SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫ ૭૬ પ્રબુદ્ધ જીવન કાનજી સ્વામીનું બરાબર વર્ણન આ પદેશમાં આવી જાય છે. નિશ્ચય નયને માત્ર શબ્દમાં ગ્રહી, સદ્વ્યવહારને પાતે લાપ્યો છે. સાધનરહિત થયા છે અને બીજાને તેવા બનાવે છે. કુંદકુંદાચાર્ય સમયસારમાં વ્યવહારનયને અભૂતાર્થ કહ્યો, ત્યાં જ સ્પષ્ટ કહ્યું છે : (૧૨ મી ગાથા ) “દેખે પરમ જે ભાવ; તેને શુદ્ધ નય શાતથ્ય છે., અપરમ ભાવે સ્થિતને વ્યવહારના ઉપદેશ છે. આચાર્ય અમૃતચંદ્ર આ ઉપર ટીકામાં કહ્યું છે: હે ભવ્ય જીવા ! જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તે વ્યવહાર અને નિશ્ચય એ બન્ને નયા ન છોડો. કારણકે વ્યવહાર ના વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાશ થઇ જશે અને નિશ્ચય નય વિના તત્ત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે. કાનજી સ્વામી, અજ્ઞાની અને અબુધ લોકોને કેટલા અવળે માર્ગે દોરે છે અને લોકો શબ્દજાળમાં ફસાય છે તેને સામાન્યજનને નહિ આવી શકે. ખ્યાલ કાનજી સ્વામીની પ્રતિભા વધારવા અને લોકો ઉપર પ્રભાવ પાડવા, કેવી કલ્પિત વાતો થાય છે તે, માનપત્રમાંથી ઉપર ટાંકેલ બીજા ફકરામાં સ્પષ્ટ થાય છે. ચંપાબેનને વિમલ વિભૂષિત જાતિસ્મરણીય જ્ઞાન થયું છે. તેમાં તેમને સ્પષ્ટ યાદ આવ્યું છે કે કાનજી સ્વામી પૂર્વભવમાં રાજકુમાર હતા, ચંપાબહેન દેવરાજ નામના શ્રેષ્ઠિપુત્ર હતા, અને તેમના પરમ મિત્ર હતા, બન્ને સીમંધર ભગવાનના સમયસરણમાં હાજર હતા. તે સમયે ભરતક્ષેત્રમાંથી શ્રી કુંદકુંદાચાર્યનું ત્યાં આગમન થયું. ત્યારે વિદેહ જીનવરની આ સભામાં ચંપાબહેને સ્પષ્ટ શ્રાવણ કર્યું કે આ રાજકમારના જીવ હવે પછીના ભવમાં કુંદકુંદાચાર્યના માર્ગ પ્રવર્તાવશે અને તીર્થપ્રવર્તક થશે. કાનજી સ્વામીના ભવાન્તરના આ મંગળવૃતાન્ત સાંભળી, મુમુક્ષુઓને તેમની અતિશય આધ્યાત્મિક પ્રતિભા પ્રત્યે અટલ-અચળ શ્રદ્ધાનું અનુપમ બળ મળ્યું છે અને ભાવિ તીર્થંકરના સમિપત્વથી સૌ ધન્ય બન્યા છે. ! ધન્ય છે આ ભવ્ય જીવો, જેમને ભાવિ તીર્થંકરની વાણી સાંભળવા મળે છે, તેમનાં દર્શનનો લાભ મળે છે! ચંપાબહેનને માનપત્ર આપ્યું તેમાં આ શુદ્ધાત્મા સુધાસંપન્ન, ધર્મરત્ન, પ્રશમપરિણત પૂજ્ય ભગવતી બહેનની, સ્વત: સિદ્ધ, અનાદિનિધન, નિત્યપ્રકાશમાન, સ્પષ્ટ પ્રત્યક્ષ ચૈતન્ય જ્યોતિ, શાયક સ્વરૂપ ભગવાન આત્માની મધુરી બંસરી બજાવનાર કાનજી સ્વામીની વ્રજવાણીના સુપ્રતાપે, જેમની વિસ્તૃત અંત:ચેતના જાગી એવી બહેનને જાતિસ્મરણ જ્ઞાન થયું વગેરે વર્ણન છે. આ બધું લખતાં મને અત્યંત ખેદ થાય છે. મારા ઘણાં મિત્ર અને મારા પ્રત્યે જેમને આદર છે એવા ઘણાં ભાઈઓ અને બહેનો પોતાને કાનજી સ્વામીના અનુયાયી માને છે. તેમની લાગણી દુભાય એવું લખવાની મને લેશમાત્ર ઈચ્છા નથી થતી, પણ જે ચાલી રહ્યું છે તેના મૂક સાક્ષી થઈ રહેવું મારે માટે શક્ય નથી. ધર્મને નામે લોકો ખરેખર સાચા ધર્મથી વિમુખ થાય છે, તેથી મને જે લાગે છે તે નમ્રતાથી પણ સ્પષ્ટપણે કહેવાની મારી ફરજ માનું છું. ચીમનલાલ ચકુભાઈ સંધના સભ્યાને વિજ્ઞપ્તિ ૧૯૭૬ ના વર્ષના જે સભ્યોના લવાજમો બાકી છે. તેમને લવાજમના રૂા. ૧૨ સત્વર કાર્યાલયમાં મેકલી આપવા વિનતિ કરવામાં આવે છે. –મંત્રી ૧૧-૫-૭૬ ૧૩ ફરજિયાત વધ્યીકરણ ફરજિયાત વંધ્યીકરણના કાયદાનો ખરડો મહારાષ્ટ્ર વિધાન સભામાં રજૂ થયા છે. તે પ્રવર સમિતિને સોંપાયો છે. સમિતિ તેમાં