SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫૭૬ પ્રબુદ્ધ જીવન ૧૫ બધા પ્રકારનો દુ:ખોને નાશ કરવા માટે તથા નિર્વાણ પ્રાપ્તિ માટે ભગવાન બુદ્ધ ઉપદેશેલ માર્ગ આર્યજનોને માર્ગ છે અને એનાં આઠ અંગ છે, માટે તે આર્ય અગિક માર્ગ તરીકે ઓળખાય છે. ભગવાન બુદ્ધ પોતાના અનુભવ પરથી જોયું કે, જેમ ભેગવિલાસથી સત્ય જડતું નથી તેમ માત્ર અત્યંત દેહકષ્ટથી પણ સત્ય જડતું નથી. સત્યને માર્ગ તો એ બે છેડાની મધ્યમાં રહેલો છે. એટલા માટે એ માર્ગને મધ્યમ પ્રતિપદા' માર્ગ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ અષ્ટાંગ માર્ગનાં જે આઠ પગથિયાં ભગવાન બુદ્ધ બતાવ્યાં છે. તે આ પ્રમાણે છે: (૧) સમ્યક દૃષ્ટિ (૨) સમ્યક સંકલ્પ (૩) સમ્યક વાણી, (૪) સમ્યક્ કર્મ, (૫) સમ્યક આજીવ, (૬) સમ્યક વ્યાયામ, (૭) સમ્યક સ્મૃતિ અને (૮) સમ્યક સમાધિ આમ, તત્ત્વબોધ થયા પછી ભગવાન બુદ્ધ સૌ પ્રથમ આ ચાર આર્યસત્યને - આર્યઅષ્ટાંગિક માર્ગના ઉપદેશ આપ્યો. ભગવાન બુદ્ધના વ્યકિતત્વની એક મોટી વિશેષતા એ છે કે તેઓ કયારેય પૂર્વગ્રહથી દોરવાતા નહિ અને બીજાઓને એ રીતે દારવાના પ્રયત્ન કરતા નહિ. અનુભવ અને ચિંતનના આધારે પિતાની વિચારણોમાં જે કંઈ ફેરફાર કરવા જેવા લાગે તે તેએા વખતોવખત નિર્ભયપણે ક્રતા, કારણ કે તેઓ સત્યને વરેલા હતા. એમ કરવામાં કેટલીક વાર એમના કોઈક શિષ્યો એમને ત્યાગ કરી જતા તો તેથી તેઓ ડરતા નહિ, સત્યશોધ અને વિચારસ્વતંયના તેઓ કેવા આગ્રહી હતા તે કાલામસુતમાં આપેલી તેમની વાણી પરથી જોઈ શકાય છે. તેઓ કહે છે, “હ લેક ! હું જે કાંઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણીને ખરું માનશો નહિ. તમારી પૂર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશો નહિ. આવું હશે એમ ધારી ખરું માનશો નહિ. તર્કસિદ્ધ છે અથવા લૌકિક ન્યાય છે, એમ જાણી ખરે માનશો નહિ, અંદર લાગે છે અથવા તમારી શ્રદ્ધાને પોષનાર છે એમ જાણી ખરું માનશો નહિ, હું પ્રસિદ્ધ સાધુ છ', પૂજય છે એમ જણી ખરમાનશે ? નહિ. પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેને સ્વીકાર કરશે. જો સૌના હિતની વાત છે એમ લાગે તે જ તેને સ્વીકાર કરજો.” તત્ત્વબોધ થયા પછી એસીમા વર્ષે નિર્વાણ પામ્યા ત્યાં સુધી ભગવાન બુદ્ધ જુદે જુદે સમયે જુદે જુદે સ્થળે આપેલ ઉપદેશ એમની જ પોતાની વાણીમાં, પાલી ભાષામાં સચવાયેલો મળે છે. વિનય પિટક, સૂત્ર પિટક અને અભિધમ્મ પિટક એ ત્રિપિટક ગ્રંથમાં ઉપદેશ આપણને જોવા મળે છે. આર્ય અછાંગિક માર્ગ ઉપરાંત પંચશીલ, દસ સંજનાએ, છ પારમિતા, ચાર ભાવનાઓ, દસ શિક્ષાએ ઈત્યાદિ વિશે તેમાં સમજણ આપવામાં આવી