________________
તા. ૧૬-૫-૭૬
પ્રબુદ્ધ જીવન
૧૪.
1
બુદ્ધ – પૂર્ણિમા
કેટલાં બાળકો હોવા જોઈએ તેની સંખ્યા નક્કી કરવામાં આવી નથી.
સંખ્યા નક્કી કરી ગેટમાં જાહેર કરવાની રાત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે. પણ આ કાયદાની સમજણ માટે એમ માની લઈએ કે તે સંખ્યા ત્રણની હશે. આ કાયદો અમલમાં આવે તે તારીખે જેને ત્યાં ત્રણથી ઓછા બાળકો હશે તેની વંધ્યીકરણ કરાવવાનું નથી. જેને ત્રણ બાળકો હોય અગર જેને ત્રણથી વધુ બાળકો હોય તેણે અમલની તારીખથી (Appointed day). ૧૮૦ દિવસમાં ફરજિયાત વંધ્યીકરણ કરાવવું પડશે. જેને ત્રણથી એાછા બાળકો હોય તેણે ત્રીજો બાળકના જન્મ પછી ૧૮૦ દિવસમાં વંધ્યીકરણ કરાવવું પડશે, જે ન કરાવે તે બે વર્ષ સુધીની સજા થઈ શકશે, પણ ઓછામાં ઓછી છ મહિનાની સજા કરવામાં આવશે. સિવાય કે વાજબી અને યોગ્ય કારણોસર ન્યાયાધીશ તેટલી સજા ન ફરમાવે. આ કલમની સજા અંગે એ નોંધવા જેવું છે કે, તેમાં માત્ર જેલની સજાની જોગવાઈ જ છે, દંડની નહીં. બાળકોની સંખ્યામાં પુરુષ કે સ્ત્રી બાળકને ભેદ રાખ્યો નથી. આ કાનૂન મુજબ વંધ્યીકરણ કરાવવાની ફરજ પુરુષની છે, પણ આ કાયદો ૫૫ વર્ષની વય વટાવી ગયેલી વ્યકિતને લાગુ પડતો નથી. તેમ જ ૪૫ વર્ષ વટાવી ગયેલી. સ્ત્રીને લાગુ પડતો નથી. પણ જો પુરુષ પ૫ વર્ષની ઉપર હોય ને તેની સ્ત્રીની વય ૪૫ વર્ષથી ઓછી હોય તો સ્ત્રીએ ફરજીયાત વંધ્યીકરણ કરાવવું પડશે. સિવાય કે તેનો ૫૫ વર્ષ ઉંમરને પતિ સ્વેચ્છાએ વંધ્યીકરણ કરાવે. પુરુષને વંધ્યીકરણ કરાવ્યું હોય છતાં જે આને ગર્ભાધાન થાય તો શું? આ બનાવ કટુંબ માટે કૂટ ને ગૂંચવણભર્યા પ્રશ્નો ઊભા કરે. પણ કાયદાને તેવા પ્રશ્ન સાથે સંબંધ નથી. પણ આ બનાવ બને તે માટે એવું ઠરાવવામાં આવ્યું છે કે, પુરુષે બીજી વખત વંધ્યીકરણ કરાવવું પડે ને સ્ત્રીને ફરજીયાત ગર્ભપાત કરાવવો પડે.
એક વખત વંધ્યીકરણ કરાવ્યા પછી પુન: પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરી શકાય કે નહીં ? નસબંધીને સૂલટાવી શકાય છે. પણ કિાયદાએ કોઈ પણ પુરુષને પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરવાની કે કોઈ પણ તબીબને તેવું શસ્ત્રીકરણ કરવાની મનાઈ ફરમાવી છે. આ કાયદાના અમલ માટે એક બેડે નિમાવાનું છે. આ બોર્ડની પરવાનગીથી કેટલાંક સંજોગોમાં વંધ્યીકરણ સુલટાવી શકાય છે. વંધ્યીકરણ . પછી બધા જ જીત બાળકો મૃત્યુ પામ્યા હોય અગર એક કે વધુ જીવંત બાળકો જીવલેણ દર્દથી પીડાતા હોય ને તેમનું જીવન બચી શકે તેમ ન હોય. તે તેવા સંયોગોમાં વ્યકિત બોર્ડને અરજી કરી શકે છે ને બોર્ડ તેને ઠીક લાગે તે વંધ્યીકરણ સુલટાવવાની રજા આપી શકે છે.