ફેરફારો કરશે તે પછી તે વિધાન સભામાં રજૂ થશે. સભા પણ ફેરફારો કરી શકશે પછી તે વિધાન પરિષદમાં જશે. પરિષદ પણ ફેરફારો કરી શકે છે. તે ફેરફારો કરે તો પુન: વિધાનસભા સમક્ષ આવશે ને અંતે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. જાહેર પ્રજાને પાતાનાં મર્તવ્યો પ્રવર સમિતિને મેાકલવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે આ ખરડાની જોગવાઈઓ કેવી છે તેની માહિતી ઉપયોગી થઈ પડશે. આ ખરડો ચર્ચાસ્પદ બન્યો. એક વખત સેા પુત્રાની માતા બનજે એવા આશીર્વાદ અપાતા, હવે ‘ત્રણ બસ’ એવા આદેશ અપાશે. આ સંયોગાને આભારી છે. ગઈ સદીમાં ‘માલ્થસ' નામના એક લેખકે એક પુસ્તિકા લખી જગતને ચોંકાવી મૂકયું કે, જગતમાં વસતિ વધારો ‘યોમેટ્રીકલ પ્રોગ્રેસન' પ્રમાણે થઈ રહ્યો છે. ને જો ચેતવામાં નહીં આવે તો વસતિ એટલી વધી જશે કે લોકોને એક ટંક ખાવા મળશે નહિ. એની એ આગાહી સાચી પડતી જાય છે. તે છતાં વસતિસંખ્યા પરનો અંકુશ સ્થાનિક પરિસ્થિતિ ઉપર અવલંબે છે. યુરોપનાં કેટલાક દેશામાં બાળકોની વૃદ્ધિને ઉત્તેજન આપવામાં આવે છે. એક બે દેશેશમાં સ્ત્રીઓની સંખ્યા પુરૂષો કરતાં એટલી વધી ગઈ છે કે, સ્ત્રીઓને ફરજીયાત જીવનભર અપરિણીત રહેવું પડે છે. ત્યાં પુરુષોને એક કરતાં વધારે પત્નીઓની છૂટ આપવાની હિમાયત કરનારા પણ છે. એટલે આધુનિક યુગનાં કાયદાઓ સંજોગોમાંથી પરિણમ્યા છે. તેની પછવાડે કોઈ સનાતન ન્યાય કે સિદ્ધાંતના પ્રશ્ન હોતો નથી. આ કાયદાનાં પ્રવેશકમાં (Preamble) માં લખવામાં આવ્યું છે કે, “રાજ્યની વસતિ વધી છે તે રાજ્યની કુટુંબનિયોજનની યોજનાઆ છતાં વધતી જાય છે. પરિણામે રાજ્યની વિકાસ યોજનાઓ પર વિપરીત અસર થાય છે. વળી વસતીના આ ભયજનક વધારો જો અંકુશમાં ન લેવાય તો ગરીબીની નાબૂદી તથા રાજ્યનાં આર્થિક વિકાસનાં ફળા પ્રાપ્ત કરવાનું અશક્ય બનશે અને તેથી રાષ્ટ્રનાં સર્વમાન્ય તથા રાજ્યનાં ખાસ હિતાર્થે વસતિનો આ ભયજનક વધારો અંકુશમાં લાવવા જોઈએ. અને આ વસતિ વધારાને અંકુશમાં લેવા કેટલીક વ્યકિતનાં (Certain Persons) વંધ્યીકરણ માટે તથા તેને લગતી બાબતો માટે જોગવાઈ કરવાના હેતુથી આ કાનૂન કરવામાં આવે છે.” આ કાયદાનું નામ ‘મહારાષ્ટ્ર વંધ્યીકરણ કાયદો ૧૯૭૬’રાખવામાં આવ્યું છે. કાયદામાં Sterilisation શબ્દ વાપરવામાં આવ્યો છે. તેનો અર્થ ‘વૃંધ્યીકરણ’ થાય છે. પણ હકીકતમાં જે શસ્ત્રક્રિયા કરવામાં આવશે તે “નસબંધી”ની હશે. પણ આ લેખમાં કાયદામાં આપેલ શબ્દ ‘વંધ્યીકરણ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યા છે) આ કાયદો આખા મહારાષ્ટ્ર રાજ્યને લાગુ પડે છે. પણ રાજ્ય સરકાર જે તારીખ જાહેર કરે તે તારીખથી તે અમલમાં આવશે. ને રાજ્ય સરકાર જુદા જુદા વિસ્તારો માટે જુદી જુદી તારીખોએ પણ તે અમલમાં મૂકી શકે છે. આ અમલની તારીખ મહત્ત્વની છે. કારણકે, ફરજિયાત વંધ્યીકરણની જે મુદત ગણવાની છે તે આ તારીખથી ગણવાની છે. મુખ્ય હેતુની સિદ્ધિ અર્થે આ કાયદામાં એવી ોગવાઈ કરવામાં આવી છે કે, જે તારીખે આ કાયદો જે વિસ્તારમાં અમલમાં આવ્યો હોય તે તારીખે બાળકો અંગે ત્રણ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તતી હશે. એક તો રાજ્ય સરકારે બાળકોની સંખ્યા અંગે જે ટોચમર્યાદા મૂકી હોય તેથી ઓછા બાળકો હોય અગર તેટલી સંખ્યાનાં હોય અગર તેથી વધુ હોય. આ ખરડામાં વધુમાં વધુ
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy