SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૭૬ આપણે લોકશાહી હોવાનો દાવો કરીએ છીએ અને સમાજવાદ કે કલ્યાણ રાજયની દિશામાં જવું છે. મૂડીવાદ, સામ્યવાદ અને લોકશાહી સમાજવાદ, ત્રણેમાં કેટલાક સર્વસામાન્ય તત્ત્વ છે તેથી ત્રણેમાંથી ઊપજતાં અનિષ્ટોનું મૂળ એક જ છે - ત્રણે “ઊંચાં ” જીવનધોરણમાં માને છે. એટલે કે જીવનની જરૂરિયાત બને તેટલી ઓછી કરવી એમ નહિ પણ વધારવી. આર્થિક અને ભૌતિક સગવડો અને સમૃદ્ધિ જાણે જીવનનું અંતિમ ધ્યેય હોય તેમ માન્યું છે. મૂડીવાદમાં આ સગવશે અને સમૃદ્ધિ થડાના હાથમાં રહે છે, સામ્યવાદ અને સમાજવાદ અને તેટલા સમાન ધોરણે તેનું વિતરણ કરવા માગે છે, પણ ધ્યેય એક જ છે. સામ્યવાદ અને સમાજવાદનું એક બીજું સમાન લક્ષણ છે, બને આ બધું રાજ્ય મારફત કરવા માગે છે, રાજ્ય મારફત જ થાય એમ માને છે. પરિણામે રાજ્યની સત્તા વધે, દંડશકિત વધે, વ્યકિતસ્વતંત્રતા ઘટે. લોકશાહી સમાજવાદ અથવા કલ્યાણ રાજ્ય આ સ્વતંત્રતા જાળવવા પ્રયત્ન કરે છે, પણ સફળ ન જ થાય. ત્રણે વ્યવસ્થામાં, મંત્રીકરણ, મોટા ઉદ્યોગે, મોટા શહેર, પરિણામે એ બધાનાં અનિષ્ટો સમાન છે. દુનિયા આ માર્ગે જાય છે. પરિણામે એક અથવા બીજા પ્રકારના આવા અનિષ્ટોમાંથી છૂટવાની આશા રાખવી વ્યર્થ છે. ગાંધીજીએ આ બધાથી ભિન્ન, નિરાળે માર્ગ બતાવ્યો છે. જીવનની જરૂરિયાતે ઓછામાં ઓછી કરવી, સંયમ કેળવવો. યંત્રીકરણ, મોટા ઉદ્યોગે, મોટા શહેરોને ઓછામાં ઓછો અવકાશ આપવો. ગ્રામદ્યોગ, નાના ઉદ્યોગ, તથા જાત મહેનતને અગ્રસ્થાન આપવું. ઓછામાં ઓછી જરૂરિયાતથી જેટલું વધારે હોય તેના પોતે ટ્રસ્ટી છે એમ માની વર્તવું. વ્યકિતએ પોતાના ધર્મ અને ફરજ સમજી આ પ્રમાણે સ્વેચ્છાએ વર્તવું - બીજા એ પ્રમાણે કરે કે નહિ તે ન જોતાં પોતાની ફરજ બજાવવી. રાજ્યની ઓછામાં ઓછી સત્તા અને દખલગીરી રાખવી એટલે વ્યકિત સ્વાતંત્ર્ય પૂરું જળવાય. એ ત્યારે જ બને કે વ્યકિત પોતાની ફરજનું સ્વેચ્છાએ પાલન કરે. કેટલીક વ્યકિતઓ એવી રહેવાની જે પોતાને ધર્મ નહિ સમજે અથવા તેનું પાલન નહિ કરે, તેને માટે રાજયના કાયદાની જરૂર પડશે. પણ તે ઓછામાં ઓછું રહે તે માટે જાગ્રત લેકમત અને વાતાવરણ ઊભાં કરવાં, ગાંધીજીની આ વ્યવસ્થામાં માનવતા અને નૈતિકતા બન્ને સચવાય છે. દુનિયા અને આપણે આ માર્ગે જવા તૈયાર નથી. તે પછી, મૂડીવાદ હાય, સમાજવાદ હોય કે સામ્યવાદ હોય, સાચા સુખની આશા ન રાખવી – માણસ સુખ માટે વલખાં માર્યા કરશે. ૧૫-'૭૬ ચીમનલાલ ચકુભાઈ શ્રી શાદીલાલ જૈન અભિનંદન સમારંભ - શ્રી શાદીલાલજી જૈન અભિનંદન સમારંભ સમિતિ તરફથી - શ્રી શાદીલાલજી જૈનની ૭૦ મી વર્ષગાંઠ નિમિત્તો તેમનું બહુમાન કરવાને લગતે એક સમારંભ તા. ૨૩-૪-૭૬ ના રોજ તાજમહાલ હોટેલમાં શ્રી. કે. ટી. દેસાઈના પ્રમુખપણા નીચે જવામાં આવ્યા હતું. આ પ્રસંગે શ્રી. શાદીલાલજી જૈનને રૂપિયા એક લાખ એકોતેર હજારની થેલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં શ્રી શાદીલાલજીના નાનાભાઈ શ્રી સુરેન્દ્રનાથજીના પરિવાર તરફથી પંચેતેર હજાર રૂપિયા ઉમેરીને બે લાખ છેતાલીસ હજાર રૂપિયા પંજાબ જૈન ભાતૃસભા - ખાર ને ભગવાન મહાવીર મેડિકલ સેન્ટરની સ્થાપના માટે - આપવામાં આવ્યા હતા. આટલી મોટી સખાવત માટે શ્રી શાદીલાલજી અને તેમના કુટુંબીજને ખરેખર આપણા અભિનંદનના અધિકારી બને છે. -- તંત્રી શબ્દોની માયાજાળ શબ્દ અને અર્થ ભિન્ન વસ્તુ છે. એક શબ્દના અનેક અર્થ થાય અને એક શબ્દનો અર્થ સમયે સમયે બદલાય એવું અનુભવાય છે. કેટલાક શબ્દોની આસપાસ અમુક ભાવે ગુંથાય છે. એટલે એ જ શબ્દ ઉચ્ચારતા, એ ભાવે આપેઆપ પ્રકટ થાય. પછી શબ્દને સાચા અર્થ શોધવા મન રોકાય નહિ, આરસની સપાટી ઉપરથી પાણી વહી જાય તેમ મન ઉપરથી થબ્દો વહી જાય અને ભાવ મુકી જાય. મુંબઈમાં હમણાં શ્રી કાનજી સ્વામીની ૮૭ મી જન્મજયન્તિ ઊજવાઈ. તે પ્રસંગે કાનજી સ્વામી અને તેમની સાથે વિચરતો ચંપાબહેનને મુમુક્ષુઓ તરફથી માનપત્ર અપાયાં તે વાંચતા આવા વિચારો આવ્યા, બન્ને માનપત્રે શબ્દોની માયાજાળના ઉત્તમ નમૂના છે. તેમાંથી કેટલોક ભાગ અહીં આપે છે. અધ્યાત્મ યુગસૃષ્ટા, જિનશાસનદિવામણિ આત્મજ્ઞ સFરુષ આધ્યાત્મ વિદ્યાપ્રકાશશીલ મહાન જયોતિર્ધર ગુરુદેવના માનપત્રમાં લખ્યું છે: વ્યવહારનય, પરમાર્થ વસ્તુ સ્વરૂપને પ્રતિપાદક હોવા છતાં, સઘળેય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રકાશે છે, અને એકમાત્ર શુદ્ધનય જ ભૂતાર્થ હોવાથી ભૂત અર્થને પ્રકાશે છે - આવા વિતરાગ જિનશાસનની આધારશીલાસમ અમેઘ મંત્રના રહસ્યોદ્ઘાટન દ્વારા જેમણે શ્રીમદ્ ભગવત કુંદકુંદાચાર્યદેવ પ્રણીત લુપ્તપ્રાય: અધ્યાત્મમાર્ગને નવજીવન આપ્યું છે એવા અનેકાન્ત વિદ્યાના સાતિશય મહાને જયોતિર્ધર ... શ્રી કાનજી સ્વામીનું અભિનંદન કરીએ છીએ. આપને ધાર્મિક પૂર્વસંસ્કારના બળે સ્વયં રિત કાર દિવ્ય ધ્વનિનાદ, તેમ જ “હું તીર્થકર છું.” એવા અવ્યકત જાણકાર આપની પૂર્વસાધનાને તથા શ્રી તીર્થકર ભગવાનને પ્રત્યકા સમાગમને સંકેત દર્શાવે છે. તદુપરાંત પૂજ્ય ભગવતીબહેન શ્રી ચંપાબહેને – કે જેઓ આપના આગલા રાજકુમારના ભવમાં પરમ મિત્ર, બાળબ્રહ્મચારી દેવરાજ નામના શ્રેષ્ઠિપુત્ર હતા તેમણે - પ્રત્યક્ષ જોયેલું શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ભરતક્ષેત્રની મહાન આચાર્ય શ્રી કુંદકુંદ મુનિવરનું મંગલ આગમન અને તે પ્રસંગે રાજકુમાર વગેરેની ઉપસ્થિતિ; તથા શ્રી વિદેહ જીનવરની સભામાં પ્રત્યક્ષ શ્રવણ કરેલું – આ રાજકુમારને જીવ હવે પછીના ભવમાં જન્મ લઈ શ્રી કુંદકુંદાચાર્યના માર્ગ પ્રવર્તાવશે. ... અને આ રાજકુમારને જીવ અનુક્રમે ભવિષ્યમાં ધાતુકી ખંડ વિશે મહાન તીર્થપ્રવર્તક થશે વગેરે આપના ભવાન્તર સંબંધી મંગળવૃતાન્ત કે જે તેમના (પૂ. બહેન શ્રી ચંપાબહેનના) સ્વાનુભૂતિ વિભૂષિત વિમલ જાતિસ્મરણ જ્ઞાનમાં અત્યંત સ્પષ્ટપણે યાદ આવ્યું છે. તેનાથી, હે ગુરુદેવ, આપને લોકોત્તર દિવ્ય મહિમા મુમુક્ષુ હૃદયમાં ટંકોત્કીર્ણ થયેલ છે. પૂજ્ય ચંપાબહેનના અસાધારણ નિર્મળ જ્ઞાનથી મુમુક્ષુ રસમાજને આપની અતિશય આધ્યાત્મિક પ્રતિભા પ્રતિ અટળ – અચળ શ્રદ્ધાનું અનુપમ બળ મળ્યું છે. હે પ્રભે, આપ જેવા ભાવિ તીર્થકર દ્રવ્યનું સમિપત્વ પામી અમે સૌ ધન્ય બન્યા છીએ.” વ્યવહારનય, નિશ્ચયનય, ભૂતાઈ, અભૂતાર્થ, કુંદકુંદાચાર્યે કયા સંદર્ભમાં કહ્યું છે તેની ચર્ચામાં અહીં ન ઉતર. માત્ર શ્રીમદ્ - રાજચંદ્રના “આત્મસિદ્ધિ' માંથી ત્રણ ગાથાઓ ટાંક : “અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય, લપે સવ્યવહારને, સાધન રહિત થાય. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નેય, નિશ્ચય રાખી લક્ષામાં, સાધન કરવાં સેય, નયનિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. -
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy