાળ વૃતિ ધરાવનારા તથા જૈન સમાજના પૂરા હિતૈષી એવા શ્રી મનસુખભાઇને કાળ અચાનક ઉપાડી ગયો. એમ થવાથી જૈન
સમાજને એક તટસ્થ વિચારકની મોટી ખોટ પડી છે, જે તત્કાળ તેા પુરાય તેવી નથી. શાસનદેવ તેમના આત્માને પૂર્ણશાંતિ આપે અને આપણને તેમના ગુણોનું અનુકરણ કરવાનું તથા તેમનું અધુરું કામ પૂરું' કરવાનું સામર્થ્ય પણ શાસનદેવ આપે એ જ એક વિનંતી, . બેચરદાસ દોશી
ભાઇ મનસુખભાઇનો મને ઠીક ઠીક પરિચય હતા. દેવકરણ મૂળજી જૈન ચાલ ટ્રસ્ટના કામકાજ અંગે અવારનવાર મારી પાસે આવતા. તેમના જેવા સજ્જન વ્યકિન મેં બહુ થોડા જોયા છે. પ્રસિ દ્ધિથી લેશ પણ ઇચ્છા નહિ. સાચી ધાર્મિક વૃત્તિ અને સેવાપરાયણતા તેમના જીવનમાં વણાયેલાં હતાં. સાહિત્યના અભ્યાસી હતા અને જૈનકથા સારી લખી છે. વ્યવસાયમાંથી ઘણાં સમયથી નિવૃત્ત થઇ ગયા હતા. અને બધા સમય સાહિત્ય અને સેવાનાં કામમાં ગાળતા—પંડિત બેચરદાસજી પાસે મહાવીરવાણી નામનું પુસ્તક તૈયાર કરાવી ઘણાં વર્ષ પહેલા તેમણે પ્રકટ કર્યું હતું. કેટલીક જૈન સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમની નમ્રતા સૌને તેમના પ્રત્યે આદર ઉપજાવતી .
ચીમનલાલ ચકુભાઈ
૧૫૩
પ્રેમળ જ્ગ્યાતિ
પ્રેમળ જ્યોતિની બહેનો જૈન કલિનિકની મૂલાકાત હવે લગભગ રોજ લ્યે છે. આ ઉપરાંત બધાસભ્યોને તારીખ ૩-૧૨-’૭૬ ના રોજ પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર આવેલ મંદબુદ્ધિનાં યુવાનોની સંસ્થા ‘સાસાયટી ફાર વૉકેશનલ રિહેબિલિટેશન ઓફ ધી રીટારડેડ ’ની મુલાકાત લીધી હતી. પ્રસ્તુત સંસ્થાનાં ઉપક્રમે ચાલતા સ્વામી વિવેકાનંદ ઉઘોગાલયમાં યુવાનને કશેક ને કશાક ઉદ્યોગ કરી રાજનાં બે—ચાર રૂપિયા કમાતા જોઈ એક બાજુ આનંદ થાય તો બીજી બાજુ એમની મંદ બુદ્ધિ જોઈ દુ:ખ પણ થાય. સંપૂર્ણ રીતે સશકત હોવા છતાં પચ્ચાસ ટકા બુદ્ધિનો અભાવ છે એવા ભાઈઓનું ભાવિ શું એમ મનમાં સહેજે પ્રશ્ન થાય. આથી આ રાંસ્થા – માણસાને સમાજમાં સ્વતંત્ર રીતે પગભર થવાની જે તાલીમ આપે છે એ માટે - ખરેખર અભિનંદનીય છે. આ સંસ્થામાં શ્રીમતી રમાબેન ઝવેરીએ અમની સક્રિય સેવા આપવા તૈયારી બતાવી છે. એટલે પ્રેમળ જ્યોતિના આ સરથા સાથે કાયમ ના બંધાય છે. ‘પ્રેમળ જ્યોતિ તરફથી સંસ્થાની આર્થિક જરૂરિયાત જોઈ રૂપિયા પાંચસો આપવામાં આવ્યા છે.
મંત્રીઓ : - મુંબઈ જન યુવક સંઘ
સંઘ સમાચાર
‘પ્રેમળ - જ્યોતિ’ માં વધુ રકમ નીચે મુજબ મળી છે, જેને સાભાર સ્વીકાર કરવામાં આવે છે. ગતાંકમાં પ્રગટ થયેલી રકમ
૯૨૫૮ ૨૫૦
ચુડા નિવાસી શ્રી અમૃતલાલ મોહનલાલ ગોસલીચાના સુપુત્ર સુધીરના લગ્ન પ્રસંગે. શ્રી જ્યંતિલાલ સુખલાલ સુરખીયાના સુપુત્ર દેવી પૃ ચિ. અશ્વિનના લગ્ન પ્રસંગે.
૫૧
અમે આભારી છીએ.
શ્રી શ. મા. શાહ સાર્વજનિક વાચનાલય પુસ્તકાલની ઘરની લાયબ્રેરીમાંથી ૯૯ પુસ્તકો ભેટ આપ્યા તે માટે શ્રી. શૈલેશ શાહના.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ. - મંત્રીએ
3