ફરજીયાત વંધ્યીકરણમાંથી મુકિત આપવાની અરજી પણ થઈ શકે છે. કોઈ વ્યકિત બોર્ડને રજુઆત કરે છે તેનાં વંધ્યીકરણની શસ્ત્રક્રિયા કરવાથી તેનાં જીવનને જોખમ છે. તો બોર્ડ તેની તબીબી તપાસ કરાવે છે ને તબીબી અહેવાલમાં તે વાતનું સમર્થન કરવામાં આવ્યું હોય તો તેને બર્ડ મુકિત આપી શકે છે. પણ આવી અરજી તેણે નિર્ણાત દિવસ (Apprinted days) ને ૩૦ દિવસમાં કરવી જોઈએ. આ પ્રકારનાં વંધ્યીકરણથી કોઈની ધાર્મિક માન્યતા કે ધર્મના સિદ્ધાંતનો ભંગ થતો નર્થી એમ માની લેવામાં આવ્યું છે. - આ ‘પ્રકારની કલમને અર્થ એ થાય છે કે, ધાર્મિક માન્યતા કે, ધાર્મિક સિદ્ધાંતોને આધારે કોઈ વ્યકિત ફરજીયાત વંધ્યીકરણ કરવાની ના પાડે તેવી શક્યતા છે. પણ તેનું એ કારણ તેણે સાબિત કરવું જોઈએ. પણ જો સાબીત કરે તો શું તેની સ્પષ્ટતા નથી.
કેટલીક પરશુરણ બાબતે પણ જાણવા જેવી છે કે, આ કાયદાનાં અમલ માટે પાંચ કે તેથી વધુ સભ્યોનું એક બોર્ડ નીમવામાં આવશે. તેમાં એક સભ્ય કાયદાને જાણકાર હશે ને ત્રણ સભ્ય તબીબ હશે. વિંધ્યીકરણની ક્રિયા માત્ર માન્ય હોસ્પિટલો કે તબીબી કેન્દ્રોમાં જ થશે ને તે માત્ર માન્ય તબીબીઓ જ કરી શકશે. વંધ્યીકરણ કર્યા પહેલાં વ્યકિતની પૂરતી તબીબી તપાસ કરવામાં આવશે. ને શસ્ત્રક્રિયાથી તેનાં જીવનને જોખમ નહીં થાય એવી ખાતરી પછી જ વંધ્યીકરણ કરવામાં આવશે. વંધ્યીકરણ કર્યા પછી એક સર્ટીફીકેટ આપવામાં આવશે ને જો કોઈ વ્યકિત તેવું સર્ટીફીકેટ રજ નહિ કરી શકે છે. તેણે વંધ્યીકરણ કરાવ્યું નથી. એમ માની લેવામાં આવશે. જે વ્યકિત મહારાષ્ટ્ર રાજયમાં કોઈ પણ સ્થળે છ મહિનાથી રહેતી હશે તેને આ કાયદો લાગુ પડશે. શસ્ત્રક્રિયા વખતે ઈરાદાપૂર્વકની બેદરકારી દર્શાવવામાં આવી હોય તો જ વ્યકિત નુકશાની માગવા હકદાર રહેશે.
આ કાયદા મુજબની દરેક તપાસ તથા શસ્ત્રીકરણ વિનામૂલ્ય કરવામાં આવશે. ' ,
કેશવલાલ શાહ
વૈશાખી પૂર્ણિમાને દિવસ ભારતમાં જુદાં જુદાં કારણે પવિત્ર મનાય છે. વૈશાખી પૂણિમાને દિવસ બુદ્ધ પૂણિમા તરીકે પણ વિખ્યાત છે કારણ કે ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખી પૂણિમાને તે દિવસે થયો હતો, વૈશાખી પૂણિમાને દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત
થયું હતું અને એમનું નિર્વાણ પણ વૈશાખી પૂર્ણિમાને દિવસે થયું હતું.
ભગવાન બુદ્ધને જન્મ અઢી હજાર વર્ષ પૂર્વે ભારતમાં થયો હતા. એમણે ઉપદેશેલે ધર્મ વિવિધ રાજકીય, ધાર્મિક, સામાજિક સ્થિતિઓની ચડતી પડતીમાં પણ સ્થિર થશે અને વિકાસ પામ્યો, જગતના વિશેષત: ભારતના લૌકિક અને આધ્યાત્મિક જીવન ઉપર પિતાનાં જીવન અને તત્વવિચારણા દ્વારા પ્રબળ અસર કરનાર જે મહાન ધર્મપુરુષે ભારતમાં થઈ ગયા તેમાં ભગવાન બુદ્ધનું સ્થાન અનેખું છે.
બૌદ્ધધર્મના પ્રચાર અને વિકાસ માટે અશોક, કનિષ્ઠ અને હર્ષવર્ધન જેવા સમ્રાટોએ જે કાર્ય કર્યું તેને પરિણામે ભારતમાં અને ભારત બહાર બૌદ્ધધર્મને પુષ્કળ ફેલાવો થયો. નેપાળ, સિકિમ, ભૂતાન, તિબેટ, બર્મા, શ્રીલંકા જેવા દેશે તો ત્યારે ભારતના જે ભાગરૂપ હતા કે, જયાં બૌદ્ધધર્મ પ્રસર્યો હતો. પરંતુ થાઈલેન્ડ, લાઓસ, કબડિયા, વિયેટનામ, ચીન, કોરિયા, જાપાન, ઈન્ડોનીયશ અર્થાત” સમગ્ર એશિયામાં અને અમેરિકાના પશ્ચિમ કિનારા સુધી બૌદ્ધ ધર્મને ફેલાવે . અફઘાનિસ્તાનમાં મળી આવેલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ પરથી જણાય છે કે, ઠ અફઘાનિસ્તાન અને તુર્કસ્તાન સુધી બૌદ્ધધર્મ પ્રસર્યો હતો. આ બધા દેશમાં બૌદ્ધ મંદિરો, પેગોડા. ગકાઓ, રૂપે, રીચે, વિહારો અને પથ્થર કે ધાતુમાં કંડારેલી ભગવાન બુદ્ધની વિરાટકાય પ્રતિમા જયારે નજરોનજર જોઈએ છીએ ત્યારે બૌદ્ધ ધર્મો લોકોના જીવનમાં કેવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને ખ્યાલ આવે છે. વર્તમાન સમયમાં દુનિયાના કરડે માણસે બૌદ્ધ ધર્મ પાળે છે. જે એ ધર્મની મહત્તાની આપણને પ્રતીતિ કરાવે છે.
બૌદ્ધ ધર્મને આટલો બધો વિકાસ થયો તેનાં ઘણાં કારણોમાંનું એક કારણ એ પણ છે કે, ભગવાન બુદ્ધના જીવન અને ઉપદેશમાં અહિંસા અને માનવતાનું તત્ત્વ પ્રધાનપણે રહેલું છે.
કપિલવસ્તુના શાક્યવંશના ક્ષત્રિય રાજા શુદ્ધોદનના પુત્ર તે સિદ્ધાર્થ ગૌતમ એમને જન્મ ઈ. સ. પૂર્વે ૬૨૩ માં નેપાળની સરહદે લુમ્બિનીમાં થયો હતો. એક વૃદ્ધને જોતાં, એક માંદા અને અશકત માણસને જોતાં, એક શબને જોતાં અને એક સંન્યાસીને જોતાં યુવાન સિદ્ધાર્થ જીવનમરણના અને દુ:ખનિવારણના વિચારે ચડી જાય છે. અને પોતે અત્યંત સુખમાં ઉછર્યા હોવા છતાં ભરયુવાનીમાં, પત્ની યશોધરા અને પુત્ર રાહુલને ત્યાગ કરી, સાચા સુખની શોધ માટે નીકળી પડે છે. તેઓ કામણ થઈ કઠોર તપશ્ચર્યા કરે છે અને ત્યાર પછી તપશ્ચર્યા છેાડી, દેહદમનને માર્ગ છોડી ધ્યાનને અભ્યાસ કરે છે. એમ કરતાં કરતાં પાંત્રીસ વર્ષની ઉંમરે રિદ્ધાર્થને નૈરંજરા નદીને કાંઠે, વૈશાખી પૂર્ણિમાની રાત્રે પીપળાના વૃક્ષ નીચે તત્ત્વબોધ થાય છે. વાસનાઓને જીતી તેઓ માર વિજેતા બને છે. ગૌતમમાંથી તેઓ ગૌતમ બુદ્ધ બને છે ત્યારથી એ સ્થળ તે “બુદ્ધ ગયા” તરીકે, પીપળાનું વૃક્ષ ‘બેદ્ધિવૃક્ષ તરીકે અને વૈશાખી પૂણિમા ‘બુદ્ધપૂણિમા” તરીકે ઓળખાય છે.
સાધનાને અંતે પિતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું તેને ઉપદેશ ભગવાન બુદ્ધ જદે જુદે સમયે જદે જુદે સ્થળે આપ્યા છે. એમણ. પ્રથમ ઉપદેશ ચાર આર્યસત્યોને આપ્યું. સારનાથમાં આપેલે એ ઉપદેશ ધર્મચક્રપ્રવર્તન” તરીકે ઓળખાય છે, જેની સ્મૃતિમાં સમ્રાટ અશોકે ત્યાં સ્તંભ ઊભા કરાવ્યું છે. ભગવાન બુદ્ધ ઉપદેશેલાં એ ચાર આર્યસત્યો આ પ્રમાણે છે: (૧) દુ:ખ સર્વત્ર છે. (૨) તૃષ્ણામાંથી દુ:ખ જન્મે છે. (૩) તૃષ્ણા ઉપર વિજય મેળવવાથી
દુ:ખનું નિવારણ થાય છે, અને (૪) આર્થ અષ્ટોગિક માર્ગ . અપનાવવાથી આ વિજય મેળવી શકાય છે.