છે. બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહારનો મહિમા પણ ઘણો મોટો છે. બ્રહ્મ એટલે જીવલેક અને એમાં વિહાર કરવો એટલે સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમ અને શાંતિથી સભાનપણે વિહાર કરવો, એ માટે ભગવાન બુદ્ધ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવના ઉપર ભાર મૂકે છે. શ્રી ધર્માનંદ કૌશામ્બીએ કહ્યું છે કે, બીજા લોકો પ્રત્યે માતા જેટલું વાત્સલ્ય હૃદયમાં જન્મે ત્યારે જ આ ચાર ભાવનાઓ પૂર્ણ સ્વરૂપે પ્રગટે છે. જગતમાં શાંતિ અને સંવાદ સ્થાપવાની ચાવી આ ભાવનાઓમાં રહેલી છે.” ભારતીય સંસ્કૃતિ એટલે વૈદિક સંસ્કૃતિ અને પ્રામણ સંસ્કૃતિને સમન્વય, કામણ સંસ્કૃતિ એટલે જૈન સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિ. શ્રમણ સંસ્કૃતિનું જગતને મોટામાં મેટ' અર્પણ તે અહિંસાની ભાવના છે. યજ્ઞમાં થતાં પ્રાણીઓનાં બલિદાનના વિરોધમાં રહેલી અહિંસાની ભાવના જીવ માત્રને એક સરખા ગણવાનું કહે છે, એટલું જ નહિ, આત્મપમ્યની ભાવનાથી જીવોએ એક બીજા ઉપર અનુગ્રહ કરવાનો હોય છે. આ અહિંસાની ભાવનાએ માત્ર યજ્ઞવિધ જ નહિ, યુદ્ધની સંહારલીલાએાને પણ અટકાવી છે અને માનવજાતિને ઉત્કર્ષના પંથે વાળી છે. સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન આ ભાવનાને આભારી છે. કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે જ ભાવના જ માનવજાત માટે આશીર્વાદ રૂપ છે એ ઈતિહાસે સિદ્ધ કરી બતાવેલું સત્ય છે. હિંસા ક્ષણિક છે અને એનાં દુપરિણામે ભયંકર હોય છે. અહિંસા- સ્થાયી છે. અને એનાં શુભ પરિણામે દુરગામી હોય છે, માટે જ છેવટે તો અહિંસાને જ સર્વત્ર વિજ્ય થયો છે. ર્ડો. રમણલાલ વી. શાહ (આકાશવાણીના સૌજન્યથી) * વેદનાના કવિની વિદાય થોડા જ દિવસ પહેલાં મરાઠી ભાષાના એક અગ્રગણ્ય સાહિત્યકાર શ્રી ચિંતામણી વ્યંબક ખાનોલકરનું નાની વયે અવસાન થયું. (૧૯૩૦-- ૨૬-૪-૭૬). તેઓ પોતાનું ગદ્ય લેખન – નાટકો, નવલકથા ને ટૂંકી વાર્તા પિતાના જ નામથી અને કવિતાઓ આરતી પ્રભુ” ના ઉપનામથી પ્રગટ કરતા હતા. ખાનોલકરનું મૂળ વતન કોંકણમાં. વંગમાં તેમને જન્મ અને કુડાળ ગામના રહેવાસી. ત્યાં વીશી ચલાવતા હતા. કોલેજનું પગથિયું કદી ચડયા નહોતા. વીશી ચલાવતા ચલાવતા આ યુવાન સાહિત્ય લખતા કેમ થયા એના અંકોડા મને હજી મળ્યા નથી. તે પછી તે મુંબઈમાં જ રહેતા હતા અને લેખનને વ્યવસાય કરતા હતા. કવિતા લેખનથી સાહિત્યિક કારકિર્દીનો આરંભ ને વિશેષ પ્રસિદ્ધિ અપાવી નવલકથા અને નાટકે. તેમણે બ્રેષ્ટ્રના “ધ કૈકેશિયન ચોક સર્કલ” નાટકનું મરાઠીમાં રૂપાંતર કર્યું હતું: “અજબ ન્યાય વર્તુળાચા.” આ નાટક પૂર્વ જર્મનીમાં પણ ભજવાયું હતું અને એ રીતે ત્યાં મરાઠી નાટકોનું નામ ઉજજવળ કરી આવ્યું હતું. “અવધ્ય ', “કાલાય ત નમ:' “સગે સેયરે', એક શૂન્ય બાજીરાવ', શ્રીમંત પતિની રાણી' વગેરે નાટકે, “રાત્ર કાળી...વાગર કાળી’, ‘કોડુંરા’ ‘અજગર', ‘ચાની’, ‘ત્રિશંકુ'. વગેરે નવલકથાઓ, સનઈ” અને “રાખી પાખરુ’ વાર્તા સંગ્રહો તથા જોગવા', ‘દિવે લાગણ’ અને ‘નક્ષત્રાંચે દેણે' કાવ્યસંગ્રહ -- આ તેમનાં પ્રકાશનો. ‘અજબ ન્યાય વર્તુળાચા' નાટકને નિમિત્તે તેઓ પર્વ જર્મની જઈ આવ્યા હતા. પણ યુરોપિય સાહિત્યને તેમને વિશેષ પરિચય નહેાતે. અને એટલે જ તેમના સાહિત્યમાં વ્યકત થતી વ્યથા, વેદના અને હતાશા આદિની સંવેદનાનો સૂર આગંતુક નથી, પરદેશી સાહિત્યને પડઘો નથી, પોતાના સ્વાનુભવની રાચ્ચાઈને રણકો છે, અને આગવી મૌલિકતા છે, તો બીજી બાજુ પશ્ચિમના ભવ્ય સાહિત્યવારસાથી વંચિત રહેવાને કારણે તેમની રચનાઓમાં કસબને અભાવ વરતાય છે. અન્ય સાહિત્યના પરિશીલનથી પરિષ્કૃત ન થવાને લીધે કંઈક અંશે મર્યાદિત વિકાસ પામેલી છતાં તેમની લા તેમની પ્રયોગપ્રીતિને પરિણામે ઝળકી ઊઠી છે. મરાઠી સાહિત્યમાં તેમણે એક પ્રયોગશીલ સાહિત્યકાર તરીકે સારી નામના મેળવી હતી. ખાનોલકરનાં નાટકો, નવલકથા, ટૂંકી વાર્તાઓ તથા કવિતા – સમગ્ર ગદ્ય-પદ્ય સાહિત્યમાં જીવનની વાસ્તવિકતા અને તેના સંદર્ભમાં ચિતન કેન્દ્ર સ્થાને રહ્યાં છે. જીવન, તેનું પ્રયોજન, મૃત્યુ, મૃત્યુનું રહસ્ય, માણસની નિયતિ, માણસ માણસ વચ્ચેના સંબંધો અને સંધર્ષો વગેરે જીવનની આદિ ને મૂળભૂત સમસ્યાઓને સમજવા પ્રયત્ન તેમના સાહિત્યમાં દેખાય છે. નાટક, નવલકથા વગેરેમાં તેમણે આ પ્રશ્નનું મુકતપણે ને મેકબાશથી નિરૂપણ કર્યું છે ને તેમ કરવામાં કૃતિને કલાકૃતિ લેખે સુરેખ આકારવાની સજાગતા રાખી નથી. પરિણામે કયાંક રચનાકૌશલના અભાવે કતિ કથળી છે તો કયાંક તેમની મુળ આગવી પ્રતિભા, જળવાવાથી ઉત્તમ કૃતિ સહજતાથી નીપજી આવી છે. ખાનોલકરની કવિતા વેદનાની કવિતા છે, વ્યથાની કવિતા છે, જીવનમાં એકાકીપણાની, કશુંક ગુમાવ્યાની, - જીવનની નિઃસારતાની સંવેદના તેમનાં કાવ્યોમાં આગવી રીતે વ્યકત થાય છે. તે મરી ગયો ત્યારે સાવ એકલે હતું, તે જીવ્યો તે પણ પાછો એકલો જ. ડાળી તે ડાળી જ થોડા વાંકાચૂકા આકારની, તેની પાછળ બીજને ચંદ્ર તેની પાછળ ભૂરું ભૂરું આકાશ બારીમાંથી દેખાય, બીજના ચંદ્રને પવન સળિયામાંથી ફર્યા કરે. ડાળનું પક્ષી તે ચૂપચાપ બેઠું છે. નામ પવન સલિલ બારીમાંથી દે, ડાળીનું જીવનના અનુભવો હતાશા પ્રેરક જ નીવડ્યા છે, એટલે કવિતામાં પણ તેવો જ ભાવ વારંવાર ઝિલાયો છે. :
